કાવ્ય સંગ્રહ. - 4 રોનક જોષી. રાહગીર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

  • કવિતાના પ્રકારો

    કવિતાના ઘણા પ્રકારો છે, જે મેટ્રિક્સ, શૈલી, અને વિષયવસ્તુના...

  • ભાગવત રહસ્ય - 71

    ભાગવત રહસ્ય-૭૧   પરીક્ષિત –કળિને કહે છે-કે- તને-શરણાગતને હું...

શ્રેણી
શેયર કરો

કાવ્ય સંગ્રહ. - 4

ચૂંટીને ફૂલો સૌ કુમળાં માળી બની બેઠા છે,
ન્યાયની પુકાર દલીલબાજી ટાળી બેઠા છે.

કરે અવનવા અખતરા , ખતરા પેદા કરે ,
સૌ કોઈ બગલાઓને હંસ જેવા ભાળી બેઠા છે.

ઉલટા સુલટા ચશ્મા પહેરી દુનિયા જોતા,
માણસો જ માણસાઈ ખોઈ જાળી બની બેઠા છે .

તન મન ધન જાણે ખુલ્લે આમ વહેંચીને ,
જાતને ધોળા દિવસે જ કરી કાળી બેઠા છે.

મીણના માણસો મીણબત્તી લઈ નગરમાં,
સ્વયં જાત સાથેની વફાદારી ટાળી બેઠા છે.

-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
'રાહગીર'.

અક્કલ છે ઓછી ને અક્કડ છે વધારે ,
સમજણ વિનાની સત્તા મળે તો કેવું ધારે ?

આમ રોજ રોજ ક્યાં સુધી રહેવાનું સહારે,
ઉતરો મેદાને એ જ આવશે તમારી વ્હારે .

ડૂબતાને તણખલું આપે મજાથી એ તારે ,
ચકલાંને ચણ નાખી ધ્યાનથી પથ્થર મારે.

વખત વખતની વાત પણ કરશે ક્યારે,
એકલતા નાસભાગમાં રસ્તો ન મળે ત્યારે.

સ્મશાનમાં જઈ ઘી હોમે તો થોડું દિલ ઠારે ,
આસપાસ બેસી રોજ થોડું થોડું કેમ મારે.

-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
'રાહગીર'.

કહી દે એક વાત કે કંઈ સુધારવાની જરૂર નથી,
મનપ્રિતને પળેપળે યાદ રાખવાની જરૂર નથી.

ખ્વાબ તૂટે સાથ છૂટે દર્દમાં ડૂબવાની જરૂર નથી ,
મળશું ક્યારે એવી કંઈ ચિંતા કરવાની જરૂર નથી.

સાથ આટલો ખૂબ છે સંગાથે જીવવાની જરૂર નથી,
ડૂબ્યા છીએ એ હદે કે કિનારો શોધવાની જરૂર નથી.

સમજે કે ના સમજે સમજાવવાની જરૂર નથી,
અહીંનું અહીં ત્યાંનું ત્યાં હિસાબ રાખવાની જરૂર નથી.

એક છે સવાલ જવાબ મૌન પાળવાની જરૂર નથી,
દૂર ક્યાં જઈશું ? આભને કંઈ ઓઢવાની જરૂર નથી .

-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
'રાહગીર'.

એણે કહ્યું લે બોલ લાગી શરત તું હારે છે,
મેં પણ હસીને કહ્યું હા એજ મારી હારે છે.

વાદળ વરસી પડ્યું સૂકી ધરાની શાનમાં,
માટી સુગંધરૂપે બોલી તું પણ મને તારે છે.

હૃદયરૂપી એક ધબકારો હતો અમારો,
શ્વાસથી છૂટો પડી વિશ્વાસ તો મારે છે.

વાત એવી બની કે અમે બંને મૌન થયા,
વાત કે વિવાદ નહીં થાય એવુ સૌ ધારે છે.

હિંમત, હાર, સત્તા, ભય, દગો આપ્યું ઘણું,
આવ્યો સમય અર્થીનો હવે તારે સહારે છે.

-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
'રાહગીર'.


ચહેરો એનો હસતો હતો, ને ચાલવા માટે સાથે રસ્તો હતો,
એ કંઈ અમસ્તો નથી ઉગી નીકળ્યો , હાથમાં ગુલદસ્તો હતો.

હર કદમ પર હોય છે એટલે મંઝિલ કેવી નવી નવી !
પ્રેમનો પૈગામ આપનારો એ એક અલગારી ફરિસ્તો હતો .

વાવશો જેવું તમે , તેવું લણશો તમે સાવ સાચી વાત છે,
કર ભલા તો હો ભલા એ દુનિયાદારીનો પણ શિરસ્તો હતો.

ધરતી પર માણસ સદીઓ આવ્યો હતો આવે છે ને આવશે,
ઈશ્વરને મન લાડકો છે, એ કદી ક્યારે પણ ક્યાં સસ્તો હતો .

રંગમંચ જેવી છે દુનિયા , હર એક અદાકારી નોખી હોવાની ,
જિંદગી છે અભિનય ને આપણો અભિનય ક્યાં અમસ્તો હતો.

-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
'રાહગીર'.


પિતા

કપરી ભીષણ ભીંસમાંથી જિંદગી ઉગારી છે,
એટલે જ મને મારા બાપના હોંસલા પર ખુમારી છે.

નજર તો હર હંમેશ મારી વ્હાલી મા એ જ ઉતારી છે,
મારી બધી જ તકલીફોને તો મારા બાપે જ નીવારી છે.

મારા સાવ ખાલીખમ ખિસ્સામાં મેં સ્મિતનો ખજાનો ભરી,
પળે પળ ડગલે પગલે જિંદગીને ખૂબ મઠારી છે.

આફત, મુશીબત, મૂંઝવણીની તો બીક જ ના બતાવ,
મારા બાપે કેટલીયે મૂર્તિઓ મારા દિલમાં કંડારી છે.

હરઘડી જવાબદારીના શ્વાસ સાથે જીવન જીવીને,
સુખ દુખની નાવ હરદમ હરખભેર હંકારી છે.

-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
'રાહગીર'.


ડૂબ્યો ને ડૂબ્યો સતત એની મસ્તીમાં રહેતો ,
મનમાં ને મનમાં જ એના આઘાત સહેતો.

હજુ મગજમાંથી તો નશો ઉતર્યો નહોતો ,
લઈ હાથમાં બોટલ આંખમાંથી કહેતો.

વાતો સાંભળી મેળો મહેકતો રહે નશામાં,
નશામાં ડૂબીને દિલની સાચી વાત કહેતો.

કદી હસતો તો કદી રડતો ના પરખાતો ,
એની મસ્તીમાં મસ્ત અહીંથી ત્યાં જાણે વહેતો.

ફિકર ન ખુદની કે ન ફિકર દુનિયાની ,
ખુદાનો બંદો થઈને જ બેફિકર રહેતો .

-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
'રાહગીર'.