ભાભીમા Nayana Bambhaniya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

ભાભીમા

#ભાભીમા
આમ તો ઉપરનું શીર્ષક વાંચીને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે મારે કોના વિશે વાત કરવાની છે. જી હા! તમે બરાબર વાંચ્યું છે મારે પરિવારીક પાત્ર ભાભી વિશે થોડુંક કહેવું છે. આમ ભાભી વિશે બઉ ઓછું લખાતું હોઈ છે પણ હું બીજા લેખકો કરતા થોડી અલગ છું. હા! મને આ ટોપિક પર થોડું નહીં વધારે લખવું ગમશે. સોરી આ કોઈ ટોપિક નથી આ તો લાગણીઓનો દસ્તાવેજ છે.
આમ તો મારી અને ભાભીની પહેલી મુલાકાત એમની સગાઈનાં દિવસે જ થયેલી જોકે મુલાકાત તો કદાચ ન કહેવાય પરંતુ અમને બેઇને એકબીજાનાં દર્શન તે દિવસે જ થયા હતા. પ્રથમ વખતમાં જ હજારો માણસોનાં ટોળામાં ભાભીનું માત્ર મારી સામે કરેલું સ્માઈલ મારા માટે માત્ર એક ક્ષણનું સ્માઈલ નતું પરંતુ ભાભીએ તેના દિલમાં મને રહેવા માટે આપેલું આમંત્રણ હતું. પછી તો એક બીજાનાં વિચારોની આપ-લે થઈ રહી હતી. એ દરેક વાતો પરથી મને એટલો તો ખ્યાલ આવી જ રહ્યો હતો કે મારા ભાભી બીજા defical ભાભીઓ કરતા થોડા અલગ છે.!
દીકરીનાં માતા-પિતા દીકરી માટે જ્યારે છોકરો પસંદ કરે છે ત્યારે છોકરાનો પરિવાર જેમ બને તેમ નાનો હોવો જોઈએ તેને વધુ મહત્વ આપતા થયા છે.
નાના પરિવારમાં જ દીકરી આપવી જોઈએ એવી માનસિકતા ધરાવતા માતા પિતા પોતાની દીકરીને પરિવારનો સાચો અર્થ સમજાવી શકશે? જેઠ-દિયર કે નણંદ જેવા અન્ય પાત્રોમાં છુપાયેલો પ્રેમ,હેત કે લાગણીનો અહેસાસ તેની દીકરીને કરાવી શકશે? આજ ટોપિક પર જો હું ભાભીની વાત કરું તો કદાચ વાચકોને આશ્રય થશે, જ્યારે હું પ્રથમ વખત ભાભીનાં ઘરે ગઈ હતી ત્યારે ભાભીએ મને એ વાત કરી કે એમને અમારા પરિવારની પ્રથમ મુલાકાતમાં જ એમને એ ખ્યાલ આવી ગયો કે મારા બંને ભાઈઓ એક મિત્રની જેમ રહે છે.અને ભાભીનાં ચહેરા પર એ વાતની ખુશી દેખાતી હતી કે એની જે પરિવારમાં સગાઈ થઈ છે એ પરિવારમાં બંને ભાઈઓ એક તાંતણે ગૂંથાઈને રહે છે. ત્યારે મને Feel થયું કે જો ભાભીને મારા બંને ભાઈઓમાં રામ-લક્ષ્મણની છબી દેખાતી હોઈ તો સ્વાગત અમારે સિતમાતાનું કરવાનું છે.!

આજેપણ આપણા સમાજમાં એવું કહેવાય છે કે પારકી જણી ક્યારેય પોતાની ન થાય એ હમેશા પારકી જ રહે છે પરંતુ આ વાતને પણ ભાભીએ ગલત સાબિત કરી છે. જ્યારે અમે Family Tour પર ગયેલા ત્યારે રસ્તો પાર કરતી વખતે ભાભીએ મારો હાથ એ રીતે પકડ્યો કે એને પહેલેથી જ ખબર હશે કે મને રસ્તો પાર કરવામાં પ્રોબ્લેમ થશે એ સમયે ભાભીએ પકડેલો હાથ દયાભાવ કે ઉપકારનો નતો એ હાથ પોતીકો હતો માટે મારે ભાભીનો આભાર વ્યક્ત કરવાની જરાઈ યોગ્ય ન લાગ્યું. અને જ્યારે પોતાની જન્મ દેનાર મા સામે બેઠી ત્યારે પોતાનું જમવાનું પોતાની નણંદને ખવડાવીને નણંદને ભાભીમા નો પ્રેમ તથા વાત્સલ્ય આપીને ભાભીએ એમની જનેતાનાં સ્વમાનમાં વધારો કર્યો છે. સાચું કહું તો મેં ક્યારેય વિચાર્યું નતું કે જેમ નણંદ-ભાભી સોશિયલ મીડિયામાં વીડિયોઝ બનાવીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે તેની માફક મને હકકિતમાં ભાભીમાનાં પ્રેમનો કોળિયો ચાખવા મળશે.!
જ્યારે પુત્રવધુ ઘરમાં આવે છે ત્યારે કદાચ સાસુમાં કરતા વધારે પાડોસીની સ્ત્રીઓને વધુ એ વાતમાં રસ હોય કે એમની વહુમાં શુ શુ નબળાઇઓ તથા ખરાબ કુટેવ છે? માટે જ બીજાની પુત્રવધુનાં દરેક પગલે પગલે પાડોસીઓ નજર રાખે પછી મહિલા મંડળમાં ચર્ચાઓ કરવા થાઈ. આ વાત મેં એટલા માટે કરી કારણ કે જ્યારે મમ્મીને hospitalized કર્યા હતા ત્યારે ભાભીને ઘરે આવવાનું થતું ત્યારે ભાભીએ મને પૂછેલું કે," હું ઘરે આવું તો છું પણ આડોસી-પાડોશી શુ વિચારતા હશે"? ત્યારે મેં ભાભીને એટલું જ કહેલું કે આપણા વિશે લોકો શુ વિચારે છે તેનાથી આપણને કોઈ ફર્ક ન પડવો જોઈએ. કારણ કે બહારનાં લોકોને એ નથી ખબર કે તમે તમારા સાસુની care કરો છો અને તમે હોસ્પિટલમાં મમ્મીની સાથે ઉભે પગે પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. બસ આમ જ ભાભીએ બંને કુળની મર્યાદા પાલવે બાંધીને રાખી છે.!
આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં સાસુ-વહુ તથા નણંદ-ભાભીનાં સબંધ કડવાશનાં તાંતણે બંધાયેલા છે. માટે જ મેં જોયું છે ઘણા નણંદ-ભાભીઓ પોતાની secret વાતો ક્યારેય એકબીજા સાથે શેર નથી કરતા પરંતુ મારા ભાભીએ ક્યારેય એમની કોઈ વાત મારાથી છુપાવી નથી રાખી એમને કેવા કપડા લઈ આપ્યા છે તેવી નાની-નાની વાતો પણ મારી સાથે શેર કરે છે ત્યારે સાચેજ અનહદ ખુશી થાય અને ગર્વ ફિલ થાય, Yes This is my best bhakbhi.
ભાભી તમને એટલું જ કહીશ કે તમે મારા બન્ને ભાઈઓ પછીના મારા જીવનનાં એ ત્રીજા વ્યક્તિ છો જેણે મારો ગુસ્સો અને મારુ ચીડિયાપણુંની પાછળ છુપાયેલું મારુ દર્દ સમજી શકો છો. મારા બન્ને ભાઈઓએ હમેશા મારી દરેક ભૂલો પર મને માફ કરી છે એજ રીતે તમે પણ મારી ભૂલોને યાદ રાખીને પકડી નથી રાખતા એ વાતને ભૂલીને મને માફ કરી દયો છો એ બદલ Love you so much. અને હું કાંઈ તમને વચન તો નહીં આપું કે હવે ફરી મારી કોઈ ભૂલો નહીં થાય બસ એટલું કહીશ ભૂલ કરું તો મારો કાન પકડીને સાચી સમજણ આપજો પણ પ્લાઝી મારી ભૂલોનાં કારણે મારો પકડેલો હાથ ક્યારેય ન છોડતા.
અંતે તો હું એટલું જ કહીશ, દીકરીનાં લગ્ન થાય ત્યારે પાનેતરનાં છેડે માતાનાં સંસ્કારોનું ગઠબંધન થતું હોય છે પરંતુ મારા લગ્ન વખતે મારા પાનેતરનાં છેડે મમ્મી અને ભાભીમાં તમારા બન્નેનાં સંસ્કારોનું ગઠબંધન થશે.જી હા! ત્યારે હું મારા સાસરિયામાં ગર્વથી કહીશ મારામાં મમ્મી અને ભાભીમા બંનેનાં સંસ્કારોનું સિંચન થયું છે.!

જી હા! આ કોઈ Article નથી આ તો લાગણીઓનો દસ્તાવેજ છે.!
નયના બાંભણીયા