ભોળપણ કે મુર્ખામી Rajesh Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભોળપણ કે મુર્ખામી

૧૯૯૭ નું વર્ષ હતું, ઔદ્યોગિક તાલીમ સંસ્થા માંથી તાલીમ પુરી કરી સર્ટિફિકેટ ના રેજીસ્ટ્રેશન માટે અમદાવાદ જવાનું થયું. દુનિયા દારી ની બહુ સમજણ ના હતી, એકલા બહાર બહુ નીકળ્યો ન હતો, સંપૂર્ણ પરિપક્વતા આવવાની હજુ બાકી હતી, ઘરે થી ખર્ચ અને મુસાફરી ના ભાડા ના ગણતરી ના પૈસા લઇ ને હું નીકળ્યો, છુટા હાથે પૈસા વાપરી શકાય તેવી આર્થિક પરિસ્થિતિ ન હતી, ભૂખ લાગે તો ઓછા ખર્ચ માં નાસ્તો કરી લેવો , બિન જરૂરી ખર્ચ કરી શકાય તેમ નહતો. શહેર માં નજીક ના સ્થાન પાર પહોંચવા માટે રીક્ષા ના બદલે ચાલી ને પસંદ કરતો. વહેલી સવારે અહમદાવાદ જવા નીકળી ગયો, અમદાવાદ પહોંચી કામ પૂરું કરી થાકી ને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યો. ભૂખ પણ લાગી હતી પણ નાસ્તો કરું કે ને નહિ એ મુંજવણ માં હતો.નાસ્તા અને આજુ બાજુ ની દુકાન પાર થી નજર હટાવી ટિકિટ ની લઈને માં ઉભો રહી ગયો, જેથી વેહલું આવે વડોદરા.

ત્યાં જ એક યુવાન આવી પહોંચ્યો , મારા થી ઉમર માં મોટો સારા કપડાં અને સ્પોર્ટ્સ શૂઝ પહેરેલ. મારા થી સારા કપડાં માં સજ્જ અને સ્વસ્થ. આવી ને મને કહ્યું , મારી પાસે ટિકિટ ના પૈસા નથી, પોકેટ ચોરાઈ ગયું છે, મને ટિકિટ ના પૈસા આપો, હું અપને પાછાં મની ઓર્ડર કે રૂબરૂ આપી દઈશ આપણું સરનામું આપો. મહેરબાની કરી ને આટલી મદદ કરો. હું પણ વડોદરા જ જાઉં છું એ જાણી ને કહ્યું કે હું પણ વડોદરા જ રહું છું, હું રૂબરૂ તમને પૈસા આપી જઈશ.

ઘણા બધા માનો મંથન અને મુંજવણ પછી હું નિર્ણય પાર આવ્યો કે મારે મદદ કરવી જોઈએ. નાસ્તો કરતા ખચકાતો, રીક્ષા ને બદલે ચાલવાનું પસંદ કરતો અને પૈસા બચાવતો, મારા બચાવી ને રાખેલા પૈસા હું દિલ પાર ભાર રાખી ને એ યુવાન ને આપવા તૈયાર થઇ ગયો. કોઈ ની મજબૂરી કે અસહાય અવસ્થા ને જોઈ ને દ્રવી ઉઠતું મારુ મન, એ યુવાન ને વાત સાંભળી હૃદય અને દિમાગ ની લડાઈ માં હૃદય જીતી ગયું, મેં યુવાન ને પૈસા આપી દીધા, મદદ કાર્ય ના અહોભાવ સાથે હું મારી ટિકિટ લેવાના કાર્ય માં લાગી ગયો, આમ પણ એ મને પૈસા તો બીજે દિવસે પાછાં આપી જ દેવાનો હતો ને, પોકેટ ચોરાઈ ગયું, બિચારો તફલીફ માં હતો, પૈસા લઇ એ યુવાન ભીડ માં ઓગળી ગયો. ટિકિટ લઇ હું ટ્રેન ના ડબ્બા માં ગોઠવાયો, બેસવાની તો જગ્યા નહતી, ભીડ ઘણી હતી, ચા, મગફળી, ભજીયા અને વેફર વાળા ની અવર જવર ચાલુ હતી, હું દરેકે ને આવવા જવા માટે થોડો બાજુ માં ખાંસી ને જગ્યા કરી આપતો હતો, ટ્રેન ચાલુ થઇ , મુસાફરો વાત ચિત્ત મા વ્યસ્ત હતા, તો ઘણા ચા અને નાસ્તા ની લિજ્જત માણી રહ્યા હતા, હું તો એકલો જ હતો, શાંતિ થી આ બધું નિહાળી રહ્યો હતો ત્યાં મારી નજર ટ્રેન માં ચડવા ઉતારવાની જે પાસે જગ્યા હોય છે ત્યાં પડી, એજ યુવાન હતો જેને મેં મદદ કરી હતી, નાસ્તો કરી રહ્યો હતો, નાસ્તો પતાવી ચા વાળા ને ઉભો રાખી ચા પીધી, પછી પગથિયાં પાસે બેસી ને સિગારેટ ના કશ લઇ રહ્યો હતો, જે હું સવાર થી ઘરે થી નીકળી અને અત્યાર સુધી ના કરી શક્યો તે બધું એ ત્યાં ઉભા રહી ને જ કરી રહ્યો હતો, મારા પસ્તાવાનો પાર ન હતો, મારા જ પૈસા થી એ લહેર કરી રહ્યો હતો અને હું લાચાર બની ને જોઈ રહ્યો હતો, એટલો હિંમતવાન પણ ન હતો કે હું કઈ કહી શકું, એ યુવાન એની મજબૂરી બતાવી ને મને આ જોવા માટે મજબુર કરી દીધો હતો, હૃદય ઊંડા આઘાત માં હતું, પૈસા ગયા નો આઘાત અને છેતરાયા ની લાગણી મને ઘણા દિવસ સુધી રહી,

આવી ઘટના માણસ ના હૃદય પાર ઊંડી ચોટ પહોંચાડે છે, અને ખરી જરૂરિયાત વાળા માણસ ને મદદ કરતા પહેલા વિચારવા મજબુર કરે છે, અને મદદ કરતા નથી,