HELPER books and stories free download online pdf in Gujarati

મદદગાર

આમ તો અમારી શાળાનો સમય 10:30 થી 5 વાગે છૂટી જવાય પણ આજે શાળામાં વાર્ષિક મહોત્સવ હોવાના કારણે બધા જ પ્રોગ્રામનું આયોજન સાંજે 7:00 થી કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામ પૂરો થતાં છેક રાતના એક વાગી ગયો અને બધી જ વસ્તુઓ વ્યવસ્થિત કરતા બીજો અડધો કલાક વધી ગયો આમ રાત્રે 1:30 વાગે જેવું સ્કૂલમાંથી નીકળ્યો આખો રસ્તો ખુબ જ ભયાનક લાગતો હતો.
બજારમાં થી આવતા જેઓ બજાર પૂરું થયું અને આખા રસ્તા પર મારા સિવાય બીજું કોઈ નહોતો નજર પહોંચે ત્યાં સુધી કોઈ દેખાતું પણ નહોતો મારૂ બાઇક ધીમે ધીમે ઘર તરફ આવી રહ્યું હતું અને બજારથી થોડી દુર ભગવાન શિવજીનું મંદિર જેવું પસાર થયું અને થોડો આગળ ગયો કે બાજુમાંથી એક મોટો ટ્રક પસાર થયો ટ્રકનું ટાયર પંચર હોય એવું મને લાગ્યું જેથી મેં મારું બાઈક થોડું ટ્રકની સાઈડમાં લઇ ધીમે ધીમે જવા લાગ્યો.
ટ્રક દૂર ગયો હશે અને મારી બાજુમાં થી એક બીજા ભાઈ પોતાની પોતાની બાઈક લઈને મારી નજીક આવીને કહેવા લાગ્યા કે બાઈક કેમ ધીમો કર્યું મેં કીધું આગળ ટ્રક જાય છે એનું ટાયર પંચર લાગે છે અને એક બાજુ ખેંચાય છે જેથી હું મારું બાઈક સાઈડ માં લઈને ચલાવી રહ્યો છું તો એ ભાઈ કહેવા લાગ્યા કે હું કહું એ એ ધ્યાનથી સાંભળો ડરશો નહીં મેં કીધું શું તું એ કહેવા લાગ્યા કે બાઈક કોઈ જગ્યાએ ઉભું ના રાખતા અને સીધા જ ઘરે જતા રહેજો. મેં કીધું કેમ તો એ કહેવા લાગ્યા કે એકવાર ભુરી નજર મારી ને જુઓ પાકા રસ્તા પર ક્યાંય દેખાય છે હું જેવો તેમની સામેથી રસ્તા પર જોયું તો ખરેખર ક્યાંય ટ્રક નો નામ કે નિશાન પણ નહોતો પછી જે થયું એણે મને ખરેખર વિચારતો કરી મુક્યો હું એ ભાઈને કંઈ કહેવા જવું એ પહેલાં તો મારી નજર બાજુમાં પડી તો હૃદય ધબકારો ચૂકી ગયું બાજુમાં કોઈ જ ન હતું આખા રસ્તા પર હું એકલો જ ખરેખર શું બન્યું એ વિચારવા જેટલી પણ મારામાં હિંમત નહોતી. ઘરે આવીને ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ મન ઉપર જે છાપ પડી ગઈ હતી એ કોઈ દિવસ ભુંસાઈ નહીં. બીજા દિવસે શાળામાં જઇને સ્ટાફ મિત્રો સાથે ચર્ચા કરી તો એવું સાંભળવા મળ્યું કે આ રસ્તા પર ઘણા બધા અકસ્માત થયા છે અને ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યું છે તો અમુકવાર ઘણા બધા લોકોને મારી સાથે થયો એવો અનુભવ બધાને થતો હોય છે પણ નસીબ સારું કે કોઈ નુકસાન ન આવ્યું. એ પછી એ રસ્તા પર ઘણીવાર જવાનું થયું છે અમુકવાર બનાવ યાદ આવતા રુવાટા થઈ જાય છે પણ એટલું ચોક્કસ ખ્યાલ આવી જાય છે કે જેને બચાવનાર ભગવાન હોય તેણે કોઈ દિવસ કોઈ મારી શક્તું નથી હું એવું નથી કહેતો કે મને ડર નહોતો લાગ્યો પણ વિશ્વાસ ઈશ્વર ઉપર વધારે હતો કદાચ એટલા માટે જ મને મદદગાર મળી ગયા હશે. માટે તો એવું કહેવાય છે કે જેને રામ રાખે એને કોણ ચાખે
પેલા ભાઈની વાત મુજબ બાઈક કોઈ જગ્યાએ રાખી નહીં. ધીમે ધીમે મનમાં ડર સાથે ઘર બાજુ આવા નીકળ્યો એ દિવસ ઘર પણ ઘણું દુર લાગ્યું. આજે આ બનાવને છ વર્ષ વીતી ગયા છે છતાંય મનમા એની છાપ અમિટ છે‌.
આમાં કોઈ જ કલ્પના નથી સત્ય હકીકત છે અને જી સ્કુલ માં મેં નોકરી કરી સ્કૂલનું નામ રાજસ્થાન વિદ્યાલય રખિયાલ છે જેથી આ બનાવની સત્યતા ઉપર કોઈ પ્રશ્ન ઉભો ન થાય. અસ્તુ...... સહકારની અપેક્ષા સહ..... રાધે રાધે

બીજા રસપ્રદ વિકલ્પો