જીંદગીના અંતરંગ - ભાગ-2 Bhanuben Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીંદગીના અંતરંગ - ભાગ-2

(આપણે આગળના ભાગમાં જોયું કે મીરાં તેના પતિ રાઘવ જોડે ખૂબ જ ખુશ હતી પરંતુ અકસ્માતમાં તેના પતિનું મૃત્યુ થાય છે અને મીરા પોતાનો ભાન ગુમાવી બેસે છે એક અબોલ સ્ત્રી બની જાય છે પોતાની યાદશક્તિ ગુમાવી બેસે છે અને તેના સાસરીવાળા તેને તેના પિયર મોકલી દે છે તેના પર બળાત્કાર થાય છે અને તેની ભાભી કેસ કરવાનું ના પાડે છે)
હવે આગળ જોઈએ તો...

મીરાનો ભાઈ કહે ;તને સમજણ પડે છે કે નહિ!! મારી બેન પર કેટલી વેદના છે અને તું કહે છે કે; આપણે કેસ નથી કરવો! જો કે કેસ નહીં કરીએ તો એને ન્યાય ક્યાંથી મળશે!! હું સવારે કેસ કરવા જઈશ!

મીરાની ભાભી કહે; તમે ખોટી વાત કરો છો! પરંતુ તમારી બેન તો પહેલેથી પાગલ જ છે. અને આપણને પણ પૈસે ટકે બરબાદ કરવાની વાત થઈ . કેસ કરીશું તો એ નબીરાઓ તો પૈસાવાળા છે આપણે કેસ જીતી શકીશું નહીં ! અને આપણે જોડે જે કંઈ બચત છે એ પણ લડવામાં જતી રહેશે મહેરબાની કરીને તમે કેશ ન કરો તો સારું.

મીરાના ભાભી ઈચ્છતા હતા કે કેસ થશે તો જે નબીરા હોય એને દસ લાખ રૂપિયા કેસ ન લડવા માટે આપ્યા હતા એ પૈસા પણ એના હાથમાંથી જતા રહેશે કારણકે નબીરાઓ મીરાના ભાભીને દસ લખ એટલા માટે આપી ગયા હતા કે મીરાનો કેસ આગળ વધે નહીં એટલા માટે મીરા વિચારતી હતી કે ગમે તેમ કરીને કેશ ના લડાય તો સારું. નહિતર દસ લાખ પણ પાછા આપવા પડશે.અને કેસ લડવામાં પણ બીજા પૈસા પણ જતા રહેશે. આખરે તો બરબાદ થઈ જવાનું એવું વિચારીને એ પોતાના પતિને સમજાવતી હતી કે આપણે કેસ કરવો નથી .મીરાની ભાભી ઇચ્છતી નહોતી એમને દસ લાખ રૂપિયા આપ્યા છે એવું કહેવું પડે પરંતુ જ્યારે મીરાનો ભાઇ બિલકુલ માનતો નહતો એટલે એને વિચાર્યું કે હવે તો કહેવું જ પડશે

મીરાના ભાભીએ એના પતિને કહ્યું કે; તમારે દસ લાખ ગુમાવવા છે ,તો તમે કેસ કરી શકો છો ?

મીરાનો ભાઈ કહે;માંડીને વાત કરે તો મને ખબર પડે ને ! કયા દસ લાખની તુ વાત કરે છે આપણી પાસે તો એવા કોઈ દસ લાખ છે નહીં!

મીરાની ભાભી એ વાત કરી કે મીરા પર જે નબીરાઓએ બળાત્કાર કર્યો હતો એ લોકો ગઈ કાલે તમે ઘરે નહોતા ત્યારે મને મળ્યા અને કહ્યું કે તમે કેસ નહીં કરો તો તમને આ દસ લાખ રૂપિયા આપતો જાઉં છું અને મેં કહી દીધું છે કે અમે કેસ નહીં કરીએ અને જો કેસ કરીશું તો તમે આ પૈસા પાછા લઈ જજો હવે ,તમે જ કહો ;તમારે કેસ કરવો છે કે દસ લાખ રૂપિયા લેવાના છે જે નિર્ણય કરવો હોય એ હવે તમે કરી શકો છો!

મીરાનો ભાઈ તો આ સાંભળીને ખુશ થઈ ગયો. જિંદગીમાં ક્યારે આટલા રૂપિયા જોયા નહોતા એને કહ્યું ;અરે ... ગાંડી પહેલા વાત કરવી હતી ને ..કે આપણી બેન આપણા માટે સોનાની મરઘી સાબિત થઈ ગઈ હવે તો તું કહે તો પણ કેસ નહીં કરું, એમ કહીને એને કહ્યું કે; હવે તો મને એ દસ લાખ રૂપિયા આપી દે અને બિંન્દાસ થઈને કહી દે એ લોકોને કે આપણે કેસ કરવાના નથી.

બીજા દિવસે નબીરા આવ્યા અને કહ્યું કે ; હવે તમે કેસ તો કરવાના નથી પરંતુ અમે તમારી બેનને શહેરમાં એક હોસ્પિટલ છે ત્યાં દાખલ કરીએ એ બીમાર પણ છે એટલે અહીં કોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે કે જાણ કરે તો તમારે અને મારે પણ મુશ્કેલી થાય એટલા માટે તમને વાંધો ન હોય તો તમારી બેન ને અમે શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરી દઈએ.

મીરાના ભાઈ અને ભાભી એ કહ્યું; કંઈ વાંધો નહીં તમે લઈ જઈ શકો છો મીરાના ભાભી ને મનમાં થયું કે સારું લઈ જાય તો અહીં આપણે રાખવી મટે... એમ કહીને બંને જણાય એમની બહેનને નબીરાઓની ગાડીમાં બેસાડી દીધી અને નબીરાઓ લઈને શહેરમાં ઉપડી ગયા નબીરાઓને હવે ડર હતો કે કદાચ ફરીથી કોઈ જાણ કરે પોલીસ સ્ટેશનમાં અને મીરાની તપાસ કરવામાં આવે તો તેમને કોઈપણ સજા થાય એવું રિશ્ક લેવા માગતા નહોતા એટલે તેમણે શહેરની હોસ્પિટલમાં જઈને દાખલ કરવાનું વિચારી લીધું..

જ્યારે નબીરાઓએ મીરાંને એક હોસ્પિટલમાં લઈને ગયા અને ડોક્ટરને જઈને કહ્યું કે; આ સ્ત્રી રસ્તામાં બિમાર હતી એટલે અમે એને હોસ્પિટલમાં દાખલ કરવા માટે લાવ્યા છે એ સ્ત્રી કોણ છે એ અમે ઓળખતા નથી .

ડોક્ટરે કહ્યું ;કંઈ વાંધો નહીં તમે કેસ લખાવી દો અને તમારો" ખૂબ આભાર" તમે એક સ્ત્રી ની મદદ કરી છે તમારા જેવા ભગવાનના માણસો ક્યારેક કોઈને કામમાં આવી જતા હોય છે.

ડોક્ટર ને પણ એ ખબર નહોતી કે આ ચાર નબીરાઓ એ જ સ્ત્રીની ખરાબ હાલત કરી છે એટલે કે મીરાની હાલતના જવાબદાર આ ચાર નબીરા છે .

ડોક્ટર ને કહ્યું કે તમે કેસ લખાવી ને દાખલ કરીને તમે જોઈ શકો છો જ્યારે નબીરાઓએ ખુશ થઈને મીરાને ડોક્ટર ને સોંપી નીકળી ગયા.

ડોક્ટરે તપાસ કરીને તો જાણવા મળ્યું કે કે મીરા પર બળાત્કાર થયેલો છે પરંતુ કોને કર્યો છે. એની તપાસ કેવી રીતે કરવી એ એમને સમજાયું નહીં એમને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી પરંતુ એ ફરિયાદમાં પણ કંઈ જાણવા મળ્યું નહીં.

ડોક્ટરે હોસ્પિટલમાં મીરાની સારવાર શરૂ કરી દીધી હતી હવે મીરા ધીમે ધીમે પોતાના શરીરમાં થોડો થોડો ફેરફાર જોઈ રહી હતી અને ડોક્ટરને પણ તપાસ કરતાં જાણવા મળ્યું કે મીરાના શરીરમાં ગર્ભધારણ થઇ રહ્યો હોય એવું લાગી રહ્યું હતું તેમણે હવે નક્કી કર્યું કે હોસ્પિટલમાં તો રાખી શકાય નહીં એટલે અનાથાશ્રમમાં મીરા ને દાખલ કરવાનું વિચાર્યું.
મીરા તો અબોધ હતી એને કંઈ પણ સમજાતું નહોતું કે કોઇ પણ સંવેદનાને અનુભવતી નહોતી એ બોલી શકતી હતી પરંતુ કોઈ પણ વાતચીત કરતી નહોતી હવે તો એના મગજ ઉપર જાણે કે કોઈ ઊંડો આઘાત લાગી ગયો હોય એ જ અવસ્થામાં રહી હતી એ કઈ અવસ્થામાં છે શું કરે છે એને પોતાનું કંઈ પણ ભાન હતું નહિ.

ડોક્ટરને પણ દયા આવતી હતી કે આ સ્ત્રી પ્રેગનેન્ટ છે તો શું કરવું! આખરે તેઓ ત્યાં નજીકની અનાથ આશ્રમ હતો ત્યાં મીરાને મુકીને આવ્યા અને ત્યાંના સંચાલક ને કહ્યું કે અમે અવારનવાર મીરાની ટ્રીટમેન્ટ કરતા રહેશું પરંતુ એ ગર્ભાવસ્થામાં છે એટલે તમારે ખૂબ જ દેખરેખ રાખવી પડશે કારણ કે પોતે કંઈ પણ સંવેદના ધરાવતી નથી

અનાથાશ્રમના સંચાલકે કહ્યું કે ;અમારા માટે તો કોઈ પણ માણસ આવે એ ભગવાનનો જ માણસ ગણાય છે અને એની આગળ, પાછળ કોઈ હોય ને ત્યારે જ આવે છે.પરંતુ અમે એમના માતા- પિતા થઈને ઉછેરીએ છીએ .ભલે મીરા ને કોઈ ભાન નથી પાગલ છે. પરંતુ અમે અમારી નાની દીકરીની જેમ સેવા કરીશું , એનો બધો જ કયા નામે રાખીશું અને ખુશ રહે તેવા પ્રયત્ન કરીશું અને ખાવાપીવાની પણ કાળજી રાખીશું ડોક્ટર સાહેબ તમે બિલકુલ ચિંતા ના કરો અને મીરાંએ ખુબ સરસ રીતે અનાથ-આશ્રમમાં સારવાર આપીશું અને પૂરેપૂરી કાળજી રાખીશું.

ડોક્ટરે સંચાલકને કહ્યું; તમારો ખુબ ખુબ આભાર "અમને ખૂબ જ ચિંતા થતી હતી કે આ સ્ત્રી ની હાલત શું થશે ,કોણ એને સાચવશે કારણકે એનું આ દુનિયામાં કોઈ હોય એવું લાગતું નથી હવે અમને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે અને ચિંતા પણ નથી કે ડર નથી તમે એને સાચવજો

એમ કહીને ડોક્ટર મીરા ને અનાથ આશ્રમના સંચાલક ને સોંપી તે નીકળી ગયા.

હવે મીરાની આગળ કહાની માં શું થશે એ આગળના ભાગમાં દર્શાવશું

ભાગ/૩ આગળ વધુ