નવા જીવનની શરૂઆત - ભાગ-૧ Payal Chavda Palodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નવા જીવનની શરૂઆત - ભાગ-૧

નવા જીવનની શરૂઆત (ભાગ-૧)

 

            મારૂં નામ મયુર, મે તમને આગળનાં એક ફુલથી બદલાયેલ જીવનના (ભાગ-૪) માં જણાવ્યા મુજબ મારું બસ જોડે એકસીડન્ટ થયું હતું. પણ મને બચાવવા માટે ડોકટરએ અને મારા મમ્મી-પપ્પા અને મારી બહેન એ રાત-દિવસ એક કરી નાખ્યો હતો. ભગવાન માતાજીને ખૂબ જ પ્રાર્થના કરી અને ડોકટરએ પણ ખૂબ જ મહેનત કરી અને મમ્મી-પપ્પા, બહેનની સારી ભક્તિના કારણે હું અત્યારે જીવિત છું. ત્યારબાદ મારી સારવાર ચાલતી રહી અને મારા શરીરને સરખું થવામાં બે વર્ષ નીકળી ગયાં અને અત્યારે હું એકદમ થીક છું, અને મને અત્યારે કોઈપણ જાતની તકલીફ નથી અને હું પહેલાં જેમ હતો એમ જ અત્યારે પણ છું.

           આજે પણ હું એ દિવસ યાદ કરું તો મારી આંખમાં આસું આવી જાય છે. પણ મને એ વિચારીને વધારે ખુશી મળે કે આ મારો બીજો જન્મ છે, અને આ મારા બીજા જન્મ પાછળ મારા મમ્મી-પપ્પા અને મારી બહેનની સાચી ભક્તિ, સારા કર્મો, અને ખૂબ જ ભાગદોડનાં કારણે આજે હું આપ સૌની સાથે આજે સામિલ છું. 

            તો ચાલો હવે હું મારા નવાં જીવન વિશે આપને જણાવીશ. તો જે સમયે મને બધું સારું થઈ ગયું તે સમયે હું ધોરણ-૧૦ માં હતો અને મારે બોર્ડની પરીક્ષા આપવાની હતી. હું પરીક્ષામાં કંઇ પણ વાચ્યાં વગર ગયો હતો પણ તે સમયે પરીક્ષામાં ર્બોર્ડ વાળા તરફથી એમ.સી.ક્યુ ની પધ્ધતિ હતી જેથી બધાંને પાસ થવાની સરળતા રહે. ત્યારબાદ હું મારી બોર્ડની પરીક્ષામાં કંઇ પણ વાચ્યાં વગર પાસ થઇ ગયો અને મારે ધોરણ-૧૦માં ૫૭.૬૫ % આવ્યાં હતાં જો કે તે મારી માટે વધારે જ હતાં અને હું તેનાંથી ખૂબ જ ખુશ હતો. ત્યારબાદ મેં આગળના ધોરણ-૧૧ માં પ્રવેશ કર્યો પણ તે સમયે બધાં મારા જૂનાં મિત્રો છૂટી ગયાં. કેમ કે અમે લોકો જે સ્કૂલમાં ભણતાં હતાં. એ સ્કૂલમાં ધોરણ-૧ થી ધોરણ-૧૦ સૂધી જ છોકરાઓને મંજૂરી હતી. છોકરાઓ માટે એ સ્કૂલમાં ધોરણ-૧૧,૧૨ ન હતું. જેથી અમારે બધાં મિત્રો એ સ્કૂલો છોડવી પડી અને બીજી કોઈ નવી સ્કૂલમાં પ્રવેશ લેવો પડયો. ત્યારબાદ મેં પણ એક બીજી પ્રાઇવેટ સ્કૂલમાં પ્રવેશ લઇ લીધો અને મારે એ સ્કૂલમાં પણ નવાં મિત્રો બન્યાં. પણ તે સમયે મને મારા જૂનાં મિત્રોની ખૂબ જ યાદ આવતી પણ અમને બધાંને એક જ સ્કૂલમાં એડમીશન મળે એ શક્ય ન હતું. પણ અમે લોકો જૂનાં મિત્રો ગણી વાર બહાર મળતાં અને ખૂબ જ વાતો કરતાં અને મસ્તી પણ કરતાં. જેથી બધાં સારી રીતે સેટ થઇ ગયાં હતાં અને મારી સ્કૂલમાં બીજા નવાં મિત્રો પણ હતાં જેથી મને કદી પણ એકલવાયું ન લાગતું. અમે એ સ્કૂલમાં પણ ખૂબ જ મસ્તી કરતાં પણ ત્યાં અમારા ક્લાસના સર ખૂબ જ કડક હતાં. અમે બધાં છોકરાઓ અમારા પહેલા પિરીયડમાં બિલકૂલ મસ્તી ન કરતાં ખાલી ભણતાં અને ભણવાનું એક જ કારણ હતું અમારા ક્લાસ સર જે ખૂબ જ કડક હતાં. પણ એમનો પિરીયડ જેવો પતી જતો ત્યારબાદ બાકીનાં ૭ પિરીયડમાં બધાં ખાલી મસ્તી જ કરતાં. ખરેખર ખૂબ જ મજા આવતી હતી અને અમારા અંગ્રેજીનાં જે ટીચર હતા તે તો ખૂબ જ નાજૂંક હતાં કોઇને કંઇ ના બોલતાં પણ એમને શાંતિથી ભણાવવું જ ગમતું અને હું પણ એમનાં પિરીયડમાં ભણવાની ખૂબ જ કોશિશ કરતો પણ મારા મિત્રો એ વસ્તુ થવાં જ ન દેતાં. કેમ કે એ ટીચરે અમારા ક્લાસ મોનીટરને કીધું હતું કે મારો પિરીયડ આવે અને જે લોકો મસ્તી અવાજ કરે એમનું નામ બોર્ડ પર લખી દેવું અને ટીચર આવે એટલે નામ વાંચીને બધાંને ઉભા કરે અને સ્પષ્ટ શબ્દોમાં કંઇ દે કે બધાં ક્લાસની બહાર જતાં રહો અને જેનું જેનું નામ હોય તે બધાં જ ખૂશી ખૂશી ઉભા થઈ જતાં અને બહાર નીકળી જતાં અને એ નામમાં હું પણ સામિલ હતો અને ટીચર ક્લાસનો દરવાજો બંધ કરી દેતાં. પણ હું હાથે રહીને ન જતો પણ મારો ક્લાસ મોનીટર જેનું નામ ધર્મેન્દ્રસિંહ જાડેજા હતું એ મારો મિત્ર હતો અને જાણી જોઇને મારું નામ લખતો અને મારે કંઇ પણ બોલ્યાં વગર બહાર નીકળી જવું પડતું. ગણીવાર મને પણ એમ થતું કે આ મારો દોસ્ત છે કે દુશ્મન છે એ જ કંઇ ખબર ન પડતી પણ આવી રીતે જ અમારા લોકોની નાની-મોટી મસ્તીમાં જ આખો દિવસ નીકળી જતો અને ધીમે-ધીમે હું ધોરણ-૧૧ માં પાસ થઈ ગયો અને હું ધોરણ-૧૨ માં પ્રવેશ કર્યો અને મારે એ જ સ્કૂલમાં અને જૂનાં જ મિત્રો સાથે બેસવાનું હતું અને ટીચરો અને સર પણ એનાં એ જ હતાં અને અમારું મસ્તી કરવાનું અને ભણવાનું પણ જેમ ચાલતું હતું તેમ જ હતું પણ અમે બધાં મિત્રો ભેગાં મળીને ખૂબ જ ખુશ રહેતાં. હું ધોરણ-૧૨ માં આવ્યો એટલે મને ઘરેથી મમ્મી-પપ્પા ખૂબ જ ઠપકો આપતા હતાં કે હવે તું ભણવામાં ધ્યાન આપજે બરોબર કેમ કે ધોરણ-૧૨ એ બોર્ડ કેવાય અને મને પણ થોડું ગણું ટેન્શન રહેતું અને મારા મમ્મી-પપ્પા કહેતાં કે મહેનત કરજે, બરોબર પાસ થઈ જઇશ સારા માર્કએ. પણ મારું ભણવામાં બિલકૂલ મન ના લાગતું. હું ગમે તેટલું ભણવા બેસું પણ મને કંઇ જ યાદ ના રહેતું અને આમને આમ આખું વર્ષ પતવા આવ્યું અને હું ધીમે-ધીમે વાંચવાનું ચાલું કર્યું અને ટ્યુશનમાં પણ રેગ્યુલર જતો પણ ટ્યુશનમાં મારા સર મને દર વખતે કહેતાં કે તું ધોરણ-૧૨ માં પાસ નહીં જ થાય જોજે અને આજ વાત મને ખૂબ જ દુ:ખ આપતી છતાં પણ હું બધી વાતોને અવગણીને  ભણવામાં પૂરતું ધ્યાન આપતો અને પરીક્ષા આપવા જતો હતો અને ધીમે-ધીમે અમારી બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગઇ અને અમારે વેકશન પડયું અને મે બસ પહેલાંની જેમ જ મસ્તી ચાલુ કરી દીધી અને લોકોને હેરાન કરવાના, મિત્રો સાથે ફરવા જવાનું, મારા પરિવાર સાથે ટાઈમ વિતાવવાનો અને આમ ને આમ અમારું વેકેશન પતવા આવ્યું અને મારી પરીક્ષાના પરિણામની તારીખ આવી ગઈ. ત્યારબાદ મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી.................

 

(વધુ આવતા પ્રકરણે ભાગ-૨ માં)