લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-14 S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-14

લવ રિવેન્જ-2 Spin Off

Season -2

પ્રકરણ-14

 

"ઘર્રરર......!"

બહાર વાદળો ગરજવાનો અવાજ સંભળાતાં બેડમાં સુતેલી નેહાની આંખ ખુલી ગઈ. જોકે નેહા ક્યારની માત્ર ઊંઘવાનો ડોળ કરી રહી હતી. તેણીની આંખોની સામે કલ્લાકેક પહેલાં તેણીને પોતાનાં ઘરની બાલ્કનીમાંથી સોસાયટીના ગેટ આગળ જોયેલું દ્રશ્ય વારેઘડીયે દેખાઈ રહ્યું હતું.

"આ છોકરો આટલાં મોડાં ઓલી રખડેલ જોડે શું કરતો 'તો ....!?"

મોડી રાતે લાવણ્યાને સોસાયટીના નાકે ઉતારવાં સિદ્ધાર્થને નેહાએ પોતાનાં ઘરની બાલ્કનીમાં ઊભાં-ઊભાં જોઈ લીધો હતો. કૉલેજ એકઝામની તૈયાર કરતી નેહા બાલ્કનીમાં ચેયરમાં બેસીને વાંચી રહી હતી ત્યારે રાતના શાંત વાતાવરણમાં એન્ફિલ્ડ જેવાં ભારે બાઇકનો અવાજ સાંભળી કુતુહલવશ ઉભી થઇ હતી. સોસાયટીના ગેટ આગળ જ સિદ્ધાર્થને લાવણ્યા સાથે જોઈને નેહા ચોંકી ગઈ હતી. ડિનર કર્યા પછી સિદ્ધાર્થ નેહાને ઘરે ડ્રૉપ પોતાનાં ઘરે જવા નીકળી ગયો હતો એવી નેહાને ખબરજ હતી. આથીજ તેણે જ્યારે સિદ્ધાર્થને ગેટ આગળ લાવણ્યા જોડે જોયો, ત્યારે નેહાને ભારે આશ્ચર્ય થયું હતું. જોકે સિદ્ધાર્થ (કે લાવણ્યા)ને નહોતી ખબર કે બાલ્કનીમાં ઉભેલી નેહા તેમને બેયને ક્યારનાં જોઈ રહી હતી. નેહાને એજ વખતે સિદ્ધાર્થને ફૉન કરવાની ઈચ્છા થઇ આવી, છતાંય લાવણ્યા જોડે હોવાને લીધે તેણીએ એ વિચાર માંડી વાળ્યો હતો.  

"તું કાયમ એ છોકરીને આજ રીતે શા માટે બોલાવે છે..!? શા માટે બોલાવે છે..!?"

રેસ્ટરેન્ટમાં ડિનર કર્યા પછી નેહાને ડ્રૉપ કરવા આવેલાં સિદ્ધાર્થ સાથે વાત કરતી વખતે નેહા જ્યારે લાવણ્યા વિષે એલફેલ બોલી રહી હતી ત્યારે સિદ્ધાર્થે તેણીની વાત વચ્ચે કાપી દીધી હતી અને ઘેર જવાનું બહાનું કાઢી ઝડપથી નીકળી ગયો હતો.

“સિદને પણ લાવણ્યા ગમતી હશે....!? એને પણ લાવણ્યા માટે કોઈ ફીલિંગ હશે.......!?"

ત્યારે પણ સિદ્ધાર્થનાં ગયાં પછી નેહા એકલાં-એકલાં બેડમાં પડે-પડે વિચારતી રહી હતી.

“એ એવો જ છે...!"

"એને કોઈપણ છોકરી વિષે એવું બધું સાંભળવું નઈ ગમતું ....!" 

બેચેનીપૂર્વક જ્યારે પોતાનાં ઘરની બાલ્કનીમાં આંટા મારતી નેહા જ્યારે એવાં વિચારો વડે પોતાનાં મને મનાવવાનો પ્રયત્ન કરી રહી હતી અને ત્યાંજ તેણીને એન્ફિલ્ડ બાઈકનો ભારે અવાજ સંભળાયો હતો અને અને તેણીએ સિદ્ધાર્થને લાવણ્યા સાથે સોસાયટીના નાકે ગેટ આગળ ઉભેલો જોઈ લેતાં તેણીની ઊંઘ હરામ થઈ ગઈ હતી.

"આ છોકરો આટલાં મોડાં ઓલી રખડેલ જોડે શું કરતો 'તો ....!?"

“ક્યાં ગ્યો હશે ઓલી જોડે એ....!?”

ઊંઘવાનો પ્રયત્ન કરી રહેલી છેવટે કંટાળીને બાલ્કનીમાં પાછી આવી. બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. રાતના લગભગ ત્રણેક વાગવાં આવ્યાં હતાં. સોસાયટીના RCC રોડ, સામે મુખ્ય રોડ અને તેની આજુબાજુ પણ સારું એવું પાણી ભરાઈ ગયું હતું. મેઈન રોડ ઉપર અને સોસાયટીમાં લાગેલા સ્ટ્રીટ લેમ્પનાં અજવાળામાં “અનરાધાર” વરસતા વરસાદને નેહા જોઈ રહી. કાળાં ઘેરાયેલાં વાદળોમાં વારેઘડીએ થતાં વીજળીઓનાં ચમકારા અને  વાદળોની ગર્જનાને લીધે નેહાનાં મનમાં એકના એક વિચારોનાં વમળો ઉઠી રહ્યા હતાં. ભારે વરસાદનો અવાજ અને સાથે સાથે વરસાદનાં ભરાયેલા પાણીમાં ઝડપથી એકધારા વરસી રહેલા વરસાદનો અવાજ, કર્ણપ્રિય અને સંગીતમય હોવા છતાંય નેહાને તે “શોરબકોર” ભર્યા લાગી રહ્યાં હતાં. આમેય નેહાને વરસાદ અને વર્ષાઋતુથી ચીડ હતી. નાનપણમાં સ્કૂલના કમ્પાઉન્ડમાં વરસાદને લીધે થયેલાં કીચડમાં એકવાર લપસી જવાથી નેહા આખી કીચડવળી થઇ ગઈ હતી. આજુબાજુ ઊભેલાં સ્કૂલના બધા છોકરાઓએ તેની ખુબ મજાક ઉડાવી હતી અને તેણી ઉપર હસ્યાં હતી. એ દિવસ પછી નેહાને વરસાદ અને તેનાં લીધે થતાં કીચડથી સખત નફરત થઇ ગઈ હતી. રોડ ઉપર ભરાયેલાં પાણીમાં પડી રહેલાં વરસાદને જોતાં-જોતાં નેહા ક્યાંય સુધી વિચારતી રહી.

"ફૉન કરીને પૂછવાદેને ...!" ગુસ્સે થઈને નેહા  બેડરૂમમાં પોતાનો મોબાઈલ લેવા માટે ચાલી ગઈ.

****

"હાં .....હું કાલ સાંજ સુધીમાં આઈ જઈશ....!" સિદ્ધાર્થ ફૉન ઉપર મામા સુરેશસિંઘ સાથે વાત કરી રહ્યો હતો.

વિકટનો ફૉન આવતાં સિદ્ધાર્થ ઘરે સુરેશસિંઘને જાણ કાર્ય વગર રાતના જ બરોડા જવા એન્ફિલ્ડ લઈને નીકળી પડ્યો હતો. જોકે ઉતાવળિયા સ્વભાવને લીધે સિદ્ધાર્થ એ પણ ભૂલી ગયો કે ભારે વરસાદની સીઝનમાં છેક બરોડા સુધી તેને ભારે વરસાદ નડવાનો હતો. અમદાવાદથી નીકળ્યાં બાદ સિદ્ધાર્થે હજી અડધે રસ્તે પહોંચ્યો હતો ત્યાંજ ભારે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદમાં ઓલમોસ્ટ પલળાઈ જતાં તે રસ્તામાં હાઇવે ઉપર આવતાં પેટ્રોલ પંપે અટક્યો હતો. એન્ફિલ્ડમાં પેટ્રોલ પુરાવી સિદ્ધાર્થ પેટ્રોલ પમ્પના કેફેમાં બેઠાં-બેઠાં વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યો હતો. સુરેશસિંઘને કહ્યાં વગર પોતે બરોડા જવાનું નીકળી ગયાનું યાદ આવતાં સિદ્ધાર્થે કૉલ કર્યો હતો. જોકે સિદ્ધાર્થ કૉલ કરે એ પહેલાં જ મામા સુરેશસિંઘે બે -ત્રણ વાર કૉલ કરી લીધો હતો. પણ સિદ્ધાર્થ ડ્રાઈવ કરતો હોવાને લીધે અને એમાંય અચાનક વરસાદ તૂટી પડવાને લીધે તેણે સુરેશસિંઘનો કૉલ રિસીવ નહોતો કર્યો. પેટ્રોલ પમ્પ પહોંચીને સિદ્ધાર્થે સુરેશસિંઘને કૉલ કર્યો હતો.

"એટલું શું અર્જન્ટ હતું....!?" સુરેશસિંઘે સહેજ ચિંતાતુર સ્વરમાં પૂછ્યું  "બધું બરાબર છે ને....!?"

"હાં ...હાં ....બધું બરાબર છે....!" સિદ્ધાર્થ બોલ્યો "મારાં ફ્રેન્ડનું કામ છે..એટલે આવવું પડ્યું ...!"

"ઓકે...પણ તું ઘેર આઈને કાર લઈને ગ્યો હોત તો....!?"

"ભુલાઈ ગ્યું મામા ....!" સિદ્ધાર્થ બોલ્યો "નેક્સ' ટાઈમ ધ્યાન રાખીશ....!"

"સારું....પણ વરસાદની સિઝન છે....! થોડું ધીરે ચલાવજે....!" સુરેશસિંઘ બોલ્યા "કરણભાઉને કૉલ કર્યો ....!? કે હું કરી દઉં ....!?"

"હું કરી દઉં છું .....!" સિદ્ધાર્થ બોલ્યો.

"સારું.....!" વાત કરીને બંને કૉલ કટ કર્યો.

"પપ્પાને ફૉન કરવો પડશે....!"

"ટ્રીન ....ટ્રીન....ટ્રીન....!"

કરણસીંઘને કૉલ કરવા સિદ્ધાર્થ તેમનો નંબર કાઢતો જ હતો ત્યાંજ સામેથી વિકટનો કૉલ આવ્યો.

"કેટલે પહોંચ્યો ....!?" સિદ્ધાર્થે કૉલ રિસીવ કરતાં જ વિકટ બોલ્યો.

"નડિયાદ નજીક....! હાઇવે ઉપર છું ...!" સિદ્ધાર્થ બોલ્યો.

"ઓહો....કેમ હજી એટલેજ....?" વિકટે આશ્ચર્યથી પૂછ્યું "તું તો લગભગ એક દોઢ વાગ્યે નીકળી ગ્યો 'તો ને....!?"

"હમ્મ ...પણ વરસાદ નડ્યો....!" સિદ્ધાર્થ બોલ્યો "બાઈક સ્લીપ ના થાય એટલે આમેય હું ધીમું જ ચલાવતો'તો...!"

"તો તો તારે સવાર પડી જશે....! બરોડા આવતાં ....!" વિકટે અંદાજો લગાવતાં પૂછ્યું.

"કદાચ...! કેમકે અત્યારે પણ વરસાદ ચાલુજ છે...! હું ઓલરેડી પલળી ગ્યો છું ....!" પેટ્રોલ પમ્પના કેફેમાં બેઠેલો સિદ્ધાર્થ કેફેના કાંચના શૉ માંથી બહાર વરસી રહેલાં વરસાદ સામે જોઈને બોલ્યો "હું પેટ્રોલ પમ્પના કેફેમાં જ  બેઠો છું ...!" 

"મારે પાંચ વાગ્યાની ટ્રેન છે....!" વિકટ બોલ્યો "ચારેક વાગે હું સ્ટેશન જવા નીકળી જઈશ....! અત્યારે ત્રણેક વાગવા આયા છે...! તું એટલો ઝડપી અહીંયા નહીં પો'ચી વળે...!"

"ટ્રેન...!? સ્ટેશન....!?" સિદ્ધાર્થે સહેજ આશ્ચર્યથી પૂછ્યું "તું ફોરેન બોરેન જાય છે કે શું....!?"

"બે પોપટ....!" વિકટ સિદ્ધાર્થની ખેંચતા બોલ્યો "ફોરેન જવા એરપોર્ટ જવું પડે....! મેં ટ્રેન કીધું....!"

"અરે હા નઈ ....!" સિદ્ધાર્થ હળવું હસીને પોતાને માથે ટપલી મારવા લાગ્યો.

"મગજ અમદાવાદ મૂકીને આયો કે શું...!?" વિકટે ફરી મસ્તી કરી.

"બે યાર.....!" સિદ્ધાર્થ હસી પડ્યો  "એવું નઈ ....!"

"સારું...સારું....તું સીધો સ્ટેશનજ આઈ જજે.....!" વિકટ બોલ્યો "પાંચ વાગ્યાની ટ્રેન છે....! એટલે ત્યાં સુધીમાં તો તું આઈ જઈશ....!"

"સારું....!"

"આઠ નંબરનું પ્લૅટફૉર્મ ...!" વિકટ બોલ્યો "ચલ ....બાય....!"

"બાય....!" બંનેએ કૉલ કટ કર્યો.

કરણસિંઘને કૉલ કરવાં સિદ્ધાર્થ પાછો તેમનો નંબર કાઢવાં જતો હતો ત્યાંજ નેહાનો કૉલ આવ્યો.

"આ ટાઈમે....!?" સ્ક્રીન ઉપર નંબર જોઈ સિદ્ધાર્થને આશ્ચર્ય  થયું.

તે સ્વાઇપ કરીને કૉલ રિસીવ કરવાં જતો જ હતો ત્યાંજ તેનો ફોન સ્વિચ ઑફ થઇ ગયો.

"અરે યાર....! બેટરી ગઈ ....!" માથું ધુણાવીને સિદ્ધાર્થ બબડ્યો "ચાર્જર તો અમદાવાદ રઈ ગ્યુંઉઉઉ  .....!" 

સિદ્ધાર્થ પોતાની ઉપર જ હળવું ચિડાયો અને કેફેમાં આમતેમ ડાફોળિયાં મારવાં લાગ્યો.

હાઇવે ઉપરનાં  24x7 પેટ્રોલ પમ્પના કેફેમાં રાતના સમયે અત્યારે માત્ર એકજ સ્ટાફનો માણસ હતો.

પલળી ગયેલો હોવાં છતાં સિદ્ધાર્થ એ માણસને પૂછીને જ અંદર બેઠો હતો. કેફેના કેશ કાઉન્ટરની બીજી બાજુ પોતાની સીટમાં બેઠેલાં તે સ્ટાફ મેમ્બેર પાસે સિદ્ધાર્થ જવા લાગ્યો.

"અરે દોસ્ત....!" ઊંચા સ્ટૂલ ઉપર બેસીને મોબાઈલ મંતરી રહેલાં સ્ટાફ મેમ્બરને સિદ્ધાર્થે કહ્યું.

ઓલાએ સિદ્ધાર્થ સામે જોતા સિદ્ધાર્થે પોતાનો આઈફોન તેની સામે બતાવતાં કહ્યું "ચાર્જર હશે...!?"

"અરે સાહેબ....! અમે પેટ્રોલ પમ્પ પર કામ કરનારા આઈફોન થોડા વાપરીએ....!?" ઓલાએ સ્મિત કરીને પોતાનો એન્ડ્રોઈડ ફૉન સિદ્ધાર્થ સામે ધરીને કહ્યું.

"ઓહકે....!" સિદ્ધાર્થે હળવું સ્મિત કર્યું અને પાછો એજ ટેબલ તરફ જવાં લાગ્યો જ્યાં તે બેઠો હતો.

આખાય કેફેમાં સિદ્ધાર્થ એકલો જ હતો અને તેનાં સિવાય ઓલો સ્ટાફ વાળો છોકરો.  

પાછો આવીને સિદ્ધાર્થ ટેબલ ઉપર પોતાનો મોબાઈલ મૂકી ચેરમાં બેઠો. ફૉન બંધ થઇ જતાં સિદ્ધાર્થ પાસે હવે વરસાદ બંધ થાય ત્યાં સુધી સમય પસાર કરવાં માટે કશુંજ નહોતું.

 જોકે સિદ્ધાર્થને એવી કોઈ જરૂર પણ ના વર્તાઈ. સિદ્ધાર્થ હજી તો ચેયરમાં બેઠાજ હતો ને બહાર જોતાજ ધોધમાર વરસતા વરસાદ જેમ જ તેની ઉપર લાવણ્યાના વિચારો વરસી પડ્યાં. 

 “હું વર્જીન નઈ.....! હું વર્જીન નઈ.....!” લાવણ્યાના શબ્દો લાવણ્યાના જ દર્દભર્યા અવાજમાં સિદ્ધાર્થના કાનમાં પડઘાઈ રહ્યાં.

"મારો વાંક ન’તો....!”

" હું સાચુ કવ છું....! મ... મારો કે...કોઈ વાંક ન’તો....!"

લાવણ્યાનો એ ધ્રૂજતો સ્વર, તેણીનો સાવ દયામણો એ ચેહરો સિદ્ધાર્થની સામેથી ખસતોજ નહોતો.

 “પ્લીઝ મને સાંભળ.....પ્લીઝ મને સાંભળ.....!”

સાવ આજીજીભર્યા લાવણ્યાના એ શબ્દો સિદ્ધાર્થના કાનમાં હજીપણ પડઘાઈ રહ્યાં.

"એમણે મારો રેપ કર્યો.....! રેપ કર્યો....!”

"હું ટેન્થમાં હતી....!  ટેન્થમાં હતી....!”

"એમણે મારો રેપ કર્યો.....! રેપ કર્યો....!”

પોતાના બંને હાથ વડે સિદ્ધાર્થે પોતાનું મોઢું ઢાંક્યું. માથું દુ:ખતું હોવાનું  લાગતાં તેણે પોતાનું કપાળ પણ દબાવ્યું.

“એમને....એમને....એમનાં ભાઈ ઉપરજ વધારે ટ્રસ્ટ હતો.....! ભાઈ ઉપરજ વધારે ટ્રસ્ટ હતો.....!"

"પપ્પાએ મારી કે મમ્મીની વાત ઉપર ટ્રસ્ટજ ના કર્યો....! ટ્રસ્ટજ ના કર્યો....!” 

"નાની ઉમ્મરમાં સેક્સ પ્રત્યે એક્સપોઝ થઈ જતાં.....! હું....હું.....!”

"12thમાં....મેં મારી મરજીથી એક છોકરા જોડે....વિશાલ જોડે વન નાઈટ સ્ટેન્ડ....! વન નાઈટ સ્ટેન્ડ....!”

“આઈ સ્વેર સિડ.... આઈ સ્વેર.....!”

"ત્યાર પછી મેં કદી કોઇની સાથે .....!”

"હું સ....સાચું કવ છું સિડ....! સાચું કવ છું....!” 

“મેં કદી પૈસા માટે કે બીજી કોઈપણ વસ્તુ માટે કોઇની પણ સાથે સેક્સ નઈ કર્યું...! સેક્સ નઈ કર્યું...!"

"કૉલેજમાં મારી જે ઈમેજ છે.....! હું....એવી નઈ....! એવી નઈ....!”

"હું કૉલેજ પાર્ટીઝમાં ડ.....ડ્રગ્સ પણ લેતી....!

“મારી મરજી હોવા છતાય....! એ બંને વખતના સેક્સ્યુયલ એક્સપિરિયન્સ સાવ વાહિયાત અને ખરાબ હતાં....! સાચે કવ છું.....! કોઈજ જાતનું ઈમોશનલ અટેચમેન્ટ ન’તું....! કોઈજ જાતનું નઈ...!"

ગભરાતાં-ગભરાતાં અને તૂટતાં સ્વરમાં લાવણ્યાએ પોતાનાં ભૂતકાળ અંગે જે કઈં પણ કહ્યું, બધુંજ સિદ્ધાર્થનાં હૃદયને સ્પર્શી ગયું હતું. 

“.....ક્યાં જવું....!? કોને કે’વું....!? “

“.....કઈં ખબર ન’તી પડતી....! ..કઈં ખબર ન’તી પડતી....! “

"હું એકલી પડી ગઈ’તી....! હું એકલી પડી ગઈ’તી....!"

“….મારી પાસેથી સેક્સ મેળવવાં છોકરાઓ મારી આગળ ઘૂંટણિયે પડી જતાં ....! મારી આગળ પાછળ લાળ ટપકાવતાં ફરતાં....!”

"પોતાની ઉપર કંટ્રોલ કરવાની સહેજ પણ તાકાત નઈ હોય એમનામાં....!?"

"....તો પછી મર્દ શેના.....!? ....તો પછી મર્દ શેના.....!?"

લાવણ્યાના એ કટાક્ષ ઉપર કાંચની બહાર જોઈ રહેલાં સિદ્ધાર્થને હસવું આવી જતાં તે હળવેથી હસ્યો.

"મને ખબર હતી...કે લોકે એવીજ હોપ....એવીજ આશાએ મારી આગળ-પાછળ ફરે છે....! કે ક્યારેક તો એ લોકોને ...મારી ઉપર હાથ સાફ કરવાં મલશેજ....! હાથ સાફ કરવાં મલશેજ....!"

લાવણ્યાના એ શબ્દો યાદ આવી જતાં સિદ્ધાર્થે ટેબલ ઉપર માથું ઢાળી દીધું.

 “હું દિવસે-દિવસે વધુને વધુ ઘમંડી....તોછડી બનતી ગઈ...! વધુને વધુ બેફામ....! મને ખબર પડી ગઈ 'તી...લોકોને હું એવીજ ગમું છું ....! લોકોને હું એવીજ ગમું છું ....!”

“ઘીઈઈઈ...લાવણ્યા....! ઘીઈઈઈ...લાવણ્યા....!"

"મને કોઈ એવું ના મલ્યું ....જેની ઉપર હું ટ્રસ્ટ કરી શકું....!"

"અને જયારે જયારે કોઈની ઉપર ટ્રસ્ટ કર્યો.....! એણે બસ મારો ટ્રસ્ટ તોડ્યો જ છે....! મારો ટ્રસ્ટ તોડ્યો જ છે....!"

"તે મારી ઉપર કેમનો ટ્રસ્ટ કર્યો ...!" લાવણ્યાના એ શબ્દો યાદ આવી જતાં સિદ્ધાર્થ પાછો કાન્ચમાંથી બહાર જોવા લાગ્યો "હું પણ તારો ટ્રસ્ટ તોડવા જ તો આયો છું .....!"

સિદ્ધાર્થ મનમાં બબડ્યો. તેનું મન પારાવાર ગિલ્ટથી ભરાઈ ગયું. સિદ્ધાર્થ પોતાની સાથે શા માટે અને ક્યા ઉદ્દેશ્યથી વાત કરી રહ્યો છે એની જાણ ન હોવાં છતાંય અને એમાંય હજી એમની ફ્રેન્ડશિપને હાર્ડલી ત્રણ-ચાર દિવસ થયાં હોવાં છતાંય લાવણ્યાએ સિદ્ધાર્થ ઉપર ટ્રસ્ટ કરીને નિખાલસતા પૂર્વક પોતાનો બધોજ ભૂતકાળ સિદ્ધાર્થ સમક્ષખુલ્લો મૂકી દીધો હતો. ધીરે-ધીરે ગિલ્ટની એ ભાવના પ્રબળ બનતી હોય એમ સિદ્ધાર્થનું મન નિરાશાથી ઘેરાવા લાગ્યું. બહાર વરસી રહેલો વરસાદ અને સાથે-સાથે થઇ રહેલાં વાદળો ગરજવાનો અવાજ, સિદ્ધાર્થના મનમાં પણ વિચારોનું ધુમ્મ્સ છવાતું હોય એમ તે હવે શું કરવું અને શું ના કરવું એવી મૂંઝવણના વિચારોથી ઘેરવા લાગ્યો.

ક્યાંય સુધી સિદ્ધાર્થનાં મનમાં એજ વિચારો ઘૂમતાં રહ્યાં. કાંચની બહાર જોઈ રહી તે વરસી રહેલાં વરસાદ સામે શૂન્યમનસ્ક જોઈ રહ્યો અને વિચારી રહ્યો.

છેવટે અડધો કલ્લાક પછી જયારે વરસાદની ઝડપ ઓછી થઇ તો મહાપરાણે લાવણ્યાના વિચારોમાંથી બહાર આવવનો પ્રયત્ન કરતાં-કરતાં સિદ્ધાર્થ બરોડા જવા નીકળી ગયો. ધીમી ઝડપે વરસતાં વરસાદમાં પણ ચાલુ બાઇકે તે પલળી રહ્યો હતો, જોકે વરસાદની સાથે-સાથે તેને લાવણ્યાના વિચારો પણ "પલાળી" રહ્યાં હતાં.    

****

“કૉલ કટ કરી દીધો આ છોકરાએ ....!?” નેહાએ સિદ્ધાર્થને કૉલ કરતાં એકાદી રિંગ વાગીને કૉલ કટ થઈ જતાં નેહા સહેજ ચિડાઈને બબડી અને ફરીવાર તેણીએ સિદ્ધાર્થનો નંબર ડાયલ કર્યો.

“તમે જે નંબરનો સંપર્ક કરવાં માંગો છો....!”

“ અરે ....!?” નેહાને રેકોર્ડેડ મેસેજ સંભળાતા નેહા વધુ ચિડાઈ “ હવે સ્વિચ ઑફ કરી દીધો ....!? જબરો છોકરો છે આ તો.....!?”

નેહાએ વધુ એક-બે વખત સિદ્ધાર્થનો નંબર ટ્રાય કરી જોયો. સિદ્ધાર્થનો ફૉન સ્વિચ ઑફજ આવતો હતો.

“એને ખબર પડી ગઈ લાગે છે.....!” ફૉન બેડ ઉપર પછાડીને નેહા બોલી “એટ્લેજ એણે ફૉન સ્વિચ ઑફ કરી દીધો....!”

બેડમાંથી ઊભી થઈને નેહા પાછી બહાર બાલ્કનીમાં આવી. હજીપણ બહાર વરસાદ વરસી રહ્યો હતો.  વરસતા વરસાદને જોઈને નેહાની બેચેની વધતી ગઈ.

“કૉલેજ આવાંદે....! એટ્લે વાત છે એની....!” ચિડાયેલી નેહા સ્વગત બબડી.

થોડીવાર સુધી બહાર બાલ્કનીમાં જ ઊભા રહી વરસાદ સામે જોઈ રહ્યાં બાદ નેહા છેવટે પાછી બેડરૂમ આવી અને બેડમાં પડતું મૂક્યું. ક્યાંય સુધી પડખાં ફેરવ્યાં પછી માંડ તેણીને  ઊંઘ આવી.

****

"જબરું સરપ્રાઈઝ આપ્યું તે તો યાર....!" હાથમાં રહેલાં ચ્હાનાં કપમાંથી ચ્હાનો ઘૂંટ ભરીને સિદ્ધાર્થ નિરાશ સ્વરમાં બોલ્યો.

સામે ઉભેલો વિકટ પણ ચ્હા પી રહ્યો હતો.

વહેલી સવારે લગભગ પોણા પાંચે સિદ્ધાર્થ બરોડા સ્ટેશન આવી પહોંચ્યો હતો. વહેલી સવાર હોવાથી સ્ટેશન ઉપર ઓછી ભીડ હતી, આમ છતાંય સામાન્ય કોલાહલ તો હતોજ. ભારે વરસાદને લીધે પાંચ વાગ્યાની ટ્રેન અડધો-પોણો કલ્લાક લેટ હતી. ટ્રેન લેટ હોવાને લીધે બંને મિત્રો સ્ટેશન ઉપરના જ ટી -સ્ટૉલ ઉપર ચ્હા પી રહ્યાં હતાં.

"દોસ્ત....! બધું અર્જન્ટમાં ગોઠવાઈ ગયું....! આવતીકાલે સાઈટ વિઝીટ છે...!" વિકટ બોલ્યો "અને પછી તરતજ વર્ક એકઝેક્યુશન....!"

ચ્હાની ચૂસકી ભરીને સિદ્ધાર્થે આડું જોયું.

"તારી સાઈટ ક્યાં છે....!?" સિદ્ધાર્થે પૂછ્યું અને પછી ટી -સ્ટૉલનાં કાકા સામે જોઈને બોલ્યો "બીજી ચ્હા આપોને.....!"

" ખારાઘોડાં......!" વિકટ બોલ્યો "સુરેન્દ્રનગરનું એકદમ છેવાડાનું ગામ.....! નાના રણની જોડે....! સાવ પછાત ગામ છે....!"

"હમ્મ.....!" સિદ્ધાર્થ વિચારી રહ્યો.

"ઘણું મોટું ટેન્ડર છે દોસ્ત....!" વિકટ બોલ્યો "બધુંજ કામ મારે જ કરવાનું આવશે....! એક સાથે ઘણી બધી સાઈટો....એન્જીનીયરો...! મટીરીયલ....! બિલિંગ ....! ટોટલી બધુંજ કામ મારાં અંડર...! પપ્પાએ બધુંજ મને સોંપ્યું છે....! એ બીજા કામમાં બીઝી છે એટલે...!"

વિકટનાં પપ્પાએ ભરેલાં ગર્વમેન્ટ ટેન્ડરમાં તેમની કંપની શોર્ટલિસ્ટ થઇ હતી. કામ ઘણું મોટું હતું.

“તો તું કેટલાં દિવસ રઈશ ત્યાં....!?” સિદ્ધાર્થે સહેજ નારાજ સૂરમાં પૂછ્યું.

"પ્રોજેક્ટ પતે ત્યાં સુધી ....!" વિકટ શાંત સ્વરમાં બોલ્યો "લગભગ ચારેક મહિના ....!"

"બાપરે....!" સિદ્ધાર્થે આશ્ચર્યથી વિકેટની સામે જોયું "એવું તો શું કામ છે ભાઈ....!?"

"ઈન્ડિયન આર્મીનો સરકારી પ્રોજેક્ટ છે....!" વિકટ માહિતી આપવાં લાગ્યો "ખારાઘોડાં એ છેક નાના રણમાં પાકિસ્તાનની બોર્ડર પાસે આવેલું છે....! અને ત્યાં ઇન્ડિયન આર્મીનો નવો બેઝ બને છે....!"

"અત્યંત પછાત ગામ છે....તું માનીશ નઈ ....! પણ ત્યાં હજીસુધી એકપણ મોબાઈલ ટાવર નથી....! જેને મોબાઈલ સાથે વાત કરવી હોય...કે ઈન્ટરનેટ વાપરવું હોય...! એણે ગામથી છેક પાંત્રીસ કિલોમીટર દૂર પાટડી ગામ આવવું પડે...! "

"આમાં તમારું શું કામ....!?"   સિદ્ધાર્થે કુતુહલવશ પૂછ્યું.

"અમારે એ આખાય ગામને મોબાઈલ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી સાથે જોડવાનું છે...! અને આર્મીના બેઝને પણ....!" વિકટ બોલ્યો "મોબાઈલના ટાવરો...! કેબલો બીછાવવાના....! એ બધું કામ કેવીરીતે કરવું…. એનું એનિજીનીયરીંગ પ્લાંનિંગ....ડ્રોઇંગ...! અલા બવ લાબું કામ છે....!"

"સરકારને અચાનક ત્યાં આર્મીનો બેઝ બનાવવાની કેમ જરૂર પડી....!?" સિદ્ધાર્થે સહેજ ચિડાઈને પૂછ્યું.    

"તું પાકિસ્તાની જાસૂસ તો નઈને ભાઈ ....!?" વિકટે મજાક કરી.

સિદ્ધાર્થે પરાણે હસીને આડું જોઈ લીધું.

"એવું કે'વાય છે....! કે સરકારને ત્યાં ખનીજો શોધતી વખતે યુરેનિયમનો ભંડાર મળ્યો છે....!" આજુબાજુ કોઈ છે નઈ એમ જોઈને વિકટ સાવચેતીપૂર્વક બોલ્યો "યુરેનિયમ શેના માટે વપરાય છે....! એ તો તું જાણે જ છે....!"

"હમ્મ ...!"

"એટલેજ આજ સુધી જયારે ત્યાંથી કશું મળ્યું ન'તું....! સરકાર માટે એ છેવાડાનાં ગામનું કોઈ ઇમ્પોર્ટન્સ ન'તું....! પણ હવે એ જગ્યાને લઈને જો ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ પણ થઇ જાય તો પણ કશું કે'વાય નઈ ...!"

સિદ્ધાર્થ મૌન રહ્યો અને વિકટની વાતો વિષે વિચારી રહ્યો.

"આખો પ્રોજેક્ટ સિવિલ એન્જીનીયરીંગનો છે દોસ્ત...! એટલે અમારું કામ મોટું છે...!"  વિકટ બોલ્યો "એનિજીનીયરીંગ સર્વેથી માંડીને છેક મોબાઈલ ટાવર ઉભા કરી કનેક્ટિવિટીનું કામ....! તું સમજી શકે છે...! મારી હાજરી કેટલી જરૂરી છે....! ઘણા બધા એનિજીનીયરો લાગેલા હશે....ગર્વમેન્ટના ....આર્મીના....અમારા...બધાનું સંચાલન મારે કરવાનું...!"

"બવ મોટો માણસ થઈ ગ્યો તું'તો....!" સિદ્ધાર્થે સ્મિત કરીને કટાક્ષ કર્યો "થોડો ઘણો ટાઈમ ભાઈબંધ માટે નીકળશે કે નઈ ....!?"

વિકટ સહેજ ઢીલું મોઢું કરી મૂંઝાઈને તેની સામે જોઈ રહ્યો.

"શું...!?" સિદ્ધાર્થ પણ એજરીતે પ્રશ્નભાવે તેની સામે જોઈ રહ્યો.

"દોસ્ત....! તે સરખું સાંભળ્યું નઈ .....!" વિકટ યાદ અપાવતો હોય એમ બોલ્યો " ખારાઘોડાં એકદમ છેવાડાનું ગામ છે ....ત્યાં એકપણ મોબાઈલ ટાવર નથી....! જેને મોબાઈલ સાથે વાત કરવી હોય...કે ઈન્ટરનેટ વાપરવું હોય...! એણે ગામથી છેક પાંત્રીસ કિલોમીટર દૂર પાટડી ગામ આવવું પડે....!"

"તો તું ચાર મહિના સુધી વાત પણ નઈ કરે એમ....!?" સિદ્ધાર્થ નાના બાળકની જેમ ચિડાયો "બે તું રે’વાદે ભાઈ આ ધંધો....! છોડીદે આ ટેન્ડર- બેન્ડરનું કામ....!”

“બે બતકીયા....! 335 કરોડનો પ્રોજેકટ છે....! મારા પપ્પાએ પ્રોજેકટ કોસ્ટની 10 ટકા સિક્યુરિટી ડિપોઝિટ પણ ભરી દીધી છે.....!” સિદ્ધાર્થનું નાના બાળક જેવુ મોઢું જોઈને વિકટ પરાણે પોતાનું હસવું રોકતાં બોલ્યો “દસ ટકા એટ્લે ....! ખબર પડે છે ને....!?”

ધમકાવતો હોય એમ વિકટ બોલ્યો પછી સિદ્ધાર્થના મોઢા સામે જોઈને તેને ચીડવતો હોય એમ બોલ્યો –

“રે’વાદે ભાઈ...! તું તો એમેય ગણિતમાં ડબ્બો છે....! હી...હી...!”

સિદ્ધાર્થે ઘુરકીને વિકટ સામે જોયું પછી હસી પડ્યો.

“હાં...ભાઈ....એ તો સાચું....સાલું ગણિત આપડા પલ્લે નઈ પડતું....!” સિદ્ધાર્થ માથું ધૂણાવીને બોલ્યો.

“શું કે’તા’તા ઓલાં તારાં ગણિતના સ્કૂલ ટીચર.....!?” વિકટે સ્કૂલની વાત યાદ કરાવતાં પૂછ્યું “સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર વન થાય......!”

“હાં...પણ કેમનું થાય એ નઈ પૂછવાનું....!” સિદ્ધાર્થ પણ યાદ કરીને હસતાં-હસતાં બોલ્યો “ગોખી મારવાનું.....! મને પાયથાગોરસનો પ્રમેય ન’તો આવડતો....! તો મેં પૂછ્યું કે સમજાવો...! તો સાહેબ કે....સમજવાનું કઈં ના હોય....ગોખી મારવાનું હોય....! હી...હી....!”

સિદ્ધાર્થે હસીને ચ્હાવાળા કાકા સામે ફરીવાર જોયું અને ઈશારો કરી તેમને વધુ એકવાર કપ ભરવા કહ્યું.

“તું નઈ માને દોસ્ત....! દસમા ધોરણથી લઈને....બારમાં સુધી....!” સિદ્ધાર્થ બોલ્યો “મેં મેથ્સના દાખલા ગોખી-ગોખીને એક્ઝામો આપી છે....!”

“અને જો એજ દાખલો ના પૂછાય...કે રકમ બદલીને પૂછે તો....!?” વિકટે હસીને પૂછ્યું.

“તો તો ગયો હું....! ભાઈ....! મેં માંડ માંડ મેથ્સ પાસ કર્યું છે....!” સિદ્ધાર્થ બોલ્યો “બાકી બધા વિષયોમાં મારા માર્ક્સ સિત્તેર-એંશી ટકાથી વધારે છે....! ખાલી મેથ્સમાં માંડ પાસિંગ માર્ક્સ....!”

“હી....હી...હી...! બતકડી....!”  વિકટ સિદ્ધાર્થને ચિડાવા લાગ્યો.

“લો ચ્હા....!” સ્ટૉલમાંના કાકાએ વધુ બે કપ ચ્હા ભરીને મૂકી.

“અલાં કેટલી ચ્હા પીશ તું....!?” વિકટે નવાઈપૂર્વક પૂછ્યું અને ચ્હાનો કપ લેવા માંડ્યો.

“ભાઈ....હવે તું છેક ત્રણ મહિને મલવાનો....!” ચ્હાનો કપ લેતાં-લેતાં સિદ્ધાર્થ ગમ્મતભર્યા સ્વરમાં બોલ્યો છતાય તેનાં સ્વરમાં રહેલી ભાવુકતા વિકટ પારખી ગયો “તો ત્રણ મહિનાની વસૂલ કરી લઈએને....!?”

“બે હું આર્મી માટે બેઝ બનાવા જાવ છું...!” વિકટ મજાક કરતાં બોલ્યો “આર્મી માટે જંગ લડવા નઈ....!”

ચ્હાની ચૂસકીનો ભરતા-ભરતા બંને વાતો કરતાં રહ્યાં. ટ્રેન આવે ત્યાં સુધી તેઓ ઘણી જૂની વાતો વાગોળતાં રહ્યાં. થોડીવાર પછી ધીમી ધારે ચાલુ થયેલો વરસાદ ઝડપથી વધવા લાગ્યો તો બંને વધુ બે કપ ચ્હા ઠપકારી દીધી.

****

 

"મારો કૉલ ના ઉઠાયો .....!" ગુસ્સે થયેલી નેહા બબડી "કૉલેજ આવે એટલે એની વાત.....!"

તૈયાર થઈને તે કૉલેજ જવા નીકળી રહી હતી.

"મને કીધું પણ નઈ ....!" ઘરની બહાર નીકળતાં-નીકળતાં નેહા બબડાટ કરી રહી હતી "અને એટલા મોડા ઓલી જોડે રખડી આયો...! અને પાછો ફૉન પણ ના ઉઠાયો.....!"

"અરે નેહા....નેહા....!" ત્યાંજ નેહાના મમ્મી ઓટલા ઉપર તેણીની પાછળ દોડતાં-દોડતાં આવવા લાગ્યાં "નાસ્તો તો કરતી જા....!?"

કશું બોલ્યાં વગર નેહા ઉતાવળા પગલે ઓટલાના પગથિયાં ઉતરીને બહાર ચાલી ગઈ અને ઓટો પકડવા સોસાયટીના ગેટની બહાર નીકળી ગઈ.

"આ છોકરી જબરી દોડધામ કરે છે....!" ઓટલે ઊભાં-ઊભાં નેહાને જોઈ રહેલાં તેનાં મમ્મી બબડ્યાં.  

****

"અહિયાં જ રાહ જોઉં ....!" સવારે આઠ વાગ્યે કૉલેજના પાર્કિંગમાં આવતાની સાથેજ લાવણ્યા બબડી "મેં એને અહીંયા જ રાહ જોવાનું કીધું 'તું ...!"

આગલી રાતે તેણીએ સિદ્ધાર્થને પોતાનો બધો પાસ્ટ કહી દીધો હતો. સિદ્ધાર્થ તરફથી તે કોઈ પ્રતિક્રિયાની રાહ જોતી રહી હતી. સિદ્ધાર્થે તેણીનો પાસ્ટ એક્સેપ્ટ કર્યો કે નહિ એ લાવણ્યા નહોતી જાણતી.

"એણે પ્રોમિસ કરી 'તી કે આજે આવશે....!"  લાવણ્યા યાદ કરીને બબડી.

સિદ્ધાર્થે પોતે બીજા દિવસે કૉલેજ આવવાનું પ્રોમિસ કર્યું હોવાથી લાવણ્યા ત્યાંજ પાર્કિંગમાં ઉભા -ઉભા તેની રાહ જોઈ રહી.

ખાસ્સું લગભગ અડધો કલ્લાક રાહ જોયા પછી પણ સિદ્ધાર્થ આવ્યો નહિ. થોડીવાર પછી એકાએક વરસાદ શરુ થઇ ગયો. જોકે પાર્કિંગ શૅડમાં હોવાથી લાવણ્યાને પલાળવાની કોઈ ચિંતા નહોતી.

"આ છોકરો પલળી ના જાય તો સારું....!" સિદ્ધાર્થના આવવાની હજીપણ રાહ જોઈ રહેલી લાવણ્યા ચિંતાતુર મને બબડી "શરદી થઇ જશે ખોટી .....!"

સિદ્ધાર્થ આવશે એ આશાએ પાર્કિંગમાં રાહ જોતી લાવણ્યાને જોકે એ નહોતી ખબર આજે આખો દિવસ ફક્ત વરસાદ જ આવવાનો હતો, સિદ્ધાર્થ નહીં.

****

"હેપ્પી જર્ની દોસ્ત.....!" ભારે વરસાદને મોડી પડેલી ટ્રેન ઉપડવાની એનાઉન્સમેન્ટ થતાંજ સિદ્ધાર્થે સહેજ ઢીલાં સ્વરમાં વિકટના ખભે ધબ્બો મારીને કહ્યું "અને બેસ્ટ ઑફ લક ....! તારો પ્રોજેક્ટ સક્સેસ થાય એનાં માટે....!"

વરસાદને લીધે પહેલાં પાંચ વાગ્યાની ટ્રેન કલ્લાકેક લેટ હતી જેની જગ્યાએ વધુ લેટ થઇ છેવટે સવારે નવ વાગ્યે ઉપડવાની હતી.     

"બસ લા ....રોઈ ના પડતો....!" આદત પ્રમાણે વિકટ ગંભીર સીચ્યુંએશનમાં મજાક કરતા બોલ્યો "એક તો વરસાદને લીધે ટ્રેન એમેય લેટ છે...! અને જો તું રોવા ચઢ્યો...તો ઓર લેટ થશે....!"

વિકટની મજાક છતાંય સિદ્ધાર્થ પરાણે હળવું હસ્યો. ટ્રેનમાં પોતાની સીટના કૉચના દરવાજે ચઢી વિકટ પાછું સિદ્ધાર્થ સામે દરવાજામાં વચ્ચે ઉભો રહ્યો.

"કેવું ચાલે છે...!?" સિદ્ધાર્થના મનમાં રહેલી મૂંઝવણ પારખી ગયો હોય એમ દરવાજે ઊભાં રહીને વિકટે પૂછ્યું.

"કૂઉઉ.....!" ત્યાંજ ટ્રેન ઉપડવાની વ્હીસલ વાગી.

સિદ્ધાર્થે ટ્રેનના એન્જીન તરફ શૂન્યમનસ્ક જોયું પછી પાછું કૉચનાં  દરવાજે  ઊભેલાં વિકટ સામે જોયું.

"અત્યારે તો બધું સારું જ ચાલે છે....!" થોડીવાર સુધી વિચારે રાખી શૂન્યમનસ્ક જોઈ રહી સિદ્ધાર્થે પરાણે સ્મિત કરીને કહ્યું.

ધીમી ગતિએ ટ્રેન "છૂક ....છૂક" અવાજ કરતી ચાલવા લાગી.

"તું શાંતિથી તારો પ્રોજેક્ટ પતાય....! આપડે પછી વાત કરીયે....!" બે-ત્રણ ડગલાં ધીમી ગતિએ ચાલી રહેલી ટ્રેન સાથે ચાલી સિદ્ધાર્થ ઉભો રહ્યો.

"કઈં ભુલાતું તો નઈ ને દોસ્ત....!?" કોચના દરવાજે ઊભેલાં વિકટે પ્લૅટફૉર્મ પાર ઉભા રહી ગયેલાં સિદ્ધાર્થને સહેજ ઊંચા સાદે પૂછ્યું.

"તું બસ મને ના ભુલતો....!" સિદ્ધાર્થે સ્મિત કરીને કહ્યું અને ટ્રેન સાથે વિકટને દૂર જતાં જોઈ રહ્યો.

વિકટના દૂર જવાની સાથે-સાથે લાવણ્યા, નેહા, નેહાને બદલો લેવા માટે આપેલી વચન, લાવણ્યાનો ભૂતકાળ બધાજ વિચારો જાણે સિદ્ધાર્થની નજીક આવતાં હોય એવું લાગ્યું. વિકટ દેખાતો બંધ થયો અને હવે શું કરવું એ અંગે સિદ્ધાર્થની મૂંઝવણ વધતી ગઈ.

*****

    “S I D D H A R T H”

Jignesh

instagram@siddharth_01082014