નિશાળે જાતા ને રમતો રમતાં...
કોઈ કહે મારે રમવું છે સંતાકુકડી,
અને કોઈ કહે મારે રમું છે સાત-તાળી
ભેરું જોડે તો આંધરોપાડો રમતા,
આંધરોપાડો રમી ને લગડી પણ રમતા,
નિશાળે જાતા ને રમતો રમતાં...
સર તો અમને કેટલાં-કેટલાં રમાડતાં,
સાથે ખો-ખો પણ રમતાં અને રમાડતા,
ઘરે આવીને શેરીમાં જય ને કેતા કે,
અમને નિશાળે તો રમતો રમાડે,
નિશાળે જાતા ને રમતો રમતાં...
નિશાળે જય ને બેટબોલ રમતાં,
સાત-કુકડી રમવાની મજા આવતી,
પાટીમાં ઈસ્ટો ને નવકૂકડી દોરતા,
બે રંગ ના પણા ગોતી ને રમતાં,
નિશાળે જાતા ને રમતો રમતાં...
કાગળના પ્લૅન બનાવીને તેનાથી રમતાં,
ઝાડ ઉપર ચડી ને આમલી-પીપળી રમતાં,
ટીમ પાડીને કબડી રમતાં,
ઠેરીએ રમતાં ને ઠેરી જીતતા,
નિશાળે જાતા ને રમતો રમતાં...
બોટલમાં રેતી ભરીને ડબલાનું ડૂશ રમતાં,
ચકલી ઉડે ફરરર એ પણ રમતાં,
ભમેળામાં દોરી વિટી ને તેને ફેરવતા,
કોઈ તો તેને હાથ માં ફેરવતા,
નિશાળે જાતા ને રમતો રમતાં...
પાંચ પાણા ગોતી ને ચબે રમતાં,
સાત ખાના ગારી ને ઠાકલા રમતાં,
નિશાળની એ રમતો અને શિક્ષકો મને આજે પણ યાદ છે,
નિશાળે જાતા ને રમતો રમતાં...
😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊