ગાંધીજીના પગલે ચાલવાનાે નિશ્ચય મેટ્રો શહેરમાં રહેતી એક યુવતીની આ એક વાર્તા છે.તે અને એના ખાસ મિત્રો ખૂબ જ શ્રીમંત કુટુંબના છે.તે મોટી કોલેજમાં ભણે છે.અને તે મિત્રો સાથે કૉલેજ બંક કરીને ભણવાનું બગાડીને
ફરવા, ફિલ્મ જોવા જતી,અને મોટી હોટેલાેમા જતી.એ કાંઇ ખોટું કરી રહી છે એનો અફસાેસ પણ ન થયો.એને તને ખુબ મજા પડવા લાગી.એનુ ભણવામા ધ્યાન ઓછું થવા લાગ્યું.જેમ દિવસો પસાર થયા એની કૉલેજ બંક કરવાની આદત વધતી ગઈ એને મિત્રો સાથે ફરવાની અને મોટી હોટેલાેમાં જવાની તાે આદત તો હતી પણ સાથે ચરસ અને દારુ પીવાની પણ લત લાગી ગઈ. ભણવાની એને જરાય ચિંતા નહાેતી.મોટા કુટુંબની દીકરી છે એટલે એના માબાપને પણ આ વાતની ભનક સુધા નહેાતી.આમ રોજ કૉલેજને બહાને એ રોજ મિત્રો સાથે જતી અને ઘણી ખરાબ ટેવોની આદત એને લાગી ગઈ.ભણવામાંથી હવે સાવ ધ્યાન હટી ગયું. ફક્ત આવી આદતાે ને લીધે એને મજા આવતી પણ એને હજી ખબર નહાેતી પડતી કે એ જે કરી રહી છે એ સાવ ખોટું છે. એક વાર આવી ટેવો લાગી જાય છે તેનામાંથી બહાર આવવું કઠણ છે અને આવામાંથી બહાર આવતા ઘણાે સમય લાગે છે.
એ તો મિત્રોના ચંગડે ચડવા લાગી અને એ જેમ કહેતા એમ કરવા લાગી.
પછી એક દિવસ એવાે આવ્યાે કે અચાનક માબાપ અેને ભણવા વિશે પૂછવા લાગ્યા એને ભણવાનું કેવું ચાલે છે. એ ખોટું બોલવા લાગી કે બરાબર ચાલે છે.
એને ખોટું બોલવામા જરાય ડર નહાેતેા લાગતાે.
જેમ જેમ મહિનાઓ પસાર થયા એક દિવસ એવાે આવ્યાે કે કૉલેજમા એના અને એના ખાસ મિત્રોના નામ બ્લેકલિસ્ટમા આવી ગયા.
એ ગભરાઈ ગઈ કે હવે માબાપને સાચી હકીકતની ખબર પડી જશે. એના મિત્રોને તાે કાંઈ ફરક પડતો નહતો. હવે એના મનમાં વિચાર આવ્યાે હવે શું કરુ?ખાસ મિત્રોએ પણ એનો સાથ છોડી દીધાે. હવે એને સમજણ નહાેતી પડતી શું કરવું? આ સમસ્યાનાે ઉકેલ કેવી રીતે શોધું.
પછી ચરસની લત લાગી હતી એની થોડી અસર થવા લાગી.એને સમજાતું નહાેતુું હવે આમાંથી કેવી રીતે બહાર આવવું. એની દિવસે દિવસે તબિયત બગડતી જતી હતી એની પાસે બીજાે કોઈ ઉપાય નહતાે એને સાચી વાત ઘરે કરવા સિવાય કોઈ રસ્તો નહતો.
પછી જયારે ઘરવાળાને ખબર પડી ત્યારે પહેલા તે ખૂબ જ ગુસ્સે થયા પછી દીકરીને ફાટકારી અને ગાંધીજીના માર્ગે ચલવાની સલાહ આપી.
દીકરીને કંઇ રીતે સાજી કરવી એનો ઉપાય શોધવા લાગ્યા. એમને ઘણા ડૉક્ટરાે ને બતાવ્યા પણ એનો કોઈ ઉપાય જ ન મળે.ઘરના લોકો ચિંતીત થઇ ગયા કે હવે શું? પણ એમને આશા છોડી નહીં એને રોજ ડૉક્ટરાેની શોધ કરતા એમની દીકરીને જલ્દી સાજાી કરવા માંગતા હતા. એ રોજ પ્રયત્નો કરતા પણ એનું નિરાકરણ નહીં આવ્યું.
છેવટે થોડા દિવસ પછી એનો નિરાકરણ આવ્યું અને એનો ઉપાય મળી ગયો.
દીકરીને ઠીક કરવાનાે ઇલાજ ચાલુ થઇ ગયાે. પણ ચરસ ઘણા વખતથી લેતી હતી એટલે ઠીક થતાં ખુબ વખત લાગ્યો.
થોડા મહિના પછી તે પુરી રીતે સાજી થઇ ગઈ.એને તે એના ઘરનાં લોકો ખુશ થઇ ગઈ. હવે એને લાંબા સમય પછી એહસાસ થયો કે અવળા રસ્તા પર ચાલવું ન જોઈએ અને ખોટું બોલવું હાનીકારક હોય છે. એને સારી સોબત જ અપનાવી. પછી એને ગાંધીજીના પગલે સત્યના માર્ગ પર ચાલવાનાે નિશ્ચય લીધો.
ભણવામા એ ખુબ મહેનત કરવાલાગી અને પ્રથમ વર્ગમાં પાસ થઇ ગઈ.
અંતે તેને સંદેશ આપ્યો કે જો તમે ગાંધીજીના કહેવા પ્રમાણે સત્યના માર્ગ પર ચાલો તો સફળતા નિશ્ચિત છે.