The Author Shailesh Joshi અનુસરો Current Read શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 5 By Shailesh Joshi ગુજરાતી તત્વજ્ઞાન Share Facebook Twitter Whatsapp Featured Books જીવન એ કોઈ પરીકથા નથી - 5 "જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ-૫)સમીરના ફોન પર અજાણ્યો કોલ આવે... શ્યામ રંગ....લગ્ન ભંગ....5 ભાગ-5કોલેજ ના દિવસો એટલે કોલેજીયન માટે તો ગોલ્ડન ડેઈઝ.અનંત ત... ક્ષમા વીરસ્ય ભુશણમ क्षमा बलमशक्तानाम् शक्तानाम् भूषणम् क्षमा। क्षमा वशीकृते... ભીતરમન - 56 હું કોઈ બહુ જ મોટા પ્રસંગની મજા લેતો હોઉ એવો મારો આજનો જન્મદ... તારી પીડાનો હું અનુભવી - ભાગ 20 આટલું બોલતા જ મિરાજ ભાંગી પડ્યો. એના ગળે ડૂમો ભરાઈ ગયો હતો.... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Shailesh Joshi દ્વારા ગુજરાતી તત્વજ્ઞાન કુલ એપિસોડ્સ : 5 શેયર કરો શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 5 (1) 1.6k 4.6k 1 ભાગ - ૫આજનો શબ્દ છે, વિશ્વાસ કોઈ પણ સ્ત્રી, કે પછી પુરુષએ બન્ને, ભલે પછી પતિ-પત્ની હોય, કે પછી પ્રેમી-પ્રેમિકા, આમાંથી જે હોય તે, બાકી.....એ બન્નેના ગાઢ, લાંબા અને સુખી-સુખી જીવનસંસાર માટે, એ બન્ને વચ્ચે મહત્વનું જે પરિબળ હોય છે, તે પરિબળ છે, તે બન્નેનો, એકબીજા પરનો અતૂટ, અને અખૂટ વિશ્વાસ.એ બન્નેએ, આજીવન, સુખી દામ્પત્ય જીવન જીવવા માટે, ગમે તેવા કપરા સમયમાં, કે સંજોગોમા,અડગ મને, આજીવન એકબીજાને અનુરૂપ થવું, એ અત્યંત આવશ્યક છે.સ્વાભાવિક છે કે, આપણને આપણા પ્રિય પાત્રને ખોઈ દેવાનો ડર આપણાં મનમાં હોય, એ ડર દરેકનાં મનમાં હોય, અને ખરેખર એ ડર હોવો પણ જોઈએ, કેમકે, એકબીજાને ખોવાનો એ ડર, એજ સાચા પ્રેમની નિશાની છે.પરંતુ,જીવનમાં ક્યારેય પણ, આપણા જીવનસાથીના કોઈ એવાં વ્યવહાર, વર્તન કે કોઈ એવી વાત થકી, આપણાં મનમાં, ક્યારેય પણ, જરા સરખી પણ કોઈ ખોટી શંકા-કુશંકા, આપણા મનમાં ઊભી થાય, કે પછી......આપણને કોઈ ત્રાહિત વ્યક્તિના, આપણા જીવનસાથી વિશે, કંઈ અઘટિત, કે સહેજ પણ વહેમ ઉપજાવે તેવી કોઈ વાત કહેવાથી, જો આપણે જરા પણ વ્યથીત થઈએ, ત્યારે......ત્વરિત કોઈ નિર્ણય લેવાને બદલે,પહેલા તો જીવનસાથીના એ વર્તન વિશે, કે જે વર્તનને કારણે આપણને કંઈક શંકા ઉપજાવે તેવો કોઈ ભ્રમ થયો હોય કે પછી, એવું કંઈક લાગે જે આપણને ન ગમ્યું હોય, અથવા તો, જેતે ત્રાહિત વ્યક્તિ ના કંઈ કહેવાથી, આપણુ દિલ દુઃખાયું, કે ભરમાયું હોય, તો આવા સમયે સૌથી પહેલા, નિખાલસ મનથી, આપણે થોડો સમય, આપણને પોતાને આપીને, કમસે કમ એકવાર, નિરાંતે આ બાબતે, આ વાતની જડ સુધી વિચારવું કે..... શું હું, કોઈના કહેવાથી મારા જીવનસાથી વિશે જે તારણ કાઢી રહ્યો છું, શું તેવું કંઈ હોય શકે ?કે પછી,મને મારા જીવનસાથીના વર્તન વિશે, જે ત્રાહિત વ્યક્તિએ વાત કરી, તે વ્યક્તિની વાત પર મારે વિશ્વાસ મુકવો જોઈએ. ?આ બંનેમાં, ખુબ વિચાર્યા પછી પણ, જો આપણને એવુ કઈક લાગે કે, ના ત્રાહિત વ્યક્તિની વાતમાં એવું કંઈક તો તથ્ય છેજ, જે મારે માનવું પડે તેમ છે.છતાં, ઉતાવળે નિર્ણય ના લેતા, ને પાછો આનો ખુલાસો તુરંત મેળવવા, ઉતાવળે, એ વાત પોતાના જીવનસાથીને કહ્યા કે પૂછ્યા વિના, જાતેજ.....એ બાબતે થોડું વધારે ધ્યાન આપી, વાતની ચોકસાઈ કરી, ને છેલ્લે લાગે કે, ના આમાં કંઇક તો એવું છે, જે મને આગળ જતા મારા લગ્નજીવનમાં તકલીફ ઊભી કરશે, તો તો અને તોજ...તોજ ના - છૂટકે અને છેલ્લે......આ વાત પોતાના પ્રિય પાત્રને કરવી, પરંતુ... એ વાત,પ્રીય પાત્ર સામે, ક્યારે, અને કેવી રીતે રજુ કરવી ? આપણાં પ્રિયપાત્રની બિલકુલ આરામની પળોમાં, અને એને પૂરેપૂરા વિશ્વાસમાં લઈ લીધાં બાદજ, એ વાતની રજૂઆત કરવી.આપણે સૌથી પહેલાં, એને એ વાતનો વિશ્વાસ અપાવવાનો કે, તમે એને કેટલો પ્રેમ કરો છો, તેમજ...તમારા જીવનમાં એની કેટલી અગત્યતા છે, સામેનાં પાત્રને, આપણી પર, આપણાં પ્રેમ પર, એક્વાર પુરેપૂરો વિશ્વાસ આવી ગયા બાદજ,સામેનાં પાત્રને, આપણે....આપણને, આપણાં મનમાં ચુભતી વાત કરવી, અને એ પણ, બિલકુલ શાંત માહોલ, અને શાંત સ્વરે, સામેના પાત્રને કહેવું કે,હમણાં- હમણાં હું એક-બે વાતને લઈને, થોડા સમયથી થોડો વ્યથિત છું, અને મારે તનેએ એક-બે વાત જણાવી, તે વાતનું નિરાકરણ કરવું છે.કેમકે, હું તને ખોવા નથી માંગતો, અને એટલેજ, એટલેજ હું મારા મનમાં કોઈજ વાત છુપાવ્યા સિવાય, મનમાંને મનમાં ગૂંચવાયા સિવાય, અને મારી વાતને તુ સાંભળી, સમજી , તુ એનો યોગ્ય જવાબ આપી, મારી સમજવામાં ક્યાં ચૂક થઈ છે, તે પણ તું મને જણાવીશ એટલાં વિશ્વાસ સાથે, હું તને આ વાત જણાવી રહ્યો છું.ત્યારબાદ નિખાલસ મનથી, તમે એ વાત કરશો, તો આપણી તમામ સમસ્યાનું, દરેક વાતનું,સારામાંસારું નિરાકરણ, અને તે પણ એકજ બેઠકે આપણને મળી રહેશે.ને આપણને આનો બીજો ફાયદો એ પણ થશે કે, ભવિષ્યમાં, એ બન્નેમાંથી લગભગ કોઈના પણ મનમાં, કોઈપણ નાનો-મોટો કોઈ મુંઝવતો પ્રશ્ન ઊભો થશે, તો બેઝિઝક, એકબીજાની સામે બેસીને, એની ચર્ચા પણ થઈ શકશે.બાકી બે માણસની વાતમાં, જ્યારે ત્રીજો કોઈ ત્રાહિત વ્યક્તિ ભાગ લેશે, અને એ બે માણસ અંદરને અંદર મૂંઝાતા, બળતા કે, કોઈ ચોથા પાંચમા માણસ પાસે આનું સમાધાન શોધવા જશે, તો કદાચ.....આનું પરિણામ સારું નહીં મળે.ને એ ખરાબ પરિણામ, ભોગવવાનું તો પેલા બે વ્યક્તિઓનાં ભાગેજ આવશે.માટે,સાચા સંબંધોમાં વિશ્વાસ તૂટવા ના દેવો, એ બે માણસના હાથમાં છે. દામ્પત્યજીવનમાં, અમુક વાતને લઈને, સાચું-ખોટું જાણવા કદાપિ, કોઈ ત્રીજા-ચોથાનો સહારો ના લેવો. ‹ પાછળનું પ્રકરણશબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 4 Download Our App