If you want to laugh, laugh and if you want to cry, cry ... books and stories free download online pdf in Gujarati

હસવું આવે તો હસી લેવું અને રડવું આવે તો રડી લેવું...

આ દુનિયામાં સુવિધા અનેક છે મનફાવે ત્યારે હસી શકાય છે ક્યારેક તો કોઈ રસ્તામાં અજાણી વ્યક્તિ મળે છે તો પણ કારણ વગર આપડે એના સામે અને એ આપડે સામે હસે છે.પણ સામે તમે રડવા માટે વિચારો ; જેવી રીતે આપડે હસી શકીએ તેવી જ રીતે આપડે મનફાવે તેમ રડી ના શકીએ , આ એક કેવી ભયંકર દુવિધા છે અજાણ વ્યક્તિ સામે પણ તમે કારણ વગર હસી શકો છો પણ જે આપડા અંગત છે તેની સામે કે તેના ખંભા પર માથું રાખી કારણ હોવા છતાં પણ આપડે રડી નથી શકતા બીજાથી આપડા આંસુ છુપાવવા પડે છે ભય લાગે છે કોઈ આપણને રડતા જોઈ શું વિચારશે ? કોઈ રડતા જોઈ જશે તો , કોઈને મારી આંખોમાં આંસુ દેખાય જશે તો શું કહેશે બધાં??

સુવિધા એટલી ગમે ત્યાં હસી શકો પણ
દુવિધા એટલી ગમે ત્યાં તમે રડી ના શકો...


જ્યારે હસવું અને રડવું બંને કુદરતી છે છતાં બંને આવેગોને રજૂ કરવામાં ભિન્નતા કેટલી , બંને આવેગો પ્રત્યેના વિચારોમાં કેટલો તફાવત...

મે ઘણી વખત સાંભળ્યું છે કે કોઈ રડતું હોઈ ને તો આજુબાજુ વાળા લોકો કહે.... રડાય થોડું નબળો માણસ રડે , હિંમત રાખો રડો નહીં ..

મને આ વાત સાંભળીને બહુ અજુગતુ લાગે છે કેમ નબળો માણસ જ રડી શકે ? જે રડે એને આપડે નબળો કેમ કહી શકીએ ?? અરે જરા સમજો તો વાસ્તવિકતા એ છે કે જે હિંમતવાન હોઈ ને એ જ રડી શકે બાકી જેવા તેવા લોકો નું કામ નહીં રડવું, અને જે રડે ને એ કોઈ દિવસ નબળો ના હોઈ શકે કારણ કે હસી તો બધા શકે પણ બધાં વચ્ચે ગમે તે રડી ના શકે એટલે રડતો માણસ જોવો ને તો એને ક્યારેય બુજદિલ , નબળો , કાયર ના સમજવો રડી તો એજ શકે જે હિંમતવાન , બળવાન અને શૌયૅવાન હોઈ.

અને બીજી એક વાસ્તવિકતા....જે માણસ રડતો નથી ને એજ વાસ્તવમાં અંદર થી ખોખલો અને ડરપોક હોય છે..

એટલે તમે જેટલા મન મૂકીને હસી શકો છો એટલા જ તમે મન મૂકી ને રડી પણ શકવા જોઈએ હસવામાં કોઈની પરવા નહીં તો રડવામાં શા માટે ? હસવું પણ એક આવેગ છે અને રડવું પણ એક આવેગ છે. એટલે મારું કેહવું ફક્ત એટલું જ છે કે...ગમે ત્યાં ગમે તેમ ગમે ત્યારે ગમે તેની વચ્ચે હસવાની તેવડ રાખો છો તો ગમે ત્યાં ગમે તેની વચ્ચે ગમે ત્યારે ગમે તેની સામે રડવાની હિંમત પણ રાખો.

આજનો માનવી રડવાથી ડરે છે રડવાથી ગભરાય છે અરે મને એ નથી સમજાતું રડવામાં ડરવાનું શું ??

હસવામાં ડર નથી લાગતો તો પછી રડવામાં શેનો ડર ??

ડરપોક લોકો જ રડી ના શકે બાકી જેનું હ્રદય પથ્થર જેવું કઠોર અને વ્રજ જેવું મજબૂત હોઈ એજ રડી શકે...બાકી કોઈનું કામ નહીં રડવું એ...

તમે તમારા જીવનમાં સહજ બનો , સરળ બનો , નિખાલસ બનો તમારી લાગણીઓ , ઉર્મિઓ, ભાવનાઓ, આંસુ, સ્મિત વગેરેને સહજતાથી સરળતાથી કોઈના પણ ભય વગર પીરસતા શીખો...

અને જે રડતાં હોઈ એને જોઈને એવું નહીં વિચારતા કે એ પોચા હ્રદય નો કે રૂજુ હ્રદયનો છે કે ડરપોક છે કારણ કે રડવા માટે હિંમત જોવે અને જો તમને કોઈને હજુ વિશ્વાસ ના આવતો હોઈ તો ક્યારેક હજોરો લોકોની વચ્ચે રડવાનો પ્રયત્ન કરજો પછી ખબર પડશે કે કેટલી હિંમત અને તેવડ જોવે , જેવી રીતે બધાની વચ્ચે હસી શકો છો એવી જ રીતે બધા વચ્ચે રડી બતાવજો..ત્યારે ખરા અર્થમાં સમજી શકશો કે હું શું કહેવા માંગુ છું.

ડરપોક, ખોખલા, ખાલી લોકો જ રડે નહીં બાકી હિમ્મત વાળો માણસ ક્યારેક રડ્યાં વગર રહેતો નથી.

જેટલી સહજતાથી તમે હસી શકો છો તો એવું નથી લાગતું કે એટલી જ સહજતા થી આપ રડી પણ શકવા જોઈએ..

મન ફાવે ત્યારે હસી લેવું, હસવું આવે કોઈ દિવસ રોકવું નહીં અને બેફામ રડી લેવું ને આંસુ કોઈ દિવસ કોઈને જોઈ લૂછવા નહીં...


મન મૂકીને હસો મન મૂકીને રડો.....

હસવામાં શરમ નથી આવતી પણ રડવામાં શરમ બહુ આવે બધાને....


લોકોની માનસિકતા બહુ જ વિચિત્ર છે બધાનું માનવું એવું કે છોકરિઓ રોતલ હોઈ છે રડવું માત્ર સ્ત્રીઓને જ શોભા દે છે જાણે તો સ્ત્રીનો જન્મસિદ્ધ અધિકાર ના હોઈ !! સ્ત્રીઓ રડે તો કોઈને બોવ કંઈ વાંધો ના આવે બહુ કંઈ નવાઈ ના લાગે , ઉલટાના એમ કહે કે એ તો રડે હવે, હમણાં રડીને છાની રહી જશે અને સાથે પાછા આપડી ગુજરાતી કહેવત પણ બોલે..."સ્ત્રીઓના આંસુ એ તો હવે છીંદડીયે બાંધેલા હોઈ"

પણ જ્યારે કોઈ પુરુષની આંખોમાં આંસુ આવે તો બધાનો મનોભાવ બદલી જાય છે તરત જ બધાં કેહવાં લાગશે કે...બાયું ની જેમ રોવા શું બેઠો,
મર્દ માં માણા રોવે થોડી..

જાણે તો પુરુષના રડવા પર પ્રતિબંધ હોઈ... ખરેખર આ માનસિકતા બહુ જ પંગુ છે.

શું પુરુષોમાં લાગણીઓ નથી ?
શું પુરુષો ને હ્રદય નથી ?
શું પુરુષ સુખ અને દુઃખ ની લાગણીઓ થી પ્રભાવિત ના થઈ શકે ?
શું પુરુષ ને દુઃખ ના થાય અને એને દુઃખ થાય તો શું એ રડી ના શકે ?
શું પુરુષથી રડાય નહીં?
શું પુરુષની આંખો માં આંસુ ના આવી શકે ?

મને તો એવું લાગે છે કે આ દુનિયાએ પુરુષ પાસેથી રડવાનો હક છિનવી લીધો છે ખરેખર આ એક બહુ જ નબળી માનસિકતાની નિશાની કેહવાય પુરુષને રડવું હોઈ તો પણ દુનિયાની આવી માનસિકતાને લીધે રડી નથી શકતો , મન માં ને મન માં ઘૂંટાય કરે છે પોતાના આંસુ ખાળવા માટે એકાંત શોધે છે.

પણ તમે વિચારો નાનપણથી જ આવા વિચારો બાળકના માનસ પર દ્રઢ કરી દેવામાં આવ્યા છે. છોકરા નાના હોઈ ત્યારે કોઈ વસ્તુ માટે કે પછી અન્ય કોઈ કારણસર રડે તો ઘરમાં તરત જ એમ કેહવામાં આવે કે... છોકરિયું ની જેમ રોવા શું બેઠો, ઉભો થા છોકરા કોઈ દિવસ રોવે થોડી અને ઘણાં તો એવું શુદ્ધ ગુજરાતી માં કહે ને કે...એ ઉભો થા બાયલાવેડા કર માં , બાયલો થા માં આવું કહે બોલો દુઃખ લાગે તો શું રડવું પણ નહીં પુરુષને !

આપડા સમાજની આ જે માનસિકતા છે એ ખરેખર દૂર કરો તમારો છોકરો રડે તો એને મન મૂકીને રડવા દો, એના આંસુ શરમનું કારણ છે એવું ના શીખવો.

એને તમે જેમ હસવામાં સાથ આપો છો એમ એના રડવામાં પણ સાથ આપો કોઈ જાતની રોકટોક ના કરો..

દરેક ના દરેક ભાવોને વ્યક્ત થવા માટે મોકળાશ આપો..

હસવું આવે તો હસી લેવું,રડવું આવે તો રડી લેવું બીજા શું વિચારશે , બહુ એવી ચિંતા ના કરવી કારણ કે..બીજા શું વિચારશે એ પણ તમે વિચારવા લાગશો તો પછી એ બિચારા શું વિચારશે...😂😂😂

🙏🙏🙏🙏🙏

પૂજા...અદલ
10-3-22

બીજા રસપ્રદ વિકલ્પો