શાંતિ નો પરિચય Darshana Jethava દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શાંતિ નો પરિચય

એક કાવ્ય પ્રતિયોગિતા યોજવાની હતી.કાવ્યનો વિષય હતો "શાંતિનો પરિચય". જુના તથા કેટલાક નવોદિત કવિઓ સ્પર્ધામા ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા હતા. શબ્દ કે પંક્તિઓની કોઇ ચોક્કસ મર્યાદા ન હતી. પરંતુ કાવ્યમા શાંતિનો અનુભવ શાંતિનુ દર્શન થવુ જોઇએ તે મુખ્ય શરત હતી. પ્રતિસ્પર્ધાના ઉમંગનુ કારણ એ પણ હતું કે ઉત્તમ કવ્યરચનાકારને ઈનામ તથા રચનાને "શ્રેષ્ઠ કવિતા" થી સન્માનિત કરવાના હતા.

તમામ કવિઓ પોતે જ યુગનાયક અને તથા શ્રેષ્ઠ કવિતાનો ખિતાબ જીતે તે માટે અથાક પ્રયાસો કરવા માંડ્યા. જેમ કલમદસ્ત પીંછીઓથી રંગબેરંગી ચિત્ર સજાવે તેમ કવિઓ શબ્દો શોધીને પંક્તિઓ કંડારવા લાગ્યા. એક મહિના પછી પરિણામ-સમારોહનુ આયોજન થવાનું હતું

આજે સૌની આતુરતનો અંત આવવાનો હતો. કારણ કે આજે પરિણામ આવવાનું હતું. સૌ પ્રસંગને અનુરુપ પહેચ્છા તથા કાવ્યની પંકિતઓ સજાવીને કમિટી હૉલ ખાતે એકત્ર થયા હતા. સૌ કોઇને આશા હતી કે પોતાની મહેનત ફળશે અને કાવ્ય શ્રેષ્ઠ સાબિત થશે. આજની સ્પર્ધા માટે શણગરાયેલો હૉલ ચહલપહલ સાથે ગુંજી ઉઠ્યો. કવિઓની સાથે પરિણામના જજ એવા મહેમાનો આવી ચુક્યા હતા.


મંદ મંદ ચાલતા સંગીત વચ્ચે મહેમાન તથા કવિઓને શબ્દોરૂપી પુષ્પોથી આવકારવામાં આવ્યા. મહેમાનોના ઉદબોધન બાદ ભાગ લીધેલ કવિઓએ પોતાની રચના સ્ટેજ પર રજૂ કરવાની હતી .અંતે ઈનામ વિતરણ આવી કાર્યક્રમનો ઘટનાક્રમ હતો,

કવિતાઓ રજૂ કરવાનું શરૂઆત થઈ ચૂકી હતી . પ્રથમ કવિ દ્વારા ઈશ્ર્વર નું ઘર એવા મંદિર નું નિરૂપણ પોતાની કવિતામાં કરવામાં આવ્યું , ''મંદિરે ડગમગતો દીવડો શાંત થઈ જાય , જાણો ઇશ્વર કેમેય પૂજય .... ''
આમ મંદિરના શાંત વાતાવરણ, તથા અન્ય કવિઓએ નદીઓ , જંગલ, પ્રકૃતિ, ઘર નું શાંત વાતાવરણ તો કોઈએ સ્વર્ગ ની શાંતિ આમ અલગ અલગ વિષયો પર શાંતિ વિશે કવિતાઓ સંભળાવી .

કાર્યક્રમ ના નિર્ણાયકો તમામ ની કવિતાઓ નિરાતે સાંભળી રહ્યા હતા . કોને ઈનામ આપી શકાશે એ ગૂંચવાયેલા હતા. હવે એક સ્પર્ધક બાકી હતા. દેખાવે સહેજ અલગ અસ્તવ્યસ્ત કપડાં ને મુખ પર ખુશી સાથે સ્પર્ધક સ્ટેજ પર આવ્યા .કવિતા શરૂ સંભળાવી રહ્યા હતા . આ ભાઈ માત્ર સમય બગડી રહ્યા છે , વિષય ને અનુરૂપ રચના નહી એવું અન્ય બેઠેલા કવિઓ વર્તી રહ્યા હતા . ને આમ તમામ સ્પર્ધકોએ પોતાની રચનાઓ સંભળાવી .


હવે પરિણામ જાહેર થવાનું હતું .બધા એકબીજાની સામે જોઈ રહ્યા હતા . હૃદય ના ધબકારા સહેજ વધુ ગતિથી દોડી રહ્યા હતા . નિર્ણાયકો સ્ટેજ પર આવ્યા . આજની સ્પર્ધામાં શ્રેષ્ઠ કવિતા છે તેમનું નામ છે નીલુભાઈ.કાર્યક્રમ ના છેલ્લે કવિતા રજૂ કરેલી તે ભાઈ ઊભા થઈ સ્ટેજ તરફ ઉમળકાભેર ઈનામ લેવા ચાલવા લાગ્યા.

સૌ કોઈની આંખો પહોળી થઈ ગઈ .નામ જાહેર થતાં વિરોધ જેવો માહોલ થઈ ગયો. સૌ ચિચિયારીઓ ને રાડારાડીઓ કરવા લાગ્યા . કહેવા લાગ્યા કે એમણે શાંતિ નહી પણ દરિયા જેવા તોફાની વિષય પર કવિતાનું વર્ણન કર્યું છે તો કેવી રીતે શ્રેષ્ઠ હોય શકે ? આમ સૌ ગુસ્સામાં લાલ થઇ ગયા .

એક નિર્ણાયક નમ્ર અવાજે વાતાવરણ શાંત કરવાની કોશિશ કરી રહ્યા હતા . કહ્યું કે જુઓ તમરી બધાની કૃતિ શ્રેષ્ઠ જ છે . બધા ની રચનામાં વર્ણવાયેલા દ્રશ્યો , ઘટનાઓ શાંતિ વિશે જ માહિતગાર કરે છે . અમારા માટે પરિણામ આપવું મુશ્કેલ હતું . તમે સૌ અમારી નજરોમાં વિજેતા j છો. પરંતુ આ ભાઈની રચના તમે સમજો.

તમે બેશક શાંતિનું તમારી રચનામાં વર્ણન કર્યું છે . આ કવિએ ઘૂઘવતા અને તોફાની દરિયાનું વર્ણન કર્યું છે . પરંતુ કાવ્ય ના અંત્તે થયેલ નિરૂપણ તેમને ઈનામ ને પાત્ર બનાવે છે .
તોફાની સમુદ્ર તોય નાવ ધપાવતા રહીએ,
મુખે હાસ્ય અશાંતિ ના મુખે જરિયે,
આભે નજરું માંડી ખલાસીએ ઘૂઘવતા દરીએ,
તોફાન ખેડવા નાથ બેઠો અમે કેમેય ડરિયે ?!!!

અર્થાત્ એમણે અશાંત વાતાવરણ એટલે કે હીલોળે ચડેલા દરિયા વચ્ચે નૌકા માં બેઠેલા ખલાસી નું વર્ણન કર્યું છે . વાતાવરણ ખૂબ જ તોફાની ને અશાંત છે ,છતાં મધદરિયે રહેલ ખલાસીના ચહેરા પર સહેજે અશાંતિ ના ચિહ્નો નથી વર્તાઈ રહ્યાં. શાંતિથી પ્રભુ સામે હસતા મુખે મીટ માંડી શાંતિથી પોતાની નૌકા આગળ ધપાવી રહ્યા છે . કહેવાનો ભાવાર્થ શાંત વાતાવરણ માં પોતાની જાત ને શાંત રાખી શકાય છે , પરંતુ અશાંત સમયમાં જે શાંત રહી પોતાની જાત ને ડગ્યા વગર અડીખમ રાખી શકે તે ખરા અર્થ માં શાંતિનું દર્શન કરાવે છે . આટલું સાંભળતા જ સૌ તાળીઓ પાડવા લાગ્યા મે વિજેતા ને વધાવી લીધો . સૌને હવે પોતાની ભૂલ સમજાઈ હતી. અંતે ઈનામ વિતરણ અને જમણવાર સાથે બધાએ વિદાય લીધી. સૌ ખુશીથી એક શીખ સાથે લઈને જીંદગીના આગળ ના સફર માં નીકળ્યા ....