ઇરાવન - ભાગ ૫ Abhishek Dafda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઇરાવન - ભાગ ૫

આપણે અત્યાર સુધી ઇરાવનનાં જન્મ સુધીની સંપૂર્ણ કથા જોઇ પરંતુ હવે આપણે ઇરાવનનો મહાભારતનાં યુદ્ધમાં ભૂમિકા શું હતી અને તેમનો વધ કઇ રીતે થયો હતો તેની વિસ્તૃત માહીતી મેળવીશું.

અર્જુનનો આ પરાક્રમી પુત્ર ઇરાવન એ નાગરાજ કૌરવ્યની પુત્રીનાં ગર્ભથી અને બુદ્ધિમાન અર્જુન દ્રારા ઉત્પન્ન થયો હતો. નાગરાજની આ પત્ની સંતાનહિન હતી. તેનાં પ્રથમ પતિનો ગરુડે વધ કર્યો હતો. જેથી તેં અત્યંત દીન અને દયનિય થઈ રહી હતી. ઐરાવતવંશી કૌરવ્ય નાગે તેને અર્જુનને અર્પિત કરી અને અર્જુને કામને આધીન થયેલી તેં નાગકન્યાને પત્ની રૂપમાં ગ્રહણ કરી હતી. આ પ્રકારે અર્જુનપુત્ર ઉત્પન્ન થયો હતો.

ઇરાવન સદા માતૃકૂળમાં રહ્યો હતો. તેને નાગલોકમાં જ તેની માતા દ્રારા પાળી-પોષીને મોટો કરવામાં આવ્યો હતો અને તમામ પ્રકારે તેની રક્ષા કરવામાં આવી હતી. ઇરાવન પણ પોતાનાં પિતા અર્જુનની જેમ રુપવાન, બળવાન, ગુણવાન અને સત્ય પરાક્રમી હતો.

મોટા થયાં બાદ જ્યારે તેણે સાંભળ્યું કે મારાં પિતા અર્જુન આ સમયે ઇન્દ્રલોક ગયા છે તો તેં પણ તરત જ ત્યાં જઇ પહોંચ્યો. તે સત્યપરાક્રમી મહાબાહુ વીરે પોતાનાં પિતા પાસે પહોંચીને શાંતભાવથી તેમને પ્રણામ કર્યું અને વિનયપૂર્વક હાથ જોડીને અર્જુન સમક્ષ પોતાનો પરિચય આપતાં બોલ્યો - પ્રભુ! આપનું કલ્યાણ થાય. હું આપનો જ પુત્ર ઇરાવન છું. તેની માતા સાથે અર્જુનનો જે સમાગમ થયો હતો, તેં આખું વૃતાંત સંભળાવ્યું. અર્જુનને પણ તેં વૃતાંત યથાર્થરુપથી સ્મરણ થઈ આવ્યું.

ગુણોમાં પોતાનાં જ સમાન તેં પુત્રને હ્દયથી લગાવીને અર્જુન ઘણી પ્રસન્નતા સાથે તેને દેવરાજનાં ભવનમાં લઇ ગયા. તેં દિવસે અર્જુને પોતાનાં મહાબાહુ પુત્રને પોતાનું સૌ કાર્ય બતાવીને કહ્યુ- શક્તિશાળી પુત્ર! યુદ્ધનાં અવસર પર તું અમારાં લોકોની સહાયતા કરવાં માટે આવજે. ત્યારે ઇરાવન યુદ્ધમાં સહાયતા કરવાં માટેનું વચન આપીને ત્યાંથી નીકળી ગયા હતાં અને ત્યારબાદ જ્યારે યુદ્ધનો સમય આવ્યો ત્યારે સહાયતા કરવાં માટે સીધા કુરુક્ષેત્ર પહોચી ગયા હતાં.

યુદ્ધનાં સાતમાં દિવસે મહાબલી ધનુરધર વિન્દ અને અનુવિન્દ પાંડવ સેનાનો ભયંકર સંહાર કરી રહ્યાં હતાં. વિન્દ અને અનુવિન્દ અવન્તિનાં રાજા જયસેનનાં પુત્ર અને મિત્રવૃન્દાનાં ભાઈ હતાં. બન્ને દુર્યોધનનાં પરમ મિત્ર હતાં અને શ્રીકૃષ્ણની પાંડવો સાથેની ઘનિષ્ટતાંને લઇને પાંડવો સાથે પણ વેરભાવ રાખતા હતાં.

મિત્રવૃન્દાએ જ્યારે પોતાનાં સ્વયંવરમાં શ્રીકૃષ્ણનું વરણ કર્યું ત્યારે વિન્દ અને અનુવિન્દે તેનો વિરોધ કર્યો હતો અને શ્રીકૃષ્ણ સામેનાં યુદ્ધમાં તેમનો પરાજય થયો હતો. યુધિષ્ઠિરનાં રાજસૂય યજ્ઞ વખતે સહદેવે બન્ને ભાઇઓને પરાજિત કરીને અવન્તી રાજ્ય પર યુધિષ્ઠિરનું આધિપત્ય સ્થાપિત કરી દીધું હતું. આ બધી બાબતોને લઇને આ બન્ને ભાઇઓએ મહાભારતનાં યુદ્ધમાં કૌરવ પક્ષ તરફથી યુદ્ધ કર્યું હતું.

બન્ને ભાઇઓ યુદ્ધનાં સાતમાં દિવસે ઉન્મત્ત બનીને યુદ્ધ કરી રહ્યાં હતાં અને અર્જુનપુત્ર ઇરાવનને સામે જોઇને તેની સાથે જ લડી પડ્યા. આ ત્રણે વીરોનું યુદ્ધ અત્યંત ભીષણ થયું. ઇરાવને કૂપિત થઈને દેવતાઓ સમાન રુપવાન બન્ને ભાઈ વિન્દ અને અનુવિન્દને તુરંત ઘાયલ કરી દીધાં. તેઓ પણ સમરાંગણમાં વિચિત્ર યુદ્ધ કરવા વાળા હતાં. અત: તેમણે પણ ઇરાવનને વીંધી નાખ્યો. બન્ને પક્ષ પોતાનાં શત્રુનો નાશ કરવા માટે તત્પર હતાં. બન્ને પક્ષ સમાન બળશાળી હતાં. અત: યુદ્ધ કરતાં સમયે તેઓમાં કોઈ અંતર દેખાતું નહોતું.

તેં સમયે ઇરાવને પોતાનાં ચાર બાણો દ્રારા અનુવિન્દનાં ચાર ઘોડાઓને યમલોક પહોંચાડી દીધાં. ત્યારબાદ બે તીક્ષ્ણ ભાલાઓથી તેનાં ધનુષ અને ધ્વજ કાપી નાખ્યા. ત્યારબાદ અનુવિન્દ પોતાનો રથ ત્યાગીને વિન્દનાં રથ પર જઇ ચડ્યો અને ભાર વહન કરવામાં સક્ષમ બીજું પરમ ઉત્તમ ધનુષ લઇને ફરીથી ઇરાવન સાથે યુદ્ધ કરવા લાગ્યો.

રથીઓમાં શ્રેષ્ઠ તેં બન્ને વીર રણભૂમિમાં એક જ રથ પર બેસીને ઘણી શીઘ્રતાથી ઇરાવન પર બાણોની વર્ષા કરવા લાગ્યા....

વધું આવતાં અંકે......