અનુભવ અને લાગણીઓ Chirag Kakkad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

અનુભવ અને લાગણીઓ

બધાં વાચકોને નમસ્કાર,

આમ તો વરસાદની ઋતુ છે અને સંધ્યા નો સમય છે. ઘનઘોર વાદળોથી ઘેરાયેલું આકાશ ઉપરથી ધીમો ધીમો વરસતો વરસાદ વરસી રહયો છે. અને હું મારી કલમને લઈને કંઇક વિષય શોધી રહ્યો છું, ત્યાં જ મારી નજર એક પ્રેમી યુગલને વરસાદમાં ફરતાં જોયા અને ત્યારે જ મારે આ વિષય વિશે લખવાનું મન થયું અને એક વિચાર પણ આવ્યો કે આમ તો ઘણાં લોકો પ્રેમ વિશે લખી ચૂક્યા છે તો મારું આ લેખન વાંચશે કોણ? આ સવાલ તો બધાં લેખક ને જ્યારે તે કંઇક વિષય લખે છે ત્યારે ઉદભવે જ છે. પણ જે પોતાના માટે લખતાં હોય છે તેનાં માટે તો આ લેખન તેમનાં બધાં જ ભાવોને વ્યકત કરતી હોય છે. (ચાલો હવે થોડુંક લખવામાં ધ્યાન દઈએ.)

આ નામ વાંચતા જ બધાનાં મનમાં એમ થયું હશે કે આમાં ફક્ત પ્રેમની વાતો જેવું જ કંઈક હસે. છે ને?

હા, આમાં પ્રેમ વિશે તો છે જ. પરંતુ, આમાં દરેક જીવનમાં બનતી ઘટના અને આપણ આસપાસના પાત્રોનો પણ સમાવેશ છે. સાથે સાથે એક શબ્દ પ્રેમપત્ર અને ફોટા. પ્રેમપત્રો ફક્ત પ્રેમ નહિ દર્શાવતા એ ક્યારેક નફરત તો ક્યારેક ષડયંત્ર પણ દર્શાવતા હોય છે તેમજ દરેક ફોટાઓમાં તમારી સાથે હસતી વ્યક્તિ તમારા માટે અલગ અલગ વિચારસરણી ધરાવે છે. આમ તો આ બાબત જોવા જસો તો તમને એમ લાગશે કે કોઇક મનોચિકત્સક આ લખી રહ્યો છે. પણ ના હું મનોચિકત્સક નથી.

ઘણાં લોકોનું માનવું છે કે કોઈ પણ પ્રેમપત્ર લખવાં માટે વ્યક્તિ ને પ્રેમ માં તો પડવું પડે જ છે. નાં, એવું ખરેખર નથી. આપડે જો કોઈ પ્રત્યે લાગણી હોય તો આપણે જે પણ શબ્દોનું લેખન કોઈક બીજાં માટે કરીએ તે એક પ્રેમીએ લખેલાં પ્રેમપત્ર કરતાં પણ વધારે સારું હોય છે, કારણ કે તે શબ્દો તે વ્યક્તિ માટેની સાચી ભાવનાઓ સાચી લાગણી દર્શાવતા હોય છે. હા, એક વાત છે લાગણી વિનાં કંઈ પણ લખવું શક્ય નથી, અને જો કોઈ પ્રયત્ન પણ કરે તો તે પોતાનાં જ શબ્દોથી નાખુશ રહે છે, કારણ કે લાગણી ન હોય તો આપણે 5 મિનિટ ફોન પર વાત પણ સરખી રીતે કરી શકતાં અને આ તો તમારા લાગણી નાં શબ્દો હસે જે તમારે સામે વાંચનાર વ્યક્તિ ને અહેશાસ કરાવાનો છે. ફક્ત અહેશાસ જ એવું છે જે તમારી પ્રેમની કે લાગણી અનુભૂતિ સામેની વ્યક્તિને કરાવી શકે છે અને તમારા સબંધ ને વધુ ટકાવી રાખે છે.

આમ તો કોઈ પણ પત્ર માટે પ્રેમપત્ર એ સાચો નામ, અર્થ કે ઉચ્ચાર તો છે જ નહિં. પરંતુ આપણ મનોવૃત્તિ છે કે પ્રેમી પત્ર લખે એટલે પ્રેમપત્ર. હા, એક વાત ચોક્કસ છે તેમાં પ્રેમી ફક્ત લગ્ન કરવાં માંગે છે અને બંને એકબીજા વગર રહી નથી શકતાં તેમ જ આપડે જોયેલ છે અને ઘણાં લોકો એવું જ માને છે. પરંતુ પ્રેમ ફક્ત પ્રેમી જ કરે છે એવું તો છે જ નહિં. બાકી ઘણાં સબંધો છે જે લાગણીનાં આ પવિત્ર દોરા થી બંધાયેલ છે, પરંતુ આપણે અહીંયા તેની વાત નથી.


આ વિષય જ છે આપણો "અનુભવ અને લાગણી". અનુભવ એ ઘણો ઉચ્ચ શબ્દ છે, સમજાવા જાવ તો શબ્દો ની ઊણપ આવે એ તો ખાતરી છે અને એ તો દરેક લેખક જાણે પણ છે અને કહે પણ છે. આપણે સાંભળેલ જ હસે કે, હું મારા અનુભવ પર થી કહું છું, આમ ન કરો તેમ ન કરો. આપણને ત્યારે તે બાબત બહું ખટકે છે. હા, પણ દરેક વ્યક્તિ અનુભવ કરી શીખે છે એ પાકું છે, કોઈક જ એવાં હોય છે જે બીજાનાં અનુભવ માંથી સિખતા હોય છે. ઘણું છે અનુભવનું તો પરંતુ એ પોતે જ જાણીએ તો વધારે જ સમજાય છે, બાકી તો આ ફકરો તમને નિરાશા જ આપી શકે.