The unfull feeling of love - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમનો અધૂરો અહેસાસ - 1


"હું સમજી ગયો છું એ તો, નેહાલ સાથે તારી વાત પુછાઇ છે ને.. એ તો મારા કરતા પણ બહુ જ વધારે હેન્ડસમ છે. એટલે જ હવે તારે મારાથી દૂર જવું છે ને!" સાગરના એ શબ્દો એણે તીરની જેમ ચુભી ગયા!

"શું બોલે છે આ તું! એવું કઈ જ નહી યાર! નેહાલમાં એ વાત છે જ નહી જે તારામાં છે!" સ્પૃહા એ રડતાં રડતા કહ્યું.

🔵🔵🔵🔵🔵

"ચાલ આપને માર્કેટમાં સામાન લેવા જવાનું છે.." એટલી બધી પબ્લિકમાં પણ સાગર તો જાણે કે એક અલગ હકથી જ સ્પૃહા ને લઈ આવ્યો હતો.

"હા, બસ એક થોડી જ વાર, હું નેહા ને કહી ને આવું કે શાક જુએ.." એણે ફટાફટ કહ્યું અને નેહાને કહેવા ચાલી ગઈ.

"કેટલું બધું કામ કરે છે તું તો.. અમારા જેવા માટે તો થોડો પણ ટાઈમ જ નહી.." બાઈક પર આગળ બાઈક ચલાવી રહેલા સાગરે કહ્યું તો સ્પૃહા બોલી પડી - "અરે બાબા, એવું કઈ નહી.."

"હા, તારા જીજુ, તારી ભાભીઓ, બધા માટે ટાઈમ છે, બસ એક મારા માટે જ નહી!" સાગરે બહુ જ નારાજગીથી કહ્યું.

"અરે.." સ્પૃહા આગળ બોલે એ પહેલાં જ સાગરે કહી દીધું - "ઉપર થી હમણાં પણ આવતી નહોતી! કેટલા બધા ઈશારા કર્યા ત્યારે, બધા હોય છે ત્યારે તો તું જાણે કે મને સાવ ભૂલી જ જાય છે.." સાગરે એના દિલની બધી જ વાત કહી દીધી.

"અરે બાબા.." સ્પૃહા એ ફરી બોલવાનો નાકામ પ્રયત્ન કર્યો, સાગરે ફરી એની વાત કાપતા કહ્યું - "તું મારી સાથે વાત જ ના કર.." એણે એટલું ભારપૂર્વક કહ્યું કે સ્પૃહા ના શબ્દો તો ના નીકળ્યા, હા, એના આંસુઓ નીકળી ગયા. અફસોસ, આગળ રહેલા સાગરને એ આંસુઓ ના દેખાયા. ઘણીવાર કોઈ મજબુર હોય છે, જેમ સ્પૃહા હતી.

"સોરી.." એક ભીનો અવાજ સ્પૃહા એ કર્યો તો જાણે કે પત્થર બનેલું આજે સાગરનું દિલ થોડું પીગળ્યું!

સ્પૃહા એ એક ચૂપી સાંધી લીધી હતી! છેક શાકભાજી લઈ પણ લીધું અને બંને પાછા આવવા નીકળી પણ ગયા ત્યાર સુધી એ કઈ જ ના બોલી.

વળતા સમયે આખરે એણે કહ્યું - "અરે પણ, ભાઈ પણ નહોતા તો મે કેવી રીતે તારી સાથે રહેતી.. સોરી.." એણે બહુ જ ઉદાસીનતાથી કહ્યું.

"વાત તો કરી શકાવાયને બકા.." કોઈ કડક પોલીસની જેમ આજે એ સ્પૃહા ને બસ સજા જ આપવા માંગતો હતો!

"ભૂલ થઈ ગઈ, માફ કરી દે ને પ્લીઝ, તેં આવી રીતે મારી પર ક્યારેય ગુસ્સો નહી કર્યો!" સ્પૃહા એ કહ્યું.

"હું કોણ તને માફ કરવા વાળો.. હવે ક્યારેય તને આમ નહી રડાવું.. બહુ જ દૂર જતો રહીશ, તારાથી અને તારી લાઈફથી!" સાગરે કહ્યું તો સ્પૃહા દળદાર આંસુઓ કાઢી રહી.

"અરે બાબા, એક નાનકડી વાત માટે.." સ્પૃહા બોલવા જ જતી હતી પણ એની વાત કાપતા સગરે કહ્યું -

"આ વાત નાનકડી નહી!"

સ્પૃહા અણજાણ હતી કે વાત ખરેખર વધારે જ વધી ગઈ હતી!

વધુ આવતા અંકે...

એપિસોડ 2(અંતિમ ભાગ - ક્લાઇમેક્સ)માં જોશો: "નવા વ્યક્તિના આવવાથી લોકો જૂનાને ભૂલી જ જતાં હોય છે ને!" સાગરે એક નિશ્વાસ સાથે કહ્યું.

"ઓ બસ હવે બહુ થયું.. જો એવું કઈ જ નહી!" સ્પૃહા એ થોડું અકળાતા કહ્યું.

"અચ્છા.. સાત કલાકથી હું અહીં છું, જ્યારે આપને પોતપોતાના ઘરે હોઈએ છીએ ત્યારે તો સાત મિનિટ પણ મારા વિના નહી રહેવાતું, તો આ સાત કલાક કેવી રીતે રહી?!" સાગરે એક ધારદાર સવાલ કર્યો.

બીજા રસપ્રદ વિકલ્પો