Movie Reviews books and stories free download online pdf in Gujarati

મુવી રીવ્યુ - જયેશભાઇ જોરદાર

ફિલ્મ રીવ્યુ : જયેશભાઇ જોરદાર

ડાયરેક્ટર : દિવ્યાંગ ઠકકર
લેખક : અંકુર ચૌધરી, દિવ્યાંગ ઠકકર
પ્રોડ્યૂસર : આદિત્ય ચોપરા, મનીષ શર્મા
ઍક્ટર : રણવીર સિંહ, સાલિની પાંડે, રત્ના પાઠક, બોમન ઈરાની
સિનેમેટોગ્રાફી : સિદ્ધાર્થ દીવાન
એડિટર : નમ્રતા રાઉ
ભાષા : હિન્દી

નામ પ્રમાણે જ મુવી વિશે કહેવાનું મન થાય જોરદાર! ગુજરાતી બેકગ્રાઉન્ડ અને કલાકારો જોઈને ગુજરાતી તરીકે ગર્વ અને આનંદની લાગણી અનુભવાય જાય એ સ્વાભાવિક છે. જયેશભાઇ જોરદાર મુવી સામાજિક મુદ્દો "દીકરીને સમાનતા" પર આખી વાત રજૂ કરી છે, બહુજ અલગ રીતે! વાર્તા કહેવાની રીત આગવી હતી. ગમ્ભીર મુદ્દા પર હળવાશથી વાત કરવાનું કામ ખરેખર અઘરું બને, પરંતુ મુવીમાં આ કામ બખૂબી થી લેવાયું છે.

રણવીર સિંહના કામ વિશે તો કશુ કહેવું પડે એમ જ નથી. કેરેક્ટરની વરસે્ટાલીટી બહુ જ અદ્ભૂત રીતે નિભાવી છે.
જયેશભાઇ એટલે નવ મહિના પેટમાં બાળક પોષતી માઁ....
જયેશભાઇ એટલે જન્મ સમયે અસહ્ય પીડામાં મલકાતી માઁ…
જયેશભાઇ એટલે ભીનામા સુતેલા બાળકને અનુભવી જતી માઁ…
જયેશભાઇ એટલે સમાજના કુ -રિવાજો સામે લડી ઉઠતી માઁ…
જયેશભાઇ એટલે ચાલતા પડી જતા બાળકને જોઈને કમ્પી ઉઠતી માઁ…
જયેશભાઇ એટલે લોહીના દરેક ટીપામાં જીવ રેડતી માઁ..

આ કરેક્ટર લખનાર અને અભિનય કરનાર બને ને સો સલામ! માઁ એટલે શુ? માઁ ની સંવેદના અનુભવતો પુરુષ!
માત્ર નવ મહિના પેટમાં બાળક રાખવાથી માઁ નથી બની જવાતું, માત્ર બાળકને જમાડી, નવડાવી, સુવાડી લેવાથી માઁ નથી બની જવાતું, માત્ર નાની નાની સંભાળ લેવાથી માઁ નથી બની જવાતું…માઁ બનવા માટે જયેશભાઇ બનવુ પડે! હું જયારે ધોરણ 10 મા હતી તયારે કવિતા આવતી…" જનની ની જોડ સખી નહીં..
" શુ દરેક જન્મ આપતી સ્ત્રી.. માઁ હોઈ શકે? અથવા છે?...

ફિલ્મમા રજૂ કરેલ સામાજિક મુદ્દો આજે પણ આપની આસપાસ જીવાય છે, આજે પણ આપને આ બાબતના સાક્ષી છીએ, પણ આપણામાંથી જયેશભાઈ કેટલા? એ પૂછવાની જગ્યાએ શુ આપણામાંથી કોઈ જયેશભાઇ છે ખરા?... કોઈ એકાદ જયેશભાઇ મળી શકે એમ છે આપની નજીકમાથી? આવા સવાલો દરેક જન્મના લઈ શકતી દીકરી પૂછે છે જાણે…પણ આપની પાસે કોઈ જવાબ નથી! એ શબ્દો આપના કાન સુધી પહોંચે એ પેલા જ ધ્વનિ રૂંધાય જાય છે શ્વાસ સાથે કદાચ!

આજે પણ જયારે જયારે સામાજિક કુરિવાજો વિશે વિચારું છું ત્યારે એમ થયા કરે છે કે સમય જાણે રોકાઈ ગયો છે! શુ આપને એક જ મનોભાવ કે સમયચક્રમા ફસાઈ ગયા છીએ? રોજ એક ના એક ઘટનાઓ બને છે પણ આપને ચુપચાપ માત્ર સાક્ષી બનીરહી છીએ. શુ કોઈ જયેશભાઇ આવીને આ બધુ બદલી જશે? દરેક માઁ જયેશભાઇ થશે? સવાલો પણ જાણે સમયના ચક્રમાં ફસાઈને જવાબ વિહોણા બની ગયા છે.

આ કુરિવાજો માટે માત્ર પુરુષને જવાબદાર ના ગણી શકાય! આજે પણ આપની આસપાસ અનેક સ્ત્રીઑ છે જે કોઈના પણ દબાણ વગર પોતાની મહત્વકાક્ષા પોષવા સમાજ કે જમાનાના નામે પોતાની કૂખને સ્મશાન બનાવે છે. સ્ત્રી થઈને એ સંવેદના કેમ નથી સમજતી? પેટમાં રહેલા બાળકને લોહીના ટીપે ટીપે પોષતી એ જનેતા આટલી નિષ્ઠૂર કેમ બની શકે? સોનોગ્રાફીમા બતાવતા ધબકારા શુ દીકરી દીકરા માટે અલગ છે? આપની આસપાસ રહેલ આવી સ્ત્રીઓએ જયેશભાઇ બનવાનું છે!

પરંતુ આવતા શુક્રવારે નવી ફિલ્મ રજૂ થશે એટલે બધી જ સંવેદના ખતમ! આપને બધા આવા જ છીએ ને! ગાંગુબાઇ રિલીઝ થાય એટલે થોડો સમય ગાંગુબાઇ જીવતી રહે આપની અંદર, ધીમે ધીમે એ ગાંગુબાઇ મરતી જાય પછી બીજા શુક્રવારે rrr કે kgf માં એ ગાંગુબાઇ ખોવાઈ જાય.. એમજ જયેશભાઇ પણ આપની વચ્ચેથી પેટમાં જ વગર અવાજે સમાઈ જતી દીકરી જેમ આપની વચ્ચે ક્યાંક ખોવાઈ જશે! અને આપને હતા ત્યાં જ પેલા સમયચક્રમાં હશુ!

શુ આજ જીવન છે? ફિલ્મમાં એક પછી એક સીન જેમ આપને પણ આમ જ જીવતું રહેવું એ જીવન હોઈ શકે? પેલી એક ફિલ્મનો ડાયલોગ છે ને.." યે દર્દ ક્યુ ખતમ નહીં હોતા?..." જયેશભાઈ જોરદાર જોયા પછી એવુ લાગે કે.." યે કુરિવાજ ક્યુ ખતમ નહીં હોતે? "...
જેટલી હળવાશથી ફિલ્મમાં સમજાવ્યુ છે એ હળવાશથી આપને સમજી જઈશું? એ હળવાશથી બદલાવ આવી જશે? શુ કોઈ જયેશભાઇ જીવી જશે? આ બધા જ સવાલો ધ્વનિ વિહોણા આપની આસપાસ ફર્યા કરે છે,...શુ તમને કોઈ સવાલ સંભળાયો?

ફિલ્મ રીવ્યુ : જયેશભાઇ જોરદાર

ડાય ફિલ્મ રીવ્યુ : જયેશભાઇ જોરદાર

બીજા રસપ્રદ વિકલ્પો