નરેન્દ્રની લગની મહેશ ઠાકર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નરેન્દ્રની લગની

.
મહેનત અને પ્રમાણિકતા નુ ઉત્તમ ઉદાહરણ આપણો *"ગુજરાતી"*

મહિને ૭૦ રૂપિયાની નોકરી કરતો કાઠિયાવાડના એક ગરીબ ઘરનો છોકરો.ગામ ના ગરીબ પૂજારીનો દીકરો, રામરોટી ખાઈને મંદિરના ઓટલે સુઈ રહેવાનુ, કડકડતી ઠંડીમા સવારે સાડા ત્રણે ઠંડા પાણીએ ફરજીયાત નાહવાનું. દર પહેલી તારીખે આખેઆખો પગાર ઘરે મોકલી દેવાનો. પૂજાપાઠ અને દાન દક્ષિણામાં જે પાઇપૈસો મળે એમાંથી દિવસો ટૂંકા કરવાના.

14 વર્ષ ની ઉંમરે ના છૂટકે આવુ આકરું જીવન!.
ભગવાન કસોટી પણ સારા અને મજબૂત લોકોનીજ લેતો હોય છે અને ભૂદેવ નો અવાજ પ્રભુ એ સાંભળી લીધો "નરેન્દ્ર રાવલ" નામનો આ છોકરો અત્યારે 4500 કરોડ રૂપિયાનો માલિક છે.

ઘરના બે હેલિકોપ્ટર છે, કેન્યાની સરકાર આ ગુજરાતીને પૂછીને પાણી પીવે છે અને આપણા લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એમના મહેમાન બનવામાં ગૌરવ અનુભવે છે.

હળવદ પાસે માથક નામનુ પંખીના માળા જેવડુ ગામ. બ્રાહ્મણ પિતા ચુનીલાલભાઈનો સૌથી મોટો દીકરો નરેન્દ્ર. પિતા ખેતી કરે અને પાના પકડ વેચવાની નાની દુકાન ચલાવે તોય બે છેડા ભેગા ના થાય છતાં પેટે પાટા બાંધીને નરેન્દ્ર ને ભણાવે. ઘરમાં ડબા ખખડતા એટલે નરેન્દ્ર નુ ધ્યાન ભણવામાં લાગતુ નહિ. નિશાળ માંથી રોજ નરેન્દ્ર ની ફરિયાદ આવે. નરેન્દ્ર ને એમ કે નાનુ મોટુ કામ કરીને ઘરમાં મદદ રૂપ થાવ એટલે ઘરવાળા ના પાડે તોય દીવાળીમાં ફટાકડા નો પથારો લગાવે, તરણેતર ના મેળામાં આભલા ચાંદલા અને રમકડાં વેંચીને સીઝનલ ધંધો કરી લે.

પિતાજી ખારા થયા અને નરેન્દ્ર ને સુરેન્દ્રનગરની હોસ્ટેલ ભેગો કરી દીધો પણ ત્યાં ન ફાવ્યું એટલે ભૂજ કચ્છ ની હોસ્ટેલ મોકલી દીધો. પારકી માં જ કાન વીંધે. થોડું ઘણું ભણવામાં ધ્યાન પોરવ્યું અને સંસ્કૃત ભાષા શીખી લીધી. જ્યોતિષ વિદ્યા શીખી લીધી. બ્રાહ્મણનો દીકરો હોવાથી પૂજાપાઠ અને ગોરપદનું કામ વારસામાં મળ્યું હતુ. ભૂજ મા એ જ્યાં હોસ્ટેલ મા રહેતો ત્યાં સ્વામિનારાયણ મંદિર હતું. નરેન્દ્ર ના આચાર વિચાર જોઈને ત્યાં પૂજારી ની નોકરી આપી. મંદિર નુ ધ્યાન રાખવાનું, પૂજા નો થાળ તૈયાર કરવાનો અને ઘાયલ થયેલા બ્રહ્મચારી મહારાજ ની સાર સંભાળ રાખવાની અને રસોઈ બનવવા જેવા નાના મોટા કામ કરવાના, ફ્રી સમય મા નિશાળે જવાની અને ભણવાની છૂટ માસિક પગાર રોકડા રૂપિયા ૭૦.

મજબૂરી હતી એટલે 14 વર્ષના છોકરાએ મને ક મને નોકરી સ્વીકારી લીધી. ભણાય એટલું ભણે ને બાકી મંદિર મા સેવા કરે. કોઈનો હાથ જોઈ આપે, કોઈને વિધિ કરાવી આપે એમાં જે દાન દક્ષિણા મળે એમાં એનો ખર્ચ નીકળે અને પુરેપુરો પગાર ઘરમાં આપે. કૉલેજ સુધી આમજ ચાલ્યુ.

એક દિવસ બ્રહ્મચારી મહારાજે કહ્યું "તારુ કામ સારું છે તારે નૈરોબી જવું છે?" ત્યાં એક પુજારીની જરૂર છે. ખાતાપીતા મહિને બે હજાર રૂપિયા પગાર મળશે. ગરીબ ઘરના દીકરાને બે હાજર બે લાખ જેવ દેખાણા. ભણતર છોડી નૈરોબી મા ત્રણ વર્ષ પુજારીની નોકરી કરી. ધર્મ, કર્મ, લગન, અનુસાશન અને કુળ ની આબરૂ વધે એ રીતે ફરજ બજાવી.

પણ વતન યાદ આવ્યું અને પિતાજીની માંદગીના સમાચાર મળ્યા. મહંત ને આજીજી કરી "બાપજી તમે રજા આપો તો 10-15 દિવસ વતન જઈ આવુ" મહંત એ કહ્યુ તારે જવું હોય તો જા પણ બીજો કોઈ આવી જાય તો તારી નોકરી ગઈ. નરેન્દ્ર વતન આવ્યા માં રાજી થયા અને પિતાજી નારાજ અને કહ્યું આમ ફરતા પૈડાં ને લાત મારીને અહીંયા આવવાની જરૂર નહોતી. મહિનો ના થયો ને આફ્રિકા થી ટપાલ આવી તમે હવે ધક્કો ખાસો નહિ તમારી જગ્યા ભરાઈ ગઈ છે. નરેન્દ્ર ના માથે જાણે વીજળી પડી!! પછી અહીંયા સેટ થવા ફાંફા માર્યા મોરબી ની અજંતા મા કામ કર્યું પણ એમાં કઈ વળતું નહિ. ગમે તેમ કરીને ટિકિટ ના પૈસા ભેગા કર્યા ભગવાન પરશુરામ ને પગે લાગીને આફ્રિકા જવા હાલી નીકળ્યા.

ત્યાં માસીના ઘરે રોકાણા અને સ્ટીલ ની કંપની મા કામે લાગ્યા. પણ જયારે નસીબ ખરાબ હોય ત્યારે બધુ ખરાબ થાય એ કંપની બંધ થઇ ગઈ. પણ નાસીપાસ થાય એ નરેન્દ્ર નહિ પછી એ ભલે નરેન્દ્ર રાવલ હોય કે નરેન્દ્ર મોદી. એમણે હિંમત કરીને રીસ્ક લીધુ અને હાર્ડવેર ની નાની દુકાન ચાલુ કરી.
મીઠી વાણી, નફાનું ધોરણ ઓછુ, ખોટુ કરવુ નહિ અને ખોટુ બોલવુ નહિ, જમીન આસમાન એક થઇ જાય તો પણ છેતરપિંડી કરવી નહિ આવો નિયમ ટૂંકમાં પૂજારી તરીકેના લક્ષણો જાળવી રાખ્યા એટલે દુકાન ચાલવા લાગી.

પછી માં બાપ ના આગ્રહ થી કાશ્મીરી બ્રાહ્મણ કન્યા સાથે લગ્ન કર્યાં અને કન્યા પણ બ્યુટી વિથ બ્રેન નીકળ્યા. નરેન્દ્ર ને ખભે થી ખભો મિલાવીને સાથ આપ્યો. એક આદર્શ જીવનસાથી કેવુ હોવુ જોઈએ એનુ ઉત્તમ ઉદાહરણ નીતાબેન રાવલ. પછી ભૂદેવ ના ગ્રહો બદલાના અને જોતજોતામાં નરેન્દ્રભાઈ કેન્યાના સૌથી મોટા હાર્ડવેર ના વેપારી બની ગયા.
નાણાનુ ભંડોળ વધતા સ્ટીલ રોલિંગ નુ કારખાનુ નાખ્યું. પ્રોડકશન થી લઈને પેકેજિન્ગ નુ કામ જાતેજ કરતા. નીતાબેન ને ટ્રક ચલાવતા આવડતું હતુ એટલે નરેન્દ્રભાઈ ટ્રક ભરી આપે અને નીતાબેન જાતે ટ્રક ચલાવીને માલની ડિલિવરી કરી આવે. નસીબ હોય એનેજ આવા પત્ની મળે. પછી નરેન્દ્રભાઈ અદ્યતન મશીન લઇ આવ્યા અને એ પછી એમને પાછુ વાળીને જોયુ નથી. આજે દેવકી ગ્રુપ ઓફ કંપની 5000 કરોડ ની છે.

જિંદગી મા જેને સાયકલ ના વાંધા હતા એની જોડે 2 હેલિકોપ્ટર છે. આફ્રિકામાં ૧૬જેટલી કંપનીઓ નરેન્દ્રભાઈ ના નામે છે. આફ્રિકાના 50 ધનિકોમા એમનો સમાવેશ થાય છે. 15000 આફ્રિકનો ને રોજગારી આપવામાં આ ગુજરાતી ભાયડો નિમિત્ત બન્યો છે. આખા આફ્રિકામાં સ્ટીલ ટાઇકૂન અને ગુરુ તરીકે ઓળખાય છે. મોટા મોટા રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ જોડે ઉઠવા બેસવાનુ છે.

ભારત અને કેન્યાના વેપારી સંબંધોમાં ગુચ પડી હતી ત્યારે નરેન્દ્ર રાવલ ની દરમિયાનગીરી થી ઉકેલી લેવામાં આવી હતી. એકલા હાથે આગળ વધી શકાતું નથી નરેન્દ્રભાઈને પત્ની નીતાબેન નો બહુજ સાથ સહકાર છે. તેમને ક્યારેય નરેન્દ્રભાઈને દાન ધર્મ કરવામાં આડી જીભ વાળી નથી.

સમાજ ને કશુક પરત આપવાની ભાવના સાથે નરેન્દ્રભાઈ કરોડો રૂપિયાનું દાન કરે છે. એમણે એમની 50% સંપત્તિ દાનમા આપેલી છે. આફિકામાં અનેક અનાથ આશ્રમો ખોલ્યા છે ણ રોજના ૧૦લાખ રૂપિયા દાન આપે છે. છેલ્લા ત્રણ વર્ષ થી 3000 બાળકોને રોજ મફતમાં ભોજન આપે છે. 350 વિદ્યાર્થીઓને બાળમંદિર થી લઈને યુનિવર્સિટી સુધીના શિક્ષણ માટે સ્પોન્સર કરે છે. લોકોને પ્રેરણા મળે એટલે પોતાની આત્મકથા નુ જોરદાર પુસ્તક લખ્યુ છે જેનુ નામ "ગુરુ" છે. એ બુક બેસ્ટ સેલર બની એમાંથી ખુબ પૈસા કમાણા પણ બધા પૈસા દાનમા આપી દીધા.

તેઓ કેન્યાની એક યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર પણ છે અને જ્યોતિષ વિદ્યા જાણતા હોવાથી કેન્યાના પ્રેસિડેન્ટ ના સલાહકાર પણ છે.

( સૌજન્ય: વોટસએપ મહાસાગરમાંથી...)
___________
From:
Mahendra Mervana - Delhi