સક્રિય અને આરોગ્યપ્રદ વૃધ્ધાવસ્થા વિશે:
વૃદ્ધત્વ ની વિભાવના માનવીની છે.માનવી કૌટુંબિક અને સામાજિક પ્રાણી હોવાથી સામાન્ય રીતે લાંબું આયુષ્ય ભોગવે છે.
જેમ સૂર્યાસ્ત પછી પૃથ્વી પર અંધકાર છવાઈ જાય છે, તેમ વૃદ્ધાવસ્થા એટલે
જીવનસંધ્યા પછી જીવન માં ફેલાતો અંધકાર એમ કહી શકાય. વૃદ્ધાવસ્થા એટલે જીવન નો અંતિમ તબક્કો. મૃત્યુ એ જીવન નું અંતિમ સત્ય છે.જેનો જન્મ તેનું મૃત્યુ.
जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च।तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि।।2.27।।
जिसने जन्म लिया है उसका मरण ध्रुव निश्चित है और जो मर गया है उसका जन्म ध्रुव निश्चित है इसलिये यह जन्ममरणरूप भाव अपरिहार्य है अर्थात् किसी प्रकार भी इसका प्रतिकार नहीं किया जा सकता इस अपरिहार्य विषयके निमित्त शोक करना उचित नहीं।
ભગવતગીતા ના આ શ્ર્લોક માં શ્રીકૃષ્ણ કહે છે કે तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः |
यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम || ६ ||
અર્થાત वह मेरा परम धाम न तो सूर्य या चन्द्र के द्वारा प्रकाशित होता है और न अग्नि या बिजली से । जो लोग वहाँ पहुँच जाते हैं, वे इस भौतिक जगत् में फिर से लौट कर नहीं आते ।
જ્યાં સૂર્ય નો પ્રકાશ નથી જ્યાં ચંદ્ર નો પ્રકાશ નથી ,જ્યાં અગ્નિ નથી, જ્યાં ગયા પછી કોઈ પાછું વળીને આવતું નથી તે જ મારું (પરમાત્મા નું) પરમધામ છે.
યત્ આદિત્યગતમ્ તેજઃ।
જગત ભાસયતે અખિલમ્યત્। ચન્દ્રમસિ યતં ચ અગ્નૌ।
તત તેજઃ મામકમ્ !
શ્રી કૃષ્ણ કહે અર્જુન ને કહે છે જે સૂર્યનું તેજ પૂરા વિશ્વને પ્રકાશિત કરે છે, તે તેજ ચંદ્રમાં સ્થિત છે, જે તેજ અગ્નિમાં છે ,એને તું મારું જ તેજ જાણ !
જ્યારે આ તેજ ઝાંખું પડતું જાય છે ત્યારે આ સ્થિતી એટલે વૃદ્ધાવસ્થા જેને વૃદ્ધત્વ. બુઢાપો કે ઘડપણ કહેવામાં આવે છે.આ બધા જ શબ્દોનો અર્થ એક જ છે, આ અવસ્થા વિશાળ ગગનમાં ભૂંસાતા મેઘધનુષ્યને સ્પર્શ કરવાની ઋતુ છે.
વૃદ્ધાવસ્થા માં માનવી એકલતા થી પીડાય છે.જીવનસાથીનું નિધન થતાં તે સાવ જ એકાંકી રહી જાય છે.એકલતા કોરી ખાય છે. વૃદ્ધાવસ્થા માં માનવી ને મોત નો ભય (Fear of death)નહિ પણ જીવનનો, અસ્તિત્વ નો ભય(Fear of existence )લાગે છે.સમય ના ધસમસતા પ્રવાહને રોકી શકાતો નથી. આપણે પ્રકૃતિના નિયમો ને બદલી શકતા નથી. ગુણવત્તા સભર જીવન (Quality life) જીવવાનો લ્હાવો તો નશીબદાર ને જ સાંપડે છે. Live life king-size.Enjoy life fully .
વર્ષ ૨૦૧૯ માં ભારતમાં સરેરાશ આયુષ્ય મર્યાદા ૬૯.૬૬ વર્ષ હતી.આ ઉપરાંત વધારાના જેટલા વર્ષ જીવીએ તે કુદરત ની બક્ષીસ માનવી.હવે તો ઘરડા થઈ ગયા માની ને જે નિરાશાવાદી,નિવૃત, નિષ્પ્રવૃત્વ થઇ જાય છે તેવી વ્યક્તિ ને શારિરીક વૃદ્ધત્વ ઝડપ થી આવી જાય છે. ઘડપણ એ શારિરીક અવસ્થા છે; જ્યારે વૃદ્ધત્વ એ એક અલૌકિક અવસ્થા છે.
Age is just a number.
દરેક ની શારિરીક,માનસિક અને બૌદ્ધિક ઉંમર જુદી જુદી હોય છે.
યુવાવસ્થા અને પ્રૌઢાવસ્થામાં આગામી ભવિષ્ય ને ધ્યાનમાં રાખીને આર્થિક ઉપાર્જન અને આયોજન કર્યું હોય તેઓને વૃધ્ધાવસ્થા માં ગરીબી કે લાચારી વેઠવી પડતી નથી.પાછલી ઉંમર માં વેઠવી પડતી ગરીબાઈ એ માનવી માટે એક મોટો અભિશાપ છે.
વધતી જતી ઉંમર ની સાથે શારીરિક અને માનસિક તકલીફો થવાની સંભાવના રહે છે.પરંતુ તેથી હતાશ ના છીએ. વૃધ્ધત્વ ને વધાવીએ અને પ્રભાવશાળી અને આરોગ્યમય રીતે વૃધ્ધાવસ્થા પસાર કરીએ.
Important Tips for healthy and active aging:
(૧) વધતી જતી ઉંમર ની સૌથી પહેલી અસર આંખની દષ્ટિ પર થાય છે.દાખલા તરીકે આંખો માં મોતીયો આવવો; ઝામર થવું. ડાયાબિટીસ ના દર્દી ને Retinopathy એટલે કે આંખ ના પડદા ને નુકસાન થવું જેવી તકલીફો થાય છે.આંખના નિષ્ણાત તબીબ (Ophthalmologist) પાસે નિયમિત આંખ ની તપાસ કરાવવી.
(૨) જે વ્યક્તિઓ ખુબજ માનસિક તાણ(Mental stress) અનુભવતા હોય અને સતત દુઃખી રહેતા હોય; તેઓ ને વૃદ્ધત્વ જલ્દી આવે છે.
માનસિક તાણ થી દુર રહીએ. સદાયે આનંદિત રહીએ.જરુર જણાય તો મનોરોગચિકીત્સક પાસે સારવાર કરાવીએ.
(૩) જે વ્યક્તિઓ પરિવાર જનો, સ્નેહીજનો, મિત્રો થી અને સામાજિક પ્રવૃત્તિઓ થી દુર રહે છે; તેઓ ને વૃદ્ધત્વ જલ્દી આવે છે. પરિવારજનો, સગાં સંબંધીઓ,મિત્રોના સંપર્કમાં કે સહવાસમાં રહીએ. નાના બાળકો સાથે નાના થઈ રમતો રમીએ.
(૪) વૃદ્ધત્વ માં ભુલી જવાની સમસ્યા અલ્ઝાઈમર (Alzheimer's disease or old age dementia/ vascular dementia) થાય છે.
ન્યુરોફિઝીશિયન પાસે તબીબી સારવાર લઈએ.
(૫) વૃદ્ધાવસ્થામાં ઉંઘ ઓછી થવી અથવા ઉંઘ ના આવવાની સમસ્યા થાય છે. ઉંઘ ના આવતી હોય તો તબીબી સારવાર ની જરૂર પડે છે.Sleep deprivation, also known as sleep insufficiency or sleeplessness, is the condition of not having adequate duration and/or quality of sleep to support decent alertness, performance and health
(૬) વૃદ્ધાવસ્થા માં વ્યક્તિ હતાશા (Depression) અનુભવે છે, તેનાથી બચવા સિનીયર સિટીઝન ફોરમ માં સામેલ થવું , સૌ વૃદ્ધજનો એ સાથે રહી વિવિધ પ્રવૃતિઓ કરવી જેવી કે સામાજિક પ્રવૃત્તિઓ કરવી, જન્મ દિવસ ની ઉજવણી કરવી, ગીત સંગીત ના કાર્યક્રમ તેમજ સભા વિગેરે આયોજિત કરવા, વીર શહીદોની સ્મૃતિમાં શ્રધ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમ આયોજિત કરવા,ધાર્મિક અને રાષ્ટ્રીય પર્વો ની ઉજવણી કરવી વિગેરે.
(૭) આધ્યાત્મિક જીવનશૈલી (spirituality) અપનાવીએ.સૌની સાથે સદવ્યવહાર આચરીએ.
(૮) વર્ષ માં એક વાર લોહી ની તપાસ માં શર્કરા-સુગર અને કોલીસ્ટીરોલ (blood sugar and cholesterol) ની ચકાસણી તેમજ દર મહિને એકવાર બ્લડ પ્રેશર (blood pressure) ચેક કરાવીએ.
(૯) પચાસ વર્ષની ઉંમર થી જ આવનાર વૃદ્ધાવસ્થા માટેનું આગોતરું સામાજિક અને આર્થિક આયોજન કરીએ.
(૧૦) નિયમિત કસરત ( exercise) કરીએ; દરરોજ નિયમિત ચાલવાનું ( Walking) રાખીએ. પૌષ્ટિક અને સમતોલ આહાર લઈએ.
(૧૧) પુત્ર અને પરિવાર ના સભ્યો દ્રારા વૃદ્ધજન નું ઘરડાઘરમાં જવું એ સામાજિક કલંક ગણાય છે.પરંતુ ૭૦/૭૫ વર્ષ થી વધુ વયના એકાંકી વૃદ્ધો એ ઘરડાઘર માં જવું પડે તો જવું. (Shifting to Old age home). અમેરિકા જેવા વિકસીત પશ્ચિમી દેશોમાં Day care center હોય છે. જ્યાં વૃદ્ધો ની સારસંભાળ લેવા માં આવે છે.સવારે નાસ્તો અને બપોરના સમયે ભોજન આપવામાં આવે છે.
(૧૨) સદાયે આનંદમાં રહીને.મનગમતી પ્રવૃત્તિઓ જેવી કે ગીત સંગીત,લેખન, વાંચન, મુસાફરી (travelling) કરવી. દેશ વિદેશનો પ્રવાસ કરવો.
Be happy and stay healthy.
Age gracefully.
લેખક: ડો. ભૈરવસિંહ રાઓલ