આ એક કાલ્પનિક સ્ટોરી છે જેનો કોઈ વ્યક્તિ સાથે સીધો કે આડકતરો કોઈ સબંધ નથી.
મને આશા છે કે આ ધારાવાહિકથી તમને કંઈક નવું જાણવા મળશે , જો આ રચના તમને પસંદ આવે તો તમારો અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ચુકતા નહિ..:)
---*
ચેપ્ટર ૧ :- રોક યુ
૧૩ ડિસેમ્બર ૨૦૧૯ રાત ના ૨ વાગ્યે એક ન્યૂઝ રિપોર્ટર ને અજાણ્યા નંબર થી ફોન આવ્યો અને બોલ્યો આખા ઇન્ડિયા નો ડેટા લીક થશે અને ૩૨ મિલિયન ડેટા જેમાં નામ થી માંડી બેંક ઇન્ફોર્મેશન સુધી બધું ડાર્ક વેબ પર લીક થવાનું છે તો તું એના રિપોર્ટ બનાવવા નું ચાલુ કરી દે...(એટલું બોલતા ની સાથે ફોન કટ થઈ ગયો..)
રિપોર્ટર એકદમ સ્તબ્ધ, તેની ઊંઘતો ૩૨ મિલિયન ડેટા લીક થયો એ સાંભળતા જ ઉડી ગયી.. રિપોર્ટર નું મન ચકરાવે ચડ્યું હતું અજાણ્યા નંબરથી ફોન મને જ કેમ આવ્યો અને અવાજ થી પણ રોબોટ બોલતો હોય તેવું લાગતું હતું.
એ રિપોર્ટર બીજું કોઈ નહીં, દેશ ન્યૂઝ ચેનલ નો રાકેશ શર્મા હતો જેની એક હાંક થી ડિબેટ ધ્રુજી જતી એના આજ હાથ કંપી રહ્યા હતા. શુ કરવું એ સમજાતું ન હતું એટલે પહેલા સ્વસ્થ થવા બાથરૂમ માં ગયો મોઢું ધોઈ ગજવા માં હાથ નાખી સિગારેટની પેટી માંથી એક સિગારેટ પોતાના મોઢામાં મૂકી માચીસ ની પેટી શોધી પણ જડી નહિ, તે હતી તો તેની સામે ટેબલ પર ફોન ની બાજુ માં પણ ટેન્શન નો માર્યો એટલો ગભરાયો હતો કે માચીસ પણ તેના ધ્યાન માં ન આવી.. રાત ના 2 વાગ્યે તેના ઘર પાસે ન તો ગલ્લો ખુલ્લો હતો કે ન કોઈ ની અવરજવર હતી..
એ હજુ કાઈ વિચારે ત્યાં ફરી ફોન ની રિંગ વાગી. તે ફોન ઉપાડવા ગયો ત્યાં જ તેને માચીસ જોઈ એટલે બીજું વિચાર્યા પહેલા હળવેકથી ખિસ્સા માં સરકાવી અને ફોન ઉપાડતા બોલ્યો.. " હા લાલા.."
લાલો : "શર્મા મોટો કાંડ થયો છે, હું તારા ઘર બાજુ થઈ ને નીકળું છું બહાર ઉભો રહેજે હું પિકઅપ કરી લઈશ અને ગાડી માં તને બધી વિગત જણાવીશ, બહુ મોટી લીડ હાથ લાગી છે , બીજા ને ભણક લાગે એ પહેલાં રિપોર્ટ બનાવવા પડશે..ઘર પાસે ૧૦ મિનિટ માં જ પહોંચું છું...ડ્રાઇવર રાકેશ સર ના ઘર બાજુ લઈ લે.(થોડા ધીમા અવાજ સાથે ફોન કટ)
રાકેશે તેની ચેનલ ના હેડ અને બીજા મોટા માથાઓ ને ફોન કરી ઓફિસ બોલાવ્યા, ઓફિસ માં પહોંચતા ની સાથે જ રાકેશ અને લાલા એ મળી મિટિંગ ચાલુ કરી..
લાલા એ "તો વાત એમ છે...." એમ કહી પોતાની વાત રજૂ કરી , એક ખબરી પાસે થી ન્યૂઝ મળી છે કે આજે વહેલી સવારે ડાર્ક વેબ પર ઇન્ડિયા નો ડેટા લીક થવાનો છે અને એ ન્યૂઝ સૌથી પહેલા આપડી ચેનલ પર હોવા જોઈએ જેમાં લગભગ ૩૨ મિલિયન ડેટા લીક થવાના છે , આખા દેશ માં ઊહાપોહ થશે અને ઠેર ઠેર સરકાર વિરુદ્ધ વિરોધ પણ થશે એટલે એક્સકલુસિવ ચાલુ કરો અને ડેટા લીક થાય કે તરત મારા કેબીન પર રિપોર્ટ જોઈએ...(એટલું બોલતા જ મિટિંગ પુરી થઈ અને બધા પોતપોતાના કામે લાગ્યા)
બધા ઓફિસ માંથી બહાર નીકળતા હતા ત્યારે જ રાકેશ ધીમા અવાજે બોલ્યો "અંકિતા તું અહીં રહે તારું કામ છે મારે !!" એ સાથે જ બીજા બધા કેબીન ની બહાર નીકળ્યા અને અંકિતા પાછળ ફરી..
અંકિતા ની આંખ એકદમ જીણી ચીના જેવી અને ઉપર થી ચશ્માં એટલે ક્યારેક જ નજરે પડતી વાળ એક રીબીન ઉપર ટકેલા હતા તે કાઢતા જ બધી વાળની લટો આગળ આવી જાય એવા વાંકડિયા કાળા વાળ, દરરોજ ની જેમ આજે પણ તેને ઇન્ડિયન ડ્રેશ પહેર્યો હતો. કોઈ માને નહીં પણ એ ભારત ની ટોપ હેકરો માની એક હતી.!! કાલી લિનક્સ માં એની માસ્ટરી હતી અને એથીકલ હેકિંગ, રેડ હેટ એમ મળી કુલ તેની પાસે ૮ સર્ટિફિકેટ હતા.
રાકેશે ફોન વાળી બધી વાત અંકિતા ને કહી અને એ અજાણ્યો નંબર પણ શેર કર્યો અને તેની વિગતો કાઢવા કહ્યું.. અને લાલા ને કહ્યું નવું અપડેટ આવે એટલે તરત મને ફોન કર એમ કહી ત્યાંથી બહાર નીકળી ગયો.
સવાર ના 6 વાગ્યે ડેટા લીક થયા એ સાથે જ ઘરે ઘરે ન્યૂઝ ફેલાવવામાં દેશપ્રેસ મોખરે હતું અને રાકેશ શર્માની જુબાની એ દેશ પ્રેશ ની TRP ને ટોચ પર લાવી દીધું હતું. અને પ્રજા માં સરકાર પ્રત્યે આક્રોશ વધતો જતો હતો , ડેટા સુરક્ષા માં નાકામયાબ રહેલી સરકાર ને વિપક્ષો એ પણ આડેહાથ લીધા અને વિરોધ માં કઈ કસર ન છોડી.
તો બીજી બાજુ તત્કાલીન વડાપ્રધાન અને મંત્રીઓ એ મિટિંગ કરી અને તાપસ ના આદેશ આપ્યા અને સાથે જણાવ્યું કે સ્પેશ્યલ સાયબર ટીમ બનાવવામાં આવે અને જલ્દી કંઈક સમાધાન લાવો હું નથી ઇચ્છતો કે અમેરિકા અને બીજા દેશો પણ આપણી સરકાર અને ભારત ઉપર આંગળી ચીંઢે !!
સ્પેશ્યલ સાયબર ટીમ બનાવવામાં આવી અને ટીમે સૌથી પહેલા ડાર્કવેબ પર સરકારની પોલ ખોલતી એક સ્પેશ્યલ વેબસાઈટ વિકિલિકસ પર અપલોડ થયેલી ફાઇલ ડાઉનલોડ કરવાનું કામ કર્યું, સ્પેશ્યલ સાયબર ટીમ નું એક નવું નામ આપવામાં આવ્યું રોકયુ (ROCKYOU) !! (ડાઉનલોડ કરેલ ફાઇલ ના નામ પરથી...)
ડાઉનલોડ કરવામાં આવેલી ટેક્સ્ટ (rockyou.txt) ફાઇલ ને ખોલતા જ બધા ચોંકી ગયા કેમકે ટેક્સ્ટ ફાઇલ માં એવું નામ પણ સામેલ હતું જેની કોઈને આશા ન હતી અને એનો ડેટા તેના નજીક ના લોકો પાસે પણ નથી હોતો તો આ કેવી રીતે હેક થયો ???
વધુ આગળના પ્રકરણ માં.