અચાનક મળેલ પ્રેમ  Chavda Ji દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અચાનક મળેલ પ્રેમ 

મારૂં નામ મયુર છે. હું ગાંધીનગર નો રહેવાસી છું. હાલ હું કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છું. હવે હું શરૂઆત ત્યાંથી કરીશ કે જયારે હું અને મારો મિત્ર વિશાંગ રવિવારના દિવસે અમે બંને બાર બેસવાં છતાં હતાં. ત્યારબાદ થોડીક બાર બાદ અમે બંને અમારા ઘર બાજુના મિત્રોને મળ્યાં બધાં જોડે બેઠા પછી થોડીકવાર માં બધાં જમવાં જતાં રહ્યાં અને હું અને વિશાંગ ત્યાં જ બેઠા બેઠા પબ્જી ગેમ રમી રહ્યાં હતાં. થોડીકવાર બાદ અમારી ગેમ પતી અને મારા ઈન્ટાગ્રામમાં એક છોકરીનો Hi કરીને મેસેજ આવ્યો. જેમાંથી મેસેજ આવ્યો હતો તે આઈ-ડી નું નામ સ્રૂતિ દવે હતું અને તે ફેક આઈ-ડી હતું. તો મેં તેની સાથે વાત-ચીત ચાલુ કરી અને તે મને કેવાં લાગી કે તમારૂ નામ મયુર છે ને મેં કીધું હા, પછી એને મને કીધું કે તમે કડીમાં ભણો છો ને તો મેં કીધું ના ત્યારબાદ તેને મને કીધું સોરી પણ હું આ આઈ-ડી ત્રણ દિવસ પહેલાં જ બનાવ્યું છે. અને હું મારા ફ્રેન્ડને શોધી રહી છું અને તે તમારા જેવો જ દેખાય છે એટલે હું થોડી કન્ફયુસ થઇ ગઈ. ત્યારબાદ મેં એને પૂછયું કે તમે ક્યાંથી છો ? તો તેને મને કીધું હું અમદાવાદ, નવરંગપુરામાં રહું છું. તે મને કેવાં લાગી હું ગુજરાતી નથી. પછી મેં એને કીધું કે તમે તમારા આઈ-ડી માં તમારો ફોટો કેમ નથી મેક્યો. તો અને કીધું કે પહેલાં જ તમને કીધું કે હું મારા એક ફ્રેન્ડને શોધી રહી છું. એકવાર તે મળી જશે પછી હું આઈ-ડી બંધ કરી દઇશ. ત્યારબાદ મેં કીધું કે તું મને જ માની લે તારો ફ્રેન્ડ પછી એને કીધું હા કેમ નહીં એમ પણ મને અજાણ્યા લોકો જોડે વાત કરવાની બવ જ મજાં આવે છે. અને હું તેની સાથે ફેક આઈ-ડી સમજીને જ વાત કરતો હતો. વિશાંગ મારી જોડે જ બેઠો હતો અને તે મને કે ચલને ભાઈ હવે ઘરે જઇએ પણ મેં તેને કીધું ઉંભો રે થોડી મજાં લઈને જઈએ. ત્યારબાદ અમે બવ બધી વાતો કરી અને થોડીક વાર પછી મેં એને કીધું કે તારું ફેક આઈ-ડી છે બરોબર તો તારૂ સાચું નામ શું છે ? તું ક્યાં રહે છે ? શું કરે છે ? અને ફેક આઈ-ડી કેમ બનાવ્યું છે ? થોડીકવાર બાદ તે મને કેવાં લાગી કે હું ગાંધીનગર રહું છું. અને હું અમદાવાદ કોલેજમાં ભણી રહી છું પણ હું સાચું નતો માનતો પછી એ કે હું સાચું કહું છું. ત્યારબાદ મેં એને કીધું કે ગાંધીનગરમાં ક્યાં રહો છો તો એને કીધું હું સેકટર-૧૩ માં રહું છું, પછી મેં કીધું હું પણ ત્યાં જ રહું છું. પછી મેં એને એનાં ઘરનો નંબર માંગ્યો તો એ કે ના હું એ ના આપી શકું. ત્યારબાદ મને થોડોક ગુસ્સો આવ્યો અને મારાથી થોડીક ગાળો પણ નીકળી ગઈ અને મેં એને કીધું કે તારૂં આઈ-ડી પણ ફેક છે અને તું પણ ફેક જ છે. ત્યારબાદ એને ખોટું લાગી ગયું અને એને કીધું કે ખોટું નથી બોલતી. હું ગાંધીનગરમાં જ રહું છું, અને સેકટર ૧૩ માં જ રહું છું, અને મારા ઘરનો નંબર ૬૭૫/૨ છે. ત્યારબાદ હું અને વિશાંગ અમે બંને એને જે ઘર નંબર આપ્યો તે ઘર નંબરની આસપાસ જ અમે લોકો બેસીએ છે. તો વિશાંગ એ મને કીધું કે ૬૭૦/૧ તો આ સામે જ છે એટલે ૬૭૫/૨ તો આજુ-બાજુમાં જ હશે. ત્યારબાદ હું અને વિશાંગ તેને જે ઘર નંબર આપ્યો હતો તે ઘર તરફ જઈ રહ્યા હતાં.થોડીકવારમાં હું અને વિશાંગ શોધતાં શોધતાં તેને આપેલાં ઘર નંબર પર જ પોચી ગયાં હતાં. અને અમે લોકો જે ઘરે પોચ્યાં હતાં એ મારા મિત્ર બંટીનું જ ઘર હતું. ત્યારબાદ હું ત્યાં તેનાં ઘર સામે પોંચી ગયો અને મેં પેલી છોકરીને મેસેજ કર્યો કે હું આવી ગયો છું તારા ઘરની બાર અને જો તું અહયાં જ રહેતી હોય અને જો તું સાચી હોય તો આવ ઘરની બાર.
થોડીકવાર સુધી મેં અને વિશાંગ એ ત્યાં જ ઉભા ઉભા રાહ જોયી અને થોડીકવાર બાદ તે છોકરી ઘરની બહાર આવી અને તેને મને જોયો અને મેં પણ તેને જોયી ત્યારબાદ તે પાછી ઘરમાં જતી રહી અને મને મેસેજ કર્યો કે તમે વાદળી કલરનો સર્ટ પહેરયો હતો મેં કીધું આ અને મેં પણ પૂછયું કે તે લાલ કલરની ટીર્સટ પહેરી હતી તો તેને હા પાડી ત્યારબાદ તેને કીધું કે હવે થયો વિશ્વાસ કે હું જૂંઠું નથી બોલતી. ત્યારબાદ મેં તેને સોરી કીધું પછી મેં તેનું સાચું નામ પૂછયું તો તેને તેનું સાચું નામ અંકિતા શર્મા કીધું હતું. ત્યારબાદ અમે થોડીક વાતચીત કરી અને પછી મેં એનો મોબાઇલ નંબર માંગ્યો. તેના પછી અમે લોકો ધીમે-ધીમે ફોનમાં વાત-ચીત ચાલુ કરી દીધી. અને હું તેને પ્રેમથી અન્કુ કહીંને બલાવતો હતો અને થોડાક દિવસો બાદ મેં તેને પ્રપોસ પણ મારી દીધો અને તેને મારા પ્રપોસલના જવાબમાં હા પાડી ત્યારબાદ હું તેને રોજે સવારે પથિકા મૂકવા જતો, સવારે તેને વહેલાં મળવાં જતો, સાંજે ૪ વાગે તેને લેવાં જતો, તે છોકરીના પપ્પા આર્મીમાં હતાં એટલે તે થોડાક દિવસો માટે જ અહ્યાં હતી. ત્યારબાદ તે પાછી તેનાં ઘરે હૈદરાબાદ જતી રહેવાની હતી. પણ તે મારી સાથે હોય ત્યારે બવ જ ખુશ રહેતી હતી. અને થોડાક દિવસમાં તેને ભણવાનું પતી ગયું અને તેનાં પપ્પાની આર્મીમાં પોસ્ટીંગ પણ બહાર થઈ ગઈ હતી જેથી તે પણ પાછી તેનાં ઘરે જતી રહી હતી.
અત્યારે અમે બંને વાતો નથી કરતાં એક-બીજા જોડે, સાયદ થી અમે લોકો એક-બીજાને ભૂલી ગયાં છે. પણ મારી બર્થડે પર આપેલ તેની ગિફટ હજી સુધી મેં સાચવી રાખી છે.

લિ. મયુર એન. ચાવડા