Iravan - 7 books and stories free download online pdf in Gujarati

ઇરાવન - ભાગ ૭

ત્યારે ઇરાવનનાં સમસ્ત સૈનિકોએ તેં છ એ છ વીરોનાં સૈન્ય સમૂહનો નાશ કરી નાખ્યો. સમરાંગણમાં પોતાની સેનાનો આ રીતે નાશ થતા જોઇ સુબલનાં છ એ પુત્રો ન સહન કરી શક્યા. તેઓએ ઇરાવન પર ઍક સાથે હુમલો કરીને ચારે તરફથી ઘેરી લીધો. તેં છ એ શૂરવીર તીખાં પ્રાસોથી એકબીજાને પ્રોત્સાહન આપતાં ઇરાવન પર તુટી પડ્યા તથા એકદમ વ્યાકુળ કરવા લાગ્યા.

તેં મહાન વીરોનાં તીખાં પ્રાસોથી ક્ષત-વિક્ષત થયેલા ઇરાવન વહેતા લોહીથી તરબોળ થઈ ગયો. અંગોથી ઘાયલ થયેલા હાથીની જેમ વ્યાકુળ થઈ ગયો. તેં એકલો હતો અને તેની પર પ્રહાર કરવા વાળાઓની સંખ્યા ઘણી હતી. તેં આગળ પાછળ અને આજુ બાજુથી અત્યંત ઘાયલ થઈ ગયો હતો, તેમ છતા ધૈર્યને કારણે વ્યથિત ન થયો.

હવે ઇરાવનને પણ ઘણો ક્રોધ આવ્યો. શત્રુ નગરી પર વિજય મેળવવા વાળા તેં વીરે સમરાંગણમાં પોતાનાં તીખાં બાણો દ્રારા વીંધીને તેં સૌને મૂર્છિત કરી નાખ્યા. શત્રુઓનું દમન કરનારા ઇરાવાને પોતાનાં શરીરમાંથી વેગપૂર્વક પ્રાસોને નીકાળીને તે પ્રાસો દ્રારા જ રણભૂમિમાં સુબલપુત્રો પર પ્રહાર કર્યો. ત્યારબાદ તીખી તલવાર અને ઢાલ નીકાળીને ઇરાવને યુદ્ધમાં સુબલપુત્રોનો વધ કરવાની ઇચ્છા સાથે તુરંત પગપાળા જ હુમલો કર્યો.

ત્યારબાદ સુબલપુત્રોમાં પ્રાણશક્તિ પુન: આવી ગઈ. અત: તેં સૌ સચેત થવા પર પુન: ક્રોધથી ભરાઈ ગયા અને ઇરાવન તરફ દોડ્યા. ઇરાવન પણ બળનાં અભિમાનમાં ઉન્મત્ત થઈને પોતાનાં હાથોની સ્ફૂર્તિ દેખાડતો ખડગ દ્રારા તેં સમસ્ત સુબલપુત્રોનો સામનો કરવા લાગ્યો. તેં એકલો ઘણી સ્ફૂર્તિ સાથે પેંતરા બદલવા લાગ્યો અને તેંઓ સૌ સુબલપુત્રો શીઘ્રગામી ઘોડા દ્રારા વિચરી રહ્યાં હતાં. તો પણ તેઓ તેની અપેક્ષા કોઈ વિશેષતા ન લાવી શક્યા.

તદ પશ્ચાત ઇરાવનને ભૂમિ પર ઉભેલો જોઈને તેં સૌ સુબલપુત્રો યુદ્ધમાં તેને સારી રીતે ઘેરીને બંદી બનાવાની તૈયારી કરવા લાગ્યા. ત્યારે ઇરાવને નજીક આવવા પર ક્યારેક જમણા તો ક્યારેક ડાબા હાથથી તલવાર ફેરવીને શત્રુઓનાં અંગોને છિન્ન-ભિન્ન કરી નાખ્યા. તેં સૌનાં આયૂધો (શસ્ત્રો) અને સોનાનાં આભૂષણોથી વિભૂષિત ભુજાઓને પણ કાપી નાખી. આ પ્રકારે અંગ-અંગ કપાઈ જવા પર તેઓ પ્રાણશૂન્ય થઈને ધરતી પર પડવા લાગ્યા. સુબલપુત્ર વૃષભ ઘણો ઘાયલ થઈ ગયો હતો પણ વીરોનો ઉચ્છેદ કરવા વાળા તેં મહાભયંકર સંગ્રામથી તેણે પોતાની જાતને કોઈ પ્રકારે મુક્ત કરી લીધો.

તેં સૌનો વધ થયેલો જોઇને દુર્યોધન ભયભીત થઈ ગયો અને તેં એકદમ ક્રોધમાં ભરાઈને ભયંકર દેખાવ ધરાવનાર રાક્ષસ ઋષ્યશ્રુંગપુત્ર (અલ્મબુષ) ની પાસે દોડી ગયો. તેં રાક્ષસ શત્રુઓનો નાશ કરવામાં સમર્થ, માયાવી અને મહાન ધનુરધર હતો. પુર્વકાળમાં કરવામાં આવેલા બકાસુર વધને કારણે તેં ભીમસેનનો વેરી બની ગયો હતો. બકાસુર એ તેનો મોટો ભાઈ હતો.

અલ્મબુષ પાસે જઇને દુર્યોધને કહ્યુ- વીર! જો આ અર્જુનનો બળવાન પુત્ર ઘણો માયાવી છે. તેણે મારુ અપ્રિય કરવા માટે મારી સેનાનો સંહાર કરી નાખ્યો. તો તું ઇચ્છાનુસાર ચાલવા વાળા તથા માયામય અસ્રોનાં પ્રયોગમાં કુશળ છે. કુંતીકુમાર ભીમે તારી સાથે પણ વેર કર્યું છે. અત: તું યુદ્ધમાં આ ઇરાવનનો અવશ્ય વધ કરી નાખ.

"ઘણું સારુ" એવું કહીને તેં ભયંકર દેખાવા વાળો રાક્ષસ સિંહનાદ કરતા જ્યા નવયુવક અર્જુનપુત્ર ઇરાવન હતો, તેં સ્થાન પર ગયો. તેની સાથે નિર્મલ પ્રાપ્ત નામનાં અસ્ત્રથી યુદ્ધ કરવા વાળા સંગ્રામ કુશળ તેમજ પ્રહાર કરવામાં સમર્થ વીરોથી યુક્ત ઘણી સેનાઓ હતી. તેનાં તમામ સૈનિક સવારી પર બેઠા હતાં. તેં સૌથી ઘેરાયેલો અલ્મબુષ સમરાંગણમાં મહાબલિ ઇરાવનનાં વધની ઇચ્છા સાથે યુદ્ધ સ્થળમાં ગયો. મરવાથી બચેલા બે હજાર ઉત્તમ ઘોડા તેની સાથે હતાં. શત્રુઓનો નાશ કરવા વાળો પરાક્રમી ઇરાવન પણ ક્રોધથી ભરેલો હતો.....

વધું આવતાં અંકે.......


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED