લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-4 S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • અપહરણ - 11

    11. બાજી પલટાઈ   અંધારું સંપૂર્ણપણે ઊતરી આવ્યું હતું. હું, થ...

  • રેડ સુરત - 3

      2024, મે 17, સુરત         ચાર પ્લૅટફોર્મ ધરાવતા સુરત રૅલ્વ...

  • લવ યુ યાર - ભાગ 72

    સાંવરી વારંવાર તે નંબર ઉપર ફોન કરતી રહી પરંતુ ફોન ઉપડ્યો નહી...

  • એક અનુભવ - પાર્ટ 3

    સેકન્ડ વિચારી હું પૈસા પાછા લઈ ચાલવા લાગી તે પાછળ પાછળ દોડી...

  • ઉર્મિલા - ભાગ 6

    અંબિકા ગઢના મહેલથી પરત ફર્યા પછી, ઉર્મિલા અને આર્યનના જીવનમા...

શ્રેણી
શેયર કરો

લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-4

લવ રિવેન્જ-2 Spin Off

Season -2

પ્રકરણ-4

 

            “તારે ફક્ત એક્ટિંગ કરવાની હતી....!” લાવણ્યા બોલી “તું તો ખરેખર મજા લઇ રહ્યો હતો...!”.

સામે વિશાલ ડબલ સ્ટેન્ડ કરેલા બાઈક ઉપર બેઠો હતો. અગાઉ નક્કી કર્યા મુજબ સવાર-સવારમાં લાવણ્યા વિશાલ અને રાકેશને મળવા S G Highway પર આવેલી ખેતલાપા ટી-સ્ટોલ ઉપર આવી હતી. આજુબાજુ તેમનાં જેવા અનેક યુવાન-યુવતીઓ સવાર-સવારમાં ચ્હાની ચુસ્કી લઇ રહ્યાં હતા. એટલાંમાં રાકેશ ત્રણેય માટે ચા લઈને આવ્યો.

“અરે chill બેબ...!” વિશાલે ચાનો કપ હાથમાં લીધો અને લાવણ્યા સામે ધર્યો “તું ચા પીને પે’લા....! પછી બીજી વાત....”

લાવણ્યાએ ચાનો કપ હાથમાં લીધો. રાકેશ બાઈકના સ્ટીયરીંગ પાસે ઉભો રહ્યો. વિશાલ ચ્હા પીતાં-પીતાં લાવણ્યાની ગોરી ખુલ્લી કમર સામે જોઈ રહ્યો. તેણે લો વેસ્ટ બ્લૂ જીન્સ અને શોર્ટ ટીશર્ટ પહેરી હતી.

“કોઈ ખાસ કારણ કમર ખુલ્લી રાખવાનું....!?” વિશાલે લાવણ્યાને પૂછ્યું.

“તું જાણે તો છે.....!” લાવણ્યાએ આંખો નચાવી સિદ્ધાર્થ વિષે ઈશારો કરતાં કહ્યું.

“એનામાં એવું તો શું ખાસ છે ...!?” વિશાલ બોલ્યો “એનાં કરતાં-કરતાં સારાં-સારાં છોકરાંઓ તારી આગળ-પાછળ ફરે છે...!”

“તું તારી વાત કરે છે...!?” વિશાલની ખીલ્લી ઉડાવતી હોય એમ લાવણ્યા હસીને બોલી અને ચ્હાનાં કપમાંથી ચૂસકી ભરી.

“અચ્છા....! તો એ રાત્રે તને મારાંમાં શું દેખાયું ‘તું....!?”

“અરે એ ફક્ત વન નાઈટ સ્ટેન્ડ હતું...!” લાવણ્યાએ મોઢું બગાડીને કહ્યું.

“તો...!? સિદ્ધાર્થ સાથે શું તારે આખી લાઈફ સ્પેન્ડ કરવી છે....!?” વિશાલે ટોંન્ટમાં કહ્યું “મેરેજ કરવાનો ઈરાદો છે કે શું...!?”

“તારે શું પંચાત.....!?” લાવણ્યાએ રોકડું પરખાવ્યું.

“તું કાયમ આજ રીતે વાત કેમ કરે છે...!?” વિશાલ અકળાઇને બોલ્યો.

લાવણ્યાએ કોઈ જવાબ ના આપ્યો અને ચ્હા પીતા-પીતા ચિડાયેલાં ચેહરે આડું જોવા લાગી.

“મારો ફોન...!?” થોડીવાર પછી રાકેશે લાવણ્યા સામે જોઇને પૂછ્યું.

“પાસવર્ડ શું છે તારા ફોનનો બોલ...!” લાવણ્યાએ રાકેશનો ફોન હાથમાં પકડીને પૂછ્યું.

“કેમ....!?” રાકેશ પૂછ્યું.

“કેમ વાળા ....! મારો વિડીયો ડીલીટ કરવો છે....!” લાવણ્યા તાડૂકી.

રાકેશે મોબાઈલ તેનાં હાથમાં લીધો અને તેનું લોક ખોલીને લાવણ્યાને પાછો આપ્યો. લાવણ્યાએ મોબાઈલમાં ગેલેરી ઓપન કરી અને તેમાંથી તેનો વિડીયો શોધ્યો. લાવણ્યાએ તેને સિલેક્ટ કર્યો અને પછી કંઇક વિચારીને અટકી. તેણે તેનાં વિડીયોને પહેલાં watsappમાં તેનાં નંબર ઉપર સેન્ડ કરી દીધો. રાકેશ અને વિશાલનું ધ્યાન તેની તરફ નહોતું. વિડીયો સેન્ડ થઇ ગયા પછી લાવણ્યાએ watsapp અને ગેલેરી એમ બંને જગ્યાએથી તેનો વિડીયો ડીલીટ કર્યો અને ફોન પાછો રાકેશને આપ્યો.

“તારે થોડું લીમીટમાં રહેવું જોઈતું હતું....!” લાવણ્યાએ ફરી વિશાલને કીધું અને ચ્હાનો એક ઘૂંટ ભર્યો “અને તે મને પૂછ્યું પણ નઈ.... અને સીધુંજ છેડતી વાળું નાટક ચાલું કરી દીધું....!?”

“યાર....આપડે નક્કી કર્યું હતું...કે બધુંજ નેચરલ લાગે એવી રીતે કરવાનું...!” વિશાલ એક્સ્પ્લેઇન કરવાં લાગ્યો “અને એમાંય તક મળે તો જ....! હવે સિદ્ધાર્થે સામે ચાલીને મને જેન્ટ્સ વોશરૂમનું પૂછ્યું...! મને તરતજ લાઈટ થઈ ગઈ...કે આજ તક છે આપડો પ્લાન એગ્ઝેક્યુટ કરવાની....! મેં એને જેમ-તેમ જુઠ્ઠું બોલી ખોટી જગ્યાએ વોશરૂમ તરફ મોકલી દીધો....જેથી આપડને થોડો ટાઈમ મલે....! પણ હું તને બધું મલીને એક્સ્પ્લેઇન કરું એટલો ટાઈમ નો’તો...! તો પછી મેં સીધુંજ તારી છેડતીનું ચાલું કરી દીધું....!”

“હાં...બરાબર છે...પણ તું વધારે પડતું કરી રહ્યો હતો....!” લાવણ્યા બોલી.  

“જો યાર તારે એક્ટિંગ પણ રીયલ જોઈએ...અને આટલું રિસ્કી કામ તે અમારી જોડે મફતમાં કરાવ્યું તો અમને પણ “કંઇક” તો મળવું જોઇને ....! કમસે કમ તારા જેવી કોલેજની એક હોટ છોકરીની જોડે આવો ચાન્સ થોડો જતો કરાય....!” વિશાલ લાવણ્યા સામે જોઇને લુચ્યું હસ્યો અને તેણે ચ્હાનો ખાલી કપ રાકેશને પકડાવ્યો.

લાવણ્યાએ સમસમીને આડું જોયું. પછી તેણીએ પણ તેનો કપ રાકેશને પકડાવ્યો.

“એ યાર હું કંઈ નોકર છું તમારો...!” રાકેશ બધાંના કપ હાથમાં પકડીને અકળાતા બોલ્યો.

“એક મસ્કાબન લેતો આવજે....!” લાવણ્યા ઓર્ડર કરતી હોય એમ ઘમંડી સ્વરમાં બોલી.

રાકેશે પેહલાં તેની સામે જોયું અને પછી વિશાલ સામે.

“જામ પણ લગાવડાવજે....!” વિશાલે પણ ઓર્ડર કરી દીધો.

“કંઈ બીજું લાવવાનું છે કુંવરબા....!” રાકેશ અકળાયેલાં મોઢે બોલ્યો.

“ના....!” લાવણ્યા એ ના પાડતાં રાકેશ “ઓર્ડર” લેવા ગયો.

થોડીવાર સુધી મૌન થઈ લાવણ્યાએ હાઈવે તરફ જતાં વાહનો તરફ જોયે રાખ્યું.

“આખી ઘટના રીયલ લાગે એટલે મેં તને કીધા વગરજ તારી છેડતીનું નાટક ચાલું કરી દીધું....!” વિશાલ શાંત સ્વરમાં બોલ્યો “નઈ તો તારાં એક્સપ્રેશન્સ પણ રીયલ ના લાગત....!”

“હમ્મ....!” વિશાલની વાતમાં દમ લાગતાં લાવણ્યાએ હુંકારો ભર્યો.  

“તો હવે....!?” વિશાલે સિગારેટ સળગાવતા લાવણ્યાને પૂછ્યું.

“નેહા તો પાછળ પડી ગઈ ‘તી ...તમારી કમ્પ્લેઇન કરવા માટે....!” લાવણ્યાએ સળગેલી સિગારેટ વિશાલ જોડેથી લીધી અને તેનો એક કશ માર્યો.  

““તમે બંને ૧૦ દિવસ કોલેજ ના આવતાં...!” લાવણ્યાએ સિગારેટ વિશાલને ધરી.

“હમમ....!” વિશાલે હા ભરી અને સિગારેટનો કશ માર્યો.

“હું નેહાને સમજાવી દઈશ કે મેં તમારી લોકોની કમ્પ્લેઇન કરી હતી અને તમને બેયને દસેક દિવસ સસ્પેન્ડ કરી દીધા છે....!” લાવણ્યાએ કહ્યું.

“અને સિદ્ધાર્થ....!?” વિશાલે લગભગ પૂરી થવા આવેલી સિગારેટ નીચે ફેંકી.

“એને તો કંઈ રસજ નથી લાગતો....!” લાવણ્યા બોલી “ગઈકાલે પણ તમારા ભાગ્યા પછી મેં જયારે તેને ઈમોશનલ થઇ “thank you” કહ્યું તો એ જાણે કંઈ બન્યુજ ના હોય એમ બાથરૂમમાં જતો રહ્યો.....”

“એને ખરેખર બાથરૂમ લાગી હશે....!” વિશાલે મજાક કરી.

“oh please ....તું પણ...!?” લાવણ્યા અકળાઈ.

વિશાલ હસ્યો. રાકેશ બધા માટે મસ્કાબન લઇ આવ્યો.

“મને તો એ ધૂની માણસ લાગે છે....!” વિશાલે મસ્કાબનની એક સ્લાઈસ ખાતાં-ખાતાં કહ્યું “તું ખોટો એની પાછળ ટાઈમ વેસ્ટ કરે છે....!”

લાવણ્યા પણ મસ્કાબન ખાતાં-ખાતાં વિચારી રહી.

“મને એ તારી ટાઇપનો નથી લાગતો....!” થોડીવાર પછી લાવણ્યાએ વિશાલને કહ્યું.

“મારી ટાઈપ એટલે...!?” વિશાલે પૂછ્યું.

“શોર્ટ કપડાં પહેરેલી કે હોટ છોકરી જોઇને તેની પાછળ લટ્ટ થઇ જાય એવો...!” લાવણ્યાએ તીખાં સ્વરમાં કહ્યું.

“તો કેવો લાગે છે તને.....!?” વિશાલે રાકેશ સામે જોયું.

“ખબર નહિ....!” લાવણ્યાએ તેનાં હેન્કીમાં હાથ લુછતાં-લુછતાં ખભા ઉલાળ્યા “કદાચ...વ્યવહારમાં મોર્ડન પણ વિચારોમાં જુનવાણી....you know one woman type....!”

“હમમ....! may be...!” વિશાલે હામી ભરી.

“ચાલ ....!” થોડીવાર પછી લાવણ્યા બોલી “હું કોલેજ જાઉં છું...!”

“હું તને ડ્રોપ કરી દઉં...!?” રાકેશે ગોગલ્સ ચડાવતા કહ્યું.

“વિશાલ...!” લાવણ્યાએ વિશાલની સામે જોયું “આને સમજાઈ દેજે....!”

“ok ડાર્લિંગ....!” વિશાલે ફરી ગંદુ સ્મિત કર્યું “bye...!”

લાવણ્યા વિશાલના “bye”નો જવાબ આપ્યાં વગર ત્યાંથી નીકળી ગઈ.

***

            “ઉફ્ફ...! આ ગરમી....!” કેન્ટીનમાં આવતાંવેંતજ અંકિતા બોલી.

            પોતનાં માથેથી માંડીને આખાંય મોઢાં ઉપર “આતંકવાદી”ની જેમ વીંટાળેલો દુપટ્ટો કાઢતાં-કાઢતાં અંકિતા બોલી.

            “આખાય અમદાવાદની ગરમી તારી ઉપરજ પડતી લાગે છે....!?” ચેયરમાં બેઠાં-બેઠાં નોટપેડમાં કઈંક લખી રહેલી નેહાએ અંકિતા સામે નજર ઊંચી કરીને જોયું અને તેણીની ખેંચતાં બોલી.    

            “જબરી આતંકવાદી બનીને આઈ તું તો....!?” નેહાની સામે ચેયરમાં બેઠેલો પ્રેમ પણ અંકિતાની ઉડાવતાં બોલ્યો.

            અંકિતા મલકાઈ છતાં ઘુરકીને પ્રેમ સામે જોતાં-જોતાં પોતાની બેગપેક ખભેથી ઉતારી ટેબલ ઉપર મૂકી તેની ચેઇન ખોલી પોતાનો સામાન વગેરે કાઢવાં લાગી.

            “બોમ્બ -બોમ તો નઈ લાઈને....!?” પ્રેમની જોડે બેઠેલો રોનક ડરવાનું નાટક કરતો હોય એમ ટીખળ કરતાં બોલ્યો.

            “હાં...હાં...હાં....!” નેહા, પ્રેમ, કામ્યા સહિત કેન્ટીનમાં આજુબાજુના ટેબલ ઉપર બેઠેલાં જે લોકોએ એ સાંભળ્યુ તે બધાંજ હસી પડ્યાં.

            “એ ગધેડાં....!” પોતાનાં હાથમાં પકડેલો હેંન્કી અંકિતાએ રોનક ઉપર ફેંક્યો.

            બધાંની સાથે તે પણ પરાણે હસી પડી અને ચેયર ખેંચી નેહાની બાજુમાં બેઠલી.

            “તિશલી (ત્રિશા) ક્યાં છે....!?” અંકિતા બોલી અને કામ્યા-નેહા સામે જોયું.

           

            “અરે આઈ ગઈ...!”  ત્યાંજ પાછળથી ત્રિશાએ આવીને ચેયરમાં બેઠેલી અંકિતાની પીઠ ઉપર ધબ્બો માર્યો અને અંકિતાની બાજુમાં ચેયરમાં બેસી ગઈ “બોલ...બોલ....!”

            “શું બોલું....!?” અંકિતા છણકો કરીને બોલી “કાલે પાર્ટીમાં તે કશું ઉકાળ્યું તો નઈ...! પાર્ટી પે’લ્લાં તો બવ મોટી-મોટી ડંફાશો મારતી’તી...! કે હું તો આમ ડાન્સ કરીશ ‘ને તેમ ડાન્સ કરીશ...! બિચારો રોનક એકલો ડાન્સ કરતો’તો....! જીએલએસની ગર્લ્સ સામે આપડી કૉલેજની આબરૂ કાઢી નાંખી તે...! હૂઁહ...!”

            “અરે પણ તું મને શું કામ વઢે છે...!?” ત્રિશા પોતાનો બચાવ કરતાં બોલી “આપડી મિસ બ્યુટી ક્વિન જ કશું ઉકાળી ના શકી...! તો પછી મારાં-તારા જેવાની શું હિમ્મત થાય....! અને તે જીએલએસની ગર્લ્સ જોઈતી....!? એકથી એક માલ હતી....!”

            ત્રિશાની વાત ઉપર બધાથી હસાઈ ગયું.

            “કેવી જબરી તૈયાર થઈને આઈ’તી બધી....! આપડે બધાં તો જીએલએસની ગર્લ્સ સામે ગામડીયણ લાગીએ....!”

            “કઈં નઈ અવે....!” પ્રેમ બોલ્યો “આપડી નેહા....કામ્યા...અને લાવણ્યા સામે બાકી બધાં ફિક્કા લાગે....!”

            “અને ઓલી મેધા પણ જબરી લાગે છે હોં...!” રોનક આંખો મોટી કરીને બોલ્યો “પિન્ક કલરના શોર્ટ બોડીકોન ડ્રેસમાં તો એ લાવણ્યા કરતાં પણ ખતરનાક લાગતી ‘તી....! એનું ફિગર તો...!”

            “લાવણ્યાથી યાદ આયુ....!” અંકિતા વચ્ચે બોલી પડી અને નેહા સામે જોયું “આપડી મિસ બ્યુટી ક્વિન છે ક્યાં...!?”

            “અમ્મ....!” ટેબલ ઉપર પોતાનાં નોટપેડમાં પેનની અણી ટપારતી-ટપારતી નેહા વિચારતાં-વિચારતાં બોલી “એ કદાચ આજે નઈ આવે....!”

            “કેમ...!?” અંકિતા, ત્રિશા અને કામ્યાએ એકસાથે પૂછી લીધું.

            “કઉ કે ના કઉ...!?” નેહા હોંઠ બનાવીને વિચારી રહી.

            “અરે ક્યાં ખોવાઈ ગઈ...!?” જોડે બેઠેલી અંકિતે ફરીવાર પૂછ્યું “બોલને....!?”

            “ગઈકાલે રાતે પાર્ટીમાં એની છેડતી થઈ....!” નેહા છેવટે બોલી.

            “વ્હોટ....!?” પ્રેમ સહિત બધાં ચોંકી ગયાં અને ચેયરમાં સહેજ ટટ્ટાર થઈને નેહા સામે પ્રશ્નભાવે જોઈ રહ્યાં.

            “અરે એ રેસ્ટ રૂમ જતી ‘તી....!” નેહા કહેવાં લાગી અને કામ્યા, ત્રિશા, પ્રેમ, અંકિતા વગેરે ધ્યાનપૂર્વક સાંભળવાં લાગ્યાં.

****

            “બોલ યાર...હવે શું કરું...!? તું કે’….!?” ફોન ઉપર સિદ્ધાર્થ વિકટને પૂછી રહ્યો હતો “ગઈ કાલે રાતે આખો કલ્લાક એણે લાવણ્યાની જ વાત ચલાયે રાખી....! “એણે ફરિયાદ કરવાની કેમ ના પાડી...!આમ તેમ.....!”

            કૉલેજના પાર્કિંગથી પેવમેંન્ટ ઉપર ચાલતાં-ચાલતાં કૉલેજ બિલ્ડીંગ તરફ જઈ રહેલો સિદ્ધાર્થ અકળાઈને બોલ્યો.

            સવારે ફોન કરીને સિદ્ધાર્થે વિકટને પાર્ટીવાળી રાતની બધી ઘટના વિષે જણાવ્યું હતું.

            “મેં ફોન એની જોડે વાત કરવાં માટે કર્યો ‘તો....!” ચિડાયેલો સિદ્ધાર્થ માથું ધૂણાવતો-ધૂણાવતો બોલ્યો “પાર્ટીમાં તો કશું પર્સનલ ટાઈમ સ્પેન્ડ કરવાં મળ્યો નઈ....! મેં કીધું ફોન ઉપર તો કમસે કમ કઈંક પર્સનલ વાત થશે...! પણ મેડમને તો બીજી ફાલતું વાતોમાંજ રસ છે...!”

            ચિડાયેલો સિદ્ધાર્થ એકજ શ્વાસે બોલે જતો હતો.

            “ઘણી ખમ્મા મારાં પાટણના મહારાજ સિદ્ધરાજ.....!” સિદ્ધાર્થનો ચિડાવતો હોય એમ વિકટ બોલ્યો “ઘણી ખમ્મા....!”

            “સિદ્ધરાજ નઈ....!” ચિડાયેલો હોવાં છતાં સિદ્ધાર્થ વિકટની ભૂલ સુધારતો હોય એમ બોલ્યો “સિદ્ધાર્થ.....!”

            “હાં...ભાઈ...હાં....!” વિકટ બોલ્યો “શાંત તલવારધારી....શાંત….!”

            “ભાઈ તું મને સિરિયસલી જવાબ આપને....! શું કરું આગળ હવે....!?”

            “પણ તું મગજ ઠડું કરે નઈ ત્યાં સુધી તને સમજાશે નઈ....!” વિકટ સમજાવના સૂરમાં કહ્યું.

            કૉલેજ બિલ્ડીંગના કોરિડોરમાં દાખલ થઈ કેન્ટીન તરફ જતાં-જતાં સિદ્ધાર્થ પોતાનાં કાને ફોન માંડી રાખી પોતાનું મગજ શાંત કરવાં લાગ્યો.

            “તું એક કામ કર....! ભાભીને લંચ માટે ક્યાંક લઈજા....!” વિકટ બોલ્યો “યા તો મૂવી માટે પૂછી જો....!”

            “ડાયરેક્ટ મૂવી...!?” સિદ્ધાર્થે પૂછ્યું “બવ જલ્દી ના કે’વાય...!? કોઈ બીજો આઇડિયા....!?”

            “ભાઈ...! હું કઈં લવ ગુરુ છું....!?” વિકટ બોલ્યો “જેને છોકરીઓનું દિલ જીતવાનો એક્સપિરિયન્સ હોય....!? મને હજી સુધી ગ્રૂપની છોકરીઓ જોડે સરખી વાત કરતાં નઈ ફાવતું....! ને તું મારી જોડે રોજ ભાભીને પટાવાનાં આઈડિયા પૂછે છે....! અને એમાંય તને કમસે કમ એક છોકરીનો અનુભવ તો છે....!”

            “કોનો અનુભવ.....!?” સિદ્ધાર્થે મૂંઝાઈને પૂછ્યું અને કેન્ટીન તરફ જવા કોરિડોરમાં ડાબી બાજુ વળી ગયો.

            “સંભવીનો....!” વિકટ યાદ અપાવતાં બોલ્યો.

            “બે યાર....તું ક્યાં અત્યારે એની વાત કરે છે....!” સિદ્ધાર્થ ચિડાયો અને કોરિડોરમાં અટક્યો.

            કોરિડોરમાં એક જગ્યાએ ઊભા-ઊભા સિદ્ધાર્થ આમતેમ આંટા મારતો-મારતો વિકટ સાથે  વાત કરવાં લાગ્યો.

            “જો ભાઈ...! તું મારી વાત સાંભળ....!” વિકટ બોલ્યો “તું એનો ફિયાન્સ છે....! તારો હક છે...! એને મૂવી માટે પૂછવાનો કે લંચ માટે લઈ જવાનો....!”

            “હમ્મ....!”

            “અને...એની જોડે આમ ફોર્મલ-ફોર્મલ બિહેવ ના કર....!”  વિકટ બોલ્યો “ફિયાન્સ છે...તો થોડો હકથી બિહેવ કરને...! તું આવો બોરિંગ-બોરિંગ બિહેવ કરે....! તો ઓલી સગાઈ તોડી જ નાંખેને....!”

            થોડીવાર સુધી વિકટ સાથે વાત કરી તે કેન્ટીન તરફ ચાલવા લાગ્યો.

******

            "બાપરે ....! ભારે થઇ ગયું આ છોકરી જોડે તો ...!?" નેહાએ છેડતીવાળી  આખી ઘટનાં વિષે બધાંને કીધાં પછી હળવો આઘાત પામી ગયેલી અંકિતા બોલી "આવું ના થવું જોઈએ ...!"

            "હમ્મ ....તો શું ...યાર ....આવું નો 'તું થવું જોઈતું ....!" ત્રિશા બોલી "ભલે એ આપડને નઈ ગમતી ...પણ છે તો આપડા ગ્રુપની જ છોકરીને બિચારી ...!"

            "પણ તારે અમને બધાંને ત્યાં બોલવાં જોઈતાં 'તા ...!" પ્રેમ સહેજ ચિડાઈને નેહાને કહેવાં લાગ્યો "તો હું વિશાલને બરાબરનો મેથીપાક આપત ....!"

            "તો શું યાર ....!" રોનક પણ બોલ્યો "ધોઈ નાંખ્યો હોત બરોબ્બરનો ...!"  

            "જરૂર ન 'તી ....! સિદ્ધાર્થ ટાઈમે આઈ ગ્યો ....!" નેહા બોલી "એણે જ વિશાલને ખંચેરી નાંખ્યો.

            "wow ...! સિડ ખરેખર હીરો કે 'વાય તો તો .....નઈ ...!?" ત્રિશા બોલી "નઈ તો  વિશાલ અને રોનક લાવણ્યાનો  MMS બનાઈ કાઢત તો ....!?" 

            "હમ્મ એ તો છે ....!" અંકિતા પણ મલકાઈને બોલી.

            લાવણ્યાની છેડતીની વાત ફંટાઈને થોડીવાર સુધી સિદ્ધાર્થ વિષે ચાલું થઈ ગઈ.

            "એટલે ...! લાવણ્યાએ કીધું કે એ હવે કૉલેજ નાઈ આવે એમ ....!?" લાવણ્યાની છેડતીની વાત સાંભળી સ્ટ્રેસમાં આવી ગયેલાં પ્રેમે થોડીવાર પછી નિરાશ સ્વરમાં પૂછ્યું.

            "ના ....! એણે નઈ કીધું ....! પણ મને લાગે છે કે....એની જોડે આવું થયું ..એટલે કદાચ એ ટેંશનમાં આઈ ગઈ હશે ....!" નેહા બોલી "એટલે એ નઈ આ  .....!"

            અનાયાસે નેહાની નજર કેન્ટીનનાં એન્ટ્રન્સ તરફ પડતાં જ તે બોલતાં -બોલતાં અટકી ગઈ. કેન્ટીનનાં એન્ટ્રેન્સમાંથી અંદર આવી લાવણ્યા ઝડપથી તેમની તરફ આવી રહી હતી. 

            "આને તો કોઈ  ફરક જ નઈ પડતો લાગતો ....!" ગ્રુપના ટેબલ તરફ આવી રહેલી લાવણ્યાનાં કપડાં જોઈને કામ્યા ધીમેથી બોલી.

            રોજની જેમ લાવણ્યાએ આજે પણ ટાઈટ જીન્સ અને ક્રોપ ટોપ પહેર્યું હતું જેમાં તેણીની કમર ખુલ્લી દેખાતી હતી. રોજની જેમજ આખી કેન્ટીન કોલેજનાં વિદ્યાર્થીઓથી ભરેલી હતી, અને રોજની જેમજ કેન્ટીનમાં હાજર લગભગ બધાજ લાવણ્યાને જોઈ રહ્યાં. લાવણ્યાની જેમજ તૈયાર થઈને આવતી કૉલેજની અન્ય બોલ્ડ ગર્લ્સ જેવીકે મેઘા, રોશની, આયુષી વગેરે પણ જ્યારે-જયારે કેન્ટીનમાં કૉલેજ કેમ્પસમાં આવતાં, બધાંની નજર આ છોકરીઓનાં શરીર ઉપર ફરી વળતી.

            "હમ્મ...જાણે કઈં થયું  જ નઈ ....!" પાછું મ્હોં કરીને જોઈ રહેલી અંકિતા પણ લાવણ્યાના કપડાં જોઈને બોલી.

            "હાં ....આને કોઈ ફરક નઈ પડતો ...!" લાવણ્યા તરફ જોઈ રહીને નેહા હવે મનમાં બબડી "કેમકે આ આવી જ છે ....! ફાલતું ....!"

             "ગુડ મોર્નિંગ ....!" આવતાં વેંતજ ટેબલ ઉપર પોતાનું હેન્ડબેગ મૂકતાં લાવણ્યા સસ્મિત બોલી અને નેહાની સામેની ખાલી ચેયર ખેંચીને બેસી ગઈ.

            આગલી રાતે તેણી સાથે ઘટેલી ઘટનાં વિષે લાવણ્યાના ચેહરા ઉપર એકપણ હાવ-ભાવ ના દેખાતાં અંકિતા, કામ્યા સહીત બધાં જ લાવણ્યા સામે આશ્ચર્ય અને પ્રશ્નાર્થ ભાવે જોઈ રહ્યાં.

            "શું થયું ...!?" પોતાની સામે વિચિત્રરીતે જોઈ રહેલાં ગ્રુપનાં ફ્રેન્ડ્સને જોઈ લાવણ્યા બોલી "કોઈ મરી ગ્યું કે શું ...!? કે પછી હું બવ હોટ લાગુ છું હમ્મ....!?"

            કામ્યા, નેહા, પ્રેમ અને રોનક સામે જોઈને લાવણ્યાએ ઘમંડપૂર્વક પોતાની આઈબ્રો નચાવી.

            "તું ઠીક છે ને ...!?" પ્રેમે સહેજ ઢીલાં સ્વરમાં પૂછ્યું.

            "મને શું થવાનું હતું ...!?" લાવણ્યાએ સહેજ ચિડાઈને તોછડાં સ્વરમાં પૂછ્યું.

            મોઢું બગાડી માથું ધુણાવી નેહા પાછી પોતાનાં નોટપેડમાં કશુંક લખવાં માંડી. 

            લાવણ્યાનો મિજાજ જોતાં બાકીનાં બધાંએ વધારે કશું પૂછવાનું માંડી વાળ્યું.

            જોકે બાકીનાંથી અલગ અંકિતાએ જાણી જોઈને લાવણ્યાને હેરાન કરવાં છેડતીવાળી ઘટનાં વિષે પૂછવા માંડ્યું.

            "ગઈ કાલે રાતે તારી  છેડતી થઈ....!?" અંકિતાએ સહેજ સહાનુભૂતિભર્યા સ્વરમાં પૂછ્યું.

            લાવણ્યાએ પ્રશ્નસૂચક નજરે નેહા સામે જોયું પછી પ્રેમ સામે જોયું અને મનમાં બબડી “એટ્લે તું પૂછતો ‘તો....!?”

             વાત સમજાઈ જતાં અંકિતા સામે જોઈને લાવણ્યા છેવટે ઉડાઉ સ્વરમાં બોલી –

            “હાં....તો....!?”

            “શું તો....!?” અંકિતા તાડૂકી હોય એમ બોલી “આટલી મોટી ઘટના થઈ ગઈ....! અને તે ગ્રૂપમાં કોઈને કશું કીધું પણ નઈ....!?”

            “આમાં કે’વાનું શું હોય....!?” સહેજ ટોંન્ટભર્યા સ્વરમાં બોલી લાવણ્યાએ સામે બેઠેલી નેહા સામે જોયું “જે ખરેખર સાચાં ફ્રેન્ડ્સ હોય....! એ આવી બધી વાતો ફેલાવે નઈ.....!”

            નેહા દાંત ભીંચીને લાવણ્યા સામે જોઈ રહી.

            લાવણ્યાએ પાછું અંકિતા સામે જોયું અને બોલી-

            “છુપાવે....!” પોતાનાં વાળ અદાથી ઝાટકી લાવણ્યા બોલી “અને આ કોઈ મોટી વાત પણ નઈ...!”

            “હાં નઈ....! તારાં માટે ક્યાં નવું છે....!” અંકિતા ટોંન્ટમાં બોલી.

            લાવણ્યા દાંત ભીંચીને અંકિતા સામે જોઈ રહી.

            “આ કોઈ મોટી વાત પણ નઈ...!”  લાવણ્યા બોલી અને ફરીવાર અદાથી પોતાનાં વાળ ઝાટક્યાં.

            “તે એ લોકોની પોલીસ કંમ્પલેઈન કરી....!?” પ્રેમ સહાનુભૂતિભર્યા સ્વરમાં બોલ્યો.

            “ના....જરૂર નઈ....! મેં ટ્રસ્ટી સરને કંમ્પલેઈન કરી દીધી છે... અને એ લોકોને સસપેન્ડ પણ કરી દેવાયાં છે....!” લાવણ્યા સ્વાભાવિક જુઠ્ઠું બોલી ગઈ.

            “આ છોકરી....! ખરેખર હદ કરે છે....!” થોડીવાર સુધી તેણી સામે જોઈ રહી માથું હલાવી છેવટે નેહાએ પાછું પોતાનાં નોટપેડમાં લખવાં માંડ્યુ. 

            “ઓહ...! તો....!”

           “તો સિદ્ધાર્થ નઈ દેખાતો....!?” અંકિતા કઈંક પૂછવાજ જતી હતી ત્યાંજ લાવણ્યાએ સામે અંકિતાની જોડે બેઠેલી નેહાને પૂછ્યું.

             “એ આપણા ગ્રુપમાં નથી લાવણ્યા..!” નેહાએ એનાં નોટપેડમાંથી નજર હટાવ્યાં વિના શાંતિથી કહ્યું “એ અમીર ઘરનો છોકરો છે ....! એ આપણા જેવા જોડે ના બેસે....!”

            “તું કોની વાત કરી રહી છે...!?” નેહાની પાછળથી આવીને એક ખાલી ચેયર ઉંધી ફેરવીને તેનાં ઉપર બેસતાં સિદ્ધાર્થ બોલ્યો “મારી.....!?

            “ઓહ તેરી....!” અચાનક આવી ગયેલાં સિદ્ધાર્થને જોઈ નેહા થોથવાઈ ગઈ હોય એમ બોલી“સોરી...મારો ઈરાદો...!”

            “its ok sweetheart.....!” નેહાની વાત વચ્ચેથી કાપી સિદ્ધાર્થ રમતિયાળ સ્મિત કરીને બોલ્યો “મને આદત છે આવા ટોન્ટ સંભાળવાની....!”

            “હમ્મ...! સ્વીટહાર્ટ....!?” નેહાએ આશ્ચર્યથી મલકાઈને સિદ્ધાર્થ સામે જોયું અને ઈશારામાં પૂછ્યું.

            સિદ્ધાર્થે નેહાને “sweetheart”  કહેતાં લાવણ્યાનું મન ઈર્ષાથી સળગી ઉઠ્યું. ચિડાઈને તે પહેલાં સિદ્ધાર્થ પછી નેહા સામે જોઈ રહી. જોકે તેણે પોતાનાં મોઢા ઉપર અણગમાંનાં એ ભાવ ના આવવા દીધા.

            નેહા સામે મલકાઈને જોઈ સિદ્ધાર્થે હાથથી ઇશારો કરી કેન્ટીનમાં કામ કરી રહેલાં છોકરાને બોલાવ્યો.

            બંને વચ્ચે ઈશારા-ઈશારામાં થઈ રહેલી વાતચીતને લાવણ્યા ચિડાઈને જોઈ રહી.

            “એક ચોકલેટ દૂધ બોર્નવીટા વાળું અને .....!” સિદ્ધાર્થે નેહા સામે જોયું “નેહા.... તું શું લઈશ...!?”

            “મ્મ્મ્મ...હું ચ્હા....!” નેહાએ સ્મિત કરીને કહ્યું.

            “તમે લોકો....!?” સિદ્ધાર્થે બાકી બધાં સામે જોઇને પૂછ્યું.

“અમે પણ ચ્હા....!” બધા વતી ત્રિશા બોલી ઉઠી. તે સિદ્ધાર્થ સામે જોઈ રહી. તેનાં આવતાં પહેલાંજ નેહાએ સિદ્ધાર્થ વિષે અને આગલી રાત્રે બનેલી ઘટના વિષે બધાને જણાવ્યું હતું.

લાવણ્યા રાહ જોઈ રહી કે ક્યારે સિદ્ધાર્થ તેને પૂછશે પણ સિદ્ધાર્થે એને કંઈ ના પૂછ્યું. ફરીવાર લાવણ્યાનું મન સળગી ઉઠ્યું.

છોકરો ઓર્ડર લઈને જતો રહ્યો.

“તો પછી ...! ગઈકાલે અમને મુકીને કેટલાં વાગે ઘરે પહોંચ્યો હતો....!?” પોતાનાં નોટપેડને બંધ કરતાં-કરતાં નેહાએ સિદ્ધાર્થને પૂછ્યું.

“લગભગ બે વાગે....!” સિદ્ધાર્થે કીધું.

            “તને ઘરે કોઈ પ્રોબ્લેમ તો નહોતી થઈને .....!?” સિદ્ધાર્થે નેહાને પૂછ્યું.

            લાવણ્યા તીખી નજરે બંને સામે જોઈ રહી. પોતે નેહા જોડેજ બેઠી હોવાં છતાં હજીસુધી સિદ્ધાર્થે તેણી સામે જોયું સુધ્ધાં નહોતું.  

            “ના ....! મેં ઘરે હજી કોઈને કશું કીધુજ નથી....!” નેહાએ કહ્યું.

            “you are so brave “Sid”!” ક્યારની સિદ્ધાર્થ સામે જોઈ રહેલી ત્રિશા બોલી પડી. તેણીનાં મોઢાં ઉપર રમતિયાળ સ્મિત હતું “Do you mind if I call you “Sid”?”

            “Sure....”Trish”....!” સિદ્ધાર્થે રમતિયાળ સ્વરમાં ત્રિશાને પણ pet nameથી બોલવી.

            ત્રિશા તેની સામે જોઈ રમતિયાળ હસી. બીજાં પણ હસ્યાં.

            પોતાને બાદ કરતાં ગ્રૂપના બાકીનાં બધાં સાથે સિદ્ધાર્થને એકદમ ફ્રેંકલી બિહેવ કરતો જોઈ લાવણ્યા ચિડાઈ ગઈ. પોતે જાણે “નાત બહાર” મુકાઈ ગઈ હોય એવું લાવણ્યાને ફીલ થયું. સિદ્ધાર્થ તો ઠીક, ગ્રૂપના બાકીનાં પણ લાવણ્યાને જાણે ભૂલી ગયાં હોય એમ સિદ્ધાર્થ સાથે મજાક મસ્તી કરવાં લાગ્યાં, તેમજ લાવણ્યાની છેડતી વખતે સિદ્ધાર્થે કરેલાં “કારનામાં”ને બિરદાવી રહ્યાં.

            બધા વાતો કરતાં હતાં. કોઈપણ ખાસ કરીને સિદ્ધાર્થ લાવણ્યાનો “ભાવ” નહોતું પૂછતું. એમાંય મોટેભાગે વાતો લાવણ્યાની છેડતીનીજ ચાલતી હતી અને લાવણ્યાનોજ ભાવ નહોતો પૂછાઈ રહ્યો તો અકળાઈ ઉઠી અને ઊંડા-ઊંડા શ્વાસ ભરવાં લાગી.

            “for your kind information......!” લાવણ્યા સિદ્ધાર્થનું ધ્યાન તેની તરફ ખેંચવા અધીર્યા સ્વરમાં બોલી ઉઠી “છેડતી મારી થઇ’તી...!”

            “ઓહ હા નઈ...!” સિદ્ધાર્થે ઉડાઉ સ્વરમાં કહ્યું “મને તો યાદજ નહોતું...!”

લાવણ્યાને બાદ કરતાંજ બધાં હસી પડ્યા. લાવણ્યા સમસમી ગઈ. ગુસ્સાથી તેનો ચેહરો લાલચોળ થઇ ગયો. આવું પહેલીવાર થયું હતું કે બીજા લોકો આ રીતે તેની ઉપર હસ્યાં હોય. સિદ્ધાર્થની હાજરીમાં પોતે જાણે “unimportant” હોય અને તેણી મજાક બની ગઈ હોય એવું તેને ફિલ થયું.

“લો સાહેબ....!” કેન્ટીનવાળો છોકરો બધા માટે ચ્હા અને સિદ્ધાર્થ માટે ચોકલેટ દૂધ લાવ્યો અને ટેબલ ઉપર મુકવા લાગ્યો.

            “પણ લાવણ્યા....તે એ લોકોની પોલીસ કમ્પ્લેઇન કેમ ના કરી...!? એ નઈ સમજાતું...!” વાત કરતાં-કરતાં કામ્યાએ પૂછ્યું.

 “કીધું તો ખરા...! મેં ટ્રસ્ટી સાહેબને કમ્પ્લેઈન કરી દીધી છે ....અને એ બેયને કોલેજમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે....” લાવણ્યા સહેજ ચિડાઈને બોલી અને પછી સિદ્ધાર્થ સામે સહાનુભૂતિભર્યા બે શબ્દો સાંભળવાની આશાએ તેની સામે જોવાં લાગી.   

જોકે નેહા સામે જ જોઈ રહ્યો હતો. લાવણ્યા વિષે ચાલતી વાતમાં તેને જાણે કોઈજ રસ નહોતો.

“લે નેહુ....!” ટેબલ ઉપર મુકેલાં ચ્હાના કપને નેહા તરફ ખસેડતાં પ્રેમથી સિદ્ધાર્થ બોલ્યો.

“ઓહો....! પે’લ્લાં....સ્વીટહાર્ટ....!” અંકિતા નેહાને ચિડાવતી હોય એમ બોલી “અને પછી હવે નેહુ....!?”

નેહાએ સ્મિત કરતાં-કરતાં માથું ધૂણાવ્યું અને ચ્હાનો કપ હોંઠે માંડી ચ્હા પીવા લાગી. અનાયાસે તેણીની નજર સામે બેઠેલી લાવણ્યા ઉપર પડી.

બધાં તેમની સામે ટેબલ ઉપર મુકેલી ચ્હાનો ગ્લાસ લઈને પીવા લાગ્યા હતાં પણ લાવણ્યાએ તેનો ગ્લાસ નહોતો લીધો. તે સિદ્ધાર્થ સામે એકધારી નજરે જોઈ રહી હતી.  સિદ્ધાર્થના મોબાઈલમાં કોઈને મેસેજ આવતાં તે મેસેજ રીડ કરી રહ્યો હતો અને તેનો રિપલાય આપી રહ્યો હતો.

“લાવણ્યા....! તારે ચ્હા નઈ પીવી....!?” સિદ્ધાર્થ સામે એકીટશે જોઈ રહેલી લાવણ્યાના વિચારો ભંગ કરતાં પ્રેમે કહ્યું.

“હમ્મ....હાં....!” લાવણ્યા બોલી અને પોતાની સામે ટેબલ ઉપર મુકેલાં કપને લેવાં લાગી.

કપ લેતાં-લેતાં પણ તે સિદ્ધાર્થ સામે જોઈ રહી. નેહા હજીપણ લાવણ્યાને ઓબ્ઝર્વ કરી રહી હતી. ચ્હાનો કપ ટેબલ ઉપર મૂકી નેહાએ સિદ્ધાર્થ સામે જોયું. 

મોબાઈલ પોતાનાં શર્ટના ઉપલા પોકેટમાં મૂકી સિદ્ધાર્થે તેની સામે મુકેલો ચોકલેટ દૂધનો ગ્લાસ લઇ ગટાગટ એક શ્વાસે પીવા લાગ્યો.

“આરામથી સિધ્ધાર્થ ...!” નેહા સિધ્ધાર્થને જોઇને બોલી “આટલી બધી શું ઉતાવળ છે.....!? લેકચર શરું થવામાં હજી વાર છે...!”

“હમ્મ...I Know....!” સિદ્ધાર્થે બધું ચોકલેટ દૂધ પીને ગ્લાસ ટેબલ પર પાછો મુકતા કહ્યું “મારે ટ્રસ્ટી સરને મળવા જવું છે.....!”

“કેમ...!?” લાવણ્યાના પેટમાં ફાળ પડી “તારે એમનું શું કામ છે....!?”

“nothing...!” સિદ્ધાર્થે લાવણ્યાને ઉડાઉ જવાબ આપતાં કહ્યું “He is a family friend…!”

“મને લાગ્યું કે તું ઓલાં બેયની કમ્પ્લેઇન કરવાં માટે એમને મળવા જાય છે...!” લાવણ્યાએ કેન્ટીનની બહાર જઈ રહેલાં સિધ્ધાર્થને સંભળાય તે માટે થોડાં ઊંચા સ્વરમાં કહ્યું.

“I don’t care about them….!”  સિદ્ધાર્થે પાછળ જોયા વિના મોટા અવાજે કહ્યું અને કેન્ટીનમાંથી નીકળી ગયો.

સિધ્ધાર્થનો જવાબ સાંભળી બધાં મૂંછમાં હસવાં લાગ્યા. લાવણ્યાએ તીખી નજરે બધાં સામે જોયું. ત્રિશાને પણ હસતાં જોઈ લાવણ્યા અકળાઈ ઉઠી.

“તું શું હસે છે....!” લાવણ્યા ચિડાઈને બોલી.

“કંઈ નઈ .....!” ત્રિશા માંડ પોતાનું હસવું દબાવતા બોલી “I think….! He’s hot……!”

“Hot” વાળી...!” લાવણ્યા હજી ચિડાયેલી હતી “દુર રે’જે એનાથી...!”

“કેમ “એ” તારી પ્રોપર્ટી છે.....!?” ત્રિશા પણ હવે થોડી અકળાઈ.

“ત્રિશા....! લાવણ્યા ...! શું યાર તમે પણ...!” નેહા બંનેને સમજાવતા બોલી “આપણે હજીતો એને સરખો ઓળખતા પણ નથી...!”

લાવણ્યા દાંત ભીંચીને ત્રિશા સામે જોઈ રહી. ત્રિશાએ તેને ઇગ્નોર કરી અને તેનો મોબાઈલ મંતરવા લાગી.

***

“હાં..મામા...!”  સુરેશસિંઘની કેબિનમાં અંદર દાખલ થઈ સિદ્ધાર્થે ચેયરમાં બેઠેલાં સુરેશસિંઘને કહ્યું “શું હતું બોલો....!?”

“અરે.....સિદ્ધાર્થ....!? આય...આય.....!” પોતાનાં ડેસ્ક ઉપર મૂકેલી ફાઇલમાં કઈંક વાંચી રહેલાં સુરેશસિંઘે નજર ઉઠાવી સિદ્ધાર્થ સામે જોઈને કહ્યું “બેસ....!”

ડેસ્કની બીજી બાજુ સામે ચેયરમાં બેસવાં તેમણે સિદ્ધાર્થને ઈશારો કર્યો.

"કેવી લાગી આપડી કૉલેજ તને ...!?" સુરેશસિંઘે સ્મિત સાથે પૂછ્યું "એકેય લેક્ચર ભર્યો કે નઈ ...!?"

"ના...હજી તો એકેય લેક્ચર નઈ ભર્યો ....!" સિદ્ધાર્થ સહેજ સંકોચ સાથે બોલ્યો "આજે ભરવાનો વિચાર હતો ....!"

" સારું ...! કરણભાઉએ શેડ માટે જગ્યા જોવાની વાત કરી 'તી" સુરેશસિંઘ બોલ્યાં  "મેં બે-ત્રણ બ્રોકરો સાથે વાત કરી છે ...! તારે મેળ પડે એવો હોય....! તો આજકાલમાં જતો આવજે ....! મેં તને whatsappમાં નંબર ફોરવર્ડ કર્યા છે ...!"

"સારું ....વાંધો નઈ ...!" 

"આરવ જોડે કોઈ વાત થાય છે કે નઈ ...!?"

"whatsappમાં થતી હોય છે ...કોઈ કોઈવાર ....!"

બંને વચ્ચે લગભગ અડધો કલ્લાક જેવું ઔપચારિક વાતો ચાલી પછી સિદ્ધાર્થ છેવટે લેક્ચર ભરવા કલાસરૂમ તરફ જવાં લાગ્યો.

****

“ધડામ....!”  ક્લાસરૂમનાં એંટ્રન્સમાંથી એન્ટર થવાં જઈ રહેલી લાવણ્યા ક્લાસરૂમમાંથી ઉતાવળે બહાર આવી રહેલાં પ્રેમ સાથે અથડાઈ.

“ગધેડાં.....!” પડું-પડું થઈ ગયેલી લાવણ્યા ઘાંટો પાડીને પ્રેમને ખખડાવતાં બોલી “આંધળો થઈ ગ્યો છે....!? જોઈને ચાલને....!? ઉતાવળ શેની છે આટલી....!?”

કોરિડોરનાં ખૂણેથી વળીને ક્લાસરૂમ તરફ આવી રહેલાં સિદ્ધાર્થે ક્લાસરૂમ આગળ ચાલી રહેલાં એ દ્રશ્યને જોયું અને કોરિડોરનાં ખૂણેજ અટકી ગયો અને લાવણ્યાને પ્રેમને ધમકાવતાં જોઈ રહ્યો.

“સ....સોરી....મારે વોશ...!”

 “સોરી વાળાં....!”  લાવણ્યા ગુસ્સામાં બોલી રહી હતી “જા અવે અહિયાંથી સીધો....! નીકળ...ચલ....!”

ગભરાઈ ગયેલો પ્રેમ સીધો ત્યાંથી વોશરૂમ તરફ જવાં કોરિડોરમાં દોડી ગયો. લાવણ્યા પગ પછાડતી ત્યાંથી ક્લાસરૂમમાં એન્ટર થઈ ગઈ.

“આ કદી નઈ સુધરે.....!” સિદ્ધાર્થની જોડે આવીને ઉભેલાં અક્ષયે ધીરેથી કહ્યું.

કશું પણ બોલ્યાં વગર સિદ્ધાર્થ ક્લાસરૂમનાં એંટ્રન્સ આગળ થોડીવાર પહેલાં “ભજવાઈ” ગયેલું દ્રશ્ય કલ્પી રહ્યો. એંટ્રન્સ આગળ અત્યારે કોઈ નહોતું ઊભું. પણ પ્રેમ જેવાં-જેવાં સીધાં-સાદાં છોકરાંને અત્યંત રૂડલી ધમકાવી રહેલી લાવણ્યાનું એ દ્રશ્ય સિદ્ધાર્થને હજીપણ દેખાઈ રહ્યું હતું.

“એ બધાંની જોડે આવુંજ બિહેવ કરે છે.....!” થોડીવાર મૌન રહ્યાં પછી અક્ષય ફરીવાર બોલ્યો.

સિદ્ધાર્થને હવે પ્રેમની જગ્યાએ આરવ દેખાવાં લાગ્યો. લાવણ્યા અત્યંત રૂડલી તેને આજરીતે ધમકાવી રહેલી લાવણ્યાનું દ્રશ્ય સિદ્ધાર્થને દેખાઈ રહ્યું.

            મનમાં આવતાં વિચારોને રોકવાનો પ્રયત્ન કરતાં-કરતાં સિદ્ધાર્થ છેવટે ક્લાસરૂમમાં જવાં લાગ્યો.

            ક્લાસરૂમમાં એન્ટર થતાંજ સિદ્ધાર્થે નેહાને શોધવાં આખાં ક્લાસરૂમમાં નજર ફેરવી. લખવાં માટે નોટ મૂકી શકાય તેવાં ફોલ્ડેબલ પાટિયાંવાળી સિંગલ ચેયરની હરોળબંધ ગોઠવેલી બેઠકોમાં બધાં સ્ટુડન્ટ્સ બેઠાં હતાં. હજી સુધી લેકચર લેવાં માટે પ્રોફેસર આવ્યાં ન હોવાથી  ક્લાસરૂમમાં કોલાહલ ચાલુ હતો. બે-ત્રણ હરોળ પાછળ ક્લાસરૂમની વિન્ડો પાસેની હરોળની એક બેઠકમાં બેઠેલી નેહા ઉપર નજર પડતાંજ સિદ્ધાર્થ તેણી તરફ ચાલવાં લાગ્યો.

            બે હરોળ વચ્ચેની જગ્યામાં ચાલતાં-ચાલતાં સિદ્ધાર્થ નેહાની સીટ પાસે આવ્યો. નેહાની બાજુમાં બેઠેલાં રોનકને જોઈ સિદ્ધાર્થ સહેજ ખચકાઈને ઊભો રહ્યો અને નેહા અને રોનક સામે જોઈ રહ્યો.

            “અ....સિદ્ધાર્થ....!” નેહાની જસ્ટ પાછળ બેઠેલી લાવણ્યાએ ઉત્સાહપૂર્વક સિદ્ધાર્થને કહ્યું “અહિયાં જગ્યા છે....!”

            પોતાની બાજુમાં ખાલી સીટ બતાવતાં લાવણ્યા ઉત્સાહપૂર્વક બોલી પડી.

            લાવણ્યાને જોતાંજ સિદ્ધાર્થે પોતાનાં ભવાં સંકોચ્યાં અને નેહાની આગળ ખાલી સીટમાં ફોલ્ડેબલ પાટિયું ઊંચું કરી બેસી ગયો.

            “એ પોપટ......!” ત્યાંજ લાવણ્યાની પાછળની રૉમાં બેઠેલાં કોઈ સ્ટુડન્ટે લાવણ્યાની ખેંચી.

            “હાં....હાં...હાં....!” એક પછી એક આખાય ક્લાસમાં હાસ્યનું મોજું ફરી વળ્યું.

            લાવણ્યા સામે જોઈ નેહા પણ મલકાઈને હસી. પાછું જોયાં વિના સિદ્ધાર્થ મલકાઈ રહ્યો અને માથું ધૂણાવી રહ્યો. લાવણ્યા સમસમીને શૂન્યમનસ્ક જોઈ રહી અને ઊંડા-ઊંડા શ્વાસ ભરી રહી. સિદ્ધાર્થને લીધે આજે પહેલીવાર કલાસરૂમમાં બધાની વચ્ચે તેણીનો "કલર" થઇ ગયો.

***

            "ક્યાં છે તું ...!?" બપોરે લેક્ચર્સ પૂરાં  થયાં પછી કોરિડોરમાં ચાલતાં -ચાલતાં સિદ્ધાર્થ whatsappમાં   નેહાને મેસેજ કરીને પૂછ્યું.

            "લંચ માટે પૂછીજ લઉ ...!" મનમાં બબડતો-બબડતો સિદ્ધાર્થ કોરિડોરમાં જવાં લાગ્યો.

            થોડીવાર પછી પણ નેહા તરફથી કોઈ રિસ્પોન્સ ના આવતાં સિદ્ધાર્થે સામેથી આવી રહેલી કલાસની જ કોઈ છોકરીને આંતરીને ઉભી રાખી.

            "નેહાને જોઈ ...!?" સિદ્ધાર્થે તેણીને પૂછ્યું.

            "હાં ....! થોડીવાર પે'લ્લા ગર્લ્સ રેસ્ટ રૂમમાં કૉલેજની બા 'ર ક્યાંક લંચ માટે જવાનું કે'તી 'તી ....!"

            "ઓકે થેન્ક્સ ....!" ઉતાવળાં સ્વરમાં બોલી સિદ્ધાર્થ કૉલેજ બિલ્ડિંગની બહાર નીકળવા કોરિડોરમાં ઝડપથી ચાલવાં લાગ્યો.

            "નેહા જતી રે'....એ પે'લાં એને પુછવું  પડશે ...!" વિચારતાં -વિચારતાં સિદ્ધાર્થ ઝડપથી જવાં લાગ્યો.

“સિદ્ધાર્થ.....!”    

બિલ્ડીંગની બહાર પહોંચવાં આવેલાં સિદ્ધાર્થને પાછળથી કોઈ છોકરીએ બોલાવ્યો.

"અરે યાર ....આ ક્યાંથી ...!?" લાવણ્યાનાં અવાજને ઓળખી ગયેલાં સિદ્ધાર્થે નિઃસાસો નાંખ્યો અને પાછું જોઈ ઉભો રહ્યો.

 “અમે બધાં લંચ કરવાં શંભુ પર જઈએ છે.....!” લાવણ્યા સિદ્ધાર્થની જોડે આવીને ઉભી રહી.

તેની પાછળ ત્રિશા, રોનક, પ્રેમ, કામ્યા વગેરે પણ આવી રહ્યા હતા.  

“તું આવે છે ને...!?”

“Nope....!” કશો હાવભાવ કે રસ દાખવ્યાં વિના ટૂંકમાં જવાબ આપી સિદ્ધાર્થ ચાલતો થયો.

લાવણ્યા તેનાં attitudeથી છક થઇ ગઈ અને જઈ રહેલાં સિદ્ધાર્થની પીઠને તાકી રહી.

“અરે....!” પ્રેમ અને તેની જોડે બીજા બધા લાવણ્યા જોડે આવીને ઉભા રહ્યા “આ કેમ જતો રહ્યો ...!?”

 પ્રેમે લાવણ્યાને પૂછ્યું “તે એને કીધું અને આપને લંચ માટે શંભુ ઉપર જઈએ છે....!?”

સમસમી ગયેલી લાવણ્યા થોડીવાર ચુપચાપ ઉભી રહી.

“તમે જાઓ ....હું નથી આવતી...!” ઢીલા સ્વરમાં એટલું કહી લાવણ્યા ત્યાંથી ચાલવા લાગી.

પ્રેમ અને બાકી બધા એકબીજાના મોઢાં તાકવા લાગ્યા.

“ખોટો ટાઈમ વેસ્ટ થઈ ગ્યો યાર.....!” બબડતો-બબડતો સિદ્ધાર્થ પાર્કિંગમાં પોતાનાં બાઈકનું ઈગ્નિશન ચાલું કરી ઝડપથી પાર્કિંગથી મેઇન તરફ ચલાવી જવાં લાગ્યો.

લાવણ્યા હવે કોલેજના મેઈન ગેટ તરફ જઈ રહી હતી. તેણે જોયું કે નેહા પણ તેનાંથી થોડી આગળ જ ચાલી રહી હતી. લાવણ્યા કંઇક વિચારતી નેહાની પાછળ ચાલી રહી હતી એટલાંમાંજ સિદ્ધાર્થ પાર્કિંગ તરફથી તેની રોયલ એનફિલ્ડ બાઈક લઈને નેહા લગભગ આગળજ આવીને ઉભો રહ્યો. લાવણ્યા પણ નેહા જોડેજ પહોંચી ગઈ હતી.

ગેટ તરફ જઈ રહેલી નેહાને જોતાંજ સિદ્ધાર્થે પોતાનું બાઈક ધીમું કર્યું અને નેહાની આગળજ ઊભું રાખ્યું.

“નેહા....!” ભારે અવાજ કરતાં એનફિલ્ડનું એક્સિલેટર રેસ આપીને સિદ્ધાર્થ બોલ્યો “લંચ માટે ક્યાં જઈ રહી છે.....!?”

“અ.....! તું ક્યાં જાય છે...!?” નેહાએ સામે પૂછ્યું.

“હું તો અહિયાં નવો છું....! તું કે ત્યાં લઇ જઉ તને....!” સિદ્ધાર્થ બોલ્યો.

લાવણ્યા નેહાની પાછળ ઉભી-ઉભી સાંભળી રહી.

“તને વાંધો તો નથી ને મારી જોડે લંચ ઉપર આવવા માટે?” સિદ્ધાર્થે પૂછ્યું.

“તારા જેવા છોકરાને કોણ ના પાડે....!?” એમ કેહતા નેહા સિદ્ધાર્થનાં એન્ફિલ્ડ પાછળ બેસી ગઈ.

બાઇક ઉપર બેસી નેહાએ સિદ્ધાર્થના ખભા ઉપર હાથ મુક્યા.

નેહાએ ખભાં ઉપર હાથ મૂકતાંજ સિદ્ધાર્થ ખુશ થઈને મલકાઈ ઉઠ્યો.

“અરે લાવણ્યા તું...!?” બાઈક ઉપર બેસતાંજ નેહા બોલી “મેં તો તને જોઈજ નહિ...!?”

“હા એ...!” લાવણ્યા કંઇક બોલવા જતીજ હતી ત્યાંજ સિદ્ધાર્થે બાઈકનું એક્સીલેટર ફેરવ્યું.

            “મને બહુ ભૂખ લાગી છે ....!” પાછળ બેઠેલી નેહા સામે સહેજ મ્હોં ફેરવી સિદ્ધાર્થ ઉત્સાહપૂર્વક બોલ્યો “તું પછી એની જોડે વાત કરી લેજે....! ઓકે...!”

કહેતાજ સિદ્ધાર્થે બાઈક મારી મૂકી. અને સડસડાટ કરતો કોલેજના ગેટની બહાર નીકળી ગયો. લાવણ્યા ગુસ્સામાં તમતમીને બાઈક ઉપર બેઠેલી નેહાની પીઠ તરફ તાકતી રહી. નેહા કે સિદ્ધાર્થ બંનેમાંથી એકપણે પાછળ વળીને જોયું પણ નહિ.

***

            “અમ્મ....જમવાનું સરસ હતુંને.....!”  લૉ-ગાર્ડનની એક રેસ્ટોરન્ટમાં લંચ કરીને બહાર નીકળતાં-નીકળતાં નેહાએ સ્મિત કરીને પૂછ્યું.

            “હાં....સરસ હતું....!” સિદ્ધાર્થ બોલ્યો પછી મનમાં બબડ્યો “મૂવી માટે પૂછું કે નઈ....!?”

            “અમ્મ....મૂવ...!”

            “ચલ...મને ઘેર ઉતારી જા....!” સિદ્ધાર્થ પૂછવા જતો હતો ત્યાંજ નેહા બોલી ઉઠી.

            “કેમ....!? કૉલેજ પાછું નઈ જવું...!?” સિદ્ધાર્થે પૂછ્યું “લંચ પછી લેકચર નઈ ભરવાં...!?”

            “ના....! મૂડ નઈ...!” પોતાનાં હેન્ડબેગમાં સામાન આમતેમ ફેંદતાં-ફેંદતાં નેહા બેધ્યાનપણે બોલી “એમ પણ સ્ટેટનો લેકચર મને બોરિંગજ લાગે છે....!”

            “ઓહ....! સારું....ચલ...!” નિરાશ થયેલો સિદ્ધાર્થ બોલ્યો અને પોતાનાં બાઈક ઉપર બેઠો.

            સિદ્ધાર્થે બાઈક ઉપર બેસી સેલ મારતાં નેહા એક સાઈડે બેઠી.

            “તને ઘોડો કરીને બેસતાં નઈ ફાવતું.....!?” બાઈક રોડ તરફ વળાવતાં-વળાવતાં સિદ્ધાર્થે પૂછ્યું.

            “આપડે હજી એટલાં ક્લોઝ નઈ થયાં....કે હું તારી પાછળ એ રીતે ઘોડો કરીને બેસું....!” નેહા સહેજ રુક્ષ સ્વરમાં બોલી.

            બાઈક ચલાવતાં સિદ્ધાર્થનું મોઢું ઉતરી ગયું.

***

            “તો પછી તારે એનાં ક્લોઝ થવાં કઈંક તો કરવું જોઈએ....!”  વિકટ ફોન ઉપર સિદ્ધાર્થને કહી રહ્યો હતો.

            “હાં પણ શું....!?” સિદ્ધાર્થ કંટાળેલાં સ્વરમાં બોલ્યો.

            ઘરે આવીને સાંજે સિદ્ધાર્થે વિકટને બધી વાત કરી હતી.

            “અરે યાર મેં તને કીધું’તું તો ખરાં....!?” વિકટ પણ સહેજ ચિડાઈને બોલ્યો “કે હું કઈં આ બધી બાબતોમાં એક્સપર્ટ નથી ....! તું જાતે કઈંક ટ્રાય કર ....!"

            "જાતે શું ટ્રાય કરું ....!?" પરેશાન થઈ ગયેલો સિદ્ધાર્થ મનમાં બબડ્યો અને વિચારે ચઢી જઈ માથું દબાવવાં લાગ્યો.

            “તે એને મૂવી માટે કેમ ના પૂછ્યું....!?”  વિકટ બોલ્યો.

            “તે સરખું સાંભળ્યુ નઈ....! એણે શું કીધું...!?” સહેજ ચિડાઈને સિદ્ધાર્થ બોલ્યો “આપડે હજી એટલાં ક્લોઝ નથી.....! એ મારી પાછળ ઘોડો કરીને બેસવામાં કમ્ફર્ટેબલ નઈ....તો પછી અંધારા મલ્ટીપ્લેક્સમાં એ મૂવી જોવાં કઈ રીતે આવે....!?”

            “તો પછી મારું મગજ નઈ ચાલતું હવે....!” વિકટ કંટાળીને બોલ્યો.

            નિરાશ થયેલો સિદ્ધાર્થ માથું ધૂણાવી રહ્યો.

***

            “જગ્યા સારી છે....! હાઇવેની નજીક લોકેશન છે...!”  સિદ્ધાર્થ ફોન ઉપર કરણસિંઘ સાથે વાત કરી રહ્યો હતો “પણ આપડા યુનિટ માટે બવ નાની પડે ….!”

            સુરેશસિંઘે આપેલાં બ્રોકર સાથે વાત કરી સવારે સિદ્ધાર્થ અમદાવાદમાં આવેલાં નારોલ એરિયામાં તેમનાં યુનિટ માટે શેડ જોવાં આવ્યો હતો.

            “સારું...! બીજે ટ્રાય કરી જો....!”  કરણસિંઘ બોલ્યાં “જગ્યા તો મોટીજ જોઈએ ....! અને હાઈવેની નજીક....! ટ્રાન્સપોર્ટ ઈઝી રે’ એટલાં માટે....!”

            “હાં...સારું...!” સિદ્ધાર્થ બોલ્યો “હું બીજે જોઈને કૉલ કરું....!”

            “હમ્મ....ભલે.....! અ....!” સહેજ ખચકાયાં હોય એમ કરણસિંઘ અટક્યાં પછી બોલ્યાં “નેહા સાથે કોઈ વાત થઈ....!?”

            જવાબમાં સિદ્ધાર્થે એક ઊંડો શ્વાસ લઈને છોડયો અને મૌન રહ્યો.

            “આપડે હજી એટલાં પણ ક્લોઝ નઈ થયાં.... કે હું તારી પાછળ એ રીતે ઘોડો કરીને બેસું....બેસું...!”

            નેહાનાં શબ્દો સિદ્ધાર્થનાં કાનમાં પડઘાઈ રહ્યાં.

            થોડીવાર સુધી બંને છેડે મૌન પથરાઈ ગયું.

            “હવે તારીખ નજીક આવતી જાય છે....!” થોડીવાર પછી કરણસિંઘ શાંત સ્વરમાં  બોલ્યાં.

            “બીજાં બ્રોકરનો ફોન આવે છે....!” સિદ્ધાર્થે બહાનું બતાવતાં કહ્યું “હું પછી વાત કરું...!”

            “સારું....!” સિદ્ધાર્થનું બહાનું પામી ગયેલાં કરણસિંઘે છેવટે કૉલ કટ કર્યો.

            સિદ્ધાર્થે જાણે હાશકારો અનુભવ્યો અને સામે ચાલીને બીજાં બ્રોકરને કૉલ કરવા લાગ્યો.

            બીજાં બ્રોકર સાથે વાત કરી સિદ્ધાર્થ બપોર સુધી આસપાસમાં બે-ચાર જગ્યાએ ફર્યો પણ એકેય જગ્યા ફાઇનલ નાં થતાં બપોરે છેવટે કૉલેજ જવાં નીકળી ગયો.

****

“સિદ્ધાર્થ નઈ આયો હજી...!?”  લાવણ્યાએ નેહાને પૂછ્યું.

            લેકચર શરૂ થવાને હજીવાર હોવાથી બધાં ક્લાસરૂમમાં ટોળું વળીને બેઠાં હતાં. લાવણ્યા જોકે બધાંથી અલગ પાછળ બેઠી હતી.

            સવારથી લઈને લંચ બ્રેક સુધી સિદ્ધાર્થ દેખાયો ન હોવાથી લાવણ્યાએ છેવટે કંટાળીને નેહાને પૂછ્યું હતું.

            “મને નઈ ખબર....!” નેહા રૂડલી બોલી “તું જ પૂછીલે ને...!”

            “મારી જોડે એનો નંબર નથી...!” લાવણ્યા ભાવિવહીન સ્વરમાં બોલી.

            “તો પછી એ આવે તો એની જોડે માગી લે જે....!” નેહા ચાળા પાડતી હોય એમ બોલી.

            “જો જે પાછી...! નંબર માંગવાં જતાં ક્યાંક એ તારો પોપટ નાં કરી નાંખે...!”  લાવણ્યાની ખેંચતો હોય એમ રોનક બોલ્યો અને ક્લાસરૂમમાં હાજર જે લોકોએ સાંભળ્યુ એ બધાં હસી પડ્યાં

            "એ હેલ્લો ....! પોપટવાળાં ...!" લાવણ્યા  ઘૂરકીને બોલી  "કોઈની એવી હિમ્મત નઈ ઓકે ...! કે મને નંબર આપવાની ના પાડે ...!"

            "ઓહો ....! જોતો ...! મિસ પોપટ બોલ્યાં ...!" હવે અંકિતાએ લાવણ્યાની ખેંચી.

            બધાં ફરીવાર હસી પડ્યાં. લાવણ્યા સમસમીને પોતાની ઉપર હસી રહેલાં બધાં તરફ જોઈ રહી.

            "ખરી લેવાઈ ગઈ ....!" કલાસરૂમમાં થઈ રહેલી લાવણ્યાની "બેઈજ્જતી" જોઈને નેહાને મજા પડી ગઈ અને લાવણ્યા સામે જોઈ રહીએ તે મૂંછમાં મલકાઈ રહી.

            કોઈને કોઈ વાતે લાવણ્યાની બધાં ખેંચતાં રહ્યાં. લાવણ્યા પણ સામે કડકાઈથી જવાબ આપવાનો પ્રયત્ન કરતી રહી, જોકે તે ફાવી નહીં.

            "પણ આ છોકરો છે ક્યાં ...!?" બધાં લાવણ્યાની મજાક ઉડાવી રહ્યાં હતાં  ત્યાં હસતાં -હસતાં  નેહા સ્વગત બબડી અને પોતાનાં ફોનમાં સિદ્ધાર્થનો નંબર કાઢવાં લાગી "હજી સુધી ના આયો ...!?"

            "આ જો ...! આ તો કઈં  ટાઈમ છે આ'વાનો ...!?" ત્યાંજ અંકિતા ક્લાસરૂમનાં એન્ટ્રન્સ તરફ જોઈને ઊંચાં સ્વરમાં બોલી.

            નેહાએ જોયું તો કલાસરૂમમાં  એન્ટર થઇ સિદ્ધાર્થ તેમની તરફ આવી રહ્યો હતો.

            "ક્યાં હતો...!? સવારનો અત્યારે દેખાયો ...!?" સિદ્ધાર્થ જોડે આવતાં અંકિતા તેને ધમકાવતી હોય એમ બોલી.

            "થોડું કામ હતું ...!" સિદ્ધાર્થ સહેજ નિરસ સ્વરમાં બોલ્યો અને નેહા સામે જોયું.

            નેહા પણ આ વિષે કઈંક પૂછશે એવું માની સિદ્ધાર્થે ઘડીભર તેણી સામે જોયે રાખ્યું.

            "લાગે છે આને કોઈ ઈન્ટરેસ્ટ જ નઈ ...!" નેહાએ કઈં ના પૂછતાં છેવટે જાતે જ મનમાં બબડી સિદ્ધાર્થ ચેયર્સની હરોળ વચ્ચેની જગ્યામાંથી પસાર થઈ નેહાની પાછળ રોનકની જોડે ખાલી ચેયરમાં પાટિયું ઊંચું કરીને બેસવાં લાગ્યો. તેમની પાછળની રૉ માં લાવણ્યા બેઠી હતી, જેની ઉપર સિદ્ધાર્થે અછડતી નજર નાંખી ઇગ્નોર કરી.  

            "તે પાર્ટીનાં પીક્સ જોયાં....!?" સિદ્ધાર્થ ચેયરમાં બેસી ગયો એ પછી પાછળ બેઠેલી લાવણ્યાએ તેને પૂછ્યું "મેં આજે શેયર કર્યા છે ગ્રુપમાં ...!"

            "ના ....! નઈ જોયાં ..!" પાછું વળ્યાં વગર સિદ્ધાર્થે રુક્ષ સ્વરમાં જવાબ આપ્યો અને પોતાનો મોબાઈલ મંતરવાં લાગ્યો.

            સિદ્ધાર્થની જોડે બેઠેલો રોનક માંડ પોતાનું હસવું રોકી રહ્યો હતો.

            “અરે કેમ...!? તું કૉલેજનાં વાઈરલ ગ્રુપમાં નઈ..!?” લાવણ્યા હવે પોતાની સીટમાં સહેજ ઊંચી થઈ અને સિદ્ધાર્થનાં ખભાં આગળ  નજીક  આવીને બોલી “એમાં બધાં બધું જ  શેયર કરે  છે....!”

            સિદ્ધાર્થ મોબાઈલમાં શું કરી રહ્યો છે એ જોવાં લાવણ્યા પોતાની નજર આમતેમ ફેરવી લાવણ્યા સિદ્ધાર્થનાં મોબાઈલની સ્ક્રીન તરફ જોવાં મથી રહી.  

            “ના....હું હું નઈ.....! હું નવો છું ...તો  હું ક્યાંથી કોઈને ઓળખું ...! જે મને ગ્રુપમાં એડ કરે....!?” સિદ્ધાર્થ એવાં જ રુક્ષ સ્વરમાં બોલ્યો અને સહેજ પાછળ નજર કરી તેનાં ખભાં આગળ માથું ધરીને ઉભી રહેલી લાવણ્યા સામે જોયું.

            પોતાનાં મોબાઈલમાં જોવાં મથી રહેલી લાવણ્યાને જોઈ સિદ્ધાર્થ સહેજ ચિડાયો અને આંખો ઈશારા વડે લાવણ્યા સામે પ્રશ્નભરી નજરે જોઈ રહ્યો.

            "અમ્મ...લ...લાય તારો નંબર આપ ....!" સિદ્ધાર્થે જોઈ લેતાં છોભીલી પડેલી લાવણ્યા પાછી પોતાની સીટમાં બેસી ગઈ અને થોથવાતી જીભે બોલી "હું એડ કરી દવ ...!"

            “મારે તારાં કોઈ ફાલતું ગ્રુપમાં એડ નઈ થવું....! મને કોઈ ઇન્ટેરેસ્ટ પણ નઈ....!" સિદ્ધાર્થ વધુ રૂડલી બોલ્યો

            "એ પોપટ ....!" ક્યારનો બધું સાંભળી રહેલો રોનક મોટેથી બોલ્યો અને પાછાં બધાં હસી પડ્યાં.

            સિદ્ધાર્થે આગળ બેઠેલી નેહા તરફ જોયું તો તે પણ અંકિતાના હાથે તાળી આપી હસી રહી હતી. લાવણ્યાની આખાં કલાસરૂમમાં "ખેંચાઈ" જતાં નેહાને મજા આવતી હતી જેનું કારણ સિદ્ધાર્થ સમજતો હતો.  

            થોડીવાર સુધી કલાસમાં બધાં લાવણ્યા ઉપર હસતાં રહ્યાં. લાવણ્યા ઉપર હસતી નેહાને સિદ્ધાર્થ જોઈ રહ્યો અને વિચારી રહ્યો.

****

            "થેન્ક યુ ....!" સિદ્ધાર્થનાં એન્ફિલ્ડ ઉપરથી ઉતરી પોતાનાં ઘરનાં કમ્પાઉન્ડની વૉલ આગળ બનેલી પેવમેન્ટ ઉપર ઊભાં રહેતાં નેહા બોલી "અંદર નઈ આવે ....!?"

"ના ...!" સિદ્ધાર્થ સહેજ નિરસ સ્વરમાં બોલ્યો. 

            "ઓકે ...તો કાલે મલીએ !" નેહા બોલી અને પાછું ફરી ગેટનું પગથિયું ચઢવાં લાગી. 

             "તને મઝા આવે છે ને ...!?" પગથિયું ચઢી ગયેલી નેહાને સિદ્ધાર્થે શાંત સ્વરમાં પૂછ્યું.

પગથિયાં ઉપરજ ઊભાં રહીને નેહાએ સિદ્ધાર્થ સામે પ્રશ્નાર્થભરી નજરે જોયું.

"એની ઈન્સલ્ટ થાય ....! કલાસમાં બધાની વચ્ચે ....!" નેહાની લાઈનમાં થોડાં ઘર છોડીને દેખાતાં લાવણ્યાનાં ઘર સામે જોઈ રહીને સિદ્ધાર્થે પૂછ્યું.

નેહાએ પણ એ તરફ જોયું અને સિદ્ધાર્થનો પ્રશ્ન સમજી ગઈ.

"બધાં એની ઉપર હસે ....! એની ઉડાવે ....!" નેહા સામે જોઈ સિદ્ધાર્થ આગળ બોલ્યો.

એક ઊંડો શ્વાસ ભરી નેહાએ પાછું લાવણ્યાના ઘર તરફ જોયું. પોતાની સામે તે લાવણ્યાનો ચેહરો કલ્પી રહી.

"હાં ....! મઝા આવે છે ...!" નેહા બોલી અને સિદ્ધાર્થ સામે કઠોર નજરે જોયું "એને તકલીફમાં જોવાની ...એની ઈન્સલ્ટ જોવાની ...!"

નેહાની આંખોમાં લોહી ધસી આવતું સિદ્ધાર્થે જોયું.

"I want her suffer ....!" નેહા ભારોભાર નફરથી કઠોર સ્વરમાં બોલી "I want revenge....!"

સિદ્ધાર્થને નેહા ઉપર દયા આવી ગઈ. તે મૌન રહી દયાભરી નજરે તેણી સામે જોઈ રહ્યો.

"મને એમ હતું ....કે તું હવે આગળ વધી ગઈ હોઈશ ...!" સિદ્ધાર્થ ખિન્ન સ્વરમાં બોલ્યો.

"હું નઈ વધુ ....! હું ત્યાં સુધી આગળ નઈ વધુ ....જ્યાં સુધી એને તડપતી ના જોવું ....!" નફરત ભર્યા સ્વરમાં બોલી નેહા પાછી પગથિયું ઉતરી પેવમેન્ટ ઉપર આવી "જેવી રીતે આરવ તડપતો 'તો...એવીજ રીતે ....!"

"તું કરવાં  શું માંગે છે ....!?" સિદ્ધાર્થે શાંતિથી પૂછ્યું.

"બદલો લેવાં માંગુ છું ....!" નેહા એવાંજ શાંત સ્વરમાં બોલી.

"કેવી રીતે ....!?" સિદ્ધાર્થે વ્યંગભર્યા સ્વરમાં પૂછ્યું "તું એની સામે પોલીસ કેસ કરવા માંગે છે ...!? આરવને મેન્ટલી ટોર્ચર કરવાં માટે ...!? તો એમાં પણ આરવની મરજી તો જોઈએજ ...!"

"ના ...! એવું બધું easy નઈ ...!" નેહા સપાટ સ્વરમાં બોલી "that would be too easy for her....! હું એને તડપાવા માંગુ છું ...! ત્યાં સુધી મને ચેન નઈ પડે...!"

“તો ત્યાં સુધી તું મેરેજ નઈ કરે...!? એમ....!?” સિદ્ધાર્થે ટોંન્ટ માર્યો.

“હાં....! નઈ કરું....!” નેહા કઠોર સ્વરમાં બોલી “એટ્લેજ મેં મેરેજ માટે ના પાડી ‘તી....! કેમકે મેરેજ થઈ જાત...તો મારે બરોડાં આઈ જવું પડે....! અને હું રિવેંન્જ ના લઈ શકું....!”

“એવો તો કેવો રિવેન્જ લેવો છે તારે....!?” પરેશાન થઈ ગયેલાં સિદ્ધાર્થે ફરીવાર પૂછ્યું.

“દર સેકન્ડે...એ તડપે....! જેમ આરવ એક એક સેકન્ડ એની પાછળ તડપતો ‘તો એ રીતે....! એ એટલી તડપે...! કે જાણે પોતાનું બધુંજ ખોઈ બેઠી હોય...!” આંખોમાં ગુસ્સા સાથે નેહા દાંત ભીંચી બોલી રહી હતી “અને દર સેકન્ડે બસ એને એનું જીવન વ્યર્થ લાગે....! પોતે કેટલી રદ્દી છે....એ વાતનો એને એહસાસ થયાં કરે....!”  

“આ બધું તું કઈ રીતે કરીશ....!?”

“"મને નથી ખબર ....! તું કઈંક હેલ્પ કર ....!" નેહા બોલી.

"સોરી નેહા ....! મને આવી બધી ગેમ્સ રમતાં નઈ આવડતી ...!" સિદ્ધાર્થ થાક્યો હોય એમ બોલ્યો અને પોતાનાં બાઈકનું ઇગ્નીશન ઓન કરવાં સેલ ઉપર અંગુઠો મુક્યો અને શાંત સ્વરમાં બોલ્યો “મેરેજની ડેટ નજીક આઈ રહી છે ....! ઘરમાં બધાં પૂછે છે ....! કે તું  માની કે નઈ....!? તો તારે જે કરવું હોય એ કર.... પણ તારી આ રિવેંન્જ ગેમ જલ્દી પૂરી કર....!”   

            "તો તું હેલ્પ નઈ કરે...!?” નેહાએ ફરીવાર પૂછ્યું.

“મેં કીધુંને....! મને આરપારની લડાઇઓ ગમે....! બાકી આ બધામાં મને કોઈ ઇન્ટરેસ્ટ નઈ.....!” સિદ્ધાર્થ સપાટ સ્વરમાં બોલ્યો ““આરવ બધુ ભૂલીને આગળ વધી ગ્યો....! તું પણ આગળ વધ....!”

“મારે હેલ્પ જોઈએ છે....! સલાહ નઈ....!” નેહા ચિડાઈને બોલી.

“આ સલાહ નથી નેહા....!” શાંત સ્વરમાં બોલી સિદ્ધાર્થે એન્ફિલ્ડનો સેલ માર્યો અને એકસીલેટરને રેસ આપી.

“વ્રૂમ...વ્રૂમ....!”

“સજેશન છે.....!” સિદ્ધાર્થે પોતાનું અધૂરું વાક્ય પૂરું કર્યું અને બાઇક ઘુમાવીને પાછું સોસાયટીના ગેટ તરફ મારી મૂક્યું.

“ગમે તે થાય....! પણ બદલો તો હું લઇશજ...!” સોસાયટીના ગેટની બહાર નીકળતાં સિદ્ધાર્થને જોતાં-જોતાં નેહા બબડી.

****

****

“S I D D H A R T H”

Jignesh

instagram@sid_jignesh19