આ એક દંપતી માર્ટિન અને જેરીની વાર્તા છે. તેમનું લગ્ન જીવન સુખરૂપ હતું. તેઓ અમેરિકામાં ન્યુયોર્કમા સ્થાયી હતા. માર્ટિન પાર્ક એવન્યુ નાણાકીય સલાહકારોમાં નાણાકીય સલાહકાર તરીકે કામ કરતો હતો. તે ખૂબ જ મહેનતુ હતો અને લોકોને યોગ્ય સલાહ આપતો હતો.
તેમને કોઈ સંતાન ન હતું એટલે તેઓ એક બીજા સાથે જ સમય પસાર કરવા લાગ્યા. માર્ટિનને કામમાંથી સમય મળ્યો એટલે તેઓ ફેન્સી ભોજનાલય પેર સેમાં જમવા ગયા હતા. તેમને એક બીજા માટે માન ને પ્રેમ હતા.
માર્ટિનના સલાહથી લોકો ખુશ થતા અને એમનો આભાર માનતા.
આમ વર્ષો પસાર થઈ ગયા અને માર્ટિનના ગ્રાહકો વધવા લાગ્યા તેમની સખત મહેનત અને ઈમાનદારીને કારણે તે કામની સાથે જેરીનો પણ ખ્યાલ રાખતો ને એની સાથે સમય પસાર કરતો. માર્ટિન અને જેરી સવારના ચાલવા જતા. રાતના તેઓ ફેન્સી ભોજનાલયમાં જતા ને સ્વાદિષ્ટ જમવાનું જમતા ને એક સાથે સમય પસાર કરતા. એમનું એકબીજા સાથેનું બંધન મજબૂત હતું.
વર્ષો પછી એમની લગ્નની પચીસમી વર્ષગાંઠ આવી ત્યારે એજ ભોજનાલયમાં જમવા ગયા હતા, તેઓ એકમેક સાથે મળીને ત્યાં મજા કરી. એમની વર્ષગાંઠ તેમને ભવ્ય રીતે મનાવી. આ પચીસ વર્ષ એમના માટે ખૂબ સુખમય અને યાદગાર રહી ગયા.
તે પછી થોડા વર્ષોમાં ઓચિંતુ માર્ટિનનું મૃત્યુ થયું ને જેરી એકલી થઈ ગઈ. હવે એને સમજાતું ન હતું કે શું કરવું ? પછી એને થોડો શ્રમ કરીને પૈસા ભેગા કર્યા જીવવા માટે.
છ વર્ષ પછી જેરી એજ ભવ્ય ફેન્સી ભોજનાલયમાં જમવા ગઈ. જેરીના પતિના મૃત્યુ પછી તેને ખૂબ મુશ્કેલી પડી. પહેલા તો એને ચોકીદારે રોક્યો કેમ કે છ વર્ષમાં ચોકીદાર બદલાઈ ગયો હતો ને તેને કહ્યું મેડમ આ ફેન્સી ભોજનાલય છે. જેરીએ કહ્યું મને ખબર છે. હું વર્ષો પહેલા મારા પતિ સાથે આવતી હતી.
પછી તે જઈને ખૂણામાં આવેલા ખાલી ટેબલ પર બેસી ગઈ જ્યાં એ માર્ટિન સાથે બેસતી હતી. એને માર્ટિન સાથે વિતાવેલા દિવસોની જૂની યાદ આવી ગઈ.
જેરી વૃદ્ધ થઈ ગઈ હતી અને રેસ્ટોરન્ટમાં ગ્રાહકો દ્વારા તેના દેખાવની નિંદા કરવામાં આવી હતી. રેસ્ટોરન્ટમાં કંઈક સ્ટેટસ જેવું તો હોવું જોઈએ ? જેવા તેવા લોકોને કેમ આવવા દઉં છો ? કોઈ પણ વેઈટર વૃદ્ધ મહિલા જેરીને સેવા આપવા તૈયાર ન હતા.
વેઈટર બડબડ કરવા લાગ્યો જ્યારે તે વૃદ્ધ મહિલા મને ટિપ આપવાની નથી ત્યારે મારે શા માટે તેની સેવા કરવી જોઈએ ?
પછી તે વૃદ્ધ મહિલા પાસે વેઈટર ગયો તે મેનુમાં જોઈ રહી હતી ત્યારે વેઈટરે પૂછ્યું કે તમે નક્કી કરી લીધું તમને શું ખાવું છે ? ત્યારે વૃદ્ધ જેરીએ કહ્યું હું બરાબર વાંચી શકતી નથી સાઈઠ ડોલરની અંદર કંઈપણ ખાવાનું લાવો મારી માટે. મેં આ પૈસા સ્વાદિષ્ટ ખોરાક ખાવા માટે બચાવ્યા છે. આજે લાંબા સમય પછી મેં મારી જાત સાથે ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. વેઈટરે ચિડાઈને જવાબ આપ્યો મેમ સૌથી ઓછી કિંમતવાળી વાનગી આ રેસ્ટોરન્ટમાં નેવું ડોલરની છે. તે વૃદ્ધ મહિલા જેરીએ વેઈટરને નરમ અવાજમાં જવાબ આપ્યો ઓહ ! હું દિલગીર છું તો મને કઈ પણ પોસાય એમ નથી. શું તમે મને એક ગ્લાસ પાણી આપી શકો હું અહીંયાથી જાઉ એ પહેલા ? પરંતુ તે વેઈટર ચિડાયો પણ તે વૃદ્ધ મહિલાની વિનંતીને નકારી શક્યો નહીં. બાજુના ટેબલ પર એક યુવાન જમતો હતો ત્યારે તેણે આખી ઘટના જોઈ તે ચિડાઈ ગયેલો વેઈટર ત્યાંથી પસાર થતો હતો ત્યારે તે યુવાને વેઈટરને રોક્યો ને કહ્યું, હું ઈચ્છું છું કે તમે વૃદ્ધ મહિલા માટે ત્રણ સૌથી મોંઘી વાનગીઓ લાવો. વેઈટરે કહ્યું, શું તમે તેને ઓળખો છો ? તે યુવાને કહ્યું મેં તમને જે કરવાનું કહ્યું છે તે જ કરો. હું તેમના બિલની ચૂકવણી કરી દઈશ. વેઈટર સૌથી વધુ મોંઘી ત્રણ વાનગીઓ લાવ્યો અને તે વૃદ્ધ મહિલાને પીરસ્યું,પેલા યુવાને કહ્યું હતું તેમ તે વેઈટરે કર્યું. તે વૃદ્ધ મહિલા આશ્ચર્યચકિત થઈ ગઈ, મને લાગે છે કે તમારી કાંઈ ભૂલ થાય છે મેં તો કહ્યું હતું મને પોસાય તેમ નથી. વેઈટરે કહ્યું ચિંતા ન કરો મેડમ તે યુવક તમારું બિલ આપવાનો છે.
પછી વૃદ્ધ જેરીએ બધું સ્વાદિષ્ટ ખાવાનું ખાધું. તેણે છ વર્ષથી આવો સ્વાદિષ્ટ ખોરાક ખાધો ન હતો. ખાધા પછી વૃદ્ધ જેરીએ તે યુવાનને તેની ઉદારતા માટે આભાર માન્યો ને આશીર્વાદ આપ્યા.
વૃદ્ધ જેરી તે વેઈટર માટે ટિપ તરીકે સાઈઠ ડોલર રાખીને નિકળી ગઈ.
વૃદ્ધ મહિલા ગયા પછી વેઈટર યુવાન પાસે બિલ લઈને આવ્યો. વેઈટરે તે યુવાને કહ્યું, સાહેબ આ વૃદ્ધ મહિલાનું બિલ તમારા પોતાના બિલ કરતાં ત્રણ ગણું છે. તમે તેને જાણતા પણ ન હતા તો પણ તમે એનું બિલ કેમ આપ્યું ? ત્યારે તે યુવાને કીધું મારો ઉછેર મારા દાદીમાએ કર્યો હતો. તેમની સ્થિતિ મજબૂત નહોતી. તેણે ઘણી જગાએ કામ કર્યું મારા માટે. તેમની પાસે જે પણ હતું એનાથી મારો ઉછેર કર્યું. મેં મારી જાતને વચન આપ્યું હતું કે એક દિવસ હું ખૂબ પૈસા કમાઈશ. તે દિવસે હું મારી દાદીની બધી ઈચ્છાઓ પૂરી કરીશ. પરંતુ મને મારી પ્રથમ નોકરી મળે તે પહેલા જ તેમનું અવસાન થઈ ગયું.
હવે મારી પાસે બધું છે પણ દાદી નથી. તે સરસ વૃદ્ધ મહિલાએ મને મારી દાદીની યાદ અપાવી. આટલા પૈસા હોવાનો શું ફાયદો જો હું ગરીબ વૃદ્ધ મહિલાને તેની ઈચ્છા પૂરી કરવામાં મદદ ન કરી શકું ? જે લોકો વૃદ્ધ મહિલા માટે ખરાબ બોલતા હતા હવે તેમનું માથું શરમથી ઝૂકી ગયું.
“ઓન્લી સ્ટેટસ એન્ડ મની આર નોટ ઈમ્પોર્ટન્ટ ઈન લાઈફ.”