માનવતાની મહેક Shreya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માનવતાની મહેક



'માનવતાની મહેક'

આ મારી પ્રથમ કાલ્પનિક વાર્તા છે.

એક વાર જરૂર વાંચજો.
આશા છે તમને આ વાચવી ગમશે.
તેમાં કેટલીક ભૂલો પણ થઈ શકે છે તો તમારા જે કોઈ વિચાર કે અભિપ્રાય હોય તે જણાવી શકો છો. તમને વાર્તા રસસ્પદ ના પણ લાગી હોય તો તેમાં શું ખૂટતું હોય શું ખામી છે તેનો જરૂર feedback aapjo. મારા મનમાં જે વિચાર આવ્યા તેને અહી રજૂ કર્યા છે. અંતે તમારો પ્રતિભાવ આપવા વિનંતી.



એક તાલસા નામનો ટાપુ હતો. તે દરિયાઇ કાંઠા વિસ્તારમાં માણસોને પોતાનું જીવન ગુજારી શકે તે માટે રેહવા ને ખાવા પૂરતું તેમને મળી રેહતું.

દૂરના કાઠે જંગલોનો વિસ્તાર અને આસપાસ પક્ષીઓ અને દરિયાઇ જીવો રેહતા.ત્યાંનું વાતાવરણ એકદમ શુદ્ધ ને શાંત, સ્વચ્છ અને પારદર્શક વેહતું પાણી, ભીની માટીની સુગંધ, જ્યારે સૂર્યોદય થાય તો પ્રકાશીત કિરણો જ્યારે વેહતા પાણીમાં સોનેરી ચમક ભેળવે , આસપાસ આકાશમાં મંડરાતા ને એક એક ઝાડની ડાળીએ પક્ષીઓ નો કલરવ અને દરિયાઇ લહેરનો ખળખળ આવાજ થોડે દુરના વિસ્તારે ઝાડવાથી ગેરાયેલ લીલોતરી, વાદળ થી ધેરાયેલા પર્વતોની હારમાળાની વચ્ચે રંગબેરંગી ફૂલોથી મહેકતું એક નાનું ગામ નીર્કા નામનું હતું. ત્યાં ઝૂંપડીમાં એક કુટુંબ જેમાં એક નાનો એલિઝ નામનો છોકરો લાકડીઓ ભેગી કરી રહ્યો હતો. તે તેના ભાઈબંધ સાથે મળીને લાકડીઓ લેવા જંગલમાં જતો. ત્યાં તેણે ગણી વાર ત્યાં રેહતા આદિવાસીઓ ને જોયા, તેને તે ખૂબ જ વિચિત્ર અને અલગ પડતા હોય તેવા લાગતા પરંતુ તે દરેક માણસ જે તેની સાથે હોય તેને પૂછતો કે આ કેમ આપણા બધાથી આલગ છે? અને તેના શરીર પર શેના નિશાન છે? તેને કેહવામાં આવતું કે તું આ લોકોથી દૂર રેહજે એ તારો શિકાર કરી તને ખાઈ શકે છે. તે છોકરો દરી ગયો ને પોતાના રસ્તે લાકડીઓ લઇ ચાલતો થયો. પછી સાંજ થઈ દરિયા કિનારે બેઠો બેઠો તે દરિયાના મોજા ને જોતા જોતા વિચારી રહ્યો કે હું રાત પડીએ ત્યાં જંગલમાં જોવા તો જાવ કે એ લોકો કેવી રીતે રેહતા હશે? શું કરતા હશે? તેઓ સાચેમાં માણસોનો શિકાર કરતા હશે ? શું હશે એમનામાં કે એ લોકો કપડાં પણ ન પેહરી ને શરીર પર પાંદડાં વીતતા હશે? તેને તેના પરિવાર માં બધાને જ પૂછી લીધું પણ બધાએ એજ વાત કરી કે એ લોકો આપડી જેવા નથી અલગ અને વિચિત્ર હોય છે તેઓ કોઈને પણ પશુ પક્ષી કે માણસો ને પોતાનું ભોજન બનાવે છે! . આ સાંભળીને જ તેને થતું કે આવા ભયાનક વિસ્તારમાં તો એકલા ના જ જઈ શકાય, તો કોઈ ને સાથે લઈને જાવ તો મને હિમ્મત તો મળીજ રેહશે ... તેની નજીક ના જઈને દૂર રહીને જોઈએ તો શું થશે ?? એલિસ ને તેમના વિશે વધુ જાણકારી મેળવી હતી તેમની રેહની કરણી ભાષા ખોરાક વગેરે જાણવા માંગતા હતો.

આ વિચારતા વિચારતા રાત પડી ગઈ ને તેને ક્યારે આંખ બંધ થઈ ગઈ ખબરના પડી. સવારે સુર્યોદય થાય ત્યારે તેની આંખ ખુલી અને તેના પરિવારમાં લગભગ બધા જ વ્યક્તિઓનો કામે લાગ્યા હતા. તેના પિતાએ તેને કહ્યું કે આજે આપડે બીજે કિનારે જવાનું છે તો તે માટેની તૈયારી શરૂ થઈ ગઈ હતી , ત્યાં બીજા ટાપુ એ કિનારે આવેલા ગામમાં દરિયાઇ ખોરાક(કરચલા,માછલાં),બીજી બધી વસ્તુઓ જેવી કે મોતી , છીપલા, લાકડાઓ, જુદીજુદી જાતની વનસ્પતિઓ વગેરે પણ તેઓ બીજા ટાપુ પર મોકલાવતા અને વેચાણ કરતા. ત્યાં જવા માટેના વહાણ પર તેઓ સામાન ગોઠવી રહ્યા હતા. એલિસ તેમાં મદદ કરી રહ્યો હતો. એક વહાણ માં દસ લોકો ને લઇ જવાના હતા. વહાણ તૈયાર કરી બધી વસ્તુઓ ગોઠવાઈ ગયા બાદ તેના પિતાએ અને પરિવારજનો એ જરૂરી સૂચન આપવાનું શરૂ કર્યું. પિતા એ કહ્યું કે આપડો જે સફર છે બીજા ટાપુ પર જવાનો એ બહુ દૂર છે.અને આપડી પાસે માલ સામાન પણ આ વખતે ગણો છે, અને આપડે દસ લોકોમાંથી ત્રણ જણ વહાણને કંઇક થાય કે ખરાબ થાય તો તે માટેની પેહલેથી જ સગવડ રાખશે ને ભીજા સામાન નું ધ્યાન રાખે તે કામ એલિસ નું હતું. કામ બધાને વેચી દીધા બાદ સૂચન આપ્યા બાદ વહાણને આગળની દિશામાં ગતિ આપી. વહાણચાલક એલીઝના પિતા હતા. તેમને ઘણું એવું દરિયાઇ સફર કર્યું હતું. થોડી સાંજ પડી ત્યાજ પિતા તેમના ભાઈ અને બીજા લોકો મળીને એક નકશો જોઈ રહ્યા હતા. તે નકશામાં દર્શાવ્યા મુજબ એમને દરિયાનું સફર કરવાનું હતું. તે નકશાને તેના પિતા એ પોતાની પાસે રાખ્યો હતો અને વહાણ તેની દિશા પ્રમાણે આગળ વધી રહ્યું હતું. અને મોજા પણ શાંત હતા.

તેમને તળસા ટાપુ થી નીકળીને લગભગ બે ત્રણ દિવસ થયા હતા. આમતો હજી બે દિવસ ચાલે એટલું તેમની પાસે ભોજન હતું.

એક દિવસ વીત્યો તેમની સાથે આવેલા એક માણસે સવાર પડતાંની સાથે વહાણમાંથી એક વિચિત્ર ગુલાબી રંગ નું , આઠ પગ વાળું ,મોહ માંથી કઈક કાળા રંગ નું બહાર કાઢતું હતું, તેના શરીર પર ગોળ ભીંગડા હતા. તે વહાણની નજીક હોવાથી તે આ બધું જોઈ જ રહ્યો હતો કે ત્યાંજ એલિઝના પિતા એ એ જીવ ને જોઇને મોટી જાળી લઇ ને તેને તેમાં ભેરવી લીધું. પેલા માણસે તેમને પૂછ્યું કે આવું શા માટે કર્યું?! ha, હોય શકે આપડે દરિયાના જીવને જ આપડો ખોરાક માનીએ છીએ પરંતુ આ તો કઈક અલગ જ હતું! એલિસ ના પિતાને કહ્યું કે આ કઈક અલગ જ જીવ છે જો આપડે તેને પકડીને વેચીએ તો આપને વધારે પૈસા મળશે. પેલા માણસને પણ તેમનો વિચાર ગમ્યો. તે પણ ખુશ થઇ ગયો. વહાણમાં બેઠેલા લોકો બધાને આ વાત ખબર પડી તેઓ પણ ખુશ થયા. પણ એલિસને થયું કે આમતો આપડી પાસે વેચવાનો તો સામાન છે જ. થોડા ઘણા પૈસા ના મળે તો શું થઈ જવનું છે!? જો હું ને મારા ભાઈઓ મળીને આંનું ભોજન માણીએ તો! કેટલો જ આંનદ થશે આનો સ્વાદ તો એક વાર ચાખવો જ છે.. એલીઝ ને મનમાં ખાવાની ઉત્સુકતા જાગતા તેને તેના ભાઈઓને આ વાત જણાવી. તેઓ પણ એની સાથે સહમત થયા અને બધાએ નક્કી કર્યું કે આપડે આપડા પિતાને જણાવીશું નહિ અને એમ કહીશું કે જાળી થોડી ઢીલી પડી ગઈ હોવાથી તે છૂટી ગયો.
રાત પડે ત્યારે બધા સૂઈ ગયા હતા એલીસ અને તેના ભાઈઓ જાગતા જ હતા. જે વહાણમાં લોકો પેહૃદરી કરી રહ્યા હતા તેમને કહી દીધું કે અમે સાચવી લેશું તમે સૂઈ જાવ રાત પડીએ તેમને થયું સારું આપડે શું વાંધો છે. સારું તો તમે ધ્યાન રાખો એમ કહી તે સુવા માટે જતો રહ્યો. એલિસ એ ઓક્ટોપસ ને જાલ માંથી છોડ્યો અને કોઈને ખબર ન પડે એમ જ્યાં લાકડા રાખ્યા હતા ત્યાં લઈ ગયો. જેવો તે સગડી પર મૂકવા ગયો તે ઓક્ટોપસ તેના શરીર પર રહેલી ચિકશને કારણે હાથ માંથી સરકી ગયો અને તેને પકડવા માટે એલીસ આમ તેમ દોડી રહ્યો તે કોઈના હાથમાં નઈ આવ્યો તેને પકડતાં જ તે હાથમાંથી સરકી જતો હતો આમને આમ તે ઓક્ટોપસ તેના પિતા પાસે જ્યાં નકશો રાખ્યો હતો ત્યાં આવી ચડયો અને તેના પિતા ઉંઘ માંથી ઉઠે તે પેલાજ તે ઓક્ટોપસ એ નકશાની ઉપર ચડી ખરાબ કરી નાખ્યો અને એ વાચવા લાયક પણ ન રહ્યો તેના પર ભીનાશ ના લીધે કાઇજ વંચાઈ એમ નાઈ હતું ...હવે ઓક્ટોપસ તો આગળ વધી ને વહાણની બહાર નીકળી ગયો. હવે એલીસ અને તેના પિતા બને મુશ્કેલીમાં મુકાઇ ગયા કે હવે તો ઓક્ટોપસ પણ ગયું અને નકશો પણ જતો રહ્યો !! હવે શું કરીશું ?? કેમ કરી ને પેલે પાર પોહચિશું ?
તેમને કઈ જ સુજતું ન હતું... તેમાં જ સવાર પણ થઈ ગઈ અને બધા ને તેમને આ વાત કરી બધાં જ વિચારતા થઈ ગયા કે હવે શું કરીશું?
એક માણસે કહ્યું કે આપડે આસપાસ નું કોઈક નજીકનું ટાપુ હોય ત્યાં જઈએ ને ત્યથી આપડે આપડા ટાપુ નો રસ્તો જાણી લેશું. બધાને એ વિચારને અમલમાં લાવી આગળ વધ્યા .
નજીક એક નાનો ટાપુ નહની આવ્યો હતો ત્યાં sudhi કિનારે પોહચી તેઓ બધા માણસોને શોધી રહ્યા..
કેટલીક વાર સુધી જંગલમાં ભટક્યા બાદ તેઓ થાક્યા અને તેઓ એક ઝાડ નીચે આરામ કરવા બેઠા. અને જે ભોજન સાથે હતું તે કરવા લગ્યયા. ત્યાંજ દૂરથી સિંહની ગર્જના સંભળાય.. બધાજ સચેત થયા પરંતુ તેઓ ભયભીત થઇ ગયા ત્યાં અચાનક જ સિંહે તરાપ મારી ત્યાંજ એક આણીદર હથિયાર તેને વાગ્યું...
સિંહ બેભાન હાલતમાં પડી રહ્યો...તે હથિયાર થી ખબર પડી કે આ તો કોઈ આદિવાસી એ શિકાર કર્યો લાગે છે... ત્યાં બધાની નજર ઝાડીની પાછળ છૂપાયેલા આદિવાસી પર પડી.. તેના શરીર પર સફેદ રંગ ના પટા પડેલા, પાંદડીઓ વિતાડેલ, કોઈક પ્રાણીના ચિન્હો પણ તેના શરીર પર હતા. તેના હાથમાં છરા જેવું પણ રાખ્યું હતું તે જોઇને એલીસ ના પિતાએ ભાગી જવાનો ઈસારો કર્યો ... પેલા આદિવાસી એ હાથમાંથી છરો છોડી દીધું અને ' હુલા hula' બોલીને કાઇક કરતબ કરવા લાગ્યો...
તેના ચેહરા પર ખુશી સાફ દેખાતી હતી..એલીસ અને તેના પિતા અને બીજા બધા પણ તેને છૂપી રીતે આમ જોઈ રહ્યા ..
થોડા સમય પછી એ આદિવાસી સિંહને પકડીને લઇ જતો હતો પરંતુ તેને તેને પાછળ છૂપાયેલા માણસોને જોયા ... તે આદિવાસી એ છરા થી બે ભાગ પડ્યા અને અડધો ભાગ તે પોતાના માટે લઇ ગયો.. આ જોઈ બધા ખુશ થઈ ગયા આદિવાસીના ગયા પછી
તેઓને પણ ભૂખ લાગી હોવાથી ભોજન કરી લીધું. તેઓ વિચારી રહ્યા કે અહીંથી જલ્દી નીકળીને આપડે બીજા કોઈ ટાપુ પોહચિયે ત્યાંજ દૂરથી કઈક અવાજ આવ્યો ત્યાં જઈને જોયું તો તે આવાજ પેલા આદિવાસીઓનો j hto te કોઇ ઝાડીઓ ની વચ્ચે ફસાઈ ગયો હતો... તેની કેટલીક બૂમ મારી પણ કોઈક આવ્યું નહિ તેની મદદ માટે ...આદિવાસી બૂમ પાડીને થકી ગયો અને રાહ જોવાનું માંડી વાળ્યું અને ત્યાંજ પડી રહ્યો.. આખરે એલીઝે તેની નજીક જઈ તેને જાળીમાંથી મુક્ત કર્યો. તે થાક્યો હોવાથી આદિવાસી કઈ કરશે નઈ આમ વિચારી ને એલિસને બધાએ એની મદદે જવા દીધો હતો....
અંતે એલીસ અને તેના પિતા બધા સાથે નીકળી ગયા તેઓ વહાણ માં બેઠા ને આગળ વધ્યા ત્યાં એલીઝની નજર પાછળ ગઈ અને જોયું તો તે આદિવાસી હતો.. તે પણ તેમની સાથે સાથે આવ્યો... પેલા તો તેને જોતા જ બધા ગભરાય ગયા પછી તેમને જોયું કે તેની પાસે કોઈ સસ્ત્રા કે કસુ નથી તે આદિવાસી ખુશ થતો થતો 'હુલાં હૂલા...' કઈક બબડી રહ્યો ... એલિસ ને આ જોઈને મજા આવતી હતી. આદિવાસી e ટાપુ પર એકલો ક હતો તેને માણસોને જોઈને ખુશ થઈ ગયો.. એલિસ એ તેને ખાવા માટે આપ્યું તેને તે લીધું અને ખવા લાગ્યો. ખાધા પછી થોડી વાર રહી તે આમતેમ નજર કરીને જોવા લાગ્યો અને તે એક દિશા તરફ હાથ કરી કઈક બબડવા લાગ્યો. એલીઝે સમજ્યું કે આ કાઇક બતાવવા માંગે છે તો તેને તે દિશા તરફ લઇ જવા કહ્યું.. એલિઝે વિચાર્યું કે આપડે આદિવાસીને નુકશાન નથી પોહચડ્યું તો એ આપડને પણ કઈ નહિ કરે. એમ વિચારી તેણે વહાણને તેના બતાવ્યા મુજબ જવા દીધી. આમ કરી તેઓ એક ટાપુ પાસે પોચ્યા જ્યાં તેમને જવાનું હતું..


પરથી જાણ્યું કે આપણે લોકોની બાહ્ય સુંદરતા પરથી જ માણસની ઓળખ કે તારણ કરતા હોઈએ છીએ કે આ વ્યક્તિ આવો જ હશે! તેના અંદરના મનને નથી ઓળખી શકતા. આપડે તેને જાણ્યા વગર જ તેમનું વ્યક્તિત્વ વિચારી લઈએ છીએ.
અથવા તો કોઈ વ્યક્તિને કઈક એવી બીમારી થાયછે જેમકે ઉદાહરરૂપે (લપ્રોસી) Laprosy આ એક એવો ચેપી રોગ જેમાં ચામડી પર ઘા હોય તે ને જોવાનું મન ન થાય એટલું ખરાબ હોય તો આવા માણસો ને પણ અલગ કરવામાં આવે કે કુટુંબમાંથી તેને બાકાત કરી દે તે લોકોની પરિસ્થિતિ કોઈ સમજી નથી શકતું (બીજા બધા રોગ કે બીમારી પણ હોઈ છે …) તેમને પણ સહારાની જરૂર છે.
તેથી માણસ તેના શરીરથી નહિ પણ તેના વ્યક્તિત્વથી તેના મનને જાણો અને ઓળખો.

આ વાર્તા પરથી તમેં શું જાણ્યું એ તમે જણાવી શકો છો. Story વાચવા બદલ તમારો આભાર.