(અગાઉના ભાગમાં આપણે જાણ્યું કે પ્રો.સ્નેહ પોતાના મિશન ની નિષ્ફળતા ને લઇ દુઃખી છે એ સમયે પ્રો.મનન આવે છે જે તેને ટાઈમ ટ્રાવેલ પ્રોજેક્ટ છોડવાનું કહે છે અને સાથે સાથે તેની સમક્ષ પોતાના રિસર્ચ માં ભાગીદાર બનવા માટે ની ઑફર મુકે છે. હવે આગળ.... )
દસ દિવસ પછી...
"પ્રોફેસર હવે તમારા બધા રિપોર્ટ નોર્મલ છે તો હું તમને ડિસ્ચાર્જ કરું છું. કોઈ problem થાય તો contect me ." ડૉ.આમીરે કહ્યું.
"Thanks doctor" સ્નેહ એ ડૉ.આમીર સાથે હાથ મિલાવતા કહ્યું.
##############
Prof. Vinayak is calling.......( સ્નેહ ના મોબાઈલ ની રીંગ સંભળાઈ)
Hello sir.
Hello, Mr. Mahera.
હવે તબિયત કેમ છે?
હવે સારું છે મને.
Ok. તો હવે ક્યારે ટાઈમ ટ્રાવેલ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કરશો.
આટલું સાંભળતાં જ પ્રો.સ્નેહ ખુશ થઈ ગયા. તેઓ વિશ્વાસ કરી શકતા નહોતા. એટલે ફરીથી પૂછ્યું" સર, શું તમે મને ફરીથી એ પ્રોજેક્ટમાં કામ કરવા માટે ની તક આપી રહ્યા છો."
Yes, mr.mahera. C.E.O વિનાયકે કહ્યું.
"Thank you so much sir ,મારા પર આટલો વિશ્વાસ દાખવ્યો." સ્નેહ એ ભાવુક થતાં કહ્યું.
પ્રો.વિનાયકે વિગતે વાત કરતાં જણાવ્યું કે" તમારે આભાર નિશાંત નો માનવો પડશે પ્રોફેસર. તેના પ્રયત્ન અને સમજાવટથી મેનેજમેન્ટે આ પ્રોજેક્ટ Reactivate કરવા પરમિશન આપી છે.ને હવે તમારે બધાની અપેક્ષાઓ પર આ વખતે ખરું ઉતરવાનું છે તથા આ પ્રોજેક્ટ ને લઇ ને મીડિયા માં ચાલતી અટકળો પર પૂર્ણવિરામ મૂકવાનું છે. આ એક મોટી જવાબદારીભર્યું કામ તમને સોંપાઈ રહ્યું છે.
All the best,
Take care."
########################
( પ્રો. સ્નેહનો સ્ટડી રૂમ પતિ-પત્ની વચ્ચેની વાતચીત)
20/3/2048
" હા! નેહા , મને બધું જ યાદ છે પણ એ ભૂતકાળ હતો જે વીતી ચૂક્યો છે." નેહા ને આશ્વાસન આપતાં સ્નેહ એ કહ્યું.
" ને કોઈપણ invention માં પ્રથમ ટ્રાયલ માં જ સફળતા મળી હોય એવા દાખલા ગણા ઓછા છે. તું એ સારી રીતે જાણે છે કે "વિજ્ઞાન નું બીજું નામ experiment ." સ્નેહ એ નેહાને સમજાવતાં કહ્યું.
અને વધુમાં ઉમેર્યું "જરૂરી નથી કે દરેક પ્રયોગ માં સફળતા મળે. હા, પણ દરેક નિષ્ફળતા સફળતા માટેના નવા દ્વાર ચોક્કસ થી ખોલી જાય છે."
"You are right!" નેહા સ્નેહ ની વાત સાથે સહમત થતાં બોલી. પણ મારા મનમાં તમારા પ્રથમ ટ્રાયલ વખતે થયેલ અકસ્માત નો ડર ને ઉપર થી પ્રો.મનની વાત મને વધુ ડરાવે છે."
મારી પ્રથમ નિષ્ફળતા એ મારા સપનાઓનો The end નહતો એ હવે પ્રો.મનને સાબિત કરી દેખાડવાનું છે. ને આ પહેલાં અનુભવે મનેય ઘણી ખામીઓ વ્યાખ્યાયિત કરી છે,ને મેં તેને સુધારવા માં કોઈ કસર છોડી નથી. એટલે મને વિશ્વાસ છે કે આ વખતે મારું મિશન જરૂર થી success જશે." પ્રો.સ્નેહ એ ગંભીરતાપૂર્વક કહ્યું.
"હા, તમે સાચા છો. મને તમારી મહેનત અને પ્રતિભા પર પૂર્ણ વિશ્વાસ છે. હવે હું તમારી સાથે છું. તમે ચોક્કસથી આ મિશને સફળ બનાવી શકશો અને આપણો દેશ વિજ્ઞાનના આ વિશાળ આકાશમાં ઊંચી ને ઊંચી ઉડાન ભરી શકશે."
નેહા ની વાત માં ભારોભાર શ્રદ્ધા અને સંમતિ જોઈ પ્રો.સ્નેહ ગળગળા થઈ ગયા નેહાને ભેટી પડ્યા ને કહ્યું "મને તારી પાસે આ જ અપેક્ષા હતી. Thank you... Thank.. you...so much.. world's best wife and my best friend!"
ઓહોહો.. બસ...બસ...આમ વખાણોના પુલ બાંધવાનું બંધ કરો ને સૂઈ જાવ હવે ટ્રાયલ ને ગણતરી ના દિવસો જ બાકી છે.જેથી કાલે વ્હેલા લેબ પણ જવું પડશે. પતિ -પત્ની ના મીઠાં ઝઘડાં વચ્ચે મોબાઈલની રીંગ રણકી... 'Nishant is calling...
બીજે દિવસે સવારે
રિસર્ચ સેન્ટર
પ્રો.સ્નેહ એ entry door પણ પોતાનું SCI- કાર્ડ (scientist's information card) સ્વાઈપ કર્યું.
"Good morning, professor!"
"Please put your thumb in this screen."
"Ok, done. "
"Please enter your code."
"Process successfully"
"Thank you."રેગ્યુલર attendance and checking પુરું કરી તે લેબમાં પ્રવેશી શકતા આ rules અહીં કામ કરતા દરેક વૈજ્ઞાનિક માટે હતો.(for security purpose)
" પ્રોફેસર તમને મળવા માટે TN tv ના રિપોર્ટર તમારી appointment માંગી રહ્યા છે. " નિશાંતે કહ્યું.
"Ok તું એમની 11:00 વર્ચ્યુઅલ મીટીંગ અરેન્જ કરી દે." પ્રો. સ્નેહ એ ડિજીવોચ માં નજર નાખતા કહ્યું.
" Ok" કહી નિશાંતે મેસેજ send કર્યો.
નિશાંત, we have been very busy this week on this project. સ્નેહ બોલ્યો.
રાઈટ સર!
# # # # # # # # # # # # # #
11:00 વાગે TNtv સાથેની મીટીંગ શરૂ થઈ.
સ્ક્રીન સામે બેઠેલા વ્યક્તિ એ શરુઆત કરતાં કહ્યું ,
" Hello professor!"
" હું TNtv નો સિનિયર રિપોર્ટર અનિકેત ."
"આપનું interview લેવા ઈચ્છું છું."
"Ok. તમે પૂછો!"
"શું માહિતી મેળવવા માંગો છો?" પ્રો. સ્નેહ એ કહ્યું.
1) પ્રો.મારો પહેલો સવાલ તમારો પ્રોજેક્ટ વિશે information આપશો?
*"અમારો પ્રોજેક્ટ ટાઈમ ટ્રાવેલ પર છે. જેના પર હું ને મારી ટીમ ઘણા વર્ષોથી કાર્યરત છીએ જે હવે તેના અંતિમ પડાવ માં છે.
પ્રો.સ્નેહ એ પ્રત્યુતર આપતાં કહ્યું."
Ok .
2)પરંતુ પ્રોફેસર તમારો આ પ્રોજેક્ટથી દેશને કઈ રીતે ફાયદો થશે?
* જુઓ આ પ્રોજેક્ટ ને લગભગ બધા જ દેશ તિલાંજલિ આપી ચૂક્યા છે અને આ પ્રોજેક્ટ આપણે ત્યાં સફળ થાય છે તો દેશની આનાથી મોટી સિદ્ધિ શું હોઈ શકે!
3)" તો પ્રોફેસર તમારો પ્રોજેક્ટ ક્યારે Trial phase માં આવશે."રિપોર્ટર એ પુછ્યું
*"28 feb science day છે ત્યારે અમે પરીક્ષણ કરવાના છીએ." પ્રોફેસરે ઉત્તર આપતા કહ્યું.
બરાબર..
4) તો તમે ટ્રાયલ સમયે તમે ટાઈમ મશીન ની મદદથી ભવિષ્ય માં જશો એમને?
* ના, ટાઈમ મશીન થી ભવિષ્યમાં તો જઈ શકાય પણ હું ભૂતકાળ માં જવા ઇચ્છુક છું.
5) આવું શા માટે, કંઈ અંગત ના હોય તો જણાવી શકશો?
*એમાં કશું અંગત જેવું કંઈ નથી પણ હું ભૂતકાળ માં જઈ મારું બાળપણ એકવાર ફરી જોઇ લેવા ઈચ્છું છું માટે.
Ohh, that's great!
Ok, good work and nice project!
Happy journey safe journey તમારુ ટાઈમ ટ્રાવેલ રોચક બની રહે .
"All the best!"
"Thank you for interview!"
"Most welcome!"
"Ok, Good bye!"
# # # # # # # # # # # # # # # # #
મીટીંગ પૂરી થતાં પ્રોફેસર કામમાં જોડાયા. થોડીવાર પછી પ્રોફેસર સ્નેહ એ નિશાંત ને હાંક લગાવતા બોલ્યા" નિશાંત ટ્રાયલ માટેની બધી વ્યવસ્થા નો શો રિપોર્ટ છે?"
"સર, બધા જ કંટ્રોલ અને સિક્યુરિટી મેટર નું મેં રિચેકિગ કરી લીધું છે. હવે આ તબક્કે કોઈ પ્રોબ્લેમ જણાતો નથી એટલે આપણે ટાઈમ ટ્રાવેલ માટે પુરેપુરા તૈયાર છીએ.
બસ હવે 'SNC watch' સિધ્ધાર્થ તૈયાર કરી આપે એટલે બધું બરાબર." નિશાંતે કહ્યું.
હંઅઅઅ..ok. પણ એ સિધ્ધાર્થ ક્યાં છે? પ્રોફેસરે કહ્યું.
" આ રહ્યો સર, પાછળ થી અવાજ આવ્યો ને આ રહી તમારી વોચ!' સિધ્ધાર્થ વોચ સ્નેહ ના હાથ માં આપતાં બોલ્યો.
"Good work." પ્રોફેસરે વોચ ને તપાસતાં કહ્યું."પણ તું મને એના ફીચર્સ તો જણાવ."
"જુઓ સર, આ તમારી વોચ માં એક cheap ફીટ કરી છે . જે તમારા હાથ પર હશે ત્યાં સુધી સિગ્નલ ક્રીએટ કરશે. ને આ ડિવાઈસ સુપર ક્વોન્ટમ કમ્પ્યુટર સાથે કનેક્ટ છે. જેથી સિગ્નલ કેપ્ચર કરી શકાશે અને કોઈ complication સમયે મદદ મળી રહેશે. આ ગ્રીન એરો દર્શાવે છે કે તમારું વોચ કમ્પ્યુટર સાથે કનેક્ટ છે પણ જ્યારે લાલ એરો વોચ અને કમ્પ્યુટર સાથેની કનેક્ટિવિટી માં error બતાવે છે."સિધ્ધાર્થે પ્રોફેસર ને માહિતી આપતા કહ્યું.
" That's good!"
હવે મારી સઘળી ચિંતા દૂર થઈ ગઈ બસ, હવે જલદી થી પરીક્ષણ નો દિવસ આવી જાય . પ્રો.સ્નેહ આતુરતા સાથે બોલ્યા.
સર! હવે દિલ્લી દૂર નથી સિધ્ધાર્થે તેના મજાકિયા સ્વભાવ માં કહ્યું.
ના,ના એવું નહિ હવે ટાઈમ ટ્રાવેલ દૂર નથી! નિશાંતે વાતાવરણ વધુ હળવું બનાવતા કહ્યું.
ને ત્રણેય હસતાં હસતાં છૂટા પડ્યા.
To be continue....
શું પ્રો.સ્નેહ નું પરીક્ષણ આ વખતે સફળ થશે કે પછી અગાઉની જેમ નિરાશા સાંપડશે? આ પ્રશ્ન ના જવાબ સાથે મળીશું 'અસ્તિત્વ એક રહસ્ય ભાગ-૫'.
આપનાં અમૂલ્ય પ્રતિભાવો આવકાર્ય.