પ્રેમમાં દગો Chavda Ji દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમમાં દગો

પ્રેમમાં દગો :-

મારૂં નામ રોહિત છે. હું ગાંધીનગરનો રહેવાસી છું. હું કોલેજના પહેલાં વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છું. હું આશા રાખું છું કે તમને મારી આ સાચી હકીકત ખૂબ જ ગમશે, તો હવે હું શરૂઆત ત્યાંથી કરીશ કે જ્યારે હું કોલેજનાં પહેલાં વર્ષમાં હતો અને અમારા કોલેજનું ગ્રુપ ખૂબ જ મોટું હતું. અને અમારા ગ્રુપમાં ગણી છોકરીઓ પણ હતી. અમે લોકો કોલેજમાં ભણવા કરતાં તો વધારે મહાત્મા મંદિરના ગાર્ડનમાં વધારે બેસતાં હતાં. અને અમે લોકો ત્યાં ફોટોગ્રાફી કરતાં બધાં મિત્રો મળીને મસ્તી કરતાં અને અમે લોકો બવ જ મજાં કરતાં હતાં. પણ મારી સાથે એક મારી ફ્રેન્ડ પણ હતી અને તેનું નામ કાજલ સોલંકી હતું અને તે મારી સાથે બવ જ મસ્તી કરતી, અમે લોકો બાર જમવાં જઈએ કે પછી મુવી જોવાં જઇએ ત્યારે પણ તે મારી સાથે જ બેસતી હતી. અમારી ફે્ન્ડશીપ એટલી પાક્કી હતી કે અમારા ગ્રુપનાં બીજા કોઇપણ મિત્રો કોલેજમાં કે ગાર્ડનમાં ના આવવાના હોય અને તે દિવસે કાજલ એકલી જ આવી હોય તો તે મને ફોન કરીને બેસવા બોલાવી દેતી. પછી અમે બંને ગાર્ડનમાં બેસતાં ફોટો પડાવતાં બાર નાસ્તો કરવાં જતાં અને ૧૨ વાગવાની તૈયારી હોય અને હું એને ઘરે મૂકવા જતો રહેતો પછી હું પણ ઘરે આવીને જમીને સૂઈ જતો.
હવે હું શરૂઆત ત્યાંથી કરીશ કે જ્યારે હું અને કાજલ ધીમે-ધીમે એકબીજાની નજીક આવવાં લાગ્યાં. હું મારી બધી જ પર્સનલ વાત તેને કેતો અને તે પણ તેની બધી જ વાતો મને કેતી તેને કંઇ પણ પ્રોબેલમ હોય તો એ તરત જ મને કંઇ દેતી, અમે બંને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયાં હતાં અને કાજલ મને ધીમે-ધીમે ગમવાં લાગી હતી કેમ કે અમારી ફ્રેન્ડશીપને લગભગ ૬ મહિના જેવું થઈ ગયું હતું અને ૬ મહિના પહેલાં હું અને કાજલ ખાલી ફે્ન્ડ જ હતાં પણ ધીમે-ધીમે મને તેની જોડે પ્રેમ થવાં માળ્યો અને હું તેનાં તરફ ખૂબ જ આકર્ષિત થવાં લાગ્યો પણ હું તેને મારા પ્રેમનો ઇજહાર કરી શકતો ન હતો કેમ કે મને મનમાં બીક હતી કે હું એને કંઇ દઇશ કે હું તને પ્રેમ કરૂ છું અને તે મારી પર ગુસ્સે થઇ જશે અને મારી જોડે ફેન્ડશીપ તોડી નાખશે તો જેનાં કારણે હું તેને કંઇ શકતો ન હતો કે હું તને પ્રેમ કરૂં છું. આમ ને આમ હું એને એક જ બાજુનો પ્રેમ કરતો રહયો અને આમને આમ બીજા ૬ મહિના નીકળી ગયાં અને ધીમે-ધીમે મારા બધાં મિત્રોને ખબર પડી ગઈ અને તે બધાં મને ચિડાવા લાગ્યાં અને મને કે તમે તો બવ છૂપા-રુશ્તમ નીકળ્યા ત્યારબાદ મેં કીધું કે ભાઈઓ હજી સુધી મે કાજલને મારા પ્રેમનો ઇજહાર કર્યો નથી કે હું તેને પ્રેમ કરૂં છું અને તે કહેવાની મારી હિંમત પણ નથી ત્યારબાદ મારો એક મિત્ર મને કે રોહિત તું બવ ના વિચારીશ અને ૨ ફ્રેબુઆરીએ શનિવાર છે તો કાજલને ફોન કરીને મળવાં બોલાવજે અને તે સમયે તેને કંઇ દેજે કે હું તને પ્રેમ કરૂં છું. અને જો તું ના કંઇ શકતો હોય તો હું એને કંઇ દવ પણ મારે બીજા દ્વારા મારા પ્રેમનો ઇજહાર નતો કરવો જેથી મેં મારા મિત્રને ના પાડી દીધી કે તું કાજલને કંઇપણ ના કેતો કેમ કે હું તેને સાચો પ્રેમ કરતો હતો અને મારે તેને બીજા ધ્વારા પ્રેમનો ઇશહાર નતો કરવો જેથી મેં મારા મિત્રની વાત માની અને મેં કાજલને ફોન કરીને કીધું કે કાજલ તું શનિવારે ફ્રી છે તો સવારે ૯ વાગે મને મળવાં આવજે મારે તારું કામ છે અને તેને મને કીધું સારૂં રોહિત હું આવી જઈશ.
ધીમે-ધીમે મારો ઉત્સાહ વધી રહ્યો હતો અને હું ૨ તારીખની રાહ જોઈ રહ્યો હતો અને રાત-દિવસ મારા સપનામાં કાજલ-કાજલ જ દેખાતી હતી. આમને આમ દિવસો જતાં રહ્યાં અને આખરે જે દિવસની રાહ હું જોઈ રહ્યો હતો તે દિવસ આવી ગયો હતો અને મને આશા હતી કે કાજલ મારા પ્રપોઝલની હા પાડશે....
મારી રાહ જોવાંનો સમય પૂરો થયો અને સવાર પડી ગઈ અને હું તૈયાર થઈને નાસ્તો કે કંઇપણ કર્યા વગર તરત જ હું બહાર ગાર્ડન તરફ જવાં નીકળી ગયો અને ત્યારબાદ હું ત્યાં પોચી ગયો અને મેં કાજલને ફોન લગાવ્યો કે હું આવી ગયો છું તો એણે કીધું સારૂં હું પણ નીકળું જ છું થોડીકવારમાં ત્યાં પોચી જઇશ. થોડીકવાર બાદ કાજલ આવી ગઈ અને તેને જોઈને હું બવ જ ખૂશ થઈ ગયો. અમે બંને ગાર્ડનમાં જઇને બેઠા પછી કાજલએ મને પૂછયું શું થયું બોલ રોહિત ?
ત્યારબાદ મેં કાજલનો હાથ પક્ડયો અને તેને કીધું કે કાજલ હું તને જે પણ કહીં રહ્યો છું તે તું ધ્યાનથી સાંભળજે પછી મને જવાબ આપજે ત્યારબાદ કાજલે મારી સામે જોઇ હા કીધું અને પછી મેં તેને કીધું કે કાજલ આપણે એક વર્ષથી જોડે છીએ, એકબીજાની બધી જ વાતો જાણીએ છીએ, અને આપણે ખૂબ જ સારા મિત્ર પણ છીએ, તો કાજલ કે આ કેમ નહીં હવે આગળ બોલીશ. ત્યારબાદ મેં એને કીધું કે કાજલ તું મને બવ જ ગમે છે. અને હું તને બવ જ પ્રેમ કરૂં છું અને હું તને આખી જિંદગી ખૂશ રાખીશ બસ આટલું જ સાંભળતાં કાજલ ગુસ્સે થઇ થઇ અને મને કેવાં લાગી કે રોહિત આપણે ખાલી સારા મિત્ર જ છીએ બીજું કંઇ નથી બરોબર અને મારો પહેલેથી જ એક બોય-ફ્રેન્ડ છે.
બસ આટલું જ બોલતાં મારૂં દિલ તૂટી ગયું અને મને એને ના પાડી એ વસ્તુનું દુખ ન હતું પણ એને મને આ એક વર્ષમાં એની ઘરની બધી જ વાત કરી પણ આ વાત નથી કરી કે મારે એક બોય-ફ્રેન્ડ પણ છે.
શું આજ પ્રેમ હોઈ શકે.....?

લિ. મયુર એન ચાવડા