The desire of life - 1 books and stories free download online pdf in Gujarati

જિંદગીની ચાહ - 1




નવા સફરની શરૂઆત મહાદેવને યાદ કરીને!

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धें पुष्टिवर्धनम्‌।
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्‌॥


આ વાર્તા એક એવા સમયમાં લઈ જશે જ્યાં સ્ત્રીનો જન્મ અભિશ્રાપ માનવામાં આવતો હતો. ત્યાં જન્મ લેતી દરેક બાળકીને દૂધ પિતી કરવામાં આવતી. લગ્ન પછી ત્યાં આવતી સ્ત્રી પોતાનું પિયર ભૂલતી અથવા તો તેના બાપને એટલો દહેજ આપવો પડતો કે દીકરીના બાપના ઘરમાં ખાવા માટે દાણોય ન રહેતો. એક શેઠનો એટલો ત્રાસ કે આખા ગામની મહિલાઓ એકસાથે ગામ છોડવા તૈયાર થઈ ગઈ અને પછી કંઇક એવું બન્યું કે જેની કોઈએ કલ્પના પણ નહિ કરી હોય!

શિવને સમુદ્રમંથનમાંથી નીકળેલ વિષનું પાન કરવું પડ્યું હતું કેમ તે દેવતાઓના ભાગમાં આવ્યું હતું અને ત્યાર બાદ જે અમૃત નીકળ્યું તેનું પાન દેવતાઓને કરાવવા માટે નારાયણને અપ્સરાનું રૂપ લેવું પડ્યું હતું. નારાયણે તેમના રૂપની જાળમાં રાક્ષસોને મોહિને અમૃત પાન દેવતાઓને કરાવવું હતું. એજ રીતે વર્ષો બાદ એક એવું જ કૃત્ય માનવરૂપી રાક્ષસોએ આચર્યું છે, શું આ વિચારધારા બદલાશે? વિચાર રૂપી વિષને પીવા માટે શું ફરિવખત સ્વયં શિવને વિચારવિષમંથન કરવા આવવું પડશે? જાણવા માટે વાંચતા રહો જિંદગીની ચાહ.....


જિંદગીની ચાહ



કોઈક પચીસેક વર્ષનો યુવાન દોડી રહ્યો હતો. તેના શ્વાસ ફૂલી રહ્યો હતા તો પણ તે રોકાઈ રહ્યો ન હતો. ભાગતો ભાગતો એક મંદિર પાસે પહોંચ્યો ને ત્યાં બૂમાબૂમ કરવા લાગ્યો,

"બાપુ... બાપુ.... બાપુ.... બાપુ... બાપુ..."

આમ બૂમાબૂમ કરતો છેક મંદિરના પ્રાગણમાં આવી ગયો. ત્યાં આવીને જોવા લાગ્યો તો બાપુ પૂજા કરી રહ્યા હતા. તેની અંદર હિંમત તો ન હતી પણ હળવેથી બોલ્યો,

"બા...પુ... બા........"

આગળ કંઈ બોલે તેની પહેલાં તો બાપુ તેની તરફ ફર્યા અને બોલ્યા,

"અલ્યા આમ ચમ હડકાયા કૂતરા જેમ હાંફી રયો સે?"

"બા... પુ... બાપુ...."

"આગળ બોલે છે કે આ જીભડી બહાર તાણીને એને જ પૂછી લઉં?"

"આપણા વિરલાના બૈરાને છોડી આવી..."

બાપુના હાથમાંથી લાકડી પડી ગઈ અને બાપુનો હાથ એમના નાના દીકરા પકા ઉપર ઉઠી ગયો. પકો તેના ગાલ ખંજવવા લાગ્યો ને બાપુ બોલ્યા,

"આ ચોથી અભાગણી સે પક્લા, મારું ખોળિયું ચમ આમને ફાઈ ગયું સે? હે મા ભવાની મારા હાથે આજે પાછી એક અભાગણી તને સોંપવામાં આવશે.."

"બા... પુ... આ...ને પણ.. દૂધ... પી..તી કરી દેશો..."

પકો આગળ બોલે તેની પહેલાં તો ફરીવાર બાપુનો હાથ પકલા ઉપર ઉઠી ગયો ને પક્લો ચૂપચાપ નજર ઝુકાવીને ઊભો રહ્યો. બાપુએ લાકડી ઉઠાવી ને ખોરડા તરફ ચાલી નીકળ્યા.

બાપુના ખોરડામાં કોઈકના રડવાનો અવાજ આવતો હતો, એક સ્ત્રી જોર જોરથી રડી રહી હતી ને તેના બાજુમાં બેઠેલી સાઈઠેક વર્ષેની મહિના તેણે છાની રાખવાની કોશિશ કરી રહી હતી. પેલી મહિલા તેના હાથમાં નાજુક બાળકીને પોતાના ગળે લગાવીને રોઈ રહી હતી અને તેના સાસુ સામે જોઇને પૂછવા લાગી,

"બા મારી આ દીકરી પણ...."

"બેટા, હું ને તું સ્ત્રી જાત... અહીં આપણને શ્રાપ માંનવમાં આવી સે.. બેટા તું કંઈ બોલતી નહિ..."

"બા હું મારી આ દીકરીને દૂધ પીતી નહિ થવા દઉં...."

"બેટા આપણે સ્ત્રીયું કેવાય, આપણાથી વિરોધ ન થાય... અહીં દીકરીને જનમ પાપ મનાય બેટા, તું ખોટી જીદ ન કરતી બેટા..."

"પણ બા... હું ભણેલી ગણેલી થઈને મારી ચોથી દીકરીની બલી ચડવા દઉં? બા મારી દીકરી અભાગણી નથી, કે હું એને દૂધ પીતી થવા દઉં... મારી આ બાળકી તો હું નહિ જ આપું બા....""

"બેટા તારા બાપુ આવતા હશે, એમની આગળ આ વાત ન બોલતી... આ અભાગણી દીકરીનો તો જીવ જશે પણ તને પણ લાઈક કરી દેશે... બેટા તું જીદ ન કર..."

"બા...."

આગળ વૃંદા કંઇ ન બોલી શકી ન તેણી બાળકીને ગળે લગાવીને નોધારા આંસુએ રડવા લાગી. એના અવાજમાં એટલો દર્દ હતો લે છેક બહાર સુધી તેના રડવાનો અવાજ આવી રહ્યો હતો.

વૃંદાનો રડવાનો અવાજ એટલો તેજ હતો કે આજુ બાજુની બધી મહિલાઓ ત્યાં આવી ચૂકી હતી. આખા ગામમાં વાત પાણી માફક ફેલાઈ ગઈ હતી કે 'બાપુના વિરલાને ઘરે ચોથીએ છોડી આઈ.'

વિરલો તો તેનું ખોરડું છોડીને ત્યાંથી દૂર ચાલ્યો ગયો હતો પણ રસ્તામાં તેનો બાપુ તેણે પાછો લઈ આવ્યો. ખોરડાની ડેલીમાં પગ મૂકતાં જ બાપુએ વિરલાને ધક્કો મારી દીધો ને બોલ્યા,

"જા ને લઇ આવ એ અભાગણી ને.. આજે તો મારા હાથ એ ચોથી અભાગણી દૂધ પીતી થશે... જા...."

બાપુ એટલા ગુસ્સા સાથે બોલ્યા કે વિરલો ફટાફટ અંદર ચાલ્યો ગયો. ત્યાં તેની બા ને પત્ની વૃંદા નોધારા થઈને રડી રહ્યા હતા. તેમને જોઈને વિરલો બોલ્યો,

"એ અભાગણી લાવ આ ચોથી અભાગણીને... આનો દૂધ પીવાનો સમય થઈ ગયો.."

"આ પાપ છે, આ તમારો જ અંશ છે. આ માસૂમ ફૂલની બલી કેમ ચડાવવા માગો છો? તમારું કાળજું જરાય નથી કંપતું? તમારો બાપ તો કસાઈ છે પણ તમે તો આ ફૂલ ઉપર દયા ખાઓ.. તમને જોઈને ચેટલી ખુશ થઈ રહી છે, સાક્ષાત લક્ષ્મીનું જ બીજુ રૂપ સે..."

"તને કીધુંને કે લાવ આ અભાગણીને.."

"હું નહિ આપું મારી દીકરીને... તમારો બાપ કસાઈ મારી ત્રણ દીકરીઓ ખાઈ ચૂક્યો છે. મારી આ દીકરી જીવતી રહેશે.. હું નહિ આપું મતલબ નહિ આપું.. ભલે આજે મારો જીવ જાય પણ મારી આ દીકરીને મરવા નહિ દઉં.."

"ચલ લાવ...."

વિરલાએ વૃંદાના હાથમાંથી બાળકી ઝાટકી લીધી અને તેણે લઈને બહાર ચાલ્યો. વૃંદા તેણી બાળકીને બચાવવા માગતી હતી એટલે તેણે તેના પતિ વિરલાનો પગ પકડ્યો ને બોલી,

"આજ તો ડેલી બહાર પગ નહિ મૂકવા દઉં.. આજે તો મારી દીકરી દૂધ પીતી નહિ થાય..."

વૃંદા તેણી દીકરીને છોડવા તૈયાર ન હતી. તેણે તેના પતિ વિરલાનો પગ કસીને પકડ્યો હતો પણ વિરલાના જોર આગળ તેણી હિંમત જરાય ન ચાલી.. ચોક વચ્ચે વિરલો તેણે ઘસેડતો લઈ આવ્યો. વૃંદા એક બાજુ તો રડી રહી હતી ને બીજી બાજુ તેણી દીકરીને બચાવવા મથામણ કરી રહી હતી.



ક્રમશ....


શું થયું આગળ? શું વૃંદા બચાવી શકશે તેણી બાળકીને? આ વિચારધારા કેવી રીતે બદલાશે? જાણવા માટે વાંચતા રહો જિંદગીની ચાહ માત્ર પ્રતિલિપિ પર. જ્યાં વિચારોનુંવિષ મંથન કરી એક નવી વિચારધારા જન્મ લેશે...


પરિશ્રમ કર્યા વગર કંઈ પ્રાપ્ત થતું નથી અને આટલો મોટો વાંચક વર્ગ ઊભો કરવો આસન ન હતો પણ તમારો પ્રેમ અને મારી મહેનત આ પડાવ સુધી લઈ આવી છે. હજુ મારે તમારા અપાર સ્નેહ અને અપાર પ્રેમની જરૂર છે, જો તમને આ વાર્તા પસંદ આવી હોય અને આ વાર્તાના લૉક ભાગને સૌથી પહેલાં વાંચવા માટે મારા સુપરફેન બનો અને મારી તમામ વાર્તાના દરેક નવા ભાગ સૌથી પહેલાં વાંચો. જો મારા દ્વારા લખેલી વાર્તા તમારા દિલમાં સ્થાન બનાવી રહી છે તો મને ફોલો કરો અને દરેક વાર્તાના દરેક ભાગને તમારા પ્રેમ રૂપી સ્ટીકર આપીને વધાવો. ફરી એકવાર આ સફરના હમસફર બનવા માટે ખૂબ પ્રેમ અને સ્નેહ...

અંકિત ચૌધરી "શિવ"
Insta :- @theankit_chaudhary
Whatsapp :- 9624265491


બીજા રસપ્રદ વિકલ્પો