31 st પાર્ટી Nayana Bambhaniya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

31 st પાર્ટી

#31_st_પાર્ટી
   ન જાણે વર્ષમાં કેટ કેટલીય પાર્ટી આવતી હશે . વર્ષ ની શરૂઆત થી લઈ ને વર્ષ ના છેલ્લા દિવસ સુધી પાર્ટી જ પાર્ટી.!! આ પાર્ટી શું છે ?? એ જ ને પાર્ટી દ્વારા આપણા મનને ખુશી મળે છે, આપણે મોજ માં આવી જઇએ એટલે આપણે પાર્ટી કરીએ છીએ.આ મનની ખુશી, આપણી મોજ માટે આપણે કેટલા ય પૈસા ઉડાવી દેતા હોઈએ છીએ,સાથે સાથે કીમતી સમય પણ વેડફી દેતા હોઈએ છીએ. આજે કોલેજોમાં,હોટલમાં,બધે જ પાર્ટી જ જોવા મળે છે.ફેસબૂક શરૂ કરું તો પાર્ટી ની પોસ્ટ, વોટસઅપ શરૂ કરું તો પાર્ટી ના  status જોવા મળે..
        મિત્રો એ લોકો પાર્ટી કઈ રીતે ઉજવતા હસે કે જે અનાથ છે?,જેના ઉપર માતા પિતા ની છત્રછાયા નથી.,એ લોકો ને પાર્ટી ની ખુશી કઈ રીતે મળતી હશે જે ગરીબ છે..? એ ગરીબ લોકો જે આવી કડકડતી ઠંડી માં રસ્તા પર સુતા હશે.. એ લોકો માટે તો ઓઢવા માટે સાલ કે કોઈ વસ્ત્ર મળી જાય તો પણ એટલી ખુશી મળે કે જાણે ડબલ પાર્ટી મળી ગય હોય.. અરે હા એ લોકો ની પાર્ટી તો ભૂલાઈ જ ગઈ જે  વૃઘ્ધાશ્રમ માં છે,,  જે સંતાનો એ પોતાના માતા  પિતા ને આવડી ઉમરે દર્દ સહેવા વૃઘ્ધાશ્રમ માં છોડી ગયા છે. એ લોકો કેમ પાર્ટી કરતા હશે ??  મિત્રો મારે આ લેખ લખવા નો એ જ ઉદ્દેશ છે કે હમણાં થોડા સમય પહેલા કદાચ 3 દિવસ પહેલા મે મારા એક ફ્રેન્ડ અનાથ આશ્રમ માં સેવા આપી રહ્યા છે. તેને એક સવાલ કર્યો કે, જ્યારે અનાથ આશ્રમ ના બાળકો  માટે સ્કૂલ કોલેજો માં  ફાળો (પૈસા) લેવા જાય છે, ત્યારે  એ લોકો પાસે થી સાથ સહકાર મળી રહે છે..? તો એ ભાઈ એ કહ્યું કે ,  અરે બેન કોલેજ ના વિદ્યાર્થીઓ 5 રૂપિયા પણ આપી શકતા નથી, અને એમ કહે છે કે  અમારે એવો ફાલતુ ટાઈમ નથી ...વાહ ! આજે એ જ કોલેજ ના વિદ્યાર્થીઓ  પાર્ટી કરી રહ્યા છે પોતાનો કીમતી સમય બગાડી રહ્યા છે..મિત્રો હું એ નથી કહેતી કે પાર્ટી ના કરો. મારે કહેવાનું એટલું જ કે આપણા થી થાય એટલી થોડી તો થોડી તે લોકો ની મદદ કરો..! 
     છેલ્લા ત્રણ ચાર વર્ષ ની આપણા દેશ માં અથવા દેશ ની બહાર આપણી સરકાર શ્રી સારા કામ કરી રહી છે.મોટા મોટા પ્રોજેક્ટો ના ઉદઘાટન કરે છે,સારી યોજનાઓ અમલ માં મૂકે છે. મારે એ સરકાર શ્રી  ને એક જ સવાલ પૂછવો છે, કે આ અનાથ,જે ગરીબ છે માથે છત નથી,આવી કડકડતી ઠંડી માં ઓઢવા ગોદડાં, કે સાલ નથી,અરે ત્રણ ટંક નું ભોજન પણ નથી મળતું. એ લોકો માટે કેમ આપણી સરકાર કોઈ યોજના અમલ માં નથી મુકતી...???  
" અરે હા ! કદાચ સરકાર આ રસ્તે રખડતા,ગરીબ,અનાથ માટે કઈક વિચારે તો પણ સરકાર ને એવો વિચાર આવતો હશે કે આ લોકો માટે કઈક કરીએ. પણ એવા પણ લોકો છે જેની પાસે આધાર કાર્ડ કે કોઈ અન્ય  ડોક્યુમેન્ટ પણ નઈ હોય.તો યોજના નો લાભ કઈ રીતે લઈ શકશે..? 
    સોરી હું સરકાર શ્રી માટે કટાક્ષ શબ્દ નો ઉપયોગ કર્યો.પણ હું સરકાર શ્રી ને વિનંતી કરું છું. કે ઘણું કર્યું દેશ ના વિકાસ માટે, દેશ ખાતર દેશ બહાર ઘણાં પ્રોજેક્ટ, ઘણી યોજનાઓ અમલ માં મૂકી. પણ સરકાર શ્રી તમને ખબર નય હોય આ અનાથ ગરીબ એ બધા થી અજાણ છે.અરે હદ તો ત્યારે થઈ જ્યારે મે એક ભીખ માગતાં છોકરા ને મે પૂછ્યું આપણા ગુજરાત ના મુખ્ય મંત્રી કોણ તો તેણે કહ્યું નરેન્દ્રભાઇ મોદી સાહેબ..મારી સરકાર શ્રી ને એટલી જ વિનંતી છે કે બોવ કર્યો વિકાસ... આ ગરીબ અનાથ માટે પણ કઈ કરો જેથી આપણા દેશ માં ગરીબી,ભીખ માંગતા બાળકો નું પ્રમાણ માં ઘટાડો થાય.અને  એ અનાથ,ગરીબ,માતા પિતા ની છત્રછાયા ગુમાવેલા અને ભીખ માંગતા બાળકો ને જીવન માં કઈક ખુશી મળે અને જીવનમાં આગળ વધી શકે. એટલી જ વિનંતી છે.

      " મને આવે એક વિચાર,
  ચૂંટણી આવી રહી છે.
લોકો સરકાર પાસે માંગણી કરશે.
અને આપણી સરકાર એ માંગણી પૂરી કરવા ના વાયદા પણ કરશે.. પણ એ લોકો કોની પાસે માંગણી કરશે જે ગરીબ છે,અનાથ છે,રસ્તે ભીખ માગી રહ્યા છે એ કોની પાસે માંગણી કરશે. જેની ઉપર માતા પિતા નો હાથ પણ નથી....?"
 છે કોઈ પાસે મારા સવાલ નો જવાબ..?
        દોસ્તો તાલી ક્યારેય એક હાથે નથી પડતી એ જ રીતે આવા લોકો ની મદદ કરવા માટે એક ને નહીં પરંતુ બધા એ સાથ અને સહકાર આપવો જોઈએ, અને આવતી કાલે નવા વર્ષ ના પ્રારંભ માં ચાલો આપણે બધા એક પ્રતિજ્ઞા લઈએ કે મારા થી થતી  થોડી તો થોડી મદદ એ લોકો માટે કરશું.!
દોસ્તો હું  એક્ઝામ ની તૈયારી કરું છુ,છતાં  પણ આ લેખ લખવા નો સમય એ લોકો માટે જે અનાથ  છે. દોસ્ત તો તમને આ લેખ ગમે તો પ્લીઝ શેર કરજો આ લેખ વાંચી ને કોઈ લોકો આવા બાળકો ની મદદ કરે અને આપણી સરકાર શ્રી સુધી પહોચાડો જે આવા લોકો માટે કઈ  કરે. આવતીકાલ  નવા વર્ષ થી શરૂઆત કરીએ આવા બાળકો માટે મદદ કરીએ અને માનવતા નો ધર્મ નિભાવીએ..


"નવા સંકલ્પો,નવી ઉમંગો,નવા સપના,નવા વિશ્વાસ સાથે ચાલો નવી શરૂઆત કરીએ.આવા બાળકો ના ચહેરા પર ખુશી લાવવા નો નવતર પ્રયાસ કરીએ."
          ✍?     #નયના_બાંભણીયા_મિતવા