મધ્યકાલીન યુગમાં ગુજરાતમાં વાઘેલા વંશ નું શાસન Dr. Bhairavsinh Raol દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મધ્યકાલીન યુગમાં ગુજરાતમાં વાઘેલા વંશ નું શાસન

મધ્યકાલીન યુગમાં ગુજરાતમાં વાઘેલા વંશ નું શાસન:

મધ્યકાલીન યુગ માં ત્રણ રાજપૂત રાજવંશોએઈ.સ.૬૯૦ થી ૧૩૦૪ એમ ૬૧૪ વર્ષ (૬ સદી) સુધી ગુજરાત માં રાજ્ય કર્યું હતું. ગુજરાત માં સૌ પ્રથમ રાજપૂત શાસન ની સ્થાપના ચાવડા વંશે કરી હતી.ચાવડા વંશના રાજવીઓ એ ઈસ્વીસન ૬૯૦ થી ૯૪૦ (૨૫૦ વર્ષ) સુધી રાજ્ય કર્યું હતું.ચાવડા વંશ ના પ્રથમ રાજવી વનરાજ ચાવડા અને છેલ્લા રાજવી સામંતસિંહ ચાવડા હતા. ચાવડા વંશ પછી ચાલુક્ય ( સોલંકી) વંશના રાજાઓ ઈસ્વીસન ૯૪૦ થી ૧૨૪૨ (૩૦૨ વર્ષ) સુધી રાજ્ય કર્યું હતું. ચાલુકય વંશના પ્રથમ રાજવી કુમારપાળ અને છેલ્લા રાજવી ત્રિભુવનપાળ હતા.આ વંશ ના સિધ્ધરાજ જયસિંહ પરાક્રમી રાજા હતા. ચાલુક્ય વંશ પછી વાધેલા વંશના રાજવીઓ એ રાજપૂત યુગમાં સૌથી ઓછો સમય એટલે કે ઈસ્વીસન ૧૨૪૪ થી ૧૩૦૪ (૬૦ વર્ષ) સુધી રાજ્ય કર્યું હતું. વીરધવલ આ વંશ ના પ્રથમ રાજવી હતા.કર્ણદેવ એ વાઘેલા વંશના છેલ્લા રાજવી હતા અને ગુજરાત ના અંતિમ રાજપૂત શાસક હતા.કર્ણદેવ નો શાસન કાળ ખુબજ ટૂંકો (ઈ.સ.૧૨૯૭-૧૩૦૪) અને ઘણોજ સંઘર્ષ ભર્યો હતો. દિલ્હી ના સુલતાન અલ્લાઉદ્દીન ખીલજી એ ભારતના સૌથી સમૃદ્ધ પ્રદેશ ગુજરાત ની સંપત્તિ લૂંટવા, સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર નો નાશ કરવા લૂંટવા, દરિયા કિનારે સ્થિત બંદરો પર અંકુશ પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી ગુજરાત પર બે વાર ઈસ્વીસન ૧૨૯૯ અને ૧૩૦૪ માં આક્રમણ કર્યું હતું.વાધેલા રાજ્ય નો
નાશ કરી ગુજરાતમાં મુસ્લિમ સલ્તનતની સ્થાપના કરી હતી. વાઘેલા વંશ ગુજરાતમાં રાજ્ય કરનાર છેલ્લો રાજપૂત વંશ હતો ,જેણે ગુજરાતમાં ઇસ ૧૨૪૩ થી ૧૩૦૪ (૬૦વર્ષ ) દરમિયાન ટૂંકા સમય ગાળા માટે શાસન કર્યું હતું.આ સામ્રાજ્ય અગાઉ અણહિલવાડ પાટણમાં હતું.પછી થી અમદાવાદના હાલના ધોળકામાં કેન્દ્રિત હતું અને મુસ્લિમ શાસન પહેલા આ વિસ્તારનું છેલ્લું રાજપૂત રાજ્ય હતું.
વાઘેલા પરિવારના શરૂઆતના સભ્યોએ ૧૨મી સદીમાં ચાલુક્ય રાજ્યની સેવા કરી હતી અને તે વંશની શાખા હોવાનો દાવો કર્યો હતો. ૧૩મી સદીમાં સોલંકી ભીમદેવ દ્વિતીયના શાસન દરમિયાન વાઘેલા સેનાપતિ લવણપ્રસાદ અને તેમના પુત્ર વિરધવલ ખૂબ જ શક્તિશાળી બન્યા હતા. ઈ.સ.૧૨૪૦ના દાયકાની મધ્યમાં વિરધવલના પુત્ર વિશળદેવે સિંહાસન પર કબજો જમાવી લીધો. દિલ્હી સલ્તનતના અલાઉદ્દીન ખીલજીએ ૧૩૦૪માં કર્ણ વાઘેલાને હરાવી વાઘેલા શાસનનો અંત આણ્યો હતો.
વાઘેલા રાજપૂતોએ ગુજરાતના ચાલુક્યો પાસેથી સત્તા મેળવી હતી. ૧૪મી સદીના ઇતિહાસકાર મેરુતુંગાના જણાવ્યા અનુસાર, વાઘેલા પરિવારના સૌથી જૂના જ્ઞાત સભ્ય 'ધવલે' ચાલુક્ય રાજા કુમારપાળની માતૃપક્ષની કન્યા સાથે લગ્ન કર્યા હતા. કવિ સોમેશ્વરે વાઘેલા પરિવારને ચાલુક્ય પરિવારની શાખા ગણાવી હતી.વાઘેલા પોતાને ચાલુક્ય તરીકે ઓળખાવતા હતા અને ચાલુક્યો જેવા જ પૌરાણિક વંશનો દાવો કરતા હતા.
આ રાજવંશનું નામ "વ્યાગ્રપલ્લી" અને તેનું ટૂંકુ સ્વરૂપ "વાઘેલા" વ્યાઘ્રપલ્લી કે વાઘેલ ("વાઘની બોડ") નામના ગામના નામ પરથી આવ્યું છે.
પ્રારંભમાં વાઘેલાઓ એ ચાલુક્ય કે સોલંકી રાજવંશ જેણે ગુજરાતમાં ૧૦મી થી ૧૩મી સદી સુધી શાસન કર્યું, તેમની શાખા અને તેમના શાસન નીચે હતા. વાઘેલ ગામ પરથી આ વંશનું નામ પડ્યું હતું. આ ગામ સોલંકી વંશના રાજા કુમારપાળ (૧૧૪૩-૧૧૭૪) દ્વારા લવણ પ્રસાદ ને આપવામાં આવી હતી, જેઓ વિરધવલના દાદા હતા. વિરધવલે વાઘેલા વંશની સ્થાપના ૧૩ મી સદીના મધ્ય ભાગમાં ઇસ ૧૨૪૩માં કરી હતી.૧૩મી સદી દરમિયાન સોલંકીઓ નબળા પડ્યા હતા અને ૧૨૪૩માં વાઘેલાઓએ ગુજરાત પર પોતાની પકડ મજબૂત બનાવી હતી. ઇસ ૧૨૫૩ના "ડભોઇ પથ્થર" પરનું લખાણ, લવણપ્રસાદ નો સોલંકી રાજવી ભીમદેવ બીજા (ઈ.સ.૧૧૭૮-૧૨૪૨)ના સેનાપતિ તરીકેનો ઉલ્લેખ કરે છે ,જેણે પોતાનો સ્વતંત્ર વંશ સ્થાપ્યો હતો.આ રાજવંશે
૧૩મી સદીના બીજા ભાગમાં ગુજરાતમાં સ્થિરતા લાવી હતી. વાઘેલા વંશના શાસનનો અંત ઇસ ૧૨૯૯માં કર્ણદેવ વાઘેલાના અલાદ્દીન ખિલજી સામેના યુધ્ધમાં પરાજય થયો અને દિલ્હી સલ્તનતનું શાસન ગુજરાતમાં શરૂ થયું હતું.
તેમના શાસન દરમિયાન ધનિક વેપારી અને મંત્રી અને સેનાપતિ, વસ્તુપાળ અને તેજપાલ, દ્વારા અનેક મંદિરોનું નિર્માણ થયું હતું, જેમાં માઉન્ટ આબુના દેલવાડા મંદિરો અને ગિરનાર જૈન મંદિરોનો સમાવેશ થાય છે. રાજવી ધર્મગુરુ સોમેશ્વરદેવ (૧૧૭૯-૧૨૬૨) દ્વારા લખાયેલ વસ્તુપાલના જીવનચરિત્ર કિર્તિકામુદી વાઘેલા વંશના ઇતિહાસનો મહત્વનો સ્ત્રોત છે.વાઘેલા વંશના રાજવીઓની યાદી આ મુજબ છે:
પ્રારંભિક સદસ્ય:
અર્ણોરાજ ના પુત્ર લવણ પ્રસાદ
લવણ પ્રસાદ ના પુત્ર વિરધવલ
(૧)વિરધવલ(વિશળદેવ)
(c. ૧૨૪૩ - c. ૧૨૬૨)
વિરધવલના ભાઈ વિરમદેવે વિરમગામ વિકસાવ્યું ‌

(૨)અર્જુનદેવ
(c. ૧૨૬૨ - c. ૧૨૭૫)

(૩)સારંગદેવ
(c. ૧૨૭૫ - c. ૧૨૯૭)

(૪)કર્ણદેવ (બીજો)
(c. ૧૨૯૭-૧૩૦૪)

નવલકથા" કરણ ઘેલો: ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા" એ નંદશંકર મહેતા દ્વારા લખાયેલ ઐતિહાસિક નવલકથા છે. તે ૧૮૬૬માં પ્રકાશિત કરવામાં આવી હતી. આ નવલકથા ગુજરાતી ભાષાની પ્રથમ મૌલિક નવલકથા છે. ૨૦૧૫માં આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ પ્રસિદ્ધ થયો છે.આ નવલકથા ગુજરાતના છેલ્લા રાજપૂત શાસક કરણ વાઘેલાની, (ઈ.સ. ૧૨૯૬-૧૩૦૫) વાર્તા વર્ણવે છે. ૧૨૯૮માં અલાઉદ્દીન ખીલજીની સેના સામે કરણ વાઘેલાનો પરાજય થયો હતો. આ નવલકથા શૈક્ષણિક હેતુ માટે લખવામાં આવી હતી. આ કથા વિવિધ ઐતિહાસિક સ્રોતો પર આધારિત હતી, પરંતુ અમુક ઘટનાના નિરૂપણમાં લેખકે સ્વતંત્રતા લીધી હતી. આ નવલકથા સામાજિક તેમજ ધાર્મિક મુદ્દાઓ આવરી લે છે.

ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય (૯ સપ્ટેમ્બર ૧૯૦૦ - ૨૫ નવેમ્બર ૧૯૬૫) જાણીતાં ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર, નવલિકાકાર, નિબંધકાર, પત્રકાર હતા.એમણે વાઘેલા યુગ ગ્રંથાવલિ અંતર્ગત વિશળદેવ (૧૯૬૦), અર્જુનદેવ (૧૯૬૧) વગેરે નવલકથાઓ આપી છે.
માહિતી સંકલન :ડો ભૈરવસિંહ રાઓલ