મહિમા બારી પાસે ઊભી હતી. આજે એમના ઘરમાં ઘણી બધી હલચલ હતી.આજે મહિમાના લગ્ન હતાં.ઘણા વર્ષો બાદ એમનું સપનુ પૂરું થવા જઈ રહ્યું હતું.અચાનક મહિમા એમની ભૂતકાળ ની યાદોમાં ખોવાઈ જાય છે.
મહિમા નો જન્મ ગરીબ કુટંબમાં થયો હતો. એમના પરિવારમાં માતા પિતા અને એક બહેન એમ મહિમાનું નાનુ પરિવાર હતું.માં અને પિતા મજૂરી કરીને મહિમાને ભણાવતા હતાં.મહિમા આગળનો અભ્યાસ પૂરો કરવા માટે શહેરની કોલેજમાં એડમિશન લીધું હતું.અહી મહિમા સરકારી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી.રજાઓ માં ઘરે જતી ત્યારે મહિમા પણ મજૂરી કરવા જતી.જેથી માતા પિતાને થોડી મદદ કરી શકે.મહિમા સમજતી હતી.એટલે તેમણે ક્યારેય નવી વસ્તુ ની માંગણી માતા પિતા પાસે ન કરી હતી.મહિમા કોલેજ નો અભ્યાસ માં લગાવી ને કરતી હતી.અને એમના કોલેજમાં સારા એવા માર્કસ આવતા.જેથી આર્થિક તંગી હોવા છતાં મહિમાના માતા પિતાએ એમનો અભ્યાસ છોડાવ્યો ન હતો.એમના પિતા વિચારતા કે મારે મજૂરી કરવી પડે છે.એવી મજૂરી મારી દીકરીને ના કરવી પડે એના માટે અભ્યાસ જરૂરી છે.અને ભણી ને કોઈ સારી નોકરી મેળવે તો દીકરીનું જીવન સુખી થાય.મહિમા પણ આ સપનું પૂરું કરવા ખૂબ મહેનત કરતી હતી.મહિમાના પણ ઘણા સપના હતાં.પણ પૂરા થઈ શકે એમ ન હતાં.
મહિમા કોલેજની શિષ્યવૃતી માંથી પોતાના અમુક ખર્ચાઓ પૂરા કરતી હતી.એમના જીવનમાં મિત્રો પણ ખૂબ ઓછા હતા અચાનક એક દિવસ એક કોલ આવે છે.સામે એક છોકરો હોય છે અને એ મહિમાને કહે છે કે તેમની જોડે દોસ્તી કરવા માંગે છે.અને એમનું નામ આર્યન બતાવે છે.મહિમા કોઈને જાણ્યા વગર અજાણ્યા જોડે દોસ્તી કરે એવી ન હતી.પરંતુ આર્યન ની વાતોમાં કઈક એવું હતું કે જેનાથી મહિમા ના નહિ પાડી સકી.અને દોસ્તી માટે હા પાડે છે. આમ સમય વીતતો જાય છે.મહિમા અને આર્યન ફોન પર વાતો કરે છે. એક વર્ષ પૂરું થવા આવે છે.બને એક જ શહેરમાં અભ્યાસ કરતા હોવા છતા પણ ક્યારેય મળ્યા ન હતા મહિમા અને આર્યન રોજ વાતો કરતા મહિમા પોતાના જીવનની બધી જ વાતો આર્યન ને કરતી હતી.આર્યન ને મળ્યા વગરજ આર્યન સાતે એવી લાગણી બંધાઈ ગઈ હતી કે આર્યન સાતે વાત ન થાય તો મહિમા ને ગમતું ન હતું અને દિવસ પસાર થતો ન હતો.મહિમાને પ્રેમ થઈ ગયો હતો.પણ આર્યનને કહી શકતી ન હતી. એક દિવસ બંને મળે છે.દરિયાકિનારે આખો દિવસ સાતે ફરે છે.આર્યન ખૂબ જ છોકરો હતો.ત્યારબાદ બંને ને જ્યારે પણ સમય મળે ત્યારે બંને ફરવા જાય છે મહિમા ને એક દિવસ આર્યન પ્રપોઝ સે અને મહિમા પણ હા પાડે સે.મહિમા હંમેશા આર્યન પાસે ન હોય તો તેમની યાદોમા ખોવાયેલી રહે છે.આર્યન નો કોલેજ નો અભ્યાસ પૂરો થાય છે.અને તે વધુ અભ્યાસ માટે બીજા શહેરમાં જાય છે.પરંતુ મહિમાને ભૂલતો નથી અને રોજ ફોન કરે છે .અલગ અલગ શહેરમાં અભ્યાસ કરવાના કારણે મહિમા અને આર્યન મળી શકતા નથી.
આર્યન મહિમાને લગ્ન માટે કહે છે પણ મહિમા પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિ ના કારણે ના પડે છે.મહિમાના પિતા લગ્ન નો ખર્ચ ઉઠાવી સકે મ નથી.મહિમા એ લગ્ન કરવા હોય તો જાતે મહેનત કરી ને નોકરી મેળવી ને પસી જ લગ્ન કરી સકે.અને તે સમાજમાં માતા પિતાને બદનામ કરી ને ભાગી જવા ન માગતી હતી. તેથી મહિમા આગળનો અભ્યાસ ચાલુ રાખે છે.આર્યન પણ મહિમા ની રાહ જોવા તૈયાર હતો.એમ જ 8 વર્ષ વિતી જાય છે.મહિમાને સારી નોકરી મળે છે.હવે મહિમાને લગ્ન ની ચિંતા નથી કારણ કે તેની બહેન અને પોતાના લગ્ન નો ખર્ચ જાતે ઉપાડી સકવા શક્ષમ છે.અને માતા પિતાને પણ મદદ કરી શકે મ હતી.
8 વર્ષ પછી આર્યન પણ નોકરી મેળવી લે છે.આર્યનના માતાપિતા અને મહિમાના માતાપિતા બધાની મરજી થી બંને ના લગ્ન લેવાય છે.મહિમા એ જીવનમાં ઘણા ઉતાર ચડાવ જોયા હતા.અને આજે એજ દિવસ હતો.આર્યન અને મહિમા ના લગ્ન હતાં.મહિમાના આંખમાંથી ખુશીના આશું સારી પડે છે.....