શ્રાપિત - 19 bina joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રાપિત - 19













સમીરના હાથમાં રહેલો ફોન રણક્યો નંબર જોતાં સમીરના ચહેરાનાં હાવભાવ બદલાયાં અને હાથમાં ફોન લયને એકબાજુ ખુણામાં બહાર આવીને " હેલ્લો...હા..હા... વિશ્વાસ રાખો તમારાં કહ્યાં મુજબ કામ થય જાશે.

હોસ્પિટલમાં બેભાન બનીને નીચે ઢળી પડેલાં પિયુષની ડોક્ટર તપાસ કરીને દવા લખી આપે છે. વધારે કોઈ ચિંતાજનક બાબત નથી. બેડ પર સુતેલા પિયુષની બાજુમાં આવતાં આકાશ અને સમીરને થોડીક ગભરામણ થવા લાગી મનમાં એક હતો. કદાચ પિયુષ ફરી આકાશ પર હુમલો કરશે તો શું થશે !

પિયુષ : ચહેરા પર નબડાય જણાતી હતી અને ભાગદોડના કારણે શરીરમાં શાક અને નબળાઈ આવી ગયાં. " અરે..હું.. હુમલો નહીં કરું તમે બાજુમાં આવી શકો છો ".

પિયુષનો પહેલા જેવો નોર્મલ અવાજ સંભળીને આકાશ અને સમીરે બન્ને એકબીજા તરફ જોતાં હાશકારો અનુભવ્યો.

આકાશ : " પિયુષ તું ખરેખર આવું મારી સાથે કરીશ એવો મને સ્વપ્ને પણ ખ્યાલ ન્હોતો ".

પિયુષ : " હું માફી માંગુ છું,પણ જ્યારથી આ તેજપુર ગામમાં આવ્યાં છીએ ત્યારથી કોઈને કોઈ ભયંકર ઘટનાઓ આસપાસ બનતી રહે છે. મારો પોતાનાં શરીર પર કોઈ જાતનો કાબુ કે ચેતના નહોતાં. બસ અંદરથી એક અલગ વ્યક્તિત્વ સાથે હું લડી રહ્યો હતો. હું ખુદની સાથે જીતી ના શક્યો માફ કરજે દોસ્ત, મારો તને ઇજા પહોંચાડવાનો કોઈ ઇરાદો નથી ".

સમીર : " કેમ જાડીયા તારી અંદર કોની આત્મા હતી ? આવું ડરામણું દશ્ય તો કોલેજમાં હોરર ફિલ્મોમાં પણ નથી જોયું ". સમીર વાતાવરણને થોડુંક હળવું બનાવવાનો પ્રયત્ન કરતો હતો.

સમીર ઘરે બધાંને ફોન કરીને અહીંની પરિસ્થિતિ સારી છે એવી જાણ કરે છે. વહેલી સવારનાં પાંચ વાગવા આવ્યા હતાં મંદિરમાં થતી આરતીનો ઘંટારવ ગાજ્યો જય મહાકાલ...જય મહાકાલ...નો નાદ હોસ્પિટલ સુધી ગુંજતો હતો.

સમીર : " આકાશ આટલી વહેલી સવારે મંદિરમાં આરતી થાય છે ! અને આ મંદિર ક્યાં આવેલું છે " ?

આકાશ : " આ મંદિર ધણાં વર્ષો પહેલાંનુ સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે. આજુબાજુના ત્રણ ગામનાં લોકોને જોડતું એક સ્થળ છે. મુખ્ય ગામ બંસીપુર જ્યાં તમે લોકો ટ્રેનના ઉતર્યા હતા. બંસીપુરથી બે અંલગ અંલગ રસતાઓ નીકળે છે. એક બંસીપુર થી દેવલપુર અને બીજો રસ્તો તેજપુર ગામમાં આવવાનો છે. અહીં ત્રણેય ગામની સીમાને ભાગોળે આવેલા ટેકરા પર તેજપુર મહાદેવનું પવિત્ર મંદીર આવેલુ છે. અહીંના ત્રણેય ગામનાં લોકો બહાર ગામ જવાનું હોય કે કોઈ સારા પ્રસંગે કરવાનાં હોય તે પહેલાં અહીંયા દર્શન કરવા જાય છે ".

સમીર આકાશની વાત એકદમ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. ત્યાં ડોક્ટર ફરી તપાસ કરવા આવ્યાં, વિચારોમાં ખોવાયેલો સમીર પોતાનાં મોબાઈલને ખીસ્સામાંથી કાઢીને નોટિફીકેશન જોયું અને ચહેરાનો હાવભાવ બદલાવા લાગ્યો.

ડોક્ટર : " હવે દર્દીની તબિયતમાં થોડો સુધારો જણાય છે. તમે સવારે એક વખત ફરી રૂટિન ચેકઅપ કરાવીને ઘરે જય શકો છો ".

આકાશની અને સમીર હોસ્પિટલમાં હતાં. ત્યાં અવની દિવ્યા અને અક્ષય આવી પહોંચ્યા. બધાને એકસાથે જોતાં આકાશ બધાંની બાજુમાં આવીને પુછવા લાગ્યો " કેમ તમે બધાં અત્યારે ? ઘરે બધું બરાબર તો છે ને " !

અવની આકાશની બાજુમાં આવીને ગળે વળગીને ભેટી પડી. આકાશ પણ જાણે અવનીને પોતાની બાહોમાં ભરવાં તત્પર હતો.

અવની : " આકાશ તું ઠીક તો છે ને "?

આકાશ: " આ તારી સામે જ ઉભો છું ".

બાજુમાં ઉભેલી દિવ્યા ઉધરસ ખાવા લાગી, અને પાછળ ફરીને અવની સરમવા લાગી.

આકાશ : " આ દિવ્યાને રોમેંટિક કપલ જોતાં અચાનક આવતી ઉધરસનુ ઈલાજ કરાવવાની જરૂર છે ".

પાછળ ઉભેલાં બધાં મિત્રો હસવા લાગ્યા.સમીરના ફોનમાં ફરી ફોન આવ્યો.

ક્રમશ...