મંગળસૂત્ર Dharmedra Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મંગળસૂત્ર

અંધારી રાત છે, આકાશમાં વીજળીના કડાકા અને પ્રકાશના કિરણો વિખરાઈ રહ્યા છે, ઝીણી ઝીણી મેઘલી રાતે આકાશમાંથી અમૃત વર્ષા થઈ રહી છે. બરાબર અષાઢી વાદળો વરસી રહ્યા છે.

રેલવે સ્ટેશન પર યાત્રીઓ રેલ આવવાની રાહ જોઈ રહ્યા છે, થોડીવાર પછી રેલ નો અવાજ સંભળાય છે અને બધા યાત્રીઓ ઉભા થઈ જાય છે રેલ ઉભી રહેતા બધા યાત્રીઓ ધક્કામુક્કી કરી ચડવા લાગે છે.

સ્ટેશન પર થોડીવાર રેલ ઉભી રહે છે બધા યાત્રીઓ ગોઠવાઈ ગયા છે.

એન્જિનથી ત્રીજા ડબ્બામાં એક આધેડ દંપતી ચડે છે, બારીની પાસે બંને બેસી જાય છે.

પુરુષની આંખો લાલ થઈ ગઈ છે, તેની આંખોમાં જાણે હજારો સવાલો હોય એવું લાગી રહ્યું છે. તે થોડીવાર પોતાની પત્ની સામે અને થોડીવાર બારી સામે પોતાની નજર નાખે છે.

સ્ત્રી પણ થોડીવાર પુરુષને જોવે છે અને થોડીવાર શૂન્યમનસ્ક બનીને વિચારોના ચગડોળ ચડી જાય છે.

તે દંપતિ ના મનમાં જાણે કોઈ યુદ્ધ થતો હોય એવું લાગી રહ્યું છે.

બધા મુસાફરોની નજર બારી બહાર છે તેઓ આ અષાઢી માહોલનો આનંદ લઈ રહ્યા છે બધાના મનમાં જાણે હરખ ની હેલી ઉપડી હોય એવું લાગે છે આવા આનંદમય વાતાવરણમા તમરા જાણે સંગીતની સરગમ વહેવડાવી રહ્યા હોય એવું આ ભાસિત થાય છે".

આ આનંદદાયી વાતાવરણ થી વિમુખ તે તે પતિ પત્ની કોઈ મુસીબતનો સામનો કરવાના ઉપાયો શોધી રહ્યા હોય એવું એમની મુખમુદ્રા પરથી પ્રતીતિ છે.

બંને જણા ટ્રેનમાં ચડ્યા ત્યારથી શાંત ચિત્તે મૌન રહીને આંખોથી વાતો કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.

થોડા સમય પછી સ્ત્રી પોતાનું મૌન તોડીને પુરુષ ને કહે છે કે તમે પૂછી જોયું હોય તો?

પુરુષ: મેં પૂછ્યું હતું પરંતુ તેમણે મને ના પાડી.

સ્ત્રી: તમે વાગડ ભાઈ ને પૂછી જુઓ તો?

પુરુષ: મેં અહીંયા આવતા પહેલા વાગડ ભાઈ ના ઘરે જઈને પૂછ્યું હતું વાગડ ભાઈ એ મને કહ્યું કે તું પહેલા મને મારા બે લાખ રૂપિયા આપ પછી બીજી બધી વાત અને જ્યાં સુધી તું મારા બે લાખ રૂપિયા નો આપ ત્યાં સુધી મારા ઘરે આવતો નહીં તું અહીંથી ચાલ્યો જા.

થોડી વાર બંને મૌન રહે છે બહારના વરસાદી માહોલ થી વિમુખ થઈને કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા બધા મુસાફરો નું ધ્યાન આ પતિ-પત્ની વચ્ચે થઈ રહેલી વાતો માં ચોટી ગયું છે.

સ્ત્રી: તમે મારા ભાઈ ને પૂછવું હોય તો?

પુરુષ: ના નથી પૂછવું તે પણ અત્યારે મુસીબતમાં છે આપણે શા માટે તેને વધારે મુસીબતમાં નાખવો.

થોડીવાર પછી પુરુષ કહે છે કે મને નથી સમજાતું કે શું કરું ક્યાંથી રૂપિયા લવ? કોઈ મને રૂપિયા આપશે? વરસ પણ સારું નથી. મજૂરી કરીને માંડ માંડ આપણું પૂરું થશે ત્યાં વળી આ.....

સ્ત્રી: તમે આપણા દિકરાને પૂછ્યું હોય તો?

ગુસ્સા સાથે પુરુષ બોલે છે તારા દીકરાને! ૧૭ વર્ષ થયા તેની વહુ ને મુંબઈ લઈને ગયો તેને.... કોઈ દિવસ આવ્યો છે આપણી ભાળ લેવા, મેં મારી મિલકત વેચી દેવું કરીને તેને ડોક્ટર બનાવો તેના લગ્ન કરી દીધા કોઈ દિવસ પૂછ્યું છે મને? બાપા માથે પાંચ પાંચ લાખ રૂપિયાનું દેવું છે છતા પણ કોઈ દિવસ પૂછવા પણ આવે છે ખરો?

જે માણસ પોતાની સગી બહેનના લગ્નમાં પણ ન આવ્યો હોય તેને કેવો ગણાવો? મેતો તેના નામનું નાઈ નાખ્યું છે.

થોડો સમય બંને મૌન રહે છે બધા યાત્રીઓ તેમને એકી ટસે નિહાળી રહ્યા છે.

સ્ત્રી: હું તમને એક વાત કહું તે તમારે માનવી પડશે તમને આપડી દીકરી ના સમ.

સ્ત્રી પોતાનું મંગળસૂત્ર તરફ ઈશારો કરે છે.

નહીં.... . આખી જિંદગી દીકરાને ભણાવવા તેમજ વ્યવહારમાં અને કામ કાઢવામાં તારા બધા દાગીના મેં વેચી દીધા છે હવે આ છેલ્લો દાગીના છે.

સ્ત્રી: આપણી દીકરી નું આણૂં થઈ જાય એટલે ઘણું. આ આપડો છેલ્લો પ્રસંગ છે અને એ પતે એટલે આપણે ભવ તરી ગયા ,તમને મારા સમ છે.

પુરુષ ની આંખમાં જળ જળયા આવી જાય છે, તે સ્ત્રી સોનાનું મંગળસૂત્ર કાઢી પુરુષના હાથમાં આપે છે.

ત્યાં હાજર બધા યાત્રીઓ મનમાં વિચારવા લાગે છે કે આ તે કેવી પરિસ્થિતિ?

આગલુ સ્ટેશન આવતાં તે દંપતિ સંતોષની લાગણી સાથે સ્ટેશન ઉતરી જાય છે અને બીજા લોકોના મન માં વિચારોના વમળમાં શરૂ થઈ જાય છે.