લાગણી નો દરિયો Nirav Lavingia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણી નો દરિયો

કાંઈ જ નથી સમજાતુ આવુ શાને થાય છે.
ઘડી ભર મા એજ માણસ જાણે આખો બદલાઈ જાય છે.?
કાંઈ જ નથી સમજાતુ આવુ શાને થાય છે.

વખાણ કરતા થાકતા નતા એજ આજે નિંદા કર્યા જાય છે.
કાંઈ જ નથી સમજાતુ આવુ શાને થાય છે.?

એક ગુસ્સા ને લીધે લાગણીઓની હાર થઈ જાય છે, ના જાણે કેમ ગુસ્સો આટલુ જોરદાર કામ કરી જાય છે.
કાંઈ જ નથી સમજાતુ આવુ શાને થાય છે.?

સાચુ બોલવાનુ વચન આપતો એ જ માણસ જ્યારે છુપાવતો થઇ જાય છે..
કાંઈ જ નથી સમજાતુ આવુ શાને થાય છે.?

સાંભળ્યુ છે પ્રેમ મા બઉ શક્તિ છે, પણ એ છુપાવતો માણસ પ્રેમ ને જ બાળી ને ખાખ કરી જાય છે.
કાંઈ જ નથી સમજાતુ આવુ શાને થાય છે.?

કેવુ હતુ પહેલા અને કેવુ છે અત્યારે, મહત્વ બતાવે છે માણસ આજે માણસ ને, બસ લાગણીઓ જ મરી જાય છે.
કાંઈ જ નથી સમજાતુ આવુ શાને થાય છે.?

આ લાગણીઓ મા હક દેખાડવા જતા પોતે જ અદેખા થતા જાય છે.
કાંઈ જ નથી સમજાતુ આવુ શાને થાય છે.?

ફાસ્ટ ફોરવર્ડ ના આ યુગ મા લાગણીઆે ધીમી થતી જાય છે.
કાંઈ જ નથી સમજાતુ આવુ શાને થાય છે.?

અરે ની:સ્વાર્થ પ્રેમ થી તો પરમ ક્રુપાળુ પરમાત્માને પણ પામી શકાય છે,
પણ અત્યારે તો શરતોને આધીન લાગણીઓ ગણાય છે.
કાંઈ જ નથી સમજાતુ આવુ શાને થાય છે.?

કરવી જોઈએ શિક્ષા આવો સ્વાર્થી પ્રેમ કરવાવાળાઓ ને,
કે જેઓ કોઈની ની:સ્વાર્થ લાગણીઓ નુ ખુલ્લેઆમ કત્લ કરતા જાય છે.
કાંઈ જ નથી સમજાતુ આવુ શાને થાય છે.?

હતો નિર્દોશ પ્રેમ જ્યારે બાળપણ મા જીવતા,
જરાક શુ મોટા થયા અને જીવનજ સ્વાર્થી બની જાય છે.
કાંઈ જ નથી સમજાતુ આવુ શાને થાય છે.?

નિર્દોશ પ્રેમમા તો, મિરા અને મહેતા નરસિંહ સદેહે ધામ માં ગયા છે,
પણ આ સ્વાર્થી પ્રેમ વાળા માણસો જીવતા જીવ બળી જાય છે,
કાંઈ જ નથી સમજાતુ આવુ શાને થાય છે.?

રાધા ન મળી એનુ દુ:ખ તો શ્રી ક્રિષ્ણનેય દલડા મા ખુંચે છે,
પણ આવોય નિ:સ્વાર્થ પ્રેમ ન જાણે શા માટે રસ્તો ચૂકી જાય છે.
કાંઈ જ નથી સમજાતુ આવુ શાને થાય છે.?

કર્યા હતા બાવન કામ પરમાત્મા શ્રી ક્રિષ્ણએ મહેતા નરસિંહ ના,
એવો નિ:સ્વાર્થ પ્રેમ ન જાણે હવે કેમ અદ્રશ્ય થતો જાય છે.
કાંઈ જ નથી સમજાતુ આવુ શાને થાય છે.?

ઈચ્છા ઘણી હોય છે જીવનમા મધુરતા લાવવાની,
પણ અદેખાઈમા ને અદેખાઈમા પોતાનામા જ ઝેર ઘોળતો જાય છે.
કાંઈ જ નથી સમજાતુ આવુ શાને થાય છે.?

આતો કેવી જીંદગી, રસ પુરો થાય એટલે માણસનુ મહત્વ મટી જાય છે,
અરે અહીયા તો કામ ન થાય તો ભગવાન પણ બદલાઈ જાય છે,
આશા વગર જીવો તો નિરાશા મા માણસ ઘેરાઇ જાય છે, અને
નિરાશા મા જીવો તો આશાઓનુ ઘોડાપુર સઘળુ પલાળી જાય છે.
કાંઈ જ નથી સમજાતુ આવુ શાને થાય છે.?

અરે કોઇક તો સમજાવો કે પ્રેમ આમ નિ:સ્વાર્થ કેવી રીતે થાય છે,
આ રાઘા-ક્રિષ્ણ ની જેમ કેવી રીતે રહેવાય છે,

ત્યારેજ કદાચ સમજાશે કે આવુ શાને થાય છે.

ખૂટે છે કંઈક જીવન મા, કે જેને જોઈએ છે તે દુ:ખી જ દુ:ખી દેખાય છે,
નક્કી આ વ્હેમ અને શંકા ના વાદળો જ હશે જે મન, મગજ અને કાયા પર સાંબેલાધાર વરસ્યા જાય છે,
કાંઈ જ નથી સમજાતુ આવુ શાને થાય છે.?

પળે પળ નો સ્વાદ જાણવામા આજનો માણસ જીવનને માણવાનુ ભુલતો જાય છે,
હર પળ કંઈક નુ કંઈક શોધતો જતો માણસ આજ જીવન ખોતો જાય છે,
કાંઈ જ નથી સમજાતુ આવુ શાને થાય છે.?

નોતા લાવ્યા કશુજ જન્મ્યા ત્યારે, અને ખબર જ છે કે કઈજ સાથે નથી લઈ જવાનુ મરવા ટાણે,
અને તોય...
કાંઈ જ નથી સમજાતુ આવુ શાને થાય છે.?

જન્મ મરણ ની વચ્ચે આજે માણસ બસ પિસાતો ને પિસાતો જ જાય છે,
કાંઈ જ નથી સમજાતુ આવુ શાને થાય છે.?

બસ હવે કોઈ આશા વગર આ જીંદગી નો આનંદ માણી શકાય છે,
કોઈ શરતો વિના સંપૂર્ણ ભાવથી પોતે હારીને પણ કોઈની લાગણીઓ ને જીતી શકાય છે,
અંતે કાંઈ જ નથી સમજાતુ કે આવુ શાને થાય છે.?

થાઓ વ્હેમ ભુલી ને નિ:સ્વાર્થ પ્રેમ માં ભરપુર,
પછી જ કંઈક સમજાશે કે???

આવુ શાંને થાય છે.

...વિચારો ને વાચા...