જીંદગીના અંતરંગ - ભાગ-3 Bhanuben Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીંદગીના અંતરંગ - ભાગ-3

(આપણે આગળના ભાગમાં જોયું કે મીરાં ને એક હોસ્પિટલમાં બળાત્કારી નબીરાઓ હતા એ દાખલ કરીને જાય છે ડોક્ટર એની સેવા કરી ને મીરા ને સાજી કરે છે અને તેઓ મીરા ગર્ભ અવસ્થામાં હોવાથી એક અનાથ આશ્રમમાં જઈને સંચાલકના હાથમાં સોંપીને આવે છે હવે આગળ જોઇએ)

અનાથાશ્રમમાં સંચાલકો મીરા ની પૂરેપૂરી કાળજી લે છે અને મીરાંએ પોતાની સગી દીકરી હોય એવો જ પ્રેમ સંચાલકના બધા જ લોકો ભેગા મળીને આપે છે પરંતુ મીરાને તો એવું કોઈ ભાન હોતું નથી, તેને પોતાને પણ ખબર નથી હોતી કે; એ મા" બનવાની છે એટલે વધારે પડતું ધ્યાન રાખવું પડતું હતું ત્યાંરે સંચાલકે મીરાની આખો દિવસ કાળજી લઈ શકાય તે માટે અનાથાશ્રમમાં ઉંમર લાયક સંતોકબાને મીરાની સેવામાં મૂકી દીધા.

સંતોકબાને જાણે સગી દીકરી મળી ગઈ હોય એટલો આનંદ હતો કારણ કે સંતોકબા ને કોઈ સંતાન હતું નહીં એ પહેલેથી જ અનાથ આશ્રમમાં જ મોટા થયેલા અને અનાથાશ્રમની સેવા કરવામાં જ એમનું જીવન પૂરું કરી નાખ્યું હતું એટલે એમને પોતાનો માતૃત્વ મીરાંમાં દેખાયું.

સમય વીતતો ગયો અને મીરા ને એક બાળકીનો જન્મ આપ્યો જન્મતાની સાથે જ મીરા પોતાના શરીરનું સંતુલન ગુમાવી બેઠી હતી એનામાં બિલકુલ તાકાત હતી નહિ . નાની બાળકી પણ ખૂબ જ રડતી હતી એને પણ માતાના દુધની જરુર હતી. પરંતુ મીરા પહેલેથી જ કમજોર હતી અને બાળકીના જન્મ પછી વધુને વધુ કમજોર બનતી ગઈ.

સંતોકબા પહેલા દિવસથી જ મીરાના બાળકનું જતન શરૂ કર્યું તેમણે પોતાના ખોળામાં એ નાની બાળકીને લીધી અને જાણે એના હૃદયમાં મમતાની અમીજરા ફૂટી હોય એમ બધી જ મમતા એના પર ન્યોછાવર કરી દીધી. બાળકીને સહેજ પણ તકલીફ થાય નહીં, એનું ખૂબ જ ધ્યાન રાખતા હતા અને મીરાંનું પણ ખૂબ ધ્યાન રાખતા હતા અને નાની બાળકીનું પણ ખૂબ ધ્યાન રાખતા હતા અને અનાથલયના બધા લોકો ભેગા થઈને બાળકીનું નામ મયુરા રાખ્યું.

સમય વીતતો ગયો અને મયુરા મોટી થવા લાગી મયુરાને સારી સ્કૂલમાં અભ્યાસ કરવા માટે દાખલ કરી દીધી અહીં મીરાની હાલતમાં સુધારો આવતો ન હતો ,મીરાને પોતાને પણ મયુરા કોણ છે ?એ પણ ખબર હતી નહીં! હા, થોડી વાર માટે મયુરા એની સાથે વાતો કરી લેતી તો એ મયુરા સાથે મીરા રમી લેતી હતી. મયુરાને પણ ધીમે ધીમે એહસાસ થવા લાગ્યો કે મારી માતાને યાદશક્તિ ગુમાવી ચૂકી છે ઘણી વખત મયુરા એકલી ખૂણામાં બેસીને રડતી હતી કારણ કે એને પોતાના સુખ -દુઃખની કે મીઠી વાતો કોને કરવી! સ્કૂલમાં બધી જ સખીઓ એમના મમ્મી- પપ્પા સાથે કંઈ પણ પાર્ટી હોય ત્યારે આવતી હતી .જ્યારે મયુરાને પોતાનું કોઈ કહી શકાય એવું સાથે આવી શકે તેવું કોઈ ન હતું. હા,સંતોકબા આવતા પરંતુ એમની પણ ઉંમર થઈ ગઈ હતી એટલે એમની પણ ક્યાંય જવાય એવી હાલત હતી નહિ. મયુરા હંમેશા બધાને જોઈને પોતાની નજરથી જાણે એના પરિવાર ને શોધતી હોય એવું લાગતું હતું.

એક દિવસ મયુરા સ્કૂલથી ઘેર આવતી હતી અને રસ્તામાં એક ગાડી સાથે અથડાઈ ગઈ.અને બેભાન અવસ્થામાં જમીન પર પડી ગઈ.ગાડીમાંથી જોયું તો કોઈ એક લાંબો સરખો પડછંદ પુરુષ એની સામે આવીને એણે પોતાની બોટલમાંથી પાણી છાંટીને મયુરા પર છાંટ્યું .મયુરા ભાનમાં આવી ગઈ.અને એ પુરુષ એ કહ્યું ચાલ તને તારા ઘરે મૂકી જવું.

મયુરા એ કહ્યું; સાહેબ મારે કોઈ ઘર નથી. હું તો એક અનાથ આશ્રમ માં રહું છું મારી મમ્મી પણ ત્યાં જ રહે છે.

એ અજાણ્યા પુરૂષને કહ્યું ચલ હું તારા અનાથાશ્રમમાં તને મૂકી જાવ છું એમ કહીને તેમણે એને ગાડીમાં બેસાડી અને અનાથ આશ્રમમાં લઈ ગયા. મયુરાને ગાડીમાં ઉતારી ત્યારે મીરાં અજાણ્યા પુરૂષને જોઈ રહી હતી એને જોઈને જાણે કોઈ ઓળખતું હોય એવો એને એહસાસ થયો અને એને બૂમ પાડી અરે... અરે ....ઉભા રહો.... ઉભા રહો....

ઘણા ટાઇમ પછી મયુરા ને એની માતાને જોઈ ને નવાઈ લાગી .સંચાલક અને અનાથાશ્રમના લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા !ઘણા ટાઇમ પછી મીરા આજે પહેલી વખત બોલી હતી. તેમણે તરત જ ગાડીવાળા ભાઈનેપાછા બોલાવ્યા અને કહ્યું; ઊભા રહો ને...

અજાણ્યા પુરૂષ એ કહ્યું હું ખૂબ જ ઉતાવળમાં છું.એટલે એને કહ્યું હું ફરીવાર ચોક્કસ આવીશ એને જતાં ,જતાં પોતાનું કાર્ડ આપીને એ નીકળી ગયો.

મયુરા આજે ખુશ હતી કારણ કે પહેલી વખત એની માતાને થોડી ઘણી સંવેદનાઓનો અણસાર થયો હતો અને સંચાલકને પણ થયું હતું કે મીરામાં અલગ ફેરફાર થયો છે.એમને ડોક્ટરને ફોન કરીને કે આજે મીરા પહેલી વખત અનાથાશ્રમમાં થોડાક શબ્દો બોલી છે.

ડોક્ટર સાહેબ કહ્યું; એવો કયો ચમત્કાર કેવી રીતે બન્યો તમે મને વિગતવાર વાત કરો તો ખબર પડે!!

ત્યારે સંચાલકે કહ્યું કે આજે મયુરા ગાડીના ટક્કર સાથે નીચે પડી ગઈ હતી અને એ અજાણ્યા યુવાન ગાડીમાં બેસાડીને આપણા અનાથાશ્રમમાં મૂકવા આવ્યો હતો અને મીરાંએ એને દૂરથી જોયો હતો અને બૂમ પાડી હતી... ઉભા રહો... ઉભા રહો... પરંતુ એ ભાઈને ઉતાવળ હતી એટલે એ રોકાય નહીં અને નીકળી ગયા પરંતુ કાર્ડ આપતા ગયા છે.

ડોક્ટરે કહ્યું સારી વાત છે કે આપણને કાર્ડ આપતા ગયા છે મને થોડોક મીરા સાજી થાય તેવો અહેસાસ થવા લાગ્યો છે .હવે તો ચોક્કસ આપણને એને સાજી કરવામાં વાર નહિ લાગે. અને તમે ખૂબ સારું કામ કર્યું છે એ અજાણ્યા યુવકનું કાર્ડ લીધું છે આપણે એ યુવાનને મળીને શકય એટલા પ્રયત્ન કરીશુ. મીરાંને એ પુરુષને જોઈને સંવેદનાનો ઉદ્ભવ થયો છે એટલે તમે મને એ કાર્ડ લઈને દવાખાને મારી પાસે આવી શકો છો!

અનાથ આશ્રમના સંચાલક અને સંતોકબા બંને જણા જોડે ડોક્ટર સાહેબનેમળવા નીકળ્યા . ડોક્ટર સાહેબને મળ્યા અને કાર્ડ બતાવ્યું. ડૉક્ટર સાહેબે કાર્ડ જોયું તો કાર્ડ માં બીજા કોઈનું પણ નામ નહિ પરંતુ રાઘવના નામનું કાર્ડ હતું અને એક ઇન્ડસ્ટ્રીયલ કંપનીનો એ માલિક હતો એટલે રાઘવ ઇન્ડસ્ટ્રીયલ કંપની એ કાર્ડ ઉપર નામ લખેલ હતું. અને ડોક્ટર સાહેબ પણ એને સારી રીતે ઓળખતા હતા અને રાઘવ ની પત્ની હતી માલિની, એ પણ ડોક્ટર સાહેબ ના મિત્રની દીકરી હતી એટલે એમને હવે મીરાને સાજી કરવામાં વાર નહિ લાગે એવા અણસાર દેખાયા. તેમને તરત જ અનાથ આશ્રમમાં આવેલા સંતોકબા અને સંચાલક ને કહ્યું ;તમે ઘરે જાઓ હવે બિલકુલ ચિંતા ના કરો અને મીરાને આપણે જલ્દી સાજી કરી શકીશું.

બીજા દિવસે ડોક્ટર સાહેબ રાઘવ ના ઘરે જ નીકળ્યા કારણકે માલિની એમના મિત્રની દીકરી હતી એટલે રસ્તામાં જ તેનું ઘર આવતું હતું ડોક્ટર સાહેબ માલિનીને જોઈને તરત જ બોલ્યા અરે માલિની રાઘવ શું કરે છે! રાઘવ ઘરે છે ને!

માલિની કહે; અંકલ આવ ને ઘણા દિવસે તમે પધાર્યા છો !ક્યારે આવતા નહોતા આજે પહેલીવાર મારા ઘરે આવ્યા છો તો ઘરમાં ચાલોને ચા -પાણી કરી લ્યો, અ પછી રાઘવ ને હું ફોન કરું છું એ બહાર ગયા છે આવી જશે.

ડોક્ટર સાહેબ માલિનીના ઘરે ખુરશી પર બેઠા અને માલિની ચા અને નાસ્તો લઈને આવી એટલામાં તો માલિની રાઘવ ને ફોન કર્યો એ પહેલાથી જ રાઘવ દરવાજામાં આવીને ઊભો હતો .રઘવે ડોક્ટર સામે જોઈને કહ્યું; અંકલ તમે છો! પહેલા ફોન કર્યો હોત તો હું ઘરે જ રહેત ને!

ડૉક્ટર સાહેબે કહ્યું હું હાલ જ આવ્યો છું રાઘવ ચિંતા ના કર ,મારે તારું કામ છે એટલે આવ્યો છું..

રાઘવએ કહ્યું ;બોલોને શું કામ છે! તમે જે કામ કહો તે કરવા તૈયાર છું. કોણ બીમાર છે કોની દવા કરવાની છે ,?કેટલું ડોનેશન જોઈએ છે? વગેરે ... વગેરે...

ડૉક્ટર સાહેબે કહ્યું કે: થોડા દિવસ પહેલાં તમારી ગાડી એક બાળકી સાથે અથડાઈ હતી અને તમે અનાથાશ્રમમાં એને મુકવા ગયા હતા ત્યાં એક મીરાં નામની સ્ત્રી બીમાર હતી એ ક્યારેય બોલતી નહોતી એવું નહોતું એમ મુંઘી નહોતી પરંતુ તે પોતાનો ભાન ગુમાવી બેઠી હતી પરંતુ તમને જોઈને એમને બૂમ પાડી હતી ઉભા રહો... ઉભા રહો ...પરંતુ તમને ઉતાવળ હતી એટલે તમે નીકળી ગયા હતા પરંતુ તમને જોઈને એના માં થોડી ઘણી સંવેદના આવી છે એટલે મારી ઈચ્છા એવી છે કે આવતીકાલે તમે અનાથાશ્રમમાં આવો તો ઘણું સારું.મારે કોઈ ડોનેશન નથી જોઈતું. પરંતુ મારે એ તમને જોઈને શું પ્રતિભાવ એના મુખ પર પ્રતિભાવ આવે છે એ જોઈને એને કેવી રીતે સાજી કરવા માટે શું નિર્ણય લેવા એના માટે તમારી મદદ માટે આવ્યો છું.

માલિની કહે ડોક્ટર સાહેબ એમા શું પૂછવાનું હોય. હકથી કહેવાનું હોય કે રાઘવ "આવતીકાલે તો અનાથ આશ્રમમાં આવી જજે "આતો એક સારું કામ અને સેવાનું કામ છે મારી પણ ઇચ્છા છે કે હું પણ એ જ સ્ત્રીને જોવા માટે આવતીકાલે રાઘવ સાથે પણ ત્યાં આવીશ માલિકની ખૂબ જ લાગણીશીલ અને સરળ સ્વભાવની હતી એનામાં દયાની ભાવના ખૂબ જ હતી એટલે એને રાઘવને પણ કહ્યું; અરે !રાઘવ આવતીકાલે આપણે બંને ચોક્કસ જઈશું.

રાઘવ કહે; પરંતુ કાલે તો આપણે ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં એક મોટી મીટીંગ રાખેલી છે અને દૂરથી લોકો મીટીંગ માટે આવવાના છે કાલે શક્ય બને એમ નથી!

માલિનીએ કહ્યું; રાઘવ ચિંતા ના કરો! હું મારા પપ્પા ને કહી દેઈશ કે મીટીંગ પોતે હેન્ડલ કરી દેશે. તમે અને હું આવતી કાલે ચોક્કસથી અનાથાશ્રમમાં જઇશુ .બસ તમે ડોક્ટર સાહેબ તમે જાઓ, આવતીકાલે અમે બંને સવારે ત્યાં અનાથ આશ્રમમાં આવી જઈશું તમે ત્યાં લોકોને પણ જાણ કરી રાખજો .ડોક્ટર સાહેબ ત્યાંથી નીકળી જાય છે અને રાઘવ અને માલવી બંને જણા ચા અને નાસ્તો કરે છે .

ભાગ/4 વધુ આવતા અંકે....