પ્રિયા - એક પ્રેતાત્મા... Shivrajsinh‘Sneh’ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિયા - એક પ્રેતાત્મા...

કાજલ મકાન ગમ્યું ને તને...?

હા કરણ ખુબ જ સરસ છે, પપ્પાજીએ સુંદર મકાન અપાવ્યું છે અને કરણ અહિંથી તારી ઓફીસ પણ દુર નથી..!
હા કાજલ....

આ વાત અમદાવાદમાં રહેતા નવપરિણીત યુગલ કરણ અને તેની પત્ની કાજલની છે, આમતો કરણ અને કાજલ એકબીજાને ઘણા સમયથી ઓળખતા કેમકે તેઓના LOVE MARRIAGE થયા છે. કાજલના પરિવારની આર્થિક પરિસ્થિતિ અને status કરણના પરીવાર કરતાં ક્યાંય ઉંચુ હતું પણ કરણની government job ના કારણે કાજલના પિતાએ લગ્ન માટે મંજુરી આપી દીધી.

લગ્ન બાદ તુરંતજ કરણના પિતાએ ગામળે રહેલી જમીન વેચી દીકરા અને વહુને અમદાવાદમાં single bedroom વાળુ મકાન અપાવી દીધું

નવા મકાનથી બંને ખુબ ખુશ હતા પરંતુ અચાનક અણધારી સમસ્યા આવી પડી... આ ઘરમાં ક્યાંય પણ આગ સળગતી જ નહીં, ગેંસસ્ટવ લાઈટર દીવાસળી અગરબત્તી ત્યા સુધી કે મંદિરમાં દીવો પણ નહી..

કાજલ : કરણ જો ને આ ક્યાય આગ સળગતી જ નથી..
મે કહ્યું ; રેવાદે કાજલ તારાથી કાંઈ નઈ થાય હું ટ્રાય કરુ છું,

પણ મારાથી દિવાસળી ય ના સળગી..

કાજલ : હવે શું કરીશું કરણ હું જમવાનું કેવી રીતે બનાવું...?

આમ એક દિવસ, બે દિવસ અઠવાડિયા સુધી અમે હોટેલ માંથી મંગાવીને જમ્યા.

કાજલ : કરણ...! આમ ક્યાં સુધી હોટલનું જમીશું ?
અને તારી salary પણ એટલી બધી નથી કે દરરોજ આવુ પોસાય.
કરણ : હા કાજલ કાંઈક તો કરવુ પડશે.

અને ત્યારબાદ તો સમસ્યા વધતી ચાલી. કાજલ રાત્રે નીંદરમાં અચાનક ઉભી થઈ જતી અને બુમાબુમ કરતી...
કરણ... આગ બુજાવ
હું સળગી રહી છું..!
બચાવ મને...!
હું દાજી રહી છું... બચાવ બચાવ...!

મે કાજલને ઉઠાડવાનો ખુબ પ્રયાસ કર્યો, પણ જાણે કોઈએ કાજલ પર પેટ્રોલ છાટી આગ લગાડી હોય એમ તળફળવા લાગી...
અને અંતે જ્યારે મે એના પર ડોલ ભરીને પાણી છાંટ્યું ત્યારે તે શાંત થઈ..
કાજલ :
‘કરણ શું કરે છે યાર, આવુ જ કરજે કેમ પાણી નાખે છે,
ફર્શ જો પાણી પાણી થઈ ગયું તુ સુઈ જા હું પોતું કરી દવ’

આમ સવાર પડી ગઈ, બીજા દિવસે ફરી કાજલને આ જ સપનુ આવ્યું...

અંતે મે આ વાત બાજુમાં રહેતા દિલીપભાઈને કરી,
અને દિલીપભાઈએ જે કહ્યું એનાથી તો પળવાર માટે મારુ હૃદય જાણે થંભી ગયું,

દિલીપભાઈ : બેટા.... આ મકાન મહેશભાઈ નુ હતું...!
એ જ મહેશભાઈ જેની પાસેથી તમે આ મકાન લીધું,

મેં હામી ભરતા કહ્યું હા અંકલ..!
દિલીપભાઈ આગળ બોલ્યા, મહેશભાઈ ના દીકરાની વહુ એનુ નામ પ્રિયા, ખુબ જ સંસ્કારી છોકરી, ખરેખર તો આ મકાન પ્રિયાને તેના પિતા પાસેથી લગ્ન સમયે મળેલું, દહેજમાં.
પ્રિયાના પિતા પુષ્પકભાઈ ના મૃત્યુ બાદ બધી જ મિલકત પ્રિયાના નામે થઈ ગઈ કેમકે પ્રિયા તેના પિતાની એકની એક દિકરી હતી..!
પરંતુ પ્રિયા ના સસરા મહેશભાઈ અને સાસુ મંજુલાબેન પ્રિયાને ખુબ તકલીફ આપવા લાગ્યા અને કહેતા કે બધી જ મિલકત અમારા નામે કરી દે...!

પ્રિયા કાંઈ ખાસ દેખાવડી હતી નહી પરંતુ મંજુલાબેને આ લગ્ન ખરેખર તો મિલકત માટે જ કરાવ્યા હતા, હવે જો પ્રિયા બધી મિલકત અમારા નામે કરી દે તો એને કાઢી મુકી દિકરા ના નવા લગ્ન કરાવુ. એવા વિચારો મંજુલાબેન ના મનમાં ચાલતા..

પરંતુ પ્રિયા પણ ભણેલી ગણેલી સમજુ છોકરી, બધુ જ સમજી ગઈ માટે તેને મિલકત તેઓના નામે કરવાની ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી,

આ ‘ના’ તેના સાસુ સસરા થી સહન ન થતાં તેઓએ પ્રિયાને જીવતી સળગાવી દીધી,
અને ખબર નહિ એવુ તે શું થયું કે પ્રિયાના મૃત્યુ બાદ 3-૪ દિવસમાં જ મહેશભાઈ અને તેનો પરિવાર આ ઘર ખાલી કરીને ચાલ્યા ગયા.

આમ, અમારા પાડોશી દિલીપભાઈ ની વાત સાંભળી મારા તો છાતીની પાટીયા જ બેસી ગયાં..

હું ઘરે આવ્યો તો કાજલ સુતી હતી, તેની તબીયત ઠીક ન હોવાથી મે તેને સુવા દીધી અને હું હોલરુમ માં આવી બેઠો ત્યાજ મારી નજર એક ખુણામાં કોઈ અજીબ વસ્તુ પર પડી માટે ત્યાં જઈ જોયુ તો એ અડધી સળગેલી એવી બંગળીના ટુકડા હતા,
આ બિચારી પ્રિયાના જ હશે એમ વિચારી મે એ દુખની લાગણી સાથે ઘરની બહાર ફેંકી દીધાં,
ત્યાર પછી તો કાજલની તબીયત વધારે બગડવા લાગી.

હજી આ ઘરમાં પ્રિયાની કોઈ નિશાની હશે એમ વિચારી મે જ્યાં બંગડીના ટુકડા મળ્યા હતા તેની પાસેનો કબાટ ખસેડ્યો ત્યાં મારી આંખમાંથી આંસુ સરી પડ્યાં,

કબાટ પાછળની દીવાલ ધુમાડા અને આગ થી કાળી થઈ ગઈ હતી, એને કાંઈક ચોટેલુ હોય તેવું દેખાયું, ધ્યાનથી જોતા તે પ્રિયાની અડધી બળેલી ચામડી હતી,
તો મે ડોલ ભરી પાણી નાખી દીવાલ ધોવાનો પ્રયત્ન કર્યો ત્યા બેડરૂમમાંથી કાજલની ચીસો સંભળાવા લાગી, હું દોડી ને ત્યાં ગયો તો તે શાંતિથી સુતી હતી, ઘણુ અજીબ લાગ્યું પરંતુ પાછો હોલમાં આવ્યો તો તે કબાટ પાછો તેની જગ્યાએ દીવાલને અડીને ગોઠવાઈ ગયો હતો...
આ બધું જોઈ મારા મગજે જાણે કામ કરવાનું બંધ કરી દીધું,

મે વિચાર્યું કે કોઈ પંડિતજીને બોલાવી શાંતિપૂજા કરાવી નાખુ તો દુખિયારી પ્રિયાની આત્માને પણ શાંતિ મળે ને અમને પણ છુટકારો.

બીજા દિવસે પંડિતજી આવ્યા ને મંત્રોચ્ચાર સાથે પુજા શરુ કરાવી હું અને કાજલ પણ હવનપૂજા માટે પંડિતજી ની પાસે બેઠા, દૈવીમંત્રોના આહ્વાન થી આખુંય ઘર જાણે દિવ્ય બનતુ જણાયું, મંત્રોચ્ચાર સાથે પંડિતજીએ વેદીમાં ખુબ જ સરળતાથી અગ્નિ પ્રગટાવી,
હું ને કાજલ તો આંખો ફાડી જોતા જ રહી ગયાં કે આટ-આટલા દિવસથી અમારાથી એક દિવાસળી પણ નથી સળગી ને આ પંડિતજીએ તો....!

અમને અમારી સમસ્યા નુ સમાધાન મળતુ જણાયું, પરંતુ હજી આહુતિ આપીએ એ પહેલા જ ઓપન કિચન માંથી પાણીની ડોલ એની જાતે જ ઉછળીને હવનકુંડ પર પડી.

પંડિતજી : આ... આ... બધું શું છે...?
આ ભુત પ્રેત ...! આ શું થયું..!

પંડિતજી બધુંજ સમજી ગયા અને કહ્યું કે આ બધુ મારુ કામ નહી આ અતૃપ્ત આત્મા છે એના માટે તમે કોઈ શાસ્રીજી કે ઓઝા બોલાવો, આ મારુ કામ નહીં,

આમ કહી પંડિતજી તો ચાલ્યા ગયાં અને પંડિતજી જતા જ કાજલ અજીબ સ્વરમાં બોલવા લાગી અને મારા પર પ્રહાર કરવા લાગી, હું આશ્ચર્યચકિત થઈ ગયો કે કાજલમાં આટલી બધી તાકત ક્યાથી આવી,
જેમ તેમ કરી મેં તેને પલંગ સાથે બાંધી ને શાસ્ત્રીજી ને લઈ આવ્યો.
શાસ્ત્રીજી ઘરમા દાખલ થતાં જ બધુ જાણે જાણતા હોય એમ મારી સામે જોયું મે પેલા કબાટ તરફ ઈશારો કર્યો ને શાસ્ત્રીજી એ ગંગાજળ કે કાંઈક છાંટ્યું, પછી અમે બેડરૂમમા દાખલ થયા ત્યાં પલંગ હવામાં ઉપર અને ઉંધો છે અને કાજલ એના પર...!
શાસ્ત્રીજી ના મુખ પરથી જેમ સ્ત્રોત નિકળતા એમ કાજલ વધુ ને વધુ તડપતી... અને હવે કાજલના ઉચ્ચરો સ્પસ્ટ સમજાવા લાગ્યા,
પણ..... એ કાજલ નો અવાજ નહોતો,
કાંઈક અલગ જ સ્વરમાં એ બોલતી હતી...!

‘મને કાઢીશ મારા ઘરમાંથી...!
આ મારુ ઘર છે મારું હા...!’
કોઈને નઈ આપુ મારા પપાનુ ઘર છે,
તું કોણ છે.. ’

અજીબ અવાજમાં કાજલના આ શબ્દો હતા,
કાજલની નજીક જતાં જ તે શાસ્ત્રીજી સમજી ગયા કે આને આ ઘરમાંથી કાઢી સકાય એમ નથી.
માટે તેઓએ કાજલને શાંતિથી સમજાવવા લાગ્યા,

‘પ્રિયા, તુ હવે જીવંત નથી,
છોડી દે આ લોકોને, શાંતિથી જીવવા દે,
મૃતાત્માઓને ઘર ના હોય,
તુ હવે આરામ કર, ચિરનિદ્રામાં સુઈ જા’

આવા શબ્દો સાંભળતાં જ કાજલ શાંત થઈ ગઈ,

શાસ્ત્રીજી એ તેને પુછ્યું ‘બેટા ક્યાં સુવા માગે છે તું? ’

કાજલ રડતા રડતા એ દિવાલ તરફ ઈશારો કરતા કહે છે‘ત્યાજ બાળી નાખી તી મને હું ત્યાં સુઈશ,’

અને તે દિવાલ પર પિપળના પાંદડાના જેવો મોટો આકાર રચાઈ ગયો આ બાજુ કાજલ બેભાન થઈ નિચે પટકાઇ.

શાસ્ત્રીજીએ એ પાંદડાં જેવા આકાર પર ચંદન અને કંકુ થી સ્વસ્તિક નુ નિશાન બનાવ્યું,

આ શું...!
મને મારી આંખે પર વિશ્વાસ ન આવ્યો પણ એ સ્વસ્તિક ના નિશાન પર કોઈનો ચહેરો દેખાયો, કદાચ એ પ્રિયા જ હશે,

ત્યાર પછી કાજલ અને હું દરરોજ ત્યા અગરબત્તી કરતા, ઘણી વખત ત્યાં પ્રિયાનો ચહેરો ઉપસેલો દેખાતો...

આ ઘટનાના લગભગ દોઢ વર્ષ પછી મારા ઘરે દિકરીનો જન્મ થયો, સંજોગ કહો કે જે કહો તે પરંતુ નામકરણ મા તેનુ નામ પ્રિયા આવ્યુ, અને અમે ખુશીથી અમારી દિકરીનું નામ પ્રિયા રાખ્યું,

અને મારા ઘરે દિકરીના જન્મ બાદ ક્યારેય પણ એ દિવાલ પર મને કે કાજલને એ પ્રિયાનો ચહેરો દેખાયો નથી... !

•શું મારી દિકરી એ પ્રિયાનો પુનર્જન્મ છે..?


•આટલા સમય બાદ પ્રિયાની આત્માને નવા શરીરની જરુર કેમ પડી?


•તે શા માટે મારી દિકરી બની આવી છે...?

-શિવરાજસિંહ‘સ્નેહ’