Darkweb - 2 books and stories free download online pdf in Gujarati

ડાર્કવેબ - 2

આ એક કાલ્પનિક સ્ટોરી છે જેનો કોઈ વ્યક્તિ સાથે સીધો કે આડકતરો કોઈ સબંધ નથી.

---*
ચેપ્ટર ૨ :- લેન્ડલાઈન નંબર !!

એ ડાઉનલોડ કરવામાં આવેલી ટેક્સ્ટ ફાઈલ માં સાંસદ સભ્ય થી માંડી મુંબઈ ની મોટી મોટી બોલિવૂડ હસ્તીઓ નો ડેટા લીક થયો હતો..જનતા ની સાથે સાથે લિસ્ટ માં મોટી માછલીઓ ના પણ નામ હતા એટલે તપાસ પુર ઝડપે ચાલી રહી હતી બાકી સરકારી કામ તો ઘણા વર્ષોથી બદનામ છે !!

રૉકયુ ની પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું કે જે ડેટા લીક કરાયો તે બધો આધારકાર્ડ નો ડેટા હતો, તેના પરથી અનુમાન લગાડવામાં આવ્યું કે કોઈ હેકરે આધારકાર્ડ નો ડેટા હેક કરી અને લીક કર્યો છે, આખો મામલો દિલ્હી માં આવેલ આધાર હેડક્વાર્ટર્સ માં ટ્રાન્સફર થયો, સૌરભ અને સત્યનારાયણ ની આગેવાની માં ડેટા ક્યાંથી લીક થયો એની તપાસ ચાલુ કરી.

નવાઇ ની વાત એ થઈ કે આખા હેડક્વાર્ટર્સ ની બે-બે દિવસ ની સતત મહેનત બાદ પણ નક્કી ના કરી શક્યા કે આખરે ક્યાં ચૂક થઈ અને કોણે ડેટા લીક કર્યો હશે ?

રોકયુ ની ટીમમાં ટોટલ 3 સભ્યો હતા જેમાં બે છોકરા અને એક છોકરી હતી એમા સન્ની રાઠોડ લીડ કરતો હતો, હવે તેનો વારો હતો સૌરભ અને સત્યનારાયણ ની મુલાકાત કરવાનો. ટીમ નાની એટલા માટે રાખવામાં આવી જેથી ઓછા લોકો ને આના વિશે ખબર પડે !!

આધાર હેડક્વાર્ટર્સમાં મિટિંગ ગોઠવવામાં આવી જેમાં સૌરભ, સત્યનારાયણ, સન્ની, સૌમ્યા, અર્જુન એ બધા ગોળ સર્કલ માં બેઠા અને સન્ની એ પ્રાથમિક પુછતાછ કરી ડેટા ની માહિતી આપવા કહ્યું અને ડેટાસ્ટોર ક્યાં કરો છો તમે એ જગ્યા બતાવો.

સૌરભ ના ચહેરા ના હાવભાવ બદલાય કે તરત સન્ની ની નજર પડી સૌરભ નો પરસેવા વાળો ચહેરો બોલ્યો " કેમ નહી !! જરૂર, ચાલો મારી સાથે..."


(image - Server Room)


(image - generator room)

બધા ડેટા સ્ટોર માં દાખલ થયા ત્યાં મોટા મોટા સર્વેરો હતા અને પાછળ ના ભાગે વિશાળ ત્રણ જનરેટરો હતા અને ૨૪/૭ સતત આ જનરેટરો ચાલુ રહેતા જેના કારણે સર્વર ચાલતા હતા. અર્જુન ડાર્કવેબ નો ભોમિયો હતો તેને ખ્યાલ આવી ગયો હતો કેવી રીતે ડેટા લીક થયો હતો છતાં ખાતરી કરવા માટે સૌરભ ને પૂછ્યું કે " સૌરભ સર, આ સર્વર અને ડેટા નું તો ખબર પડી પણ તમે હોસ્ટિંગ અને ડોમેઈન ની વાત ન કરી...કેવી રીતે તમે સર્વરના ડેટા ઍક્સેસ કરો છો ??"

સૌરભ એ ટૂંકમાં કહ્યું "એ વિગત થોડી સિક્રેટ છે ! અને વધુ માહિતી જોઈતી હોય તો એક વાર ઇલેક્ટ્રોનિકસ મિનિસ્ટર ની મુલાકાત લઇ આવો..!!!" અને સન્ની ની સામે જોતા બોલ્યો તમને જવાબ મળી ગયો હોય તો હું જઇ શકું ? તરત વળતા જવાબ માં સન્ની એ કહ્યું " હા કેમ નહીં, બીજી મુલાકાત માં વધુ જવાબ મેળવવાની કોશિશ કરીશુ"

સૌરભ "હા ચોક્કસ " કહી પોતાની ઓફિસ તરફ ચાલવા લાગ્યો.

અર્જુન ને અંદાજો લગાવ્યો કે ડેટા બધો ડાર્કવેબ પર અપલોડ થયેલો છે અને આ જે ૨૪/૭ પોતાના સર્વર ચાલી રહ્યા છે તેના પર થી ચોક્કસ મને લાગે છે કે ડાર્કવેબ પર આધારકાર્ડ નો ડેટા અપલોડ થયેલો છે અને એ હેક થઈ ગયો. સન્ની અને સૌમ્યા એ પણ અર્જુનની વાત માં સહમતી દર્શાવી.

બીજા દિવસે મિનિસ્ટર ને મળતા ખાતરી થઈ કે એ ડેટા બધો ડાર્કવેબ પર એટલા માટે અપલોડ કરાયો કેમકે સામાન્ય યુઝર કોઈ એકસેસ ના કરી શકે અને ગૂગલ સર્ચ માં વેબસાઇટ ન દેખાય અને સંપૂર્ણ પ્રાઇવેટ ડેટા સુરક્ષિત રહે એ માટે આ પગલું લેવાયું હતું.

આખરે રોકયુ ની ટીમ મૂંઝાઈ હતી સન્ની અને સૌમ્યા ના દિમાગ કામ કરતા બંધ થઈ ગયા હતા આ ત્રણેય ટેક.ગીક માફિયાઓ હતા પણ બધાની માસ્ટરી અલગ અલગ હોય છે એ જ રીતે ડાર્કવેબ ના સિલસીલા માં અર્જુન નું મગજ ચિત્તા ની માફક દોડતું હતું..!!

હેક ડેટા લીક થયાના પાંચ દિવસ વીતી ગયા હતા છતાં બધે ન્યૂઝ માં એક જ સમાચાર ફરતા હતા કે ડેટા કોણે લીક કર્યો ને કેવી રીતે , કોઈ ચેનલ પોતાની અલગ જ પ્લોટ વાળી સ્ટોરી રજૂ કરી ફેક ન્યૂઝ ફેલાવી રહી હતી, તો ગામના ખુણે પાદર માં બેઠેલા દાદાઓ ની ગપચપ માં પણ આ ટ્રેન્ડ હતો. વાત એટલે ઉભી નથી રહેતી !! ડેટા લીક થયાના પાંચજ દિવસ માં 378 સાયબર ક્રાઇમ ના રીપોર્ટ દર્જ થયા ,આંકડો તો મોટો જ હતો આ તો ખાલી દર્જ થયેલા લોકો છે.


આ પાંચ દિવસ માં લીક થયેલા ડેટા ના ઉપયોગ થી બીજા કેટલાય એકાઉન્ટ હેક થઈ રહ્યા હતા. સરકાર પર પ્રેસર વધતું હતું કેમકે આધાર કાર્ડ એ નામ અને સરનામાં પૂરતું સીમિત ન હતું તેની સાથે બેન્ક એકાઉન્ટ પણ જોડાયેલા હતા.!!

બીજા દેશો માં પણ rockyou ચર્ચાનો વિષય બન્યો હતો એવામાં અર્જુને પોતાની ડાયરી માં elliot alderson નું નામ નોંધ્યું ( rockyou ફાઇલ અપલોડર નું નામ).

દેશપ્રેસ ની TRP હજુ ટોચ પર હતી અને દરરોજ વધારો થઇ રહ્યો હતો તેનું મુખ્ય કારણ એ આધાર ડેટા લીક છે, જેના કારણે દેશપ્રેસ ના દરેક એન્કર થી માંડી લાલા અને રાકેશ સુધીના બધાની જિંદગી બદલાઈ હતી.

રિપોર્ટર તરીકે પોતાની લાઈફ ઘસી ને એક નાનકડા ગામ થી આવેલ આજે દેશના ટોપ રિપોર્ટર માં પોતાને ગણાતો જોઈ રાકેશ ઘણી વાર ઇમોશનલ થઈ જતો, એવી જ ઇમોશનલ પળ માં પોતાની ઓફિસમાં બેઠો હતો ત્યાં દરવાજે ટકોર સંભળાઈ " સર, અંકિતા અંદર આવું ?", રાકેશ ની હા પાડતા ની સાથે જ અંકિતા પુર વેગે અંદર ઓફિસ માં ઘસી આવી અને રાકેશ ના હાથ માં કોલ ઇન્ફોર્મેશન અને લોકેશન નો રિપોર્ટ થમાવી દીધો. રાકેશ કઇ બોલે એ પહેલાં તો પાછળ ફરી ચાલવા માંડી..!!!

રાકેશ લોકેશન જોઈને જ ચોકી ઉઠ્યો ?? તેના જ ઘર નું લોકેશન હતું અને એ પણ લેન્ડલાઈન નું.

વધુ આગળ ના ચેપ્ટર માં..


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED