અનોખો પ્રેમ...- ભાગ - 2 Beenaa Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

અનોખો પ્રેમ...- ભાગ - 2

( આગળ ના ભાગ માં આપણે જોયું કે રાજવી જેને રણવીર મનોમન ખૂબ પ્રેમ કરતી હોય છે એ એના માતા પિતા ના મૃત્યું પછી સમીર સાથે લગ્ન કરી લે છે. હવે આગળ વાંચો.)

રણવીર તૂટી ગયો અંદર થી. પણ એ બિલકુલ શાંત રહેવાની કોશિશ કરે છે પણ એના અંદર ખૂબ ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે કે એ અત્યાર સુધી જે રાજવી ને ઓળખતો હતો જેની સાથે છેલ્લા કેટલાક મહિના થી સાથે ને સાથે હતો એ જ આ રાજવી છે કે કોઈ બીજું છે? આ આર્મી ઓફિસર કોણ છે?
થોડા સમય પછી રાજવી થોડી નોર્મલ થાય છે એ રણવીર ના ઘરે આવે છે એ ઓફિસર સાથે. અને બધા સાથે ઓળખાણ કરાવે છે સમીર ની. સમીર આર્મી ઓફિસર છે અને બંને કોલેજ ટાઈમ થી એક બીજા ને પ્રેમ કરતા હતા. સમીર ની પોસ્ટિંગ કાશ્મીર માં થયી હતી. એટલે એ આ વખત રજાઓ માં આવે ત્યારે એ બંને લગ્ન કરવાના હતા. રણવીર અને એના મમ્મી પપ્પા બધા આ બધી વાતો થી અજાણ જ હતા એટલે એમને આઘાત લાગે છે પણ રાજપૂત ખાનદાન ની એ એક આગવી કલા છે કે અંદર નું દુઃખ છુપાવી ને બહાર બિલકુલ શાંત રહી શકે છે. રણવીર પણ પોતાની અંદર ના દુઃખ ને દબાવી ને રાજવી ની ખુશી ને જ પોતાની ખુશી માને છે અને ખૂબ સારી રીતે એ લોકો રાજવી અને સમીર નું લગ્ન કરાવે છે. લગ્ન પછી સમીર રાજવી ને લઈ ને કાશ્મીર પાછો ફરે છે અને અહીં રણવીર પણ વિદેશ પાછો જતો રહે છે.
થોડા સમય બાદ રણવીર ને ખબર પડે છે કે સમીર નું બોર્ડર પર મૃત્યું થયી ગયું હતું અને આ સમાચાર મળતાં જ રાજવી એક બાળકી ને જન્મ આપી ને મૃત્યુ પામે છે. આમ એક જ દિવસ ના અંતર માં સમીર અને રાજવી આ દુનિયા છોડી ને હતા રહ્યા. રાજવી નો અંતિમ દિવસ એ એની પુત્રી નો પ્રથમ દિવસ...રાજવી નું તો કોઈ હતું નહીં. રણવીર ના માતા પિતા એ એક દિવસ ની બાળકી ને પોતાના ઘરે લઈ આવે છે.
આ બાજુ રણવીર પોતાની જાત ને કામ માં પરોવી દે છે એને પૂરા વર્ષ માં એક જ દિવસ યાદ રહે છે એ છે રાજવી ની વરસી. એ ફક્ત આ એક દિવસ માટે ઇન્ડિયા આવી ને રાજવી માટે પૂજા કરાવતો એને બીજા દિવસે લંડન પાછો જતો રહેતો.
આમ ને આમ 18 વર્ષ વીતી જાય છે. રાજવી ની પુત્રી પૂજા જે હવે મોટી થયી ગયી છે. ખૂબ રમતિયાળ, અને હૂબહૂ રાજવી જેવી. એવી જ આંખો, એવી જ નમણી, એટલી જ સુંદર. કોઈ પણ ને ભૂલ પડી જય એ હદે રાજવી ની હમશકલ છે પૂજા.
એ દર વર્ષ રણવીર ની રાહ જોવે કેમ કે રાજવી ની પુણ્યતિથિ અને પૂજા ની બર્થડે બંને એક જ દિવસે આવે એટલે રણવીર એના માટે ગિફ્ટ લેતો આવતો પણ કદી પૂજા ને મળ્યો નથી હોતો.
આ વખતે તો પૂજા એ નક્કી કર્યું હોય છે એટલે એ રાત થી જ બહાર બેસી રહે છે કે રણવીર જતો ના રહે. સવારે એને કાર ચાલુ થવાનો અવાજ અવ્યો એટલે એ દોડી ને કાર પાછળ જાય છે. કાર ના મિરર માંથી રણવીર એને જોઈ ને તરત કાર ઊભી રાખે છે. બહાર નીકળી ને આશ્ચર્ય થી જોવે છે કે રાજવી??? ત્યાં એના મમ્મી આવે છે કે આ પૂજા છે રાજવી ની પુત્રી.
પૂજા આજે ઘણી જ ખુશ હતી કેમ કે આજે 18 વર્ષ માં પહેલી વાર એની બર્થડે પર રણવીર હજાર હતો. એને સમજ નહોતું આવતું કે શું કરું એમ? આજ સુધી રણવીર એ હર સાલ જે પણ ગિફ્ટ આપી હતી એને એ બધી જ એને એક અલમારી માં સાચવી ને મૂકી રાખી હતી. એ રણવીર ને એના રૂમ માં લઇ ગઈ અને એ ફરિયાદ કરે છે રણવીર ને કે ગિફ્ટ હાથ માં અપાય તમે તો હર સાલ આન્ટી ને આપી ને હતા રહેતા હતા. મને મળવા પણ માટે નહોતા રોકાતા. રણવીર આ વખતે જે ગિફ્ટ લાવ્યો હોય છે એ એને સોરી કહી ને હાથ માં આપે છે. પણ પૂજા એક નાનું ટેડીબેર એને આપી ને કહે છે અહી થી શરૂ કરો આ વર્ષે પૂજા એક વર્ષ ની હતી ત્યાર ની આ ગિફ્ટ છે. રણવીર એને આશ્ચર્ય થી જોયા કરે છે. એ હજી પણ એના ચહેરા ને જોયા જ કરે છે. એને એવું જ ફીલ થાય છે કે સામે રાજવી જ ઊભી છે.
આન્ટી લંચ માટે બોલવા આવે છે. આજ પહેલી વાર ઘર નું વાતાવરણ થોડું હળવું હતું. આજ પહેલા જ્યારે પણ રણવીર ઇન્ડિયા આવે એ દિવસે વાતાવરણ એકદમ ગંભીર થયી જતું. કેમ કે રણવીર ને અવાજ, ધમાલ બિલકુલ પસંદ નહોતું જ્યારે થી રાજવી આ દુનિયા છોડી ને ગયી. એ એકદમ ગંભીર થયી ગયો હતો. ખુદ એના મમ્મી ને પણ યાદ નથી કે છેલ્લે ક્યારે રણવીરે હસી ને વાત કરી હતી. હર વર્ષ એ એના લગ્ન ની વાત કરતા અને રણવીર એ ટાળી દેતો હતો.
રણવીર પૂજા ને જ જોયા કરે છે. એની સ્માઇલ, એની આંખો એનો વાત કરવાનો અંદાજ...બસ એક જ વાત અલગ કરતી હતી બંને ને એ છે બંને નો સ્વભાવ. રાજવી ધીરગંભીર પ્રકૃતિ ની હતી જ્યારે પૂજા એના થી બિલકુલ વિપરીત મસ્તીખોર ,નાદાન,અને વાચાળ હતી. આમ જ મસ્તી, વાતો માં એક દિવસ પૂરો થયી ગયો. બીજા દિવસે સવારે રણવીર પાછો જવા નીકળી ગયો.
આમ જ એક વર્ષ નીકળી ગયું. રણવીર એના મમ્મી અને પૂજા ને એની પાસે બોલાવે છે થોડા ટાઈમ માટે. પૂજા અને રણવીર ના મમ્મી બંને લંડન પહોંચે છે. લંડન માં રણવીર નો એક મિત્ર છે. ઇન્ડિયન છે પણ એ પણ રણવીર ની જેમ જ વર્ષો થી લંડન માં રહેતો હોય છે. રાજ રણવીર નો બહુ સારો
મિત્ર છે. એ પૂજા અને આન્ટી ને લેવા જાય છે એરપોર્ટ પર.
એ પણ પૂજા ને જોતો જ રહી જાય છે. રાજ ને પૂજા પહેલી નજર માં જ ગમી જાય છે પણ પોતે એના કરતા ઘણો મોટો હોવાથી એ પોતાની લાગણીઓ ને છુપાવે છે. રણવીર ને પૂજા અને એના મોમ આવ્યા છે એટલે ઘણું સારું લાગે છે. એ પૂરું લંડન ફેરવે છે એમને. રાજ જે હર પળ પૂજા ની કેર લેતો હોય છે પૂજા ને એની એ બધી કેર લેવી, એનું હમેશાં ધ્યાન પૂજા પર જ હોવું એ સામાન્ય નથી લાગતું . રાજ પોતાની આ ફિલીંગ રણવીર ને કહે છે. કે એને પૂજા ખૂબ પસંદ છે અને એની સાથે લગ્ન કરવા ઇચ્છે છે જો પૂજા હા પાડે તો. રણવીર ચોંકી જાય છે આ સાંભળી ને. કેમ કે બંને વચ્ચે ઘણો ફરક છે ઉમર માં. એ રાજ ને ચોખ્ખી ના પાડે છે કે આ અશક્ય વાત છે.
આ બાજુ પૂજા પણ એટલાં દિવસો માં રાજ ની નજીક આવી જાય છે એને પણ ખ્યાલ છે કે બંને વચ્ચે ઘણો ફરક છે. પણ એને રાજ ની સમજદારી, એનું વર્તન અને ખાસ કરી ને એનું જિંદગી જીવવાની સરળતા એને ખૂબ ગમે છે. અને એ પણ મન માં ને મન માં રાજ ને પ્રેમ કરવા લાગે છે.
આમ કરતાં કરતાં એક મહિનો પૂરો થવા આવે છે. પૂજા અને આન્ટી ને પાછા જવાનું થાય છે. પૂજા દુઃખી હોય છે કે એને રાજ ને અહેસાસ પણ ના થવા દીધો કે એ પણ એને એટલો જ પ્રેમ કરે છે. બંને વચ્ચે નો ઉંમર નો ફર્ક બંને ને કહેતા રોકે છે. પૂજા ઇન્ડિયા આવી જાય છે અને પોતાના માટે એક સારી જોબ શોધી ને જોબ કરવા લાગે છે. આ બાજુ રાજ પણ એડજેસ્ટ કરી લે છે અને પોતાના બિઝનેસ પર ધ્યાન આપે છે. પૂજા ના લગ્ન ની વાત આવતા પૂજા ના પાડી દે છે કે એને લગ્ન કરવા જ નથી. રણવીર પણ દુઃખી થાય છે કે આ કેવી દુનિયા છે. પોતે રાજવી કરતા 2 વર્ષ નાનો હતો તો પણ એને પ્રેમ થયી ગયો હતો પણ આ જ ફર્ક ને કારણે એ કશું બોલી નતો શક્યો અને આજે એ જ વાત પોતાના મિત્ર ને પણ નડે છે . એને ખ્યાલ નથી હોતો કે પૂજા પણ રાજ ને પ્રેમ કરે છે. પણ જ્યારે એના મમ્મી કહે છે કે પૂજા એ લગ્ન માટે ના પાડી દીધી છે ત્યારે એને એ વાત જઈ અજીબ લાગે છે. ફોન પર પણ હવે પૂજા પહેલા જેવી વાત નથી કરતી. હા ના માં જવાબ આપી ફોન મૂકી દે છે.
આ બધું જોઈ ને રણવીર ઇન્ડિયા આવાનું નક્કી કરે છે રાજ પણ એની સાથે આવે છે. સાંજે પૂજા જોબ પર થી ઘરે આવે છે ત્યારે બંને ને ત્યાં જોઈ ને આશ્ચર્ય પામે છે .
રણવીર એ રાજ ની બધી વાત એની મમ્મી ને કરી હોય છે. અને અહી પૂજા ની હાલત જોયા પછી એમને સમજતા વાર નથી લાગતી કે પુજા પણ રાજ ને પ્રેમ કરે છે. આજે એટલા દિવસ પછી પૂજા ખુશ છે. એને જોઈ ને રણવીર અને એના મમ્મી પણ ખુશ થાય છે.
રાત્રે રણવીર ના મમ્મી પૂજા ના રૂમ માં જાય છે અને એની સાથે વાત કરે છે. પૂછે છે એને કે એટલાં દિવસ પૂજા ની ઉદાસી નું કારણ રાજ જ હતો ને? પૂજા રડવા લાગે છે અને આન્ટી ના ખોળા માં માથું મૂકી દે છે. આન્ટી પણ એને કહે છે કે એક વાર તારે જણાવું તો જોઈતું હતું. પૂજા કહે છે કેએને રાજ એની જે કેર લેતો હતો... એની સમજદારી પ્રત્યે એ આકર્ષાઈ ગયી હતી. અને ધીરે ધીરે એ આકર્ષણ પ્રેમ માં પરિણમ્યું. રણવીર પણ રાજ ને ખૂબ સારી રીતે ઓળખતો હતો. એટલે એને પણ કોઈ પ્રોબ્લમ નહોતો.
અંતે રાજ અને પૂજા ના લગ્ન થાય છે . કદાચ આપણે જે સમાજ માં રહીએ છે એને આ અનોખા લગ્ન ના પણ પસંદ આવે પણ રાજ અને પૂજા બંને ખુશ હતા આ લગ્ન થી. રણવીર પણ ખુશ હતો કે રાજવી ની અમાનત જે એની પાસે હતી એના જીવન માં ખુશી ભરી દીધી...

સમાપ્ત ..