સમાજ ના ગર્ભ માંથી (અમીરાત) Dharmedra Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

સમાજ ના ગર્ભ માંથી (અમીરાત)

આનંદ કાંઈ રૂપિયા દઈને મળતો નથી.
એ તો હૃદય માં આપો આપ આવે છે.
આ કહાની સત્ય હકીકત આધારિત છે. મારી આસપાસ અને મારા સાંભળવામાં આવેલી વાતોના આધારે આ કહાની લખેલી છે.
બરાબર બપોરનો સમય છે ઉનાળાનો તડકો અને ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમીના કારણે લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે રોડ પર પાપડ મૂક્યા હોય તો આપો આપ શેકાઈ જાય. ચારે તરફથી ગરમ લુ આવવાથી જાણે ભઠ્ઠી માં બિસ્કીટ શેકાતા હોય તેમ માણસો શેકાઈ છે.

મુસાફરો બસ સ્ટોપની બાજુમાં બાવળ ની છાયા માં ગરમીથી પરાસ્ત થઈ પોતાના હથિયાર હેઠા મૂકી ને હારેલા યોદ્ધાની માફક બેઠેલા જણાય છે. બસ સ્ટોપ ની અંદર ગાદરડા ના અવાજ થી બપોરની શાંતિ ચીરી ને લોકોને જાગ્રત રાખે છે .
રોડ ને સામે કાંઠે એક ઝૂપડા માં એક કુટુંબ બપોર નું ભોજન કરી પિતા અને પુત્રો વામકુશી કરી રહ્યા છે. સ્રી ઝૂપડા ની બાજુ માં ખાલી જગ્યા માં વાસણ માંજી રહી છે.
તેના વાસણો અને કપડાં તેની દરિદ્રતા ની ચાડી ખાઈ છે. ઝૂંપડાં માં વાગતો રેડિયો અને વાસણ નો અવાજ એક સૂર
થઈ રહ્યા છે. રેડિ યા માં વાગતું ગીત ... દુનિયા મે હમ આયે હે જીના હી પડેગા ........ ના શબ્દો જાણે આ કુટુંબ નું વર્ણન કરતા હોય તેવું પ્રતીત થાય છે. જુપડા ની બાજુમાં ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન જેવી એક નાનકડી દુકાન છે. દુકાન પર થોડા માણસો માવા અને સિગારેટના કસ મારતા દેખાય છે.
કાળી સડક પર રંગીન ગાડીઓની અવર-જવર વચ્ચે એક સફેદ હંસલા જેવી ગાડી આવીને ઉભી રહે છે. ગાડી જોતાં માલૂમ પડે છે કે ગાડી મોંઘી અને તેનો માલિક ખૂબ જ અમીર હશે. ગાડીનું એન્જિન બંધ કરીને ડ્રાઇવર નીચે ઉતરે છે અને દુકાન પાસે જય અને પૂછે છે આઈસક્રીમ કેન્ડી રાખો છો?
દુકાનદારના હકારાત્મક આ જવાબથી ડ્રાઇવર ગાડી પાસે જાય છે?
ડ્રાઇવર : મેડમ અહીં આઇસ્ક્રીમ અને કેન્ડી બંને છે.
મેડમ : ચાલ બેટા તને ભૂખ લાગી છે તને આઈસ્ક્રીમ ખવડાવવું.
દીકરી : મમ્મી મને ચોકલેટ આઈસ્ક્રીમ અપાવજે.
મેડમ : ઓકે બેટા
બંને ગાડીમાંથી બહાર નીકળીને દુકાન તરફ જાય છે.
મેડમ : બે ચોકો આસ્ક્રીમ આપો.
દુકાનદાર : મેડમ 30 વાળા આપુ કે 50 વાળા ?
મેડમ : 50 વાળા બે આપો.
દુકાનદાર બે આઈસ્ક્રીમ આપે છે અને મેડમ 2000 ની નોટ આપે છે.
દુકાનદાર : મેડમ છુટા આપો છુટા ; મારા આખા દિવસનો વકરો પણ 2000 નો નથી થતો.
મેડમ છુટા પૈસા આપે છે અને દુકાનની બહાર માંડવા નીચે બાંકડા પર બેસીને આઈસક્રીમ ખાઈ છે. એટલા માં ઝૂંપડાં માંથી બે છોકરા બહાર નીકળી દુકાન તરફ આવે છે. છોકરી ને આઇસક્રીમ ખાતી જોઇ તેની નજીક જાય તેને જોઈ રહ્યા છે . થોડીવાર પછી......
છોકરી : મમ્મી પેલા ગંદા છોકરા મારી તરફ જોઈ રહ્યા છે.
મેડમ : (તિરસ્કાર થી અને ગુસ્સે થઈને) એ ..છોકરાઓ શા માટે સામું જોઈ રહ્યા છો. ચાલ્યા જાઓ અહીંથી. આઈસક્રીમ જોયો નથી ? મારી દીકરીને નજર લગાડો છો. ભાગો અહીંથી.
છોકરાની મા આ બધું જોઈ રહે છે અને પોતાના પુત્રોને બોલાવે છે.
નાનો છોકરો : ભાઈ આપણે આઈસ્ક્રીમ કે દિ ખાશું ?
મોટો છોકરો નીશબ્દ બનીને પોતાના નાના ભાઈ નો હાથ જાલી ને ઝૂંપડાં તરફ જાય છે.
છોકરી : મમ્મી મારે હવે આઈસ્ક્રીમ નથી ખાવો.
મેડમ છોકરીના હાથમાંથી આઈસ્ક્રીમ લઈને અને પોતાનો આઈસ્ક્રીમ રોડ પર ફેંકી દે છે. ગાડી પાસે જઈને ડ્રાઇવર ને કહે છે ચાલો.
ડ્રાઈવર ગાડી ને સેલ લગાવે છે પરંતુ ઘણા સેલ લગાવવા છતાં ગાડી ઉપડતી નથી. અંતે કંટાળીને ડ્રાઇવર બહાર નીકળી બોનેટ ખોલીને તપાસે છે. થોડીવાર પછી...
મેડમ : કેટલીવાર હવે ?
ડ્રાઇવર : મેડમ કંઈ સમજાતું નથી ગાડી ચાલુ થતી નથી.
છોકરી : મમ્મી મને બહુ ગરમી થાય છે ગાડીની એસી ચાલુ કરો ને.
મેડમ : બેટા ગાડી ખરાબ થઈ છે તે માટે એસી શરૂ નહીં થઇ શકે.
ડ્રાયવર ઘણા પ્રયત્ન કરે છે છતાં ગાડી શરૂ થતી નથી. ગરમીના કારણે છોકરી રડવા લાગે છે. અને દુકાન ના બાંકડા પર આવીને બંને મા-દીકરી બેસે છે. આખું દ્રશ્ય ઝૂંપડાં પાસે ઉભેલા છોકરા જુએ છે અને તેની માને કહે છે . પેલી સ્ત્રી બાળકીને રડતી જોઈને પાસે આવે છે.
સ્ત્રી : મોટા મેડમ શું થયું ?
મેડમ : જોતી નથી ગાડી ખરાબ થઈ ગઈ છે.ગરમીના કારણે મારી દીકરી ખૂબ રડી રહી છે. એને આવી રીતે ગરમીની ટેવ નથી. મારા બંગલામાં તો સેન્ટ્રલ એસી છે. તેની તબિયત ખરાબ થઈ જશે.
સ્ત્રી : મેડમ આપને ખરાબ ન લાગે તો આપ આપની બાળકીને અમારા ઝૂંપડાં મા લઈ લો. ત્યાં ઉભિયો પંખો (ટેબલ ફેન) છે . જે થી એને સારું લાગશે. મારા ધણી ગેરેજ નું કામ કરે છે. તેમને તાવ આવ્યો હતો તેથી કામે ગયા નથી ઈ તમારી ગાડી સારી કરી દેશે.
સ્ત્રીના આગ્રહવશ અને પોતાની બાળકીની તબિયત ન બગડે તે માટે બાળકીને લઈને જાય છે. સ્ત્રી પોતાના પતિને વાત કરે છે તેનો પતિ ગાડી તરફ જાય છે.
સ્ત્રી પોતાના બાળકો સાથે થયેલા તિરસ્કાર પૂર્વકના વર્તનને ભૂલીને આવો ભગત કરે છે બાળકીને ગરમીનો થાય તે માટે પંખો અને ઠંડા પાણીની ચાદર ભીની કરી આપે છે.
મેડમ ને પોતા એ કરેલા વર્તન બદલ નાનપ અનુભવે છે તે તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવે છે. અડધી એક કલાકની જહેમત બાદ ડ્રાઇવર અને સ્ત્રીનો પતિ ગાડી શરૂ કરી દે છે
પુરુષ: બેન તમારી ગાડી શરૂ થઈ ગઈ છે.
મેડમ: ક્ષોભ સાથે આભાર ભાઈ તમારો.
અને પોતાના પાકીટમાંથી 2000 ની નોટ કાઢીને પુરુષને આપવા કોશિશ કરે છે.
પુરુષ: ના હો બેન. પૈસા ના લેવાય. મુસીબતના સમયે મદદ કરી અને પૈસા લેવી તો તો કયા ભવ છૂટીએ.
મેડમ ને ખૂબ પસ્તાવો થાય છે મનમાં સવાલ થાય છે કોણ વધારે અમીર?
બંને બાળકોની આંગળી પકડી મેડમ દુકાન પાસે જાય છે અને મેડમ , તેમની દીકરી અને બંને છોકરા આઇસ્ક્રીમ ખાતા..........