કાવ્ય સંગ્રહ. - 3 રોનક જોષી. રાહગીર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાવ્ય સંગ્રહ. - 3

અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મનમાં આવેલા વિચારને મારી રચના દ્વારા અહીંયા રજુ કરું છું આશા છે આપ સૌને પસંદ આવશે.

1.-
*શીર્ષક*- *ફરે છે*

તકલીફમાં તકદીર ફરે છે,
રોગી ભોગી આમતેમ ફરે છે.

સંભાળીને ચાલજે દિકરી તું,
અહીં માનસિક રોગી તરે છે.

વ્હાલ કરી અહીં વીંધી નાખી,
સભ્યતા અહીં ખેલ કરે છે.

ભર ઉનાળો છે આવીને જો,
ઘરમાં આ છત કેમ ઝરે છે.

ને 'રાહગીર' સંભાળીને ચાલજે,
કળયુગ અહીં નાટક કરે છે.

-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
રાહગીર.
ઉંટવા.



2-
*શીર્ષક*- *બતાવું*

મુશ્કેલીમાં તને માર્ગ બતાવું,
ચાલ તને નવી રાહ બતાવું.

નજરને આભનો સ્પર્શ કરાવું,
પરમાત્માની ચાહ બતાવું.

હતું શું ને ગયું છે શું તારું,
ચાલ બધી વાહવાહ બતાવું.

જીત હાર તો ભાગ છે જીવનનો,
માણસ મનની દાહ બતાવું.

બાપડો નથી કે નથી લાચાર તું,
ચાલ દિવ્યાંગનો ઉત્સાહ બતાવું.
-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
"રાહગીર".
ઉંટવા.


3-
*શીર્ષક*- *અલગ અહેસાસ છે.*

તારા આવવાનો અલગ અહેસાસ છે,
એટલે જ તો મારા મનને હળવાશ છે.

ઝૂમી રહ્યું છે, ગાઈ રહ્યું છે, મસ્તી કરી રહ્યું છે,
જાણે વર્ષો પછી મનમાંથી દૂર થતી સંકડાશ છે.
તારા આવવાનો અલગ અહેસાસ છે.

હારી ગયું'તુ, થાકી ગયું'તુ, સૂનમૂન બેસી ગયું'તુ,
આજે એ મનમાંથી દૂર થતી બધીજ કડવાશ છે.
તારા આવવાનો અલગ અહેસાસ છે.

થોભી ગયેલા જીવનની તું રાહ છે,
કરમાતા ફૂલની તું સુવાસ છે,
આજે દિલને તારા દિલ સાથે સહેવાસ છે,
તારા આવવાનો અલગ અહેસાસ છે.

-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
રાહગીર.
ઉંટવા.


4-
*શીર્ષક*- *મનગમતું બાળક*

નવુ નથી આ તો જૂનુ છે,
આ બાળક બહુ ભોળુ છે.

શાળાએ મુકવા જાઓ તો રોતુ છે,
રમવા મોકલો તો ખડખડાટ હસતુ છે.

ચોકલેટ કેન્ડી રોજેરોજ મળતું છે,
તોય રોજ નવા નખરા લોક જોતું છે.

રીસામણા મનામણાં તો એક બહાનું છે,
માં-બાપના પ્રેમરૂપી આ દિવ્ય વસાણું છે.

ભગવાન પણ માં ને ખોળે આવી રમતું છે,
આ બાળક તો છે જે સૌ કોઈનું મનગમતું છે.


-
*રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.*
*"રાહગીર".*
*કલોલ.*


5-
*શીર્ષક*-*જિંદગીની શાળા*

જિંદગીની શાળા જયારે છૂટતી હશે,
મોહમાયા મુઠ્ઠીમાંથી ત્યારે તૂટતી હશે.

કરમ ધરમનાં બળદ છૂટતા હશે,
આંખોથી સ્વપ્ન આમજ તૂટતાં હશે.

નહીં હોય કોઈ વાદ વિવાદ કે વાતું,
સૌ કોઈ આપણને જોઈ રડતા હશે.

સુખ દુઃખની વાતોની સાક્ષી યાદો હશે,
મતભેદ મનની વચ્ચે મારી ફરી'યાદ' હશે.

માટીથી જોડાયેલો માટીમાં સમાતો હશે,
ન જાણે કેમ નજર આકાશે મળતી હશે.
©
-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી 'રાહગીર'.



6-

*શીર્ષક* - કુમકુમ પગલા પાડી જા...

તારા આગમનની રાહમાં, ઉઘાડી આંખે સુતો છુ,
તું આવીને જગાડ જરા, નહીં તો આમજ જીવતો છુ.

રૂઠી છે તુ મારાથી, કે કિસ્મત મારી રૂઠી છે,
આવીને મળીજા એકવાર, મેં ક્યાં જિંદગી લૂંટી છે.

રાહ જોવામાં ચાહ છે તારી, આવીને મહેસુસ કરી લે,
અશ્રુ ભરેલી આ આંખમાં, તુ પ્રેમની ડૂબકી લગાવી લે.

વાત નહીં કરે તો ચાલશે,હસતો ચહેરો તો બતાવી જા,
આગમનની તૈયારી કરી બેઠેલા દિલને, દિલાસો તો આપીજા.

ભણકારા વાગે છે તારા આવવાના, તુ રણકાર કરી જા,
રાહ જોવડાવી છે બહુજ તે, હવે તો કુમકુમ પગલાં પાડી જા.

-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
"રાહગીર".

7-
*શીર્ષક* -*આશીર્વાદ મળ્યો*.

વારમાં તહેવાર ભળ્યો, પરિવારમાં ઉમંગ વળ્યો,
માળિયે ચઢી જોયું મેં, અહમનો પિટારો મળ્યો.

ચાર રસ્તે જઈ ફેંકી આવ્યો, ઘરમાં કકળાટ ટળ્યો,
જોયું મેં એકબીજા સામે, સુંદર હસતો અરીસો મળ્યો.

ફટાકડા સાથે વ્હેમને ફોડ્યા, મનમાં અનેરો આનંદ મળ્યો,
તારું મારું છોડી આપણું કહેતા, પોતાનાનો અહેસાસ મળ્યો.

ને એમાં પણ અહીં બેસ કહેતા, યાદોનો ખજાનો મળ્યો,
સામસામે જોતા વગર સીઝને, લાગણીનો વરસાદ મળ્યો.

પરિવારની મોજ સાથે પ્રભુનો પ્રસાદ મળ્યો,
નમી જતા ઊંચાઈને આંબવાનો આશીર્વાદ મળ્યો.

-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
"રાહગીર".
ઉંટવા.




આપ સૌ મિત્રો મારી રચના વાંચી યોગ્ય પ્રતિભાવ આપો તો મને ગમશે 😊🙏.