અસ્તિત્વ એક રહસ્ય - ‌ભાગ-5 Hetal Bhoi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અસ્તિત્વ એક રહસ્ય - ‌ભાગ-5

(આપણે આગળ ના ભાગમાં જાણ્યું કે પ્રો.સ્નેહ ટાઈમ ટ્રાવેલ પ્રોજેક્ટ માટે પરમિશન મેળવી લે છે.અને તે પોતાનો પ્રોજેક્ટ પૂર્ણ કરે છે હવે તેઓ પરીક્ષણ ના તબક્કે પહોંચી ગયા છે તેઓ એક ઇન્ટરવ્યૂમાં જણાવે છે કે તેઓ ટાઈમ મશીન ની મદદથી ભૂતકાળમાં જશે. હવે આગળ.....)

28/2/2048

આજે પ્રો. સ્નેહ અને તેમની ટીમ માટે આજનો દિવસ શાનદાર હતો. એક તો આજે 28 ફેબ્રુઆરી science day અને બીજી અગત્યની વાત એ હતી કે આજે ટાઈમ ટ્રાવેલ પ્રોજેક્ટ નું પરીક્ષણ હતું. આ દિવસની આતુરતા તો પ્રોફેસર ઘણા વર્ષોથી જોઇ રહ્યા છે હવે તેમની તપસ્યાનો અંત આવવાનો હતો. ને શરૂ થવાની હતી એક રોચક સફર.સવારથી જ રિસર્ચ સેન્ટર માં ભાગદોડ જણાતી હતી આજે બધા પરીક્ષણ ની નાની મોટી તૈયારીઓમાં લાગ્યા હતા.

પ્રો.સ્નેહ પણ આજે સમય કરતાં વહેલા જ તૈયાર થઈ ગયા છે તે સુરેખા બેન અને હર્ષિત ભાઈ ( પ્રો.સ્નેહના માતા- પિતા)ના આશીર્વાદ મેળવી નેહા સાથે કારને લૅબ ભણી મારી મૂકે છે.

# # # # # # # # # # # # # # #

Good morning sir!
Good morning medam.
"સર, તમે આટલા જલ્દી આવી ગયાં?" નિશાંતે પ્રો. સ્નેહને જોતાં કહ્યું.

"હા , actually થોડું અગત્યનું કામ હતું એટલે... " પછી વાત બદલતા સ્નેહ બોલ્યા,"નિશાંત આજની arrengement શું છે? આજે ખાસ મહેમાનો પણ આવવાના છે."

"હા સર, બધી જ વ્યવસ્થા થઈ ચૂકી છે તમે બેફિકર રહો." નિશાંતે કહ્યું."Well done. "કહી પ્રો. સ્નેહ કેબિન તરફ ચાલ્યા.
કેબિનમાં પ્રોફેસર આવી ગયાં છે પણ મન વ્યાકુળતા સાથે આમતેમ ભટકી રહ્યું છે પ્રોફેસર સ્નેહ ને એક એક મિનિટ આજે મહીના ઓ જેટલી લાગી રહી છે.
"શું વાત છે સ્નેહ તમે આટલા નર્વસ કેમ જણાઈ રહ્યા છો?"
પ્રો.સ્નેહની વ્યાકુળતા પારખતાં નેહા બોલી.

" એવું કંઈ નથી, હું ઠીક છું., પરંતુ તું મને પ્રોમિસ આપ કે મારી ગેરહાજરીમાં તું મારા પરિવાર ને સંભાળી લઈશ જેમ તે આજ સુધી મને અને મારા પરિવાર ને સંભાળ્યો છે." સ્નેહ એ ભાવુક થતાં કહ્યું.

"તમે આવી વાતો કેમ કરો છો Be positive, everything is ok! અને તમે કુશળતાથી આ મિશન કમ્પલીટ કરી આપણા દેશનો વિશ્વમાં ડંકો વગાડશો."નેહાએ હિંમત આપતા કહ્યું.

"Thank you નેહા તું જ મારી પ્રેરણા છે!" નેહાનો પ્રેમપૂર્વક હાથ પકડતા સ્નેહ એ કહ્યું.

# # # # # # # # # # # # # # # #
હવે..

ડીજીટલ ક્લોક 11:45 નો સમય બચાવી રહ્યો છે આ એક રોમાંચિત સફર ના પરીક્ષણ ના સાક્ષી બનવા આ સંસ્થા ના C.E.O સહિત અગ્રણીઓ ઉપસ્થિત હતા.

પ્રો.સ્નેહને પ્રો.વિનાયકે શુભેચ્છા પાઠવી . વારાફરતી બધા એ પ્રોફેસર સ્નેહ ના કાર્ય ની સરાહના કરી શુભેચ્છા ઓ આપી .
પ્રો.સ્નેહ એ બધા નો આભાર પ્રકટ કર્યો.ને પછી ટાઈમ મશીન તરફ આગળ વધ્યા.

પ્રો.સ્નેહ ટાઈમ મશીન માં ચેઈર પર ગોઠવાયા. બહાર થી નિશાંતે સિસ્ટમ ઓપરેટ કરી અગત્યના સ્ટેપ પૂરાં કર્યા.
મશીન ક્વોન્ટમ કમ્પ્યુટર સાથે કનેક્ટ થતાં ,

Connectivity done..... મેસેજ સ્ક્રીન પર appear થયો.

પ્રોફેસરે પહેલાં સિધ્ધાર્થે આપેલ વૉચમાં ટાઈમ સેટ કર્યો.
Time setup..
Present date-28/2/2048
Come back-28/3/2048

હવે બીજા સ્ટેપ માં ટાઈમ મશીનમાં સમય સેટ અપ કર્યો.

Time travel set up
In time -1/3/2000
થોડી જ વારમાં પ્રો.સ્નેહના હાથ પગ ખુરશી સાથે બૅલ્ટથી બંધાય ગયા.
પ્રોફેસરે મશીન માંથી ok નું સિગ્નલ આપ્યું.
બધા મોડ ઑન કર્યા.
સ્પીડ maintain માટે ની સ્વિચ ઑન કરી બધી જ પ્રક્રિયા સફળ રીતે પૂર્ણ થઈ.

પ્રોફેસરે મશીન માંથી બંને હાથ ના અંગુઠા વડે ok નું સિગ્નલ આપી Start button પુશ કર્યું કાઉન્ટડાઉન શરૂ થયું.

10.... હવે ધીરે ધીરે મશીન સ્પીડ પકડી રહ્યું છે... હવે પ્રોફેસર ની સમયયાત્રા થોડી જ ક્ષણો દૂર છે.
કાઉન્ટડાઉનનો આંકડો વધુને વધુ નાનો થઈ રહ્યો છે આ દ્રશ્ય જોનાર ના શ્વાસ થોડી વાર માટે થંભી ગયા છે ‌. હવે થોડી જ વારમાં સ્નેહ સમયને પેલે પાર હશે. ભૂતકાળ માં હશે! એવું વિચારીને જ મન વધુ ને વધુ કલ્પના ઓ કરવા લાગે.
3...2...ને છેલ્લે 1... ટાઈમ મશીન હવે તેની સુપર સ્પીડ સાથે પ્રો . સ્નેહ ને લઇ ઊપડ્યું સમય ચક્ર ને પેલે પાર. હવે તે ક્ષણે ક્ષણે વર્તમાને પાછા પગલે અલવિદા કહેતાં કહેતાં અતિત ભણી પ્રયાણ કરે છે.

ધીરે ધીરે પ્રોફેસરની આંખો આગળ રહેલી માનવ છબિ ઓ ધૂંધળી થતાં થતાં લગભગ ઓઝલ થઇ જાય છે.

હવે મશીન પ્રકાશ ની ગતિ કરતાં પણ અધિક તીવ્રતા થી પ્રોફેસર ને 2045...થી2044...થી 43...42..40.........ને હવે 2020... કોરોના કાળને પણ વિતાવતા આવી પહોંચ્યા 2004..03...02...01 ને અંતિમ લક્ષ્યાંક પર ...2000 .
જ્યાં ટાઈમ મશીન ને રાહતનો શ્વાસ લીધો ને પ્રોફેસર તો હજુ ટાઈમ મશીન ના વેગને સાંખી નહીં શકતા, બેભાન અવસ્થામાં છે.

પરંતુ પ્રો.સ્નેહ વાસ્તવમાં સેકન્ડો...મિનિટો..કલાકો પાછળ છોડી ને છેવટે અસંખ્ય દિવસો અને મહિના ઓની ખીણો ઓળંગી વર્ષોના સમયચક્રમાં ફરતા ફરતા બાળપણના આંગણે આવીને ઊભા થઈ ગયા.
ઘણા પ્રયત્નો ને અંતે સપનાઓને પ્રત્યક્ષતા માં તબદીલ કર્યા.
# # # # # # # # # # # # # # # # #

રિસર્ચ સેન્ટર ના એ instrumental પરીક્ષણ રૂમમાં રહેલ દરેક વ્યકિત પ્રોફેસર ને ભૂતકાળ સહેર પર જતાં જોઈ રહ્યા . ને મિનિટોમાં ટાઈમ મશીન સમયના ગર્તામાં પહોંચી ગયું. હજુ નેહા ને એ સમજાતું નથી કે ટાઈમ ટ્રાવેલ સ્નેહ ને ઊંચાઈ ઓ અપાવશે કે પછી કંઈક અજુગતી ઘટનાનો શિકાર બનાવશે.

"સર! અહીં સ્ક્રીન પર ગ્રીન સિગ્નલ દેખાય રહ્યું છે એટલે કે પ્રોફેસર નું ડિવાઈસ ઍક્ટિવ થઈ ચૂક્યું છે. તેઓ ભૂતકાળ માં પ્રવેશી ચૂક્યા છે " નિશાંતે જણાવ્યું.

"Ok , well done! "પ્રો.વિનાયક બોલ્યા.

"હવે જેમ જેમ દિવસો જશે તેમ તેમ આ Bar વધુ ગ્રીન થશે અને તે જ્યારે fullfill થશે ત્યારે પ્રોફેસર ની સમયયાત્રા પણ પૂર્ણ થશે. પરંતુ... "

"પરંતુ? શું સિધ્ધાર્થ? "નેહા એ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.

" પરંતુ જો આ Bar રેડ દેખાય તો આપણે પ્રોફેસર સાથે સંપર્ક ગુમાવી દીધો હશે! "સિધ્ધાર્થે સ્પષ્ટતા કરી.

"ના ..ના એવું કંઈ નહીં થાય અને જો connectivity થોડી વાર ડાઉન થાય તો એવું થઈ શકે, પણ થોડી વારમાં error દૂર થતાં ફરી આપણી સાથે ડિવાઈસ કનેક્ટ થઈ શકે એટલે ચિંતા ની કોઈ બાબત નથી." નિશાંતે વાત સંભાળતા કહ્યું.

પણ અહીં બધા ની આંખો માં અંશતઃ મિશન સફળ થયા ની ખુશી પાછળ વારેવારે અવગણાતો ડર સ્પષ્ટ જોઈ શકાતો હતો.

ને આ બાજુ પ્રોફેસરે અતિત તરફ ડગ માંડી રહ્યા છે. ને અતિત પણ બે હાથ ફેલાવી પ્રોફેસર ને એક નવી સફર માટે આવકારી રહ્યો છે. અને એક નવી સફર અને નવા ચહેરાઓ કંઈક વર્ષોથી રાહ જોઈ રહ્યા છે.

To be continue..........
વાચક મિત્રો, કેવી રહેશે પ્રો.સ્નેહની આ નવી અતિતની સફર! શું નેહા નો ડર સાચો સાબિત થશે? શું સિધ્ધાર્થ ની વાત સાચી ઠરશે ! કદાચ પ્રોફેસર સાથેના સંપર્ક તુટી જશે તો ? શું પ્રોફેસર આ સફર પરથી હેમખેમ વર્તમાન માં આવી શકશે?
આ તમામ સવાલોના જવાબ મેળવીશું...
પ્રોફેસર ની નવીન સફર
અસ્તિત્વ એક રહસ્ય ભાગ-૬

વાંચક મિત્રો, મારી આ રચના વાંચવા માટે આભાર. આપના પ્રતિભાવ મારું પ્રેરણા બળ. જે મને વધુ લેખન માટે પ્રોત્સાહિત કરશે.