વાત એક રાતની - ભાગ ૧૦ અંશતઃ. ગોસાઇ ભરતવન દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

વાત એક રાતની - ભાગ ૧૦

મેં ગભરાતા ગભરાતા વાતને બનાવવાની કોશિશ કરી.

"આઈ મીન કે વિરમગંજ સ્ટેશન સુધી તો હું જાગતો હતો, ત્યાં સુધી તો મેડમ પોતાની સીટ ઉપર જ હતી. એના પછી નું ના કહી શકું કારણ કે હું પછી સૂઈ ગયો હતો."

તેણે મને તાકી તાકીને જોયો એ એસી કમ્પાર્ટમેન્ટમાં મારા કપડાની અંદર મને ગરમ ગરમ ફીલ થઈ રહ્યું હતું. પછી તે ત્યાંથી બીજા ડબ્બામાં નિહારિકાની તલાશ કરવા માટે જતો રહ્યો.

મેં એ શ્વાસ ક્યારની રોકી રાખેલી હતી એ હવે બહાર કાઢી. સિતનાં કિનારા ઉપર રાખેલી પાણીની બોટલ માંથી બે ઘૂંટ પાણી પીધું. કમ્પાર્ટમેન્ટના બીજી બાજુએ આંટીને આજુબાજુ બીજી સ્ત્રીઓએ ઘેરી લીધી હતી અને એમને હિંમત રાખવાનું કહી રહ્યા હતા. અને બીજી બાજુ પેલા કાકા હતા જે બીજા લોકોથી ઘેરાયેલા હતા. ટીટી પણ ત્યાં જ હતો મોબાઈલ કાન ઉપર ધરી અને રેલવે પોલીસને આખો મામલો સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.એ આંટી રોતા રોતા બોલવાનો પ્રયાસ કરી રહી હતી...

" અરે ભાઇ શું બતાવે..... મને એવું લાગે છે કે ચાલતી ટ્રેનથી કૂદી જાવ.. કે પછી આ જાળીવાળા પંખા ઉપર રસી લગાવી અને લટકી જાવ..... હાય ભગવાન .... આ એ છોકરાનું જ ગામ છે... અરે મનહુસ......."

ટ્રેનના મુસાફરો અને ઠીક ઠાક ટાઇમપાસ થઈ રહ્યો હતો. ચારે બાજુ આ ઘટનાની કાનાફૂસી ચાલી રહી હતી. થોડાક લોકો કે જેમને પૂરેપૂરો મામલો સમજી લીધો હતો તે પોતપોતાની સીટ ઉપર જઈ અને વાતો કરી રહ્યા હતા. સીટ નંબર 61 62 અને 63 ઉપર કોઈક લોકો બેસેલા હતા અને તેમાં એક પેલા દાઢીવાળા કાકા પણ હતા કે જેમને મને પૂછ્યું હતું કે કયું સ્ટેશન આવ્યું છે.

"અરે કાકા આ બધું મામલો શું છે?"

મેં પૂરો મામલો સમજવા માટે એ કાકા ને પૂછ્યું. એમના હાથમાં પાન હતું અને આંગળી ઉપર ચૂનો હતો તેમને પોતાનું પાન પોતાના મોઢામાં મૂકી અને કાંથા વાળી આંગળી પોતાના વાળમાં ઘસી અને કહ્યું.

"અરે ભાઈ આ એ જ મામલો છે લેલા મજનુ વાળો. છોકરી આમિર છે અને મેડમને થઈ ગયો ગરીબ છોકરા સાથે પ્રેમ... સમજ્યો. બંને મળીને કરી લીધા મંદિરમાં જઈ અને લગ્ન અને પછી છોકરી વાળા એ તેમને બેસાડી દીધી ઘરે અને છૂટાછેડા લેવા માટે દબાણ કરવા લાગ્યા .. અરે ભાઈ કેમ લે છૂટાછેડા...હેં...હેં.. મને તમે જ બતાવો કે કેમ એ લોકો છૂટાછેડા લે.."

ઘટના હવે મારા સમાજમાં ધીમે ધીમે આવી રહી હતી તેમ તેમ મારો દિમાગ મારો મગજ ચકરાવે ચડ્યો હતો. એ કાકા આગળ બોલ્યા..

" છોકરી તો પાછી જવા માંગતી હતી પણ આ લોકોએ તો પહેરો લગાવી દીધો. અને એ છોકરી તો નીકળી ઉસ્તાદ એ છોકરી તો બેગમાં કેટલાય પૈસા, સોનુ અને મેરેજ સર્ટિફિકેટ બધું જ લઈને થઈ ગઈ ફુર...... ભાઈ વાહ વાહ પ્રેમ હોય તો આવો હોય અરે ભાઈ માથું જ ખંજવાળ તો રહીશ કે પછી કંઈ હા ના પણ બોલીશ... "

હું ત્યાં જ ફ્રીજમાં રાખેલી આઇસ ટ્રેમાં જે રીતે બરફ જામે એ રીતે હું ત્યાં જ જામી ગયો. આટલો મોટો વિશ્વાસઘાત કર્યો હતો મારા જોડે નિહારિકા એ. ટ્રેનના સેંકડો લોકો માટે હું એકલો જ મળ્યો હતો એમ ને બેવકૂફ બનાવવા માટે હે...

હું પાછો મારી સીટ ઉપર આવી ગયો ડબ્બામાં હજુ પણ એટલો જ શોરબકોર થઈ રહ્યો હતો. મારા મગજમાં કેટલાય વિચારો આવી રહ્યા હતા મને હજુ સુધી કંઈ સમજમાં તો આવી રહ્યું કે નિહારિકા એ મને જ કેમ ઉલ્લુ બનાવ્યો હતો. મને ડર લાગી રહ્યો હતો કે કમનસીબે મને જો કોઈએ જોઈ લીધો હોત તો અત્યારે ઊલટો લટકાવ્યો હોત. અને મનમાં એક પ્રકારની શાંતિ પણ મહેસુસ કરી રહ્યો હતો કે કોઈ અમીર ઘરની છોકરીએ પોતાનું બધું જ દાવ ઉપર લગાવી દીધું હતું. પોતાના પ્રેમી સાથે આખી જિંદગી કાઢવા માટે કેવી હિંમત દેખાડી હતી એમને કેવો મગજ ચલાવ્યો હતો. અને એમને એ જ કર્યું જે તે કરવા માંગતી હતી તે ખરેખર કરવા માંગતી. તે ક્યારેય ન તૂટી મુશ્કેલોથી, તકલીફોથી તેમને ઘરમાં પૂરી રાખવામાં આવી તેમ છતાં તે તસનીમસ ના થઇ... નિહારિકા એ જતા જતા મારા વિચારો અને મારા મગજમાં રહેલી શંકા ને ખોટી સાબિત કરી દીધી હતી. એ વિચારો કે તેમના જેવી અમીર અને મોટા ઘરની છોકરીઓ વિશે રાખતો હતો. હું એ ખ્યાલમાં ખોવાયેલો જ હતો ત્યાં મારો ફોન વાગ્યો.

"હાલો .."આંચલ હતી.
" હા આંચલ ગુડ મોર્નિંગ.."

"ક્યાં છે તું?"

મેં પૂછ્યું તો તેમને કહ્યું કે તે કેમેસ્ટ્રી ટીચર સુકલાસ સાહેબને મળવા માટે જઈ રહી છે અને રસ્તામાં છે..

"અચ્છા, અચ્છા આ અવાજ બહુ આવી રહ્યો છે. ક્યાંથી જઈ રહી છે ડ્રાઇવર છે કે પછી ખુદ ડ્રાઇવિંગ કરે છે."

"અરે શોર... અરે હું અને સ્વાતિ બધા સાથે જ છીએ તો હસી મજાક ચાલી રહી છે."

"સ્વાતિ ??.."

હું ચોંકી ને બોલ્યો તેમને કહ્યું કે હા હા હા અમે બસથી જઈ રહ્યા છીએ એક્ચ્યુલી.

મે હેરાનીથી ફોનને એક કાનથી લઈ અને બીજા કાન પર રાખ્યો.
"તુ બસથી જઈ રહી છે અને આટલી ગરમીમાં."

"હા ..એમાં શું થઈ ગયું .." તે બોલી
"આટલા બધા લોકો તો મુસાફરી કરે છે.." પછી થોડા સમય માટે રોકાય અને પછી બોલી..

"અને હવે હું અત્યારથી જ આદત પાડી રહી છું આપણા લગ્ન માટે પાપાએ ના પાડી દીધી તો પછી તો બસ થી જવું પડશે ને તો પ્રેક્ટિસ કરી રહી છું."




શ્રવણકુમાર એક્સપ્રેસ વે આજુબાજુ ફેલાયેલી હરિયાળી પાર કરી એ ધડ ધડાવીને જઈ રહી હતી.. દૂર સુધી જમીન અને આસમાન એવી રીતે તો મળી રહ્યા હતા જેવી રીતે હું અને આંચલ મારા ઉપર નમેલી હોય.. ગઈ રાત્રે જે પણ કંઈ થયું એ ભગવાને આપેલી મને હિટ હતી જ્યારે હું મારા જીવનમાં બે રસ્તા માંથી એક રસ્તાને પસંદ કરવાનો હતો. તેમને બોલેલા એક વાક્યથી મને સમજાવી દીધું હતું કે મારે બે રસ્તામાંથી કયો રસ્તો પસંદ કરવાનો હતો. મેં ટ્રેનની બારીમાંથી દેખાઈ રહેલા ખૂબસૂરત મંજરઓને ધ્યાનથી જોઈ રહ્યો હતો...

ખિસ્સામાંથી મોબાઇલ કાઢ્યો અને આચલ માટે એક મેસેજ ટાઈપ કર્યો. પાછો આવીને તારા પપ્પાને મળવા આવીશ હવે તો તું તૈયાર રહેજે.....