નવા જીવનની શરૂઆત - ભાગ-૪ Payal Chavda Palodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નવા જીવનની શરૂઆત - ભાગ-૪

 

નવા જીવનની શરૂઆત (ભાગ-૪)

               મારૂં નામ મયુર, મે આાગળના ભાગમાં જણાવ્યા મુજબ, હું અને મારી બહેન અમે બંને ઇન્ટરવ્યુ આપવા ગયાં હતાં અને અને થોડીક વારમાં સરએ અમને લોકોને બેઠક રૂમમાં ઇન્ટરવ્યુ માટે બોલાવ્યાં અને અમારા લોકોનું ઇન્ટરવ્યુ લેવાનું ચાલુ થઈ ગયું. ત્યારબાદ ૧૫-૨૦ મિનિટ બાદ અમારૂં ઇન્ટરવ્યુ પતી ગયું અને અમે લોકો બહાર આવી ગયાં અને થોડાક સમય બાદ સર બહાર આવ્યા અને અમને લોકોને કીધું કે તમારા બધાંનું ઇન્ટરવ્યુ સારું રહ્યું પણ હવે નોકરી પર કોણે રાખવા અને કોણે ના રાખવા એ અમારા ઓફીસના મોટા સર નક્કી કરશે અને હવે તમે લોકો ઘરે જઈ શકો છો. જો તમને નોકરી પર રાખવાનાં હશે તો તમારા મોબાઈલ પર ફોન આવશે અને અમે તમને બોલાવી દઇશું. ત્યારબાદ હું અને મારી બહેન ત્યાંથી ઘરે આવ્યાં અને તેનાં ૩-૪ દિવસ પછી અમારી પર ફોન આવ્યો કે તમે બંને કાલથી નોકરી ચાલુ કરી દેજો અને હું મારા મમ્મી, મારા પપ્પા અને મારી બહેન એ દિવસે બહુ જ ખુશ હતાં. પણ મારા નસીબ થોડાક સારા ન હતા. જેથી મારે ૨-૩ મહિનામાં જ નોકરીમાંથી રાજીનામું આપી દેવું પડયું. કેમ કે, મારી કોલેજની પરીક્ષા ચાલી રહી હતી અને હું જ્યાં નોકરી કરતો ત્યાં કોર્ટ હતી અને એ કોર્ટમાં મારે બપોરે ૨-૩ સર જોડે બેસવું પડતું હતું અને તે સમયે જ મારે પરીક્ષાનો ટાઈમ હતો એટલે હું નોકરી પણ બરોબર નહતો કરી શકતો. જેથી મારે રાજીનામું આપવું પડયું. કેમ કે, હું મારૂં ભણવાનું બગાડીને નોકરી કરવા નહોતો માંગતો. જેથી મેં રાજીનામું આપવાનું નક્કી કરી લીધું. તે સમયે મને થોડુંક દુખ થયું હતું પણ એક બાજું હું ખુશ પણ હતો કે, હું મારી પરીક્ષામાં એક જ બાજુ પૂરતું ધ્યાન આપી શકતો હતો અને ધીમે-ધીમે મારી પરીક્ષા પૂરી  થઈ ગઈ અને મેં આગળ નોકરી કરવાનું વિચાર્યું. ત્યારબાદ હું સારી નોકરીની શોધ માટે બધાંને કહેતો અને સાથે સાથે હું સરકારી નોકરીની તૈયારી પણ કરતો હતો. ત્યારબાદ મને પણ થોડાક સમયમાં સારી એવી નોકરી મળી ગઈ અને હું નોકરી કરવા લાગ્યો અને ત્યાં મારા સર અને મારા ઓફિસનો સ્ટાફ પણ ખૂબ જ સરસ હતો. જેથી મને કામ કરવાની પણ મજા આવતી. પણ મારૂં નસીબ બહુ જ ખરાબ હતું. જેથી મેં તે જગ્યાએ એક વર્ષ નોકરી કરી અને અમારો કોન્ટ્રાકટ પૂરો થઈ ગયો. આથી અમને લોકોને નોકરી પરથી છૂટા કરી દેવામાં આવ્યાં. પણ મારા સર એ મને કીધું હતું કે જેવો કોન્ટ્રાકટ રીન્યુ થશે એવો જ હું તને તરત જ બોલાવી લઇશ. ત્યારબાદ હું એક મહિના જેવું ઘરે બેસી રહ્યો હતો.

      થોડાક સમય બાદ મારા મોટા બેનના લગ્ન પણ થઈ ગયાં અને એમને પણ સારી સરકારી નોકરી  મળી ગઈ અને મારા જીજાજી પણ સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતાં હતાં. હું મારા પપ્પા, મારા મમ્મી અમે બધાં ખુશ છીએ કેમ કે બહેન અને કુમારને સરકારી નોકરી કરી રહ્યા છે.

     બેનનાં લગ્ન સારી રીતે થઈ ગયાં એનાં બીજા જ દિવસે હું બીમાર પડી ગયો હતો અને ડોકટરે મને એક અઠવાડીયા માટે આરામ કરવાનું કીધું હતું તે દરમિયાન જ મારા પર મારી ઓફિસમાંથી મારા સરનો ફોન આવ્યો કે ભાઈ આપણી ઓફીસમાં કોન્ટ્રાકટ રીન્યુ થઈ ગયો છે તો તું કાલથી ઓફીસમાં હાજર થઈ જશે પણ ડોકટરે મને આરામ કરવાનું કીધું હતું. જેથી મેં સરને ના પાડી દીધી હતી કે, હું એક અઠવાડીયા પછી હાજર થઇશ તો સરે કીધું સારૂં ભાઈ વાંધો નહીં. પણ ઓફીસમાં માણસોની જરૂર હોવાથી મારા સરએ બીજા એક બહેનને નોકરી પર બોલાવી લીધા હતાં. ત્યારબાદ મારી તબિયત સારી થઈ ગઈ અને હું એક અઠવાડીયા બાદ ઓફીસમાં હાજર થયો તો મારા સરએ તે સમયે મારી જગ્યાએ બીજી એક છોકરીને નોકરી પર બોલાવી લીધી હતી અને મને કીધું કે ભાઈ ઓફીસમાં જેવી જગ્યા ખાલી પડશે એટલે અમે તને તરત જ બોલાવી લઇશું. ત્યારબાદ હું થોડાક સમય માટે ઘરે જ બેસી રહ્યો હતો.

       મારા જીવનની આગળની વાત તમને હું મારા નવાં ભાગમાં જણાવીશ.

હું આશા રાખું છું કે, મારી આ યાદગાર અને દુખ-દાયક કહાની આપ સૌને ખૂબ જ ગમી હશે અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર....

 

 સમાપ્ત......................