The Author Beenaa Patel અનુસરો Current Read અનોખો પ્રેમ.. - ભાગ - 1 By Beenaa Patel ગુજરાતી ફિક્શન વાર્તા Share Facebook Twitter Whatsapp Featured Books તારી લીલા અપરંપાર..... આજે આપણે ઉચ્ચ ટેકનોલોજી અને વિજ્ઞાનના વિકાસ યુગમાં જીવી રહ્ય... તલાશ 3 - ભાગ 8 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે... પ્રેમ થાય કે કરાય? ભાગ - 22 મુલાકાતમાનવી મોલમાં તેની સહેલીઓ સાથે શોપિંગ કરી રહી છે. તે શ... ખજાનો - 87 સૌ કિનારા પાસે ઉભેલી બોટ તરફ ચાલવા લાગ્યા. કાચ જેવું સ્વચ્છ... પ્રેમ સમાધિ - પ્રકરણ-125 પ્રેમ સમાધિ પ્રકરણ-125 વિજયનાં દમણ સ્થિત બંગલે આજે રૂંડો અવસ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Beenaa Patel દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા કુલ એપિસોડ્સ : 2 શેયર કરો અનોખો પ્રેમ.. - ભાગ - 1 (7) 1.5k 3.6k રાજસ્થાન ની ધરતી ને પ્રેમ ની ધરતી કહી શકાય...ઘણી જાણીતી પ્રેમ કહાનીઓ રાજસ્થાન ની ધરતી પર ખીલી છે. આવી જ એક પ્રેમ કહાની છે રાજસ્થાન ની ગુલાબી નગરી, એટલે કે જયપુર...ની... રણવીર એક સુંદર કહી શકાય એટલો સરસ યુવાન...ભૂરી આંખો, સોનેરી ઝાય વાળા વાળ, ગોરો પણ રાજસ્થાન ની ગરમી માં થોડો તામ્ર થયેલો વર્ણ, અને 6 ફૂટ ની ઊંચાઈ. કોઈ પણ જોવે એને તો પહેલી નજર માં જ પ્રેમ થયી જાય એટલો ફૂટડો યુવાન. ખાનદાન જયપુર ના જાણીતા લોકો માનું એક. માતા પિતા નું એક માત્ર સંતાન. મોજીલો રણવીર જેને જીંદગી ની હર પળ ને માણી લેવી છે, જીવી લેવી છે. કોલેજ પૂરી કરી ને નવા વિચારો સાથે દુનિયા પોતાની કરવા નીકળેલો રણવીર. પિતા ના બિઝનેસ ને આગળ વધારવા વિચારે છે એને MBA કરેલું હોવાથી ઘણા બધા નવા વિચારો,યોજના ઓ હોય છે એના દિમાગ માં. પુરો દિવસ ઓફિસ માં વિતાવી સાંજે મિત્રો સાથે શહેર ની જાણીતી રેસ્ટોરન્ટ માં બેઠો હતો. બધા ગપસપ કરી રહ્યા હતા. અચાનક રણવીર ની નજર રસ્તા તરફ જાય છે જ્યાં એક ખૂબ સુંદર યુવતી પર એની નજર પડે છે. જેનો ચહેરો પલ ભર માટે એ જોવે છે પણ હાય રે કિસ્મત એ યુવતી ના વાળ પર પવન ના લીધે વિખરાઈ ને એના ચહેરા ને જાણે ઢાંકી રહ્યા છે. એ યુવતી એને હટવાની નાકામ કોશિશ કરતી રહે છે. રણવીર ને ખુબ મજા આવે છે આ દૃશ્ય જોઈ ને. ત્યાં એક કાર આવી ને એ યુવતી એમાં બેસી ને નીકળી જાય છે. રણવીર થોડો વિહવળ થાય છે. મિત્રો સાથે વાતો કરે છે પણ એનું મન એ યુવતી માં j ખોવાયેલું હોય છે. થોડા દિવસ પછી એના માતા પિતા ની એનીવર્સરી હોવાથી એક ભવ્ય પાર્ટી નું આયોજન કરે છે એ. શહેર ના તમામ લોકો ને આમંત્રણ આપે છે. એનું ભણવાનું વિદેશ માં થયું હોવાથી એ પણ ઘણા લોકો ને આજ પહેલી વાર મળવાનો હોય છે. એના પિતા પણ ખૂબ ઉત્સુક હોય છે રણવીર ને બધા ને મળાવા માટે. એક પછી એક ફેમિલી આવતા જાય છે. રણવીર ને એક મિત્ર નો ફોન આવતા એ બહાર નીકળે છે. ફોન પતાવી ને પાછો આવે ત્યાં એની મમ્મી એને બોલાવે છે એમની કોઈ સહેલી થી મળવા માટે. રણવીર કેમ છો આન્ટી કરી ને સ્માઇલ આપે છે ત્યાં જ એની સ્માઇલ જાણે કે રોકાયો ગઈ... એ આન્ટી ની સાથે એ યુવતી હોય છે જેના વિશે એ આટલા દિવસો થી મન માં ને મન માં વિચારતો હતો. એ યુવતી નો પરિચય કરાવે છે એના મમ્મી. રાજવી નામ છે એનું. કેટલું મળતું નામ છે એની સાથે એમ વિચારતો એ મન માં હસે છે. રાજવી નામ પ્રમાણે જ હતી. રાજકુમારી જેટલી સુંદર અને નાજુક. મોટી પાણીદાર આંખો. ગુલાબ ની પાંખડી જેવા હોઠ. એટલી ગોરી કે કોઈ સ્વર્ગ ની અપ્સરા પણ પાણી ભરે એની સામે.પણ છે ખૂબ મળતાવડી. થોડી વાર માં તો એની અને રણવીર ની સારી દોસ્તી થયી જાય છે કેમ કે બંને નો એક શોખ સરખો છે ઘોડેસવારી નો. એના પર વાત કરતાં કરતાં ઘણો સમય વિતી જાય છે. પાર્ટી ખતમ થતાં બંને એક બીજા ને પોતાના નમ્બર ની આપ લે કરે છે. રણવીર ના માતા પિતા ને પહેલે થી જ રાજવી પસંદ હોય છે એટલે જ એમણે રણવીર ને મલાવે છે રાજવી સાથે. હવે રાજવી અને રણવીર ખૂબ સારા મિત્રો બની જાય છે. રણવીર એનો સાથે લગ્ન ના સપના જોતો હોય છે. મોટો ભાગ એ વિદેશ માં રહ્યો હોવાથી રાજવી એને અસલી રાજસ્થાન બતાવે છે. બધું સરસ રીતે પસાર થઇ રહ્યું છે પણ કહ્યું છે ને કે સારા દિવસો પણ બહુ ટાઈમ નથી રહેતા. એક દિવસ રાજવી ના માતા પિતા કાર માં આવતા હોય છે અને એ કાર નો એક્સીડન્ટ થયી જાય છે જેમાં એ બંને નું મૃત્યું થયી જાય છે. આ ખબર પડતા અહીં રાજવી ની હાલત ના જોઈ શકાય એવી થયી જાય છે. રણવીર ખૂબ હિંમત કરી ને રાજવી ને મળવા જાય છે રાજવી ની હાલત ખુબ ખરાબ હોય છે વિખરેલા વાળ, રડી રડી મે સુજી ગયેલી આંખો. રણવીર એની સામે ચાલતો આવે છે અને અચાનક રાજવી ઊભી થઈ ને બંને હાથ ફેલાવી ને એની સામે દોડે છે રડતાં રડતાં. રણવીર ત્યાં જ ઊભો રહી જાય છે પણ આ શું?? રાજવી તો રણવીર ઊભો હોય છે ત્યાં એને જોયા વગર જ આગળ દોડે છે. રણવીર હેબતાઈ ને પાછળ વળી ને જોવે છે તો આર્મી નો કોઈ ઓફિસર અવ્યો હોય છે અને રાજવી એને કેમ એટલો મોડો આવ્યો કહી ને ભેટી ને રડી પડે છે. રણવીર બે કદમ પાછળ ખાસી જાય છે. એના બધા જ સપના જાણે એક સાથે તૂટી ગયા હોય એવું એને ફીલ થાય છે. એ ઓફિસર રાજવી ને લઈ ને અંદર આવે છે હવેલી માં.....ક્રમશઃ › આગળનું પ્રકરણ અનોખો પ્રેમ...- ભાગ - 2 Download Our App