શ્રાપિત - 18 bina joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રાપિત - 18







( અવની હોસ્પિટલથી ઘરે આવવા નીકળે છે. ગાડી હાઈવે પર ઝડપભેર ચાલવાતા પિયુષને અવની ગાડી ઘીમે ચલાવવાનું કહેતા, પિયુષ અવનીના વાતનો જવાબ નથી આપતો. પિયુષ તરફ જોતાં અવનીના ધબકારા વધી ગયા અને આસપાસના અચાનક બદલાયેલા વાતાવરણમાં પિયુષનુ આવું અભાયન સ્વરૂપ જોતાં અવની ગાડીમાંથી ઠેકડો મારીને ઉતરી જાય‌ છે.‌ આંખ ખુલતાં ગભરાયેલી અવની મંદિરની બહાર હતી. હોસ્પિટલમાં રહેલાં અધિરાજને પિયુષના આવાં સ્વરૂપથી બચાવવાં આકશ અને સમીર હોસ્પિટલ જવા નીકળ્યા.હવે આગળ ...)



હવેલીની બહાર ગાડી ચાલું કરીને સમીર ગાડી ચલાવવા તૈયાર હતો. બાજુની સીટમાં આકાશ પાછળ ફરીને અવની તરફ જોયું અને ગાડીમાં બેઠો. સમીર ગાડી ચાલુ કરીને હોસ્પિટલ જવા ઘરેથી નીકળ્યાં. ગાડી હાઈવે પર આવી પહોંચી, અચાનક બદલાયેલા વાતાવરણમાં રડતાં કુતરાનો અને શિયાળનો અવાજ ડરામણો અવાજ જંગલમાંથી આવી રહ્યો હતો.

સમીર આકાશ તરફ જોવા લાગ્યો, ગાડી હોસ્પિટલ તરફ જેમ જેમ આગળ વધવા લાગી તેમ તેમ પવનની ગતિ વધવા લાગી અને હાઈવે પરની લાઈટો પરથી સફેદની જગ્યાએ લાલ રંગનો પ્રકાશ પડવા લાગ્યો. પરિસ્થિતિ બદલાતાં આકાશ અને સમીરને જે વાતનો ડર હતો એવું વાતાવરણ ઊભું થવા લાગ્યું. સમીરે આકાશ તરફ જોઈને મનોમન આંખના પલકારે આકાશે તેની હા મા હા પુરી. સમીર ગાડીની ઝડપ વાધારે છે.


ઝડપથી ચાલતી ગાડી આગળ રસ્તામાં અચાનક એક કુતરો ઉતરી આવ્યો.સમીર માંડ માંડ એને બચાવતા ગાડી સાઈડમાં ચલાવીને બન્નેનો બીજો બચાવી લીધો. અંતે ગાડી હોસ્પિટલના દરવાજે પહોંચી. ગાડીમાંથી ઉતરીને આકાશ અને સમીર દોડતાં દોડતાં અંદર રૂમ તરફ જવા લાગ્યાં.

રૂમની બહાર પિયુષ દેખાણો નહીં, આકાશ અને સમીર રૂમની બહાર ઉભાં આકાશ રૂમનો દરવાજો ખોલવા માટે હાથ દરવાજાનાં હેન્ડલ પર મુક્યો. પાછળ સમીર તરફ જોવા લાગ્યો. આકાશના હદયના ધબકારા સતત ધકધક... ધકધક...ધકધક... દરવાજો ખોલતાં. હાથમાં રાખેલી ચાકુ વડે અધિરાજના પેટમાં ઝીંકવામાં બસ એક સેકન્ડ બાકી હતી. આ બધું જોતાં આકાશે બુમ પાડી " પિયુષ ".

પાછળ ફરીને ઉભેલો પિયુષ અવાજ સંભળીને પાછળ ફર્યો. પિયુષની લાલ રંગની આંખો અને માથા પરથી અવનીના કહેવાયા મુજબ લોહી વહેતું હતું. આકાશ સમીર બન્ને પિયુષ ને જોતાં ગભરાઈ જાય છે. સમીર બહારથી કોઈને મદદ માટે બોલાવા જવાનો પ્રયત્ન કરતાં રૂમનો દરવાજો એકાએક જોરથી બંધ થયો.


આકાશ : " પિયુષ...આ શું કરે છે ય" ? પિયુષ એ મારા પિતા સમાન કાકા છે. મને સગાં દિકરાથી વિશેષ લાડકોડથી ઉછેરો છે".

સમીર :" પિયુષ ભાઈ આ શું કરે છે ! આપણે આકાશના લગ્નમાં આવ્યાં છે. યાદ આવ્યું આપણે અહીંયા મોજ મસ્તી અને આકાશના લગ્ન માટે આવ્યાં છે".

પિયુષનો ડરામણો ચહેરો જોતાં આકાશ અને સમીર બન્નેનાં હાથ પગ ધ્રુજવા લાગ્યાં. પિયુષએ ત્રાસી ડોક કરીને આકાશ અને સમીર તરફ જોયું. આકાશ તરફ વધ્યો જેમ જેમ આગળ વધતો તેમ તેમ એનાં પગમાંથી ઝાંઝરનો અવાજ સંભળાયો. આકાશ તરફ પિયુષ આગળ વધવા લાગ્યો.

એકદમ ગુસ્સેથી રાડ પાડીને સ્ત્રીના અવાજથી કહ્યું : " બદલો જોઈએ છે...મારે બદલો જોઈએ... હું એ બદલો લયને રહીશ ".

આકાશ પિયુષની વાત સાંભળીને ડરી ગયો. "તમે કોણ છો ? કય વાતનો બદલો લેવા આવ્યાં છો "? આકાશ બોલ્યો.

આગળ નજીક આવતો પિયુષ આકાશની બાજુમાં આવીને આકાશને કહ્યું તને નહીં છોડુ." સાધુ...સાધુ... સાધુ... કહેતાં આકશ તરફ આવીને આકાશના ગરદન પર જોરથી પોતાનાં પંજા વડે આકાશની ગરદન પર હાથ મુક્યો ત્યાં આકાશનાં ગળામાં પહેરેલો રૂદ્રાક્ષ માંથી એક અદ્ભુત ચમકતો એક દિવ્ય પ્રકાશ બહાર પડવાં લાગ્યો.

પ્રકાશ જોતાં પિયુષની આંખોમાં બળતરા થવા લાગી અને પોતાનો હાથ ગરદન પરથી હટાવી નાખ્યો. પિયુષનો હાથ હટાવતાં આકાશને માંડ શ્ર્વાસ આવ્યો અને એક હાસકારો થયો. પિયુષની આંખોમાં પ્રકાશ પડતાં જોરથી રાડ નાખી. પિયુષ બેભાન બનીને નીચે ઢળી પડ્યો. આકાશ અને સમીર તરત બાજુમાં આવીને પિયુષને જગાડવાનો પ્રયાસ કર્યો. સમીર ઉભો થઇને દરવાજો ખોલીને ડોક્ટરને બહારથી બોલાવી આવ્યો.

ડોક્ટર પિયુષની તપાસ કરતાં બ્લડપ્રેશર ઘટી જતાં આવું થયું એવું જણાવ્યું. પરંતુ આકાશ અને સમીરને ત્યાં રૂમમાં ઘટેલી ઘટના નજર સામે આંખોમાં ચિત્રાય જાય છે. ડોક્ટર અધિરાજની તપાસ કરીને જણાવ્યું. " તમારા કાકાની તબિયતમાં સુધારો થવાની શક્યતા ઓછી જણાય છે. બધાં રિપોર્ટ અનુસાર એનાં મગજમાં લાગેલા આઘાતના કારણે આવું બન્યું છે ". બંને તેટલી સારવારથી જલ્દીથી તબિયતમાં સુધારો થવાનો પ્રયત્ન કરીશું ".

સમીરનો ફોન વાગ્યો....

ક્રમશ...