A dream books and stories free download online pdf in Gujarati

એક સપનું

એક સપનું જે પૂરું પણ થાય છે અને અધૂરું પણ રહી જાય છે એજ જોવાનુ છે આ કહાની માં આર્મી ઓફિસર અને એક 23 વર્ષ ની છોકરી જે નું હું નામ તો નહિ લઉં..

એક દિવસ ની આ વાત છે. જ્યારે કોઈ પણ આર્મી જવા તૈયાર ન હતું ત્યારે એક છોકરો ગામડા માં રહી ને તૈયારી કરતો હતો. ગામડા ના એક નાના ખેતર માં રહી તૈયારી કરતો એ સવારે 4.00 વાગ્યે દોડતો ખેતર માં પછી લાબી કુદ કરતો એની સાથે સાથે ખેતર માં પાણી પણ છોડતો
ઘર માં એક એક છોકરો એ પણ આર્મી માં જવાનું સપનું
એના માં પપા પણ ખુશ હતા એના આ નિર્ણય થી
સપના માટે મેહનત કરતો હતો

એક દિવસ ની વાત છે એ એની કસરત કરતો હતો એની નજર એક કાગળ પર પડે છે એ વિચારે છે આ કોનો કાગળ હશે. ! આમ તેમ જુએ છે કોઈ દેખાતું નથી એને
કોઈ દેખતા નથી એને પછી એ કાગળ વાચે છે એમાં શું લખ્યું હતું એ જોઈ એ હવે ....

પ્રિય ... હું તમને દરરોજ જોવું છું કસરત કરતા
અને મને તમે ગમો છો મને ખબર છે તમારું સપનું છે આર્મી ઓફિસર બનવું હું ભગવાન પાસે એજ માગું છું તમને આર્મી ઓફિસર બનાવી દે... I love you 💛
હું તમારો જવાબ ની રાહ જોઇશ .....


બીજા દિવસે પણ એવો જ કાગળ મળે છે
ક્યારે જવાબ આપશો . હું હિંમત કરી એક કાગળ લખી એક પત્થર મૂકી ઘરે. આવી ગયો ...

એ બીજા દિવસે પણ કાગળ મળ્યો . કે તમે મને જોવા માંગો છો મને મળવા માંગો છો પણ હું નહિ મળી શકું તમને એક કે જ્યારે તમે આર્મી ઓફિસર ની વર્દ
માં જોવા માગું છું હું તમને ... એજ દિવસે મળશું...
આ મારી શરત છે ... એ છોકરો માની જ્યાય છે ખૂબ મેહનન કરે છે આર્મી માં જવા માટે ...ધીરે ધીરે દિવસો ગુજરે છે ને આર્મી ની ફૂલ ત્યારી કરે છે

જે દિવસે. આર્મી ની દોડ હોય છે એના આગલા દિવસે એ છોકરી ને કાગળ લખે છે કે કાલે મા ખરી દોડ છે આર્મી ની
પરીક્ષા પણ છે એટલે હું કાગળ નહિ લખી શકીશ
છોકરી પણ જવાબ માં લખે છે મને તમે કાગળ નહિ લખો. ચાલશે ફોકસ આર્મી જોઇન્ટ કરી પછી જ મળશું આપરે

બીજા દિવસે માં પાપા ના આશીર્વાદ લઈને જાય છે પરીક્ષા આપવા જાય છે પરીક્ષા પાસ પણ કરી લે છે...

જ્યારે છોકરો નોકરી થી પાછો આવે છે તો જોઈ ને ચોંકી જાય છે જ્યાં તે કસરત કરતો હતો ત્યાં તો એક મોટી બિલ્ડિંગ બને લી જોએ છે ... જ્યાં તે બસ સ્ટેન્ડ નાનું જોયું હતું આજે મોટું બનેલું જોએ છે.. જોતો જોતો તે ઘરે જાય છે મમી ને પૂછે છે આ ગામ માં આટલું કામ કોને કર્યું ... મમી કહે છે આ એક છોકરી એ કર્યું છે જ્યાર થી એ સરપંચ બની છે ત્યાર થી આ ગામ નું ભલું થયું છે ..
એ બહુ સારી સમજદાર છોકરી છે. હો સરસ ખૂબ સરસ ...
મારે એને મળીને thanks 😊 કેહવું છે...


તું એને પછી મળી thanks કહી દેજે તું પેહલા મારા હાથ નું ખાવાનું ખાય લે હા મમી બહુ દિવસ થઈ ગયા તારા હાથ નું ખાવાનું ખાધે ઓહ મારો ચિન્ટુ એવું ચાલ હું મારા હાથ થી જમાડું જમાડતા જમાડતા મમી ના આખ માં થી મોતી નીકળવા લાગ્યા એ મોતી જેની કોઈ કિંમત નથી હોતી ??
એ ગામ ઓટો મારવા નીકળે છે મન માં વિચારે છે કે પેલી છોકરી ક્યાં હશે ગામ માં હશે કે શહેર માં ચાલી ગઈ હશે..
ભગવાન ને મન માં મન માં વાત કરે છે કે ભગવાન એ મળી જાય એવું કરજો આ વિચારતો વિચારતો એ ગામ ની પંચાયત ઓફિસ ની સામે આવી જાય છે. ચાલ ને એ મેડમ નો આભાર વ્યક્ત કરી લઉં હું... ધીરે ધીરે આગળ વધે છે ત્યાં તો મેડમ ને મન માં ને મન માં એવસાસ થવા લાગે છે કે નક્કી એ આજુ બાજુમાં માં છે ... એટલી જ વાર માં રૂમ નો દરવાજો ખખડવ્યો મેડમ હું અંદર આવી શકું ...
મેડમ તો એકે નજર જોયા જ કરે છે .. ફરી થી દરવાજો ખખડવ્યો મેડમ હું અંદર આવી શકું.. હા ધીરે થી કહે છે
મેડમ તો જાણતી હતી આ છોકરો ને પણ છોકરા ને નતી ખબર એ તો બસ thanks કેહવા માટે આયો હતો
મેડમ તમે ગામ માં સારું કામ કરો છો હું તમારો આભારી છું..
મારી પણ ઈચ્છા હતી જે તમે પૂરી કરી દીધી thanks મેડમ નિખાલસ થી પૂછે છે તમે પણ દેશ ની સેવા કરો છો તો અમારી ફરજ છે જે અમે નિભાવી છે ...
સરસ .... ઓકે મેડમ તો હું રજા લઉ આજે જ હું આયો છું તો બહુ કામ છે કોઈ ક ને મળવા પણ જવાનું છે મેડમ કહે છે કોણે મળવા જવાનું છે તમારે શું હું પણ તમારી સાથે આવી શકું .... એ બહાને ગામ નો એક રાઉન્ડ પણ થઈ જશે .. ઓકે મેડમ જી તમે આવી શકો છો મારી જોડે ...
મેડમ અને હું નીકળ્યા ઓફિસ થી ગામ માં બે કામ પતાઈ
એ મેડમ ને એના ખેતર માં રહી જાય છે.. ખેતર માં એને બના વેલ ઝીમ પણ એમ ના એમ જ છે ...
બધું છે પણ એક કમી એને લાગે છે કે આ પથ્થર નીચે એક કાગળ હોય છે જે આજે નથી. મેડમ એને પૂછે તમે તો કોઈક ને મળવા આયાં હતા અહીંયા તો કોઈ પણ નથી .
મેડમ હું જાણું છું એ અહીંયા છે પણ એ સામે નથી આવતી
એ છુપાઈ ને જોતી હશે મને એ હું જાણું છું ..
એને જોવા દો ચાલો આપરે જઈએ. એને શું ખબર જેને શોધે છે આસ પાસ એ એની જોડે છે. પાસે છે બને પાછા ફરે છે ઘર ની તરફ જતાં જતાં મેડમ એના મન ની વાત જાણવા માગતી હોય છે કે શું તમે એ છોકરી ને પસંદ કરો છો . મેડમ હું એને મળ્યો નથી પણ મારા દિલ માં એનું જ સ્થાન છે. આ જાણી મેડમ મન માં ને મન માં ખુશ થઈ જાય છે. થોડીક ક્ષણો પછી છું ટા પડી જાય છે.
બીજા દિવસે પણ આ બંને મળે છે વાત કરે છે
પણ મેડમ સચાઈ નથી કહેતી એને ... આમ ને આમ એક સપ્તાહ નીકળી જાય છે ને આર્મી માં જવાનો સમય નજીક આવી જાય છે . જે દિવસે પાછો આર્મી માં જવાનું હોય છે ત્યારે એક વાર ખેતર માં જાય છે . ત્યાં તેણે પત્થર ની નીચે એક કાગળ મળે છે એ કાગળ એ છોકરી નો જ હોય છે એમાં લખેલું હતું કે ..
તમે મને શોધી રહા હતા હું તો સાત દિવસ થી તમારી સાથે જ હતી મે તમને ન હતું બતાવ્યું . જ્યારે તમને આર્મી માં ગયા ત્યાં પછી મારી તબિયત બગડી ગઈ હતી. મે ડોક્ટર ને બતાવ્યું તો કીધું તમને તો કેન્સર છે બેન . શું કેન્સર ! હા મેડમ કેન્સર છેલ્લા સુધી પહોંચી ગયું છે. તમે હવે પોતાને સાચવો હવે કંઈ પણ નહિ થાય જે સપના બાકી હોય એ પુરા કરો.. એટલે હું ગામ ના લોકો ને ગામ ના લોકો માટે સરપંચ બની ગામ ના અટકેલા કાર્યો પૂરા ક્યાં . મને ખબર છે મારે પણ તમારા માટે જીવવું હતું પણ ભગવાન કઈક બીજું જોયું હશે એમ વિચારી હું જાઉં છું. મારી યાદ મન માં રાખ જો . કોઈ સ્ટેન્ડ ન બનાવતા મારા નામ નું બસ યાદ દિલ માં રાખ જો.

એક સપનું તે જોયું હતું એક સપનું મે પણ જોયું હતું મારું સપનું પણ તમારે જ પૂરું કરવાનું છે
એક સપનું કોઈ ક દિવસ પૂરું પણ થાય છે..

બીજા રસપ્રદ વિકલ્પો