પસંદગીનો કળશ ભાગ-૨
આગળના ભાગમાં આપણે જોયું તેમ પલકના પિતાને પલકને સરકારી નોકરી આવે તેવી તેમની ઇચ્છા છે. આથી પલક અને તેનો ભાઇ સરકારી પરીક્ષાની તૈયારીમાં લાગી જાય છે. એવામાં પરીક્ષા આવી જાય છે ને પલક અને તેનો ભાઇ સરકારી પરીક્ષા આપે છે. હવે તેઓ બંને પરીક્ષાના પરિણામની રાહ જોઇ રહ્યા હોય છે. પણ કુદરત તેમના જીવનમાં કંઇક બીજું જ કરવા માંગતી હોય છે.
પલક અને તેના કલાસના બીજા મિત્રો કયાંક પ્રાઇવેટ નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જતા હતા. તેમણે પલક અને તેના ભાઇને કહ્યું કે, ચલો તમે પણ. જયાં સુધી સરકારી નોકરી ન મળે ત્યાં સુધી આમ બેસી ન રહેવાય. નોકરી સારી હશે તો કરીશું ત્યાં. પલક પણ વિચારમાં પડી ગઇ કે શું કરવું અને તે તેના પિતાને કહ્યા વગર કોઇ નિર્ણય લેતી ન હતી. આથી તેણે કલાસીસના મિત્રોને કહ્યું કે, ‘‘હું ઘરે પૂછી જોવું’’ બધાએ કહ્યું, ‘‘ સારું તું પૂછી લે ઘરે. આપણે હાલ કોઇ ઉતાવળ નથી. કેમ કે હજી ચાર દિવસ પછી જવાનું છે. ત્યારે આપણો ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને એમાં આપણે પાાસ થઇશું તો આપણી નોકરી પાકી.’’
પલક અને તેનો ભાઇ હકારમાં માથું હલાવીને ઘર તરફ ચાલવા માંડયા. રસ્તામાં બંનેએ વિચાર્યું કે, ઘરે આપણે પપ્પાને વાત કરીશું. પપ્પા જેમ કહેશે તેમ કરીશું. ઘરે આવીને બંનેએ પહેલા જમી લીધું. પછી પપ્પા ફ્રી પડયા એટલે તેમણે માંડીને કલાસીસમાં જે વાત થઇ તે કહી. તેમના પિતાાએ કોઇ વાંધો ના ઉઠાવ્યો. પણ કહ્યું કે, હાલ તો પ્રાઇવેટમાં ચાલશે પણ નોકરી તો તમારે સરકારી જ કરવાની છે. તેમના પિતાએ તેમને મંજૂરી આપી દીધી. એવું નહોતું કે તેમના પિતાને તેમનો પગાર જોઇતો હતો. પણ પોતાના પગે ઉભા હોય તો જીવનમાં જે સંઘર્ષ એમણે વેઠયા તે તેમના સંતાનોને ન વેઠવા પડે અને એ વાત પણ યોગ્ય જ હતી.
બીજા દિવસે કલાસીસમાં ગયા બાદ તેમણે આ વાત તેમના મિત્રોને જણાવી. બધા બહુ જ ખુશ થઇ ગયા કે સાથે નોકરી કરવા મંડશે. ચાર દિવસ પછી બધા ઇન્ટરવ્યુ માટે જવાના હતા. પલક અને તેનો ભાઇ મૂંઝવણમાં હતા કે ઇન્ટરવ્યુ કેવો જશે? અમને નોકરી પર રાખશે કે કેમ? બંને ઘરેથી માતા-પિતાને પગે લાગીને અને તેમના કુળદેવીને પગે લાગીને નોકરી માટેના ઇન્ટરવ્યુમાં ગયા. તેઓએ બધાને ફોન કરીને સાથે જવા કહ્યું. બધા એક જગ્યાએ ભેગા થયા અને પછી ઇન્ટરવ્યુની જગ્યાએ પહોંચ્યા. ત્યાં પહોંચતા જ રીસેપ્સનીસ્ટ પર એક વ્યક્તિએ તેમને પૂછ્યું કે, ઇન્ટરવ્યુ માટે આવ્યો છો? તેમણે બધાએ હકારમાં માથું હલાવ્યુ. રીસેપ્સનીસ્ટે કહ્યું કે, ‘‘તમને વારફરતી વારે સાહેબશ્રી બોલાવશે. ત્યાં સુધી બધા અહી બેસો’’ ૧૫-૨૦ મીનીટમાં તો કચેરીમાં બેલ વાગ્યો એટલે અમે બધા ચેમ્બર બાજુ જોવા લાગ્યા. તો એક ભાઇ અંદર જઇને બહાર આવ્યા અને કોઇ એકનું નામ બોલ્યા અને ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા. એમ કરતાં કરતાં પલક અને તેના ભાઇ સીવાય બધા ઇન્ટરવ્યુમાં જઇ આવ્યા. બધાએ બહાર આવીને પોતાના અનુભવ જણાવ્યા અને કહ્યું કે, કંઇ ખાસ પૂછ્યું નથી. ત્યારે પલકને આ સાંભળીને થોડી શાંતિ થઇ. ફરી એકવાર ચેમ્બરમાથી બેલ વાગ્યો ને પેલો ભાઇ અંદર ગયો. ને બહાર આવ્યા પછી તેના ભાઇનું નામ બોલ્યો. તેનો ભાઇ અંદર ગયો અને પાંચ મીનીટમાં તો એ પાછો આવી ગયો. તેણે પૂછયું કે, તને શું પૂછ્યું? તો તેના ભાઇએ કહ્યું કે‘‘ ખાસ કંઇ નહિ પૂછતાં બસ જોબને લગતું જ પૂછે છે. ચિંતા ના કર તું જઇ આવ. હવે તારો જ વારો છે.’’
હવે પલકનો વારો આવ્યો. તે અંદર ગઇ ત્યાં રોયલ ખુરશીમાં સાહેબ બેઠા હતા. સાહેબને જોતાં પલક ડરી ગઇ. પછી થોડી સ્વસ્થ થઇ એટલે સાહેબ તેને પૂછયું કે, ‘‘તમને કોઇ અનુભવ નથી. બીજે કયાંય નોકરી નથી કરી તો અમે તેમને કેમ લઇએ?’’ તેના જવાબમાં પલકે ડરતા-ડરતા જવાબ આપ્યો કે, ‘‘એ વાત સાચી છે કે મને નોકરીનો અનુભવ નથી. પણ અહી નોકરી પર રાખશો તો કામ શીખીશ અને તમને ફરિયાદનો મોકો નહિ આપું’’ સાહેબ વિચારમાં પડી ગયા. તેને જોવા લાગ્યા કે છોકરી તો નાની છે અને અહી જવાબદારીવાડું કામ છે. આગળ......................
શું પલકને આ નોકરી મળશે?
અને જો તેને અહી નોકરી મળશે તો શું તે તેનું સરકારી નોકરી મેળવવાનું સપનું ભૂલી જશે?
- પાયલ ચાવડા પાલોદરા