My Loveable Partner - 50 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 50 - ઉજવણી

સ્મિત : હવે કેમ રડી રહી છે??
હવે તો મમ્મી પપ્પા માની ગયા.
તેઓ સાથે નથી આવી રહ્યા એટલે??
પરંપરા : નહી.
તે રડતાં રડતાં કહે છે.
સ્મિત : તો??
પરંપરા : એમજ.
સ્મિત : ધરું ની યાદ આવી રહી છે??
પરંપરા : તેમને મને નથી જવા દેવી તો પણ મને જવાની હા કહી દીધી.
સ્મિત : એ તો સારી જ વાત છે ને.
પરંપરા : હા, પણ....
સ્મિત : બસ, હવે.
તારી સાથે મારા બાળકને વધારે નથી રડાવવાનું.
પરંપરા : આપણું બાળક.
સ્મિત : હા, એટલે એ જ.
પરંપરા : એવું નહી.
સ્મિત : ઓકે.
હવે રિલેક્સ.
આપણે કાલે નીકળવાનું છે.
એની તૈયારી કરીએ.
પરંપરા : નહી.
સ્મિત : પરંપરા....!!
પરંપરા : નથી મારો મૂડ.
તે ચીડાય છે.
સ્મિત : એટલે આખી પેકિંગ મારે કરવાની??
પરંપરા : એઝ યુ વીશ.
કહેતા તે પલંગ પરથી ઉભી થઈ બાલ્કનીમાં આવી જાય છે.
સ્મિત પણ તેની બાજુમાં આવી તેના ખભા પર મૂકે છે.
પરંપરા : આઈ હેટ ધીસ મૂડ સ્વિંગ્ઝ યાર.
સ્મિત : થોડા દિવસમાં બંધ થઈ જશે.
પરંપરા : નહી થયા તો??
સ્મિત : હું છું ને.
પરંપરા ફરી ચીડાયેલા મોઢે સ્મિત સામે જુએ છે.
પરંપરા : એમાં તું શું કરી લેવાનો??
સ્મિત : હું ગીત ગાઈશ.
એટલે મારો બેસૂરો અવાજ સાંભળી તેઓ જતા રહેશે.
પરંપરા : રીયલી??
સ્મિત : હમણાં ગાઈને સંભળાવું??
બધુ ભાગી જશે.
પરંપરા : રહેવા દે.
કહેતા તે સ્મિત ના ખભા પર માથું મૂકી દે છે.
અને સ્મિત ને હસવું આવી જાય છે.

સહેજ વાર પછી

સ્મિત : હવે જઈએ અંદર??
પરંપરા : કબાટમાંથી કપડા તારે કાઢવાના.
હું બેગમાં મૂકીશ....
તે સ્મિત સામે જોતા કહે છે.
સ્મિત : કૂલ.
બંને ફરી રૂમમાં આવે છે.
પરંપરા : મારો કઈ જ કરવાનો મૂડ નથી બનતો.
સ્મિત કબાટ ખોલે છે.
પરંપરા : ઉભો રહે.
પહેલા કબાટ ઉપરથી બેગ ઉતારવાની છે.
સ્મિત : આ ગ્રીન બેગ??
તે બેગ તરફ ઈશારો કરતા પૂછે છે.
પરંપરા : હા.
અને એની બાજુમાં જે કાળી છે તે પણ.
સ્મિત બંને બેગ નીચે ઉતારી પરંપરા સામે પલંગ પર મૂકે છે અને ફરી કબાટ બંધ કરે છે.

* * * *

બીજા દિવસે સાંજે

મુંબઈ

કોયલ : ધ્વનિ, ક્યાં છે??
તે ધ્વનિ ને ફોન કરે છે.
ધ્વનિ : આવી આવી.
ટ્રાફિકમાં ફસાય છું.
ધારા ને હમણાં તો કીધું મે.
કોયલ : સારું સારું.
જલ્દી આવ.
યશ : તારી જ રાહ જોવાય રહી છે.
તે પાછળથી બૂમ પાડતા કહે છે.
ધ્વનિ : હા, આવી આવી.
કહી તે ફોન મૂકે છે.
યશ : પછી ધારાની મમ્મી એ બનાવેલો નાસ્તો તારા માટે નહી બચે.
તે બીજી બૂમ પાડે છે.
કોયલ : મૂકી દીધો એણે ફોન.

યશ : માસી, મજા આવી ગઈ ખાઈને.
મમ્મી : એટલે જ તો આટલો બધો બનાવીને લાવી છું.
પાયલ : માસી, એટલો બધો પણ નહી ખવડાવતાં આને કે પછી આણે હોસ્પિટલમાં મારી બાજુના બેડ પર આવવું પડે.
માસી : એય....શું બોલ્યા કરે છે??
એ પણ આજના દિવસે....
પાયલ ના મમ્મી તેને ટોકતા કહે છે.
પપ્પા : કોઈ જઈને આ ધારા અને પરંપરા ને નીચે લઈ આવો.
હવે ખાસ્સો સમય થઈ ગયો.
યશ : હું બોલાવી આવ.
કહેતા તે ઉભો થવા જાય છે તો તેની મમ્મી તેને રોકે છે.
માસી : તું બેસ.
કોયલ ને જવા દે.
કોયલ બેટા, જરા બોલાવી લાવ.
કોયલ : હા.
તે ઉભી થઈ ઉપર જાય છે.

કોયલ : વાતો પૂરી થઈ હોય તો બધા તમને નીચે બોલાવી રહ્યા છે.
કોયલ દરવાજો ઠોકતાં બહારથી જ કહે છે.
પરંપરા રૂમનો દરવાજો ખોલે છે.
પરંપરા : અંદર આવ....
કોયલ : બધા નીચે....
પરંપરા : તું અંદર આવ.
તે કોયલ નો હાથ પકડતાં કહે છે.
અને તેના અંદર આવતા રૂમનો દરવાજો ફરી બંધ કરી દે છે.

ધારા અને સ્મિત બેડ પર બેઠા હોય છે.
સ્મિત : ધ્વનિ આવી??
કોયલ : ના.
ધારા : અને રાહત??
કોયલ : એ પણ નથી આવ્યો.
ધારા નિરાંત નો શ્વાસ લે છે.
પરંપરા : ધારા આજે ધ્વનિ ને પ્રપોઝ કરવાની છે એની પ્રેક્ટિસ કરી રહી છે.
તે કોયલ ને કહે છે.
કોયલ : ઓહ રીયલી....!!
પરંપરા : યસ.
સ્મિત : ધ્વનિ સાથે વાત થઈ છે કોઈની??
કોયલ : તે ટ્રાફિકમાં અટવાયેલી છે.
કોયલ હવે એ વાત ખુશ થતા કહે છે.
પરંપરા : ગુડ.
એટલે તારી પાસે હજી સમય છે ધરું.
ધારા : પણ આ યાદ જ નથી રહેતું.
કેવું લખી આપ્યું છે તે....
એ પરંપરા ને કહે છે.
કોયલ : પ્રપોઝલ કઈ યાદ કરવાથી યાદ રહે??
સ્મિત : હું ક્યારનો એ જ કહું છું બંને ને.
ધારા : તો શું કરું??
સ્મિત : આ લખેલા ને ભૂલી જા.
ધારા : તો શું બોલું??
પરંપરા : નક્કી તો રાખવું પડે ને શું અને કેટલું બોલવું છે.
સ્મિત : ક્યારનો કહું છું,
યાદ કરીને પછી બોલવામાં ગરબડ થાય.
કોયલ : હા.

ફરી દરવાજો ઠોકાય છે.
યશ : ગાઈઝ, ચાલો બધા....
તે બહારથી કહે છે.
કોયલ દરવાજો ખોલે છે.
યશ : ચાલો ને....
કોયલ : પાયલ ને પણ નીચેથી ઉપર લઈ આવ.
યશ : શું કરી રહ્યા છો તમે લોકો??
કોયલ : એ....
ધારા : હવે કઈ નહી.
હું એની સામે જાઉં ત્યારે મારા દિલમાં જે આવે તે કહી દઈશ.
આ કઈ એક્ઝામ થોડી છે કે બધુ વર્ડ ટુ વર્ડ જ યાદ રાખવું પડે.
સ્મિત : એજ હું કહું છું.
સ્પોન્ટેનિયસલી કર.
ધારા : ઓકે.
હવે ચાલો નીચે.
કહી તે દરવાજા તરફ ચાલવા લાગે છે.
પરંપરા : રીંગ તો લેતી જા.
તે યાદ કરાવે છે.
યશ : તે આ રીંગ ક્યારે લીધી??
ધારા : ત્યારે જ જ્યારે આપણે પાયલ ને લઈને રીંગ ખરીદવા ગયા હતા.
યશ : તું એને લગ્ન માટે પ્રપોઝ કરી રહી છે??
ધારા : હા.
યશ ખુશ થઈને ધારા ને ભેટે છે.
યશ : મને તારા પર ગર્વ છે.
ધારા મુસ્કાય છે.
યશ ની પાછળથી પરંપરા અને ધારા ની પાછળથી કોયલ પણ એ બંને ને વળગી પડે છે.

માસા : ચાલો, બધા નીચે આવો.
પ્રસંગ નીચે છે.
બધાને યશ ના પપ્પાની બૂમ સંભળાય છે.
પરંપરા : ચાલો....
ધારા : યશ, પાયલ માટે સરપ્રાઈઝ.
યશ : ઓકે.
હું કઈ નહી બોલીશ.

નીચે

મમ્મી : ખરી વાર કરો તમે છોકરાઓ તો....
ધારા : મમ્મી....
મમ્મી : શું મમ્મી....!!
માસા : કોઈ રાહત ને ફોન કરી પૂછો તો જરા....
પાયલ : ટ્રાફિકમાં હશે પપ્પા.
માસા : મુહૂર્ત જાય બેટા.
માસી : આજે બધા મુહૂર્ત શુભ જ છે.
મે જોઈ લીધું છે.
પપ્પા : આ ધ્વનિ આવી ગઈ.
ધ્વનિ : જય શ્રીકૃષ્ણ બધાને.
તે આવતા જ કહે છે.
મમ્મી : આટલું બધું શું લાવી??
તે ધ્વનિ ના બંને હાથમાં સામાન જોતા પૂછે છે.
ધ્વનિ સામાન બાજુ પર મૂકી સૌથી પહેલા માસા માસી ના અને ધારા ના મમ્મી પપ્પા ના આશીર્વાદ લે છે.
ધારા ની મમ્મી તો ધ્વનિ ને સીધા ભેટી જ પડે છે.
મમ્મી : કેમ છે બેટા??
તેમનું પ્રેમ ભર્યું " કેમ છે બેટા " સાંભળીને ધ્વનિ ની આંખો ભરાય આવે છે.
ધ્વનિ : એકદમ સરસ.
મમ્મી તેની સામે જોતા મુસ્કાય છે.
મમ્મી : ઘરની બહુ યાદ આવતી લાગે છે.
ધ્વનિ : હંમ.
પણ હવે થોડી ઓછી આવશે.
કહેતા તે પણ મુસ્કાય છે.
યશ : ધ્વનિ, તું મોડી આવી તો તારા ભાગનો સુરતથી આવેલો નાસ્તો ખવાય ગયો.
ધ્વનિ : વાંધો નહી.
યશ : કેટલી ડાહી થઈ ને કહી દીધું કઈ વાંધો નહી.
પાયલ : કારણ કે એને ખબર છે.
ધ્વનિ : મને ખબર છે કે મારા માટે એ એક ખાસ ડબ્બો આવ્યો છે અને એ હજી આન્ટી પાસે જ છે.
હેં ને આન્ટી....??
મમ્મી : હા તો.
ધ્વનિ ખુશ થતા હસે છે.

સાથે લાવેલા સામાનમાંથી પરંપરા અને સ્મિત માટે લાવેલી ગીફ્ટ લઈ તે બધાથી કાયમની જેમ થોડા દૂર ઉભેલા સ્મિત, પરંપરા અને ધારા પાસે આવે છે.
ધ્વનિ : હાય....
પરંપરા : હાય....
સ્મિત મુસ્કાય છે.
ધ્વનિ : તમે લોકો આવ્યા તો હવે આ મેડમ ના ચહેરાની મુસ્કાન તો જુઓ.
તે ધારા સામે જોતા કહે છે.
ધ્વનિ : અત્યાર સુધી એવું લાગતું હતુ જાણે દુનિયાના બધા દુઃખ આમની જ પાસે છે.
ધારા : શું કઈ પણ.
સ્મિત : અમે તારી સ્થિતિ સમજી શકીએ છીએ ધ્વનિ.
તારે....
તે મજાક કરતા બોલે છે.
ધારા : સ્મિત....!!
સ્મિત : ધારા....!!
બંને એકબીજાની સામે જુએ છે.
વચ્ચે ઉભી પરંપરા ને હસવું આવી જાય છે.
ધ્વનિ : ઓહ....Congratulations.
તેને ગીફ્ટ આપવાનું યાદ આવે છે.
સ્મિત : થેન્કયુ.
તે ધીમેથી કહે છે.
પરંપરા : ગીફ્ટ પછી આપજે.
હજી બધાને કહેવાનું બાકી છે.
ધ્વનિ : ઓહ....!!
પરંપરા : પાયલ અને રાહત ની સગાઈ પછી કહેવાના છીએ.
ધ્વનિ : ઓકે.
આઈ એમ સો હેપ્પી.
ધારા : મી ટુ.
સ્મિત અને પરંપરા એકબીજા સામે જોતા મુસ્કાય છે.

યશ : એન્ડ ધ દુલ્હા ઈઝ હીયર.
તે રાહત ના આવતા જ એનાઉન્સમેન્ટ કરે છે.
એટલે બધાનું ધ્યાન પોતાની વાતો પરથી ખસી સૂટ બૂટમાં સજ્જ સરસ તૈયાર થઈને આવેલા રાહત તરફ જાય છે.
રાહત બધા વડીલો ના આશીર્વાદ લે છે.
યશ : ઓર દોસ્ત....
તે રાહત ના ખભા પર હાથ મૂકતા કહે છે.
રાહત : ઓર બસ....
માસા : એને બેસવા તો દો.
યશ : બેસો બેસો.
તે રાહત ને પાયલ ની બાજુમાં સોફા પર બેસાડે છે.
પાયલ અને રાહત એકબીજા સામે જોતા ફરી મુસ્કાય છે.
રાહત સુંદર તૈયાર થયેલી પાયલ ના ઈશારાથી વખાણ કરે છે.
માસા : જમાઈ રાજ, આમને મળો.
સ્મિત કુમાર અને પરંપરા દીકરી....
માસા બંનેની રાહત સાથે ઓળખાણ કરાવે છે અને શગુન ઈવેન્ટસ ના ઘણા વખાણ કરે છે.
જે સાંભળી આખી શગુન ની ટીમને નવાઈ લાગે છે.
યશ : પપ્પા અને આટલા બધા વખાણ....!!
તે પોતાની પાસે ઉભી કોયલ ને ધીમેથી કહે છે.
કોયલ : સોરી, બટ પપ્પાને એવી થોડી ખબર છે કે રાહત તો બધુ જાણે છે.
યશ : બિચારા ને કેવો લાગતો હશે ને આ રીપીટ ટેલિકાસ્ટ....
એ પણ પાછો આટલો લાંબો....!!
યશ હસતાં હસતાં કહે છે.
કોયલ : યશ....!!
યશ : ધીમું ધીમું હસી લે.
બંને હસે છે.

માસી : ચાલો, સગાઈ ની રસમ શરૂ કરીએ....
મમ્મી : હા....
પાયલ અને રાહત બંને એકબીજાને વીંટી પહેરાવે છે અને ત્યાં જ બંને ઉપર ફૂલોની વર્ષા થવા લાગે છે.
સ્મિત, પરંપરા, ધારા અને ધ્વનિ તેમના પર ફૂલ વરસાવી રહ્યા હોય છે.
પછી બધા સાથે અલગ અલગ પોઝમાં ફોટા પડે છે અને બંને ફરી વડીલો ના આશિષ લે છે.
ધ્વનિ તેમને તેમના માટે લાવેલી ખાસ ભેટ આપે છે.
પાયલ - રાહત : થેન્કયુ ધ્વનિ.

ધારા : તમે બંને અત્યારે કહેવાના છો??
તે સ્મિત, પરંપરા પાસે આવી ધીમેથી પૂછે છે.
પરંપરા : વિચાર તો....
સ્મિત : કહી દઈએ....
ધારા : હા, કહી દો.
પરંપરા : પણ આમ વચ્ચે જઈને અચાનક....
સ્મિત : એમાં આટલું શું વિચારે??
ધ્વનિ એ ગીફ્ટ આપી દીધી.
હવે આપણો વારો.
અને આપણી ગીફ્ટ એ છે કે તેઓ માસા - માસી બનાવવાના છે.
ધારા : મસ્ત.
જાઓ કહી દો.
પરંપરા : અત્યારે ચાલશે પણ??
સ્મિત : ક્યારેક ક્યારેક છે ને તું બહુ વિચાર કરે.
ચાલ....
તે પરંપરા નો હાથ પકડી બધાની વચ્ચે આવે છે.
બધા તેમની સામે જોવા લાગે છે.
સ્મિત : આ ખુશીના અવસર પર અમને વધુ એક....
પરંપરા : વધુ એક સુંદર ભેટ અમને તમને આપવી છે.
પાયલ : શું??
સ્મિત - પરંપરા : જલ્દી જ તમે બંને માસા - માસી બનાવવાના છો.
બંને હસતાં હસતાં કહે છે.
પાયલ : વોટ??
ઓહ માય ગોડ....!!
પાયલ એકદમ ખુશ થઈ જાય છે.
માસી : ખૂબ ખૂબ અભિનંદન.
યશ : Woooooohoooooo
Congratulations....
To all of us.
ધારા : યસ.
હવે બધાનું પ્રમોશન થવાનું છે.
કોયલ : Yayyyy....!!
તે પરંપરા ને ખુશીથી ભેટી પડે છે.
કોયલ : Congratulations both of you.
યશ : હાશ....
હવે મારાથી નાનું કોઈ તો હશે એ ફેમીલીમાં.
સાંભળી બધા હસી પડે છે.

* * * *

ઉપર રૂમમાં

યશ : ધરું, તે કર્યું કેમ નહી??
ધારા : બધાની સામે હિંમત નહી થઈ.
યશ : અરે....એમાં....
પરંપરા : સાંજે કરી લેજે.
યશ : સાંજે શું છે??
પરંપરા : હું અને સ્મિત પાર્ટી આપી રહ્યા છે.
ધારા : ફરી બધા સામે....
પરંપરા : સાંજની પાર્ટીમાં કોઈ સિનિયર્સ નહી હશે.
ફક્ત આપણે.
યશ : જુનિયર્સ.
ધારા : હવે આપણે જુનિયર્સ નથી રહ્યા.
યશ : થોડો વખત બાકી છે હજી.
ત્યાં સુધી રહી લેવા દે ને.
પરંપરા : હા, મને પણ.
કહેતા તે હસે છે.
ધારા : આપણે સાંજે ક્યાં જઈશું??
પરંપરા : સ્મિત નીચે પાયલ, રાહત અને ધ્વનિ સાથે એ જ નક્કી કરી રહ્યો છે.
ધારા : જ્યાં જઈએ એ પ્રમાણે મને પ્લાન કરવાની ખબર પડે.
યશ : તું બહુ કઈ નહી વિચાર.
ખાલી રીંગ સાથે લઈ લેજે.
ધારા : નર્વસ થાઉં છું યાર.
પરંપરા : આની પણ મજા લે.
આ પળો બહુ કિંમતી છે.
યશ : મને પણ અત્યારે યાદ કરીને એટલું હસવું આવે ને....
જ્યારે સ્કૂલ પૂરી થઈ પછી હું કોયલ ને પહેલી વખત પ્રપોઝ કરવાનો હતો.
કેટલા દિવસ બધી પ્લાનિંગ કરી.
આખી રાત જાગતો રહ્યો.
એ શું કહેશે, એને કેવું લાગશે, હું કઈ ભૂલી જઈશ તો, પ્લાન પ્રમાણે બધુ નહી થયું તો????
અને....
કોયલ એ હજી હું મારું બોલવાનું પૂરું કરું એ પહેલા જ હા કહી દીધી ને મારી સામે નીચે બેસી ગઈ.
યાદ કરતા યશ ખુશ થાય છે.
યશ : પછી લાગ્યું, ખાલી ખાલી જ આટલો ગભરાતો હતો અને બહુ વિચારો કરતો હતો.
સો ચીલ....
તારે જે કહેવાનું છે એ તારી જ ધ્વનિ ને કહેવાનું છે.
પરંપરા : રાઈટ.
ધારા : હંમ

* * * *


~ By Writer Shuchi



.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED