વગડાનાં ફૂલો - 12 Divya Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વગડાનાં ફૂલો - 12

. લગ્નનુ એક વર્ષ કંચન અને રવજીની જિંદગીના સોનેરી યુગ સમાન પસાર થઈ ગયું. ને સાથે રવજી કંચનને એકલી મૂકી પોતાની લીલા સંકેલી ગયો.

કંચનના ડૂસકાં કડવીબેનના કાને પહોચ્યાં. ને કડવીબેન ભૂતકાળની યાદોને ખંખેરી વર્તમાન તરફ પાછા ફર્યા.

" બેન! હું આપઘાત કરવા નથી પડી. તમારા દિયરે હમ દીધા સે. હું ક્યાંથી મરુ!"

" તો! હુ.. થયું." કડવી બેનની આંખો પહોળી થઇ ગઈ.

" મોહનભાઈ! આયવા તા."

"મોહન !!"

" ભાભી એ ભાઈ ઠેકાણે થઈને... મારી ." કહેતા કંચનના ગળે ડૂમો ભરાઈ આવ્યો. હીબકા ભરતી કંચન કડવીબેનનાં ખોળામાં માથું મૂકી પેટ છૂટી વાત કરી.

" એને તો હું.."

" ભાભી મારી આબરૂ!! ફજેતો કરશે બાં.." કહેતા કંચને કડવીબેનની આંખોમાં આંખ પરોવી. ને કડવીબેનની આંખો સામે જમકુમાં નો ભૂતકાળ આવી ગયો.


" આબરૂ બાયુની જ જાય. ને આદમી તો કેટલાયે નાક લઈને ફરતા હોય." કડવીબેન કંચનને ઊભી કરી ઘર તરફ લઇ જતા બોલ્યા.



બારમાસી અડ્ડાની બહાર નીકળતા દારૂના નશામાં ચકચુર થયેલો મોહન ઘર તરફ લથડિયાં ખાતો આવી રહ્યો હતો. બજારમાં પાન, માવાની દુકાનના ઓટલે બેઠો, હથેળીમાં તમાકુ લઈ ઠુઠા હાથે તમાકુ ચોળતો ઘરડો ભીમો બેઠો હતો. એને મોહનને આવતો જોયો. અને ખુંધું હસતા જીભ ઉપર જાણે મીઠાશ નીતરતી હોય એમ એ બોલ્યો.

" મોહના!! આયવ આંયવ."

" ભિમાં કાકા! હવારે આવું. બહુ નીંદર આવે સે."

" હવે!!આઈને, આમણો આવતો રે!!આય ઓટલે..બેઠા .. વાતો કરીએ. ઘરે જઈને ઊંઘવું જ સે ને."

ભીમના ભૂતકાળથી અજાણ મોહન, પંદર વર્ષનો હતો ત્યારથી ભીમાં સાથે દોસ્તી કેળવી બેઠો. પછી તો ભીમો મીઠી મીઠી વાતો કરતો. મોહનને પોરહ ચડાવે રાખતો. ખાસ ભાર દઈને ભીમો મોહનને કહેતો." તારી બાં ને કે તારા ભાઈઓનેનો ખબર પડવા નાં દેતો. આપણી ભાઈબંધીની."

" કા ! કાકા?"

" એને નો ગમે... ઠુંઠો સુ ને" ભીમો મગરના આંસુ છલકાવી દેતા કહેતો. ત્યારે મોહન પીગળી જાતો. એક દિવસ ભીમો મોહનને દારૂનીભટ્ટીએ લઈ ગયો. પંદર વર્ષનો કિશોરવયનો મોહન, ભટ્ટિનું દ્રશ્ય જોઈ ડરના માર્યો ધ્રુજવા લાગ્યો. મોહનને ડરતો જોઈ ભિમાએ કહ્યું.

" મોહન એમાં બીવાનું નો હોય. હ્યા ક્યાં અત્યારે તારા ભાઈ કે માં આયા સે. પી લે અમરત! સે. પી તો ખબર પડે ને." કહેતા મદિરાનો પ્યાલો બળજબરી પૂર્વક મોહનને પાઈ દીધો.

" જો જે..હો! કોઈને કે..તો નઇ પાસો. આ તો તું મારો ભાઈબંધ ખરો ને! એટલા સારું તને આય લઈ આવ્યો. જો આય કેટલાયે જણ સે. આમાં કઈ પાપ થોડું લાગે."

ભીમાંનો ઠુઠો હાથ મજબૂતાઈથી પકડતા મોહન બોલ્યો." કાકા ચક્કર આવે!"

" મરદ મુસાળો થઈને આટલા માં ગોથું ખાવા માંડ્યો." ભીમો ખૂંધુ હસતા બોલ્યો. મોહનનો હાથ પકડી ભીમો મોહનને પોતાની દુકાને લઈ ગયો.

" જો મોહન! આપડે તો ભાઈ જીવનની હાંધીય મજા માણી લેવાની હો!. આ જો..તારો ભાઈ રવજી બિસારો, નાની ઉંમરમાં રોગનો શિકાર થઈ ગયો. હવે કે જોઈ મોતની સે ખબર. એટલે મજા કરી જીવી લઈએ એટલે પસી પસ્તાવો તો નઇ."

" કાકા! પરબતભાઈ, ખબર પડશે તો ચામડું ઉધેળશે મારું."

" તે સે... નો... એ... મારે! તારો કાકો બેઠો સે. મૂંઝાતો નઇ. મારા જેવો ભાઈબંધ તને નઇ જડે."

" હાચુ! હો કાકા. તમારા સિવાય મને કોઈ નથી ગમતું."

પછી તો અમૃતનો પ્યાલો કહી પીવડાવતા ભીમાએ મોહનને દારૂની એવી તે લત ચડાવી કે મોહન ભીમા સિવાય કોઈને પોતાનું ન સમજતો.
અત્યારે પણ ભીમો મોહનની રાહ જ જોઈને બેઠો હતો.


" બોલો કાકા! હુ કામ સે."

" કોઈ દી નઇ ને આયજ અટાણે કેમ?"

"બસ!" મોહનના ચહેરા પર ડર ઉપસી આવ્યો.

" કા! કોઈએ કંઈ કીધું? કીધું હોય તો કહેજે.હો તારા બાપ ઠેકાણે સુ."

એક બાજુ દારૂના નશાનો પાવર. બીજી બાજુ ભીમના શબ્દોનો પાવર. મોહન જાણે ચણાના ઝાડવે બેસી હિલોળા લેવા માંડ્યો.

" કાકા વાત એમ સે..." મોહને ભીમા સામે બધું ઠાલવી નાખ્યું.

" મરદ થઈ ગયો." ભીમો મોહનની પીઠ થબથબાવતા બોલ્યો.

" ઘરે કંચને કોઈ હોબાળો કર્યો તો. બા તો મને જીવતો મારી નાખશે."

" એમાં તારો હુ વાંક કે. બાયડીની જાત! એના નખરા જ એવા હોય. જાણી જોઈને તું હતો તયે.." ભીમાએ મોહનનાં મનમાં ઝેર ભર્યું.

" હાચી વાત સે કાકા તમારી. મારી બાં એ તો એને અંધારા સિવાય બહાર નીકળવાની એ ના પાડી સે. તોયે ઘરે કોઈ નો..તું.. ને એ .. "

" તારી બાં એ ક્યાં ઓસી સે." ભીમાએ લાગ જોઈને હથોડો માર્યો.

" કાકા ! મારી બાં નું નામ નો લેતા.."

" ભાઈ તને નો ખબર હોય . હું એટલે તો નથી ગમતો. તારો બાપે અમથો કંઈ ભગવો પેરી લીધો..આ તારી માં ના પરાક્રમ એવા હતા. તે કંટાળી ગયો હતો.બસારો મારો ભાઈબંધ મને હાંધિય પેટ છૂટી વાત કરતો. કેતો મારો મોહન નાનો સે. ભીમા તું એનું ધ્યાન રાખજે." ભીમાએ મગરના આંસુ લૂછતાં કહ્યું.

મોહન ભીમાની મીઠી જીભમાં લપસવા લાગ્યો.

( ક્રમશ..)