અર્ધનારીશ્વરનું વૈજ્ઞાનિક રહસ્ય: Dr Shraddha K દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અર્ધનારીશ્વરનું વૈજ્ઞાનિક રહસ્ય:



અડધું અંગ જે પ્રગટ થતું નથી તે અંદર છુપાએલું છે. તમારુ એક પાસું પુરુષનું છે, એક પાસું સ્ત્રીનું છે. એટલે એક ઘણી રસપ્રદ ઘટના સર્જાય છે

કોઇપણ પુરુષ કેટલો પણ શક્તિશાળી કેમ ન હોય, એ સિકંદર કે નેપોલિયન હોય, દુકાનમાં, બજારમાં ગમે તેટલી અકડથી રહેતો હોય તો પણ ઘરમાં બેઠેલી એક સાધારણ સ્ત્રીની સામે એની અકડ ખતમ થઇ જાય છે. આ અજીબ વાત છે. શું કારણ છે? જ્યારે પુરુષ દસ બાર કલાક કામ કરે છે ત્યારે તેનું પહેલું શરીર થાકી જાય છે. ઘેર જતા જતા એનું પહેલું શરીર વિશ્રામ ઈચ્છે છે. અંદરનું બીજું સ્ત્રી શરીર ત્યારે મુખ્ય બની જાય છે, પુરુષ રારીર ગૌણ બની જાય છે. સ્ત્રીનું દિવસ દરમ્યાન પહેલું શરીર થાકી જાય છે, બીજું શરીર, પુરુષ શરીર પ્રધાન બની જાય છે. એટલે સ્ત્રી પુરુષ જેવો અને પુરુષ સ્ત્રી જેવો વ્યવહાર કરે છે.

એ વાતને ધ્યાનમાં લેવી જોઈએ કે અંદરની સ્ત્રી સાથેનો સંભોગ એ ઉર્જાનાં આંતરિક પ્રવાહનું ઉર્ધ્વગમન છે. આની કોઈ વાત થઇ શકે તેમ નથી. એના માર્ગ અલગ છે. બીજી વાત: શક્તિ હંમેશાં પુરુષ શરીરથી સ્ત્રી શરીર તરફ વહે છે. પુરુષ શરીરનો જે વિશેષ ગુણ છે તે એ છે કે એ ક્યારેય ગ્રાહક બની શકતો આક્રમક છે, આપી શકે છે, લઇ શકતો નથી. બધા પ્રવાહો પુરુષથી સ્ત્રી તરફ જ વહે છે. સ્ત્રી ગ્રાહક છે, દાતા નથી. આપી શકતી નથી, લઇ શકે છે.


પુરુષ અને સ્ત્રી બન્નેના શરીરની કેટલીક વિશેષતાઓ છે. આ વિશેષતાઓ એકબીજાની પરિપૂરક છે. વાસ્તવમાં સ્ત્રીનું શરીર અધૂરું છે અને પુરુષ શરીર પણ અધૂરું છે. એટલે સર્જનના ક્રમમાં બન્નેને સંયુક્ત થવું પડે છે. આ સંયુક્ત બનવું બે પ્રકારનું છે. અ નામના પુરુષનું શરીરનું બ નામની સ્ત્રી સાથે બહારથી સંયુક્ત બને તો પ્રકૃતિનું સર્જન થાય છે. અ નામના પુરુષના શરીર પોતાની પાછળ રહેલી બ નામની સ્ત્રી સાથે સંયુક્ત બને તો બ્રહ્મ તરફનું સર્જન થાય છે. પરમાત્મા તરફની યાત્રા શરુ થાય છે. પ્રથમમાં પ્રકૃતિ તરફ્ની યાત્રા છે. બન્ને સ્થિતિમાં સંભોગ ઘટિત થાય છે.

પુરુષનું શરીર બહારની સ્ત્રી સાથે સંયુક્ત બને તો પણ સંભોગ ઘટિત થાય છે. પુરુષનું પોતાનું શરીર પોતાની અંદર જ છુપાએલી સ્ત્રી સાથે સંયુક્ત બને તો પણ સંભોગ ઘટિત થાય છે. પહેલા સંભોગમાં ઉર્જા બહાર નીકળે છે જ્યારે બીજા સંભોગમાં ઉર્જા અંદરની તરફ પ્રવેશવાનું શરુ કરે છે. જેને વીર્યનું ઉર્ધ્વગમન કહેવામાં આવે છે. અંદરની સ્ત્રી સાથે સંબંધિત થાય છે.

ઉર્જા હંમેશાં પુરુષથી સ્ત્રી તરફ વહે છે. એ અંદરની તરફ હોય કે બહારની તરફ હોય. પુરુષની ભૌતિક ઉર્જા જો અંદરની ઇથરિક સ્ત્રી તરફ વહે તો ઉર્જા બહાર ફેલાતી નથી. બ્રહ્મચર્યની સાધનાનો આ જ અર્થ છે, એ નિરંતર ઉપરની તરફ વહેતી હોય છે. આ ઉર્જાની યાત્રા ચોથા શરીર સુધી થઇ શકે છે. ચોથા શરીર પર બ્રહ્મચર્ય સમાપ્ત થઇ જાય છે. એના પછી બ્રહ્મચર્યનો કોઈ અર્થ નથી. કારણ કે ચોથા શરીર પછી સ્ત્રી પુરુષ જેવો કોઈ ભેદ રહતો નથી.




અમુક પુરુષો અને સ્ત્રીઓની માન્યતાઓ,વિચાર જે કહો તે....એ લોકો એવું વિચારે છે કે સ્ત્રી ક્યારેય પુરુષ સમોવડી બની શકે નહીં..આ વાક્ય મને સાંભળવા મળ્યું છે...i think એનો અર્થ એવો જ થાય છે કે..સ્ત્રી પુરુષ સમાન ના બની શકે..તેને પુરુષ સાથે ના સરખાવી શકાય.અથવા તો પુરુષ જે કરી શકે એ સ્ત્રી નથી કરી શકતી..હવે એવું ક્યુ કામ છે.જે સ્ત્રી નથી કરતી...આજ ની સદી માં સ્ત્રી બધું જ કરે છે.જે પુરુષ નું કામ છે.એ પણ સ્ત્રી કરી શકે છે.તો બોલો હવે સ્ત્રી પુરુષ સમોવડી કે પછી પુરુષ કરતા પણ વધારે ઊંચી...ઉલટા નું પુરુષ એ સ્ત્રી સમોવડું બનવું પડશે હવે તો..પુરુષ જે કાર્ય કરે છે.જોબ કરે છે...એ સ્ત્રી પણ કરે છે.. એ જોબ પરથી આવીને આરામ થી બેસે છે....અને સ્ત્રી જમવાનું પીરસે છે...હવે આજની સ્ત્રીઓ પણ જોબ પર જાય છે.તો એ જોબ થી આવીને રસોઈ બનાવે છે..અને પુરુષ ને મહારાજાની જેમ પીરસે...અને જો એ જોબ નઇ કરતી હોય તો...એ ઘરનું કામ તો કરતી હશે ને ઘરનું કામ પણ કઈ ઓછું નથી હોતું...ઘરની સાફ સફાઈ અને કચરા પોતા..છોકરા હશે તો તેમને સ્કૂલ પર લેવા જાવા,મુકવા જાવા..કઈ ઓછું કામ નથી હોતું એ પણ ઘરે રહીને જોબ જ કરે છે.જે પુરુષ એ એને સોંપેલી છે....એવી એક પણ ફિલ્ડ નથી કે જ્યાં સ્ત્રી મોજુદ નથી....સ્ત્રી ને પણ ખેતી કામ આવડે જ છે.પુરુષ ને પણ આવડે જ છે..છતાંય સ્ત્રી ખેતરે થી આવીને પોતાના પતિ માટે જમવાનું બનાવે અને પુરુષ બેસે આરામથી બાજુમાં લીલાલેર કરે...અને જમવાનું પણ જાતે ના લઈ શકે એને પીરસવું પડે..અને સ્ત્રી જાતે જ જમવાનું લે અને જાતે જ પોતાની જાતને પીરસે...અને પુરુષ એ મજાનો જમીને સુવે અને સ્ત્રી વાસણ,કચરા પોતા..સ્ત્રી પણ ખેતરે થી કામ કરીને જ આવી છે..બન્ને એ સરખું જ કામ કર્યું છે...છતાંય હજુ એ પરમ્પરા ચાલી આવી છે કે સ્ત્રી એ ઘરનું કામ જ કરવું.અને પતિ ને પરમેશ્વર સમજવું...તો પુરુષ એ સ્ત્રીને શુ સમજવું જોઈએ?સ્ત્રી પણ પરમેશ્વર જ છે.બન્ને મા સરખું જ છે.અડધું પુરુષ અને અડધું સ્ત્રી તત્વ રહેલું જ છે..જ્યારે સ્ત્રી ને તેનું સન્માન નથી આપવામાં આવતું ત્યારે તે પુરુષ નું રૂપ ધારણ કરે છે...સ્ત્રી માં પણ ટેસ્ટોસ્ટેરોન રહેલું જ છે...સમય આવે ત્યારે એ એક્ટિવ થાય છે...અને પુરુષ માં પણ સ્ત્રી નું હોર્મોન્સ રહેલું છે.પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન...જ્યારે પુરુષ સાથે જ્યારે અન્યાય થાય ત્યારે તે સ્ત્રી હોર્મોન્સ એક્ટિવ કરે છે.....બન્ને એકબીજા ના હોર્મોન્સ વાપરે છે.