Featured Books
  • એક ષડયંત્ર.... - ભાગ 95

    (સિયા અને કનિકા વાત કરે છે અને તેના જીવનની મીઠી પળો યાદ કરે...

  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

શ્રેણી
શેયર કરો

પ્રેમનો અધૂરો અહેસાસ - 2 (અંતિમ ભાગ - ક્લાઇમેક્સ)



કહાની અબ તક: સ્પૃહા ને સાગર ઈશારા કરી કરીને માંડ એના કામ વચ્ચે પણ એણે શાકભાજી લાવવા લઈ આવે છે. એ એણે કહે છે કે પોતે એણે એ ભૂલી ગઈ છે. સ્પૃહા એણે સમજાવવા ચાહે છે પણ એ કોઈ કડક પોલીસની જેમ આજે બસ એણે સજા જ આપવા માંગતો હતો! પાછળ રહેલી સ્પૃહા ના આંસુઓ જોઈ નહી શકતો. છેક શાકભાજી લાવી ને પાછા વળ્યા ત્યારે એ માંડ કહે છે કે એની આટલી નાનકડી વાત માટે એ એની પર ગુસ્સે થઈ રહ્યો છે તો સાગર એણે વાતને નાનકડી ના હોવાનું કહે છે. ખરેખર આજે સાગર એની પર વધારે જ ગુસ્સે હતો!

હવે આગળ: "હું કેટલાય દિવસોથી વેટ કરતો તો આ દિવસનો, આપને આ વાત કરીશું, આપને અહીં જઈશું.. પણ તમે મેડમ તમને તો મારી કઈ કદર જ નહી. પણ હવે બસ બહુ થયું." સાગરે ઉમેર્યું.

"જો, તું મને ઝેર આપી દે, પણ આવું ના બોલ, પ્લીઝ! તુએ લાઇફમાં ક્યારેક મારી પર આવો ગુસ્સો નહી કર્યો!" આખરે સ્પૃહા એ કહી જ દીધું.

"હું સમજી ગયો છું એ તો, નેહાલ સાથે તારી વાત પુછાઇ છે ને.. એ તો મારા કરતા પણ બહુ જ વધારે હેન્ડસમ છે. એટલે જ હવે તારે મારાથી દૂર જવું છે ને!" સાગરના એ શબ્દો એણે તીરની જેમ ચુભી ગયા!

"શું બોલે છે આ તું! એવું કઈ જ નહી યાર! નેહાલમાં એ વાત છે જ નહી જે તારામાં છે!" સ્પૃહા એ રડતાં રડતા કહ્યું.

"નવા વ્યક્તિના આવવાથી લોકો જૂનાને ભૂલી જ જતાં હોય છે ને!" સાગરે એક નિશ્વાસ સાથે કહ્યું.

"ઓ બસ હવે બહુ થયું.. જો એવું કઈ જ નહી!" સ્પૃહા એ થોડું અકળાતા કહ્યું.

"અચ્છા.. સાત કલાકથી હું અહીં છું, જ્યારે આપને પોતપોતાના ઘરે હોઈએ છીએ ત્યારે તો સાત મિનિટ પણ મારા વિના નહી રહેવાતું, તો આ સાત કલાક કેવી રીતે રહી?!" સાગરે એક ધારદાર સવાલ કર્યો.

"અરે બાબા! ઘરે તો હું મોટા ભાગે એકલી જ કામ કરતી હોઉં તો વાત કરું, પણ યાર અહીં તો કેટલા બધા છે, તો પણ મેં બહુ કોશિશ કરી તારી સાથે મળવાની પણ યાર,.."

"પણ કઈ નહી.. તારી લાઇફમાં કોઈ.." સાગરે એની વાત કાપતા કહ્યું.

"જો તું મારી પર ગલત આરોપ મૂકે છે!" સ્પૃહા એ રડતાં રડતાં કહ્યું.

"જો, ..", "તું સાંભળ," સ્પૃહા એ એની વાત કાપતા આગળ વાત કહી - "એવું કઈ જ નહી જેવું તને લાગે છે.. ઈવન હું જે તારી બહેન સાથે કામ કરતી હતી એની સાથે પણ બસ તારા જ વિશે વાતો કરતી હતી. આ સાત કલાક ભલે આપને જુદા હતા, તેમ છત્તા હું તો બસ તારા જ ખાયાલોમાં હતી. તારી જ વાતો, તારો જ ચહેરો સતત મારા મગજમાં રહ્યો છે.. હા, બસ મારી એક જ ભૂલ થઈ ગઈ કે મેં તને આ બધું પહેલા ના કહ્યું."

"એવું અને કેમ મારા જ ખયાલો આવે છે?" સાગરે એક અલગ જ અંદાજમાં પૂછ્યું.

"કેમ કે તું મારી માટે બધું જ છે.. તું છે તો જ મારી રાત અને તું છે તો જ મારો દિવસ છે.. તું છે તો જ મારી ભૂખ છે અને તું છે તો જ મારી તરસ છે!" સ્પૃહા એ કહ્યું. સાગર માટે આટલા શબ્દો જ ઘણા હતા!

"હમમ.. આઇ એમ સોરી!" સાગરે કહ્યું તો જાણે કે બધું જ ઠીક થઈ ગયું. સાગરે આટલો સંતોષ પહેલા ક્યારેક નહોતો અનુભવ્યો. એના દિલમાં શાંતિ હતી.

"સેમ ટુ યુ.." સ્પૃહા એ પણ કહ્યું.

(સમાપ્ત)